17,611
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big>'''(૨) નર્મદરીતિના કવિતાલેખકો,'''</big | <center><big>'''(૨) નર્મદરીતિના કવિતાલેખકો,'''</big> | ||
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.5em;" | |||
{| | |- | ||
| મધુવછરામ બળવછરામ વોરા | | મધુવછરામ બળવછરામ વોરા | ||
| (૧૮૬૭) | | (૧૮૬૭) | ||
Line 39: | Line 39: | ||
| લલિતાશંકર લાલશંકર વ્યાસ | | લલિતાશંકર લાલશંકર વ્યાસ | ||
| (૧૯૩૮) | | (૧૯૩૮) | ||
|} | |}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદની રીતિએ કાવ્ય લખનારાઓની સંખ્યા દલપતને મુકાબલે બહુ થોડી છે. વળી, નર્મદની કવિતાનો વિચાર કરતાં જોયું તેમ, નર્મદની રીતિ એ દલપતરીતિથી કોઈ ગુણભેદને લીધે નહિ, પણ તેનાં અણઘડતા અને આવેશમાંથી જન્મતા લાક્ષણિક દોષભેદને લીધે જ કંઈક ભિન્નતા ધારણ કરે છે. નર્મદની કાવ્યભાવના દલપતથી ભિન્ન હતી, ઊંચી પણ હતી, પણ તે પોતે જ તેને સફળ રીતે કાવ્યમાં સિદ્ધ કરી શક્યો નથી; એટલે એ સિદ્ધિનું અનુસરણ થવું કે તે શૈલી વિકસવી એ અપ્રસ્તુત બની રહે છે. એ રીતે નર્મદના અનુયાયી એટલે નર્મદના લાક્ષણિક દોષોના, તેના આવેશભર્યા માનસના, તથા અણઘડ કાવ્યરચનાના અનુયાયી, એવી સ્થિતિ થઈ રહે છે. આવા લેખકો કવિના વ્યક્તિત્વની અસર હેઠળ પણ આવેલા છે અને એ પ્રભાવક વ્યક્તિત્વને લીધે પણ તેની રીતની કવિતા લખવા લાગેલા છે. | નર્મદની રીતિએ કાવ્ય લખનારાઓની સંખ્યા દલપતને મુકાબલે બહુ થોડી છે. વળી, નર્મદની કવિતાનો વિચાર કરતાં જોયું તેમ, નર્મદની રીતિ એ દલપતરીતિથી કોઈ ગુણભેદને લીધે નહિ, પણ તેનાં અણઘડતા અને આવેશમાંથી જન્મતા લાક્ષણિક દોષભેદને લીધે જ કંઈક ભિન્નતા ધારણ કરે છે. નર્મદની કાવ્યભાવના દલપતથી ભિન્ન હતી, ઊંચી પણ હતી, પણ તે પોતે જ તેને સફળ રીતે કાવ્યમાં સિદ્ધ કરી શક્યો નથી; એટલે એ સિદ્ધિનું અનુસરણ થવું કે તે શૈલી વિકસવી એ અપ્રસ્તુત બની રહે છે. એ રીતે નર્મદના અનુયાયી એટલે નર્મદના લાક્ષણિક દોષોના, તેના આવેશભર્યા માનસના, તથા અણઘડ કાવ્યરચનાના અનુયાયી, એવી સ્થિતિ થઈ રહે છે. આવા લેખકો કવિના વ્યક્તિત્વની અસર હેઠળ પણ આવેલા છે અને એ પ્રભાવક વ્યક્તિત્વને લીધે પણ તેની રીતની કવિતા લખવા લાગેલા છે. | ||
Line 135: | Line 135: | ||
નર્મદના મંડળમાંની એક અગ્રણી વ્યક્તિ તરીકે જાણીતા સવિતાનારાયણ ગણપતિનારાયણે થોડાંક કાવ્યો લખેલાં છે. ‘શકુંતલાખ્યાન’ (૧૮૭૫) ‘શાકુંતલ’ના કથાનકનો ગુજરાતીમાં પહેલો દેશીઓમાં નાનકડો અવતાર છે. લેખકની ભાષા છેક પ્રાકૃત કોટિની નાટકિયા થઈ ગયેલી છે તેમ જ કેટલોક સ્થૂલ શૃંગાર પણ તેમાં લેખકે ઉમેરી દીધો છે. કવિએ શકુન્તલાની વિદાય ઠીક કરી છે : | નર્મદના મંડળમાંની એક અગ્રણી વ્યક્તિ તરીકે જાણીતા સવિતાનારાયણ ગણપતિનારાયણે થોડાંક કાવ્યો લખેલાં છે. ‘શકુંતલાખ્યાન’ (૧૮૭૫) ‘શાકુંતલ’ના કથાનકનો ગુજરાતીમાં પહેલો દેશીઓમાં નાનકડો અવતાર છે. લેખકની ભાષા છેક પ્રાકૃત કોટિની નાટકિયા થઈ ગયેલી છે તેમ જ કેટલોક સ્થૂલ શૃંગાર પણ તેમાં લેખકે ઉમેરી દીધો છે. કવિએ શકુન્તલાની વિદાય ઠીક કરી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{Block center|<poem>ટ્રુમડાળ પર ચઢિ કોકિલા ટહુકી ઊઠી તે ઠાર, | ||
ટ્રુમડાળ પર ચઢિ કોકિલા ટહુકી ઊઠી તે ઠાર, | |||
જાણે ન હોયે રુદન કરતાં વૃક્ષ કરી પોકાર. | જાણે ન હોયે રુદન કરતાં વૃક્ષ કરી પોકાર. | ||
...સુણિ સજળ નેત્રે સખિ કહે શિદ વિસરભોળી થાય છે? | ...સુણિ સજળ નેત્રે સખિ કહે શિદ વિસરભોળી થાય છે? | ||
તરૂ વલ્લિ સોંપે પણ અમોને સોંપી કોને જાય છે? | તરૂ વલ્લિ સોંપે પણ અમોને સોંપી કોને જાય છે?</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સવિતાકૃત કવિતા’ (૧૮૮૫)માં લેખકનાં પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. લેખક દેશાભિમાન વગેરેની વાતો કરે છે, પણ તે પાછળ બહુ પ્રાણ પૂરી શકયા નથી. ‘વેપાર બૂડ્યો’ વિશેનો કટાવ તે વખતની સ્વદેશી જાગૃતિના નમૂના રૂપે નોંધવા જેવો છે. કવિનો દલપતરીતિના ચોખલિયાવેડા સામેનો પ્રહાર ધ્યાન ખેંચે છે : | ‘સવિતાકૃત કવિતા’ (૧૮૮૫)માં લેખકનાં પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. લેખક દેશાભિમાન વગેરેની વાતો કરે છે, પણ તે પાછળ બહુ પ્રાણ પૂરી શકયા નથી. ‘વેપાર બૂડ્યો’ વિશેનો કટાવ તે વખતની સ્વદેશી જાગૃતિના નમૂના રૂપે નોંધવા જેવો છે. કવિનો દલપતરીતિના ચોખલિયાવેડા સામેનો પ્રહાર ધ્યાન ખેંચે છે : |
edits