17,546
edits
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{center|'''<big> | {{center|'''<big>૭. સુજીત</big>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દિવાને જ્યારે મને કહ્યું કે એમના કોઈ ઓળખીતાને ત્યાં એ લોકો જવાના હતા, અને મને ને સચિનને આવવા પણ એમણે આગ્રહ કર્યો, ત્યારે મને કાંઈ જવાનું મન નહતું. કોઈને મળવાની, કોઈ નવી ઓળખાણ કરવાની મારે હવે ક્યાં કશી જરૂર રહી છે? પણ દિવાને જ્યારે સચિનને ખાસ કહ્યું કે ‘ચાલ, નવી ઓળખાણો થશે’, ત્યારે મને તરત સમજાયું કે હા, હજી સચિન માટે તો નવી સારી ઓળખાણો થાય તે જરૂરી કહેવાય. | |||
એ પણ ક્યાં કશે જાય છે? કોઈને મળવા માટે ક્યાં એ ટાઇમ કાઢે છે? કોઈ કોઈ શનિવારની સાંજે બહાર જતો હોય છે, તે પણ મારા જ દબાણથી. પણ બહુ મિત્રો લાગતા નથી. એક ખલિલ ખરો. એ તો નાનપણની, બહુ જ અગત્યની દોસ્તી. મને સચિન સાથે મેળવી આપવામાં સૌથી પહેલું નિમિત્ત ખલિલ જ હતો ને. | |||
જો હું એ વખતે કાયરની જેમ, લિમોઝિન કંપનીની નોકરી છોડીને, કોઈની પણ સાથે સંપર્કની જરા પણ શક્યતા રાખ્યા વગર, ન્યૂયોર્કમાંથી રાતોરાત જેવો ભાગી ના ગયો હોત, તો ખલિલ જ કારણ બન્યો હોત - ફરી મારા જીવનમાં શાંતિ લાવવાનું. | |||
ખેર, એ સાંજે દિવાન અને શર્માજીની વચ્ચે ઘણી વાતો થઈ. બંને એક જમાનામાં દાક્તરી કરતા હતા, એટલે એ બેને જ વધારે કહેવાનું હતું. તે સારું જ હતું. મારે હવે કોઈની સાથે બહુ બોલવું પણ નથી. બસ, હવે મારે ચૂપચાપ સાંભળવું છે, અને સંભાળવું છે. બસ. | |||
પણ સચિનની ઉંમરનાં પેલાં છોકરા-છોકરીઓ સાથે એને બહુ ફાવે એવું મને લાગ્યું નહીં. એ લોકોની જે કૈંક વર્તણૂંક જોઈ તે પરથી મને થયું કે સચિનથી ઘણાં જુદાં હતાં એ બધાં. સચિનનું જીવન એ બધાં જેવું નથી જ વીત્યું. એ બધાંને તો મા-બાપના પૈસાની ઓથ હશે જ. એટલું તો સ્પષ્ટ દેખાતું જ હતું. ને સચિનને તો હાઇસ્કૂલથી જ પોતાના પગ પર ઊભાં રહેવાનું બન્યું. એ તો જાણે જાતે જાતે જ મોટો થયો. | |||
છતાં એમની સાથે એ બહાર ગયો, કે જવું પડ્યું. શર્માજીની એ પૌત્રી ઘણી મૉડર્ન છે, ને ધાર્યું કરવા ટેવાયેલી હોય એમ લાગે છે. પણ ઓળખાણ વધે પછી વ્યક્તિ વધારે સમજાય. સારું થયું સચિન ગયો બધાંની સાથે. એને જરૂર છે એની ઉંમરનાંની કંપનીમાં સમય ગાળવાની. | |||
આજે બપોરે વળી બીજી સરપ્રાઇઝ મળી. કોઈ છોકરી મળવા આવી. સચિને જ બોલાવી હશે. એને આવી કોઈ ફ્રેન્ડ છે, તેની મને ખબર નહતી. શનિવારે સાંજે ક્યાં જતો હતો તે મેં કાંઈ એને પૂછ્યું ઓછું હોય? | |||
કશું પૂછવાનો, કહેવાનો, રોકવાનો, સલાહ આપવાનો, મિજાજ કરવાનો સમય ઘણે પાછળ રહી ગયો, ભઈ. એ રીતે હું ક્યારેય વર્તતો હતો, તે યાદ કરતાં પણ આખું શરીર અને મન કાંપી ઊઠે છે. શરમના ભારથી હું દબાઈ જાઉં છું - હજી યે. બંને છોકરાં પર મેં એમ દાબ શા માટે રાખ્યો હશે? નક્કી, મારા નાનપણમાંની સ્નેહની ઓછપ જ કારણભૂત હશે. મારાં મા-બાપના મારી સાથેના અન્યાયને જ લીધે, અભાનપણે, કોઈ અજાણી પરવશતાને લીધે મેં અન્યાય કર્યા - મારાં છોકરાં સાથે, ને કેતકી સાથે પણ ખરા જને. | |||
આહા, આવી ફ્રેન્ડ હતી મારા સચિનને. કેવી શીળી. એને જોતાંની સાથે જ જાણે શાંતિ લાગી મને. એના મોઢા પર સહજ સ્મિત, એના પોષાકમાં વિશિષ્ટ એવી સાદગી. કોણ હતી એ? ઇન્ડિયન હશે? આમ નહતી લાગતી, પણ આમ પાછી લાગતી પણ હતી. મને એમ જ, એકદમ વામા યાદ આવી ગઈ. આ છોકરીમાં વામા જેવું કશુંક છે જરૂર. | |||
એટલાંમાં એણે મને બે હાથ જોડીને સરસ રીતે નમસ્તે કર્યા, ને મેં એના પર ધ્યાન આપવા માંડ્યું. એણે તો. મને ઓળખતી જ હોય એમ સ્વાભાવિક રીતે “કેમ છો, પાપા?” પણ કહ્યું. એટલા શબ્દોથી જ મારું ગળું ભરાઈ આવ્યું. આવી શિષ્ટતા શીખવાડનાર એનાં મા-બાપ તો વળી કેવાંયે હશે. | |||
સચિન સમજી ગયો હશે મારા મનોભાવને. એણે તરત દોર હાથમાં લીધો, અને પૂછ્યું, શું બનાવીએ? ચ્હા કે કૉફી? ને પછી મને કહ્યું, “પાપા, જૅકિ કહે છે કે ઘણા વખતે ઇન્ડિયન ચ્હા પીવી એને ગમશે.” | |||
તો અર્થ એ કે એ ઇન્ડિયન નથી. ને નામ જૅકિ છે. એ કેવું? આવી સરસ છોકરીનું નામ પણ એને શોભે એવું જ સરસ હોવું જોઈએ. | |||
“અને પાપા, જુઓ, એ તમારે માટે સરસ કેક લાવી છે - કોઈ ખાસ ફ્રેન્ચ બેકરીની છે. એનું ફ્રેન્ચ નામ તો એવું અટપટું છે કે એ બોલતાં તો આપણે શીખવું પડશે!” | |||
એટલેકે એ ફ્રેન્ચ છે? એવું હશે? એની સાથે વળી સચિનને ઓળખાણ ક્યાંથી થઈ હશે? જે હોય તે - બંને એકબીજાને પસંદ કરતાં તો લાગે છે. | |||
સચિને ચ્હા બનાવી પછી ટેબલ પર અમે સાથે બેઠાં. આજે વળી નાસ્તામાં માલતીબહેને ચકરી બનાવેલી. વાહ! એ પછી જૅકિ વિષે મને કંઇક જાણવા મળ્યું. પોન્ડિચેરી, પૅરિસ, ન્યૂયોર્ક - વાહ, કેવા જુદા જુદા ત્રણ દેશના સંસ્કારની ત્રિવેણી હશે એના માનસમાં. અને વળી એ કાયદાનું ભણેલી. જોકે એણે કહ્યું, કે પોતે વકીલ ના કહેવાય. એનું કામ તો ઇન્ટરનૅશનલ ડિપ્લોમસિના ક્ષેત્રમાં હતું. ભઇ, આવાં નવાં નવાં ક્ષેત્રો વિષે હું કાંઈ ના સમજું. | |||
જૅકિના નામ વિષે પણ વાત નીકળી. એટલેકે મારાથી જ એ વિષે પુછાઈ ગયેલું. એણે હસીને સમજાવ્યો આખો પ્રૉબ્લેમ. મારા મનમાં એ જ ક્ષણે એક સરસ શબ્દ આવી ગયો. એ નામ તરીકે પણ ચાલે એવો હતો. પાછું મારાથી કહેવાઈ ગયું, કે જૅકિને બદલે ‘જોનાકિ’ હોય તો કેવું સરસ લાગે! | |||
એ અને સચિન સાથે જ બોલી ઊઠેલાં, “જોનાકિ એટલે શું?” | |||
“ફાયરફલાય - Firfly”, મેં કહ્યું. આમ તો જીવડું, ને આપણને જોવું ના યે ગમે, પણ રાતે અંધારામાં ઊડતું જાય ને ચમકારા મારતું જાય, ત્યારે બહુ આકર્ષક લાગે. | |||
“જોનાકિ શબ્દ સાંભળવામાં સરસ છે, નહીં?” | |||
“હા, બીજી ભાષાઓમાં પણ ફાયરફ્લાયને માટે શબ્દો હોય, પણ જૅકિ અને જોનાકિ જાણે પાસે પાસે લાગે છે. જૅકિમાંથી જોનાકિ જાણે સહેલાઈથી થઈ જઈ શકે”, મેં કહ્યું. | |||
“ફ્રેન્ચ ભાષામાં લુસ્યોલ કે લુસિયોલ શબ્દ છે. જોકે જોનાકિ જ સારો લાગે છે. પણ મારા નામના તો પહેલેથી જ આટલા ગોટાળા છે. એમાં એક ક્યાં વધારું?” | |||
પછી વાત ઇન્ડિયન નામો અને એમના અર્થો તરફ વળી ગઈ. | |||
સચિનને | કલાકેક પછી જૅકિ જવા માટે ઊઠતી હોય એવું લાગ્યું ત્યારે સચિને એને જમવા રોકાઈ જવાનું કહ્યું. થોડો આગ્રહ પણ કર્યો. “ફરીથી આવીશ”, જૅકિએ કહ્યા કર્યું. | ||
મને લાગ્યું કે એને બીજે જમવા જવાનું હતું. | |||
સચિનના મોઢાના ભાવ પરથી લાગ્યું કે એ પણ એવું જ વિચારતો હતો, ‘એને બીજે જમવા જવાનું હશે?’ | |||
સચિને તો છેલ્લી ઘડીએ જ - છેક આજે સવારે જ - એને આમંત્રણ આપ્યું કહેવાય, ને તે પણ બપોરની ચ્હા કે કૉફી માટેનું. સ્વાભાવિક છે કે જૅકિનો રવિવારની સાંજ માટેનો પ્લાન આગળથી થઈ ગયો હોય. | |||
સચિને મોઢું હસતું રાખ્યું, ને એને આવજો કહ્યું તો ખરું, પણ એ જરાક નિરાશ થઈ ગયેલો લાગ્યો. ગઈ કાલ રાતની જ કશીક ભૂલ થઈ ગઈ હતી - કદાચ મારે એને શર્માજીને ત્યાંની પાર્ટીમાં નહતો ખેંચી જવો જોઈતો. | |||
સચિનને ભૂલ સુધારી લેવાની તક મળશે જ, એમ હું ઈચ્છી રહ્યો. | |||
એ બાબતે મારા અનુભવ ક્યાં નહતા? મારાથી ભૂલો થઈ, થતી ગઈ, સુધારવાની તકો પણ મળી, ને એ તકો હું ગુમાવતો પણ રહ્યો. યુવાનીનો દર્પ જિંદગીને કેવી પીંખી નાખી શકે છે. તેની સજા મને મળી ચૂકેલી છે. | |||
છેવટે મારા કમનસીબને પણ લાગ્યું હશે કે મેં પૂરતી સજા ભોગવી છે, એટલે જ તો મને સચિન પાછો આપ્યો હશેને. | |||
હવે મારો દીકરો મારી પાસે છે, એને હું સલાહ આપીશ - ના, પણ એવી રીતે કે એને જરા પણ નડતર જેવું ના લાગે. વધારે તો, હું એને ભરપુર સ્નેહ આપ્યા કરીશ. | |||
બીજી બાજુ, સચિનની સાથેનો સમય મારા મનના ઘા પર રુઝ લાવી રહ્યો હતો. એ કાળજી લેતો હતો, મને કંપની આપતો હતો. સાચી જ વાત છે, અમુક ઉંમરે રોલ બદલાઈ જતા હોય છે. મૅચ્યૉર થઈ ગયેલો પુત્ર વૃદ્ધ પિતાને માટે સ્નેહાળ વડીલ, અને નજીકનો મિત્ર બની જઈ શકતો હોય છે. એવું જ બન્યું છે મારી અને સચિનની વચ્ચે. | |||
આવું કાંઈ પણ મેળવવાનું મારું ભાગ્ય હશે, તે પણ મેં ધાર્યું નહતું. | |||
સચિન મારી પૂરેપૂરી શારીરિક તપાસ કરાવવા માટે તત્પર હતો. દિવાન પાસેથી અમારી નજીકમાંના એક ઇન્ડિયન દાક્તરનો સંપર્ક થયો હતો. સચિને ત્યાં જ નામ નોંધાવી દીધું, અને બધી ટૅસ્ટ કરાવી એક રૅકૉર્ડ બનાવડાવી દીધો. એ પરથી ખબર પડેલી કે મને હાઈ બ્લડપ્રેશર છે, અને બૉર્ડરલાઇન ડાયાબિટિસ પણ થયેલો છે. | |||
દાક્તર હફીસે જે કહ્યું, તે જ સચિને મને ઘેર જઈને સંભળાવ્યું, “હવે બરાબર ધ્યાન રાખશોને પોતાનું? ને દવા લેશોને દાક્તર કહે એમ?” | |||
“કે તું કહે એમ?”, મેં સચિનને ચિડાવેલો. | |||
“પાપા, હસવામાં બીલકુલ ના લેશો. આ એકદમ સિરિયસ બાબત છે.” મારા વડીલ-સંતાને મને ટોકેલો. | |||
સચિનને ત્યાં થોડા દિવસ રહ્યા પછી મેં રોબર્ટને ફોન કરી દીધેલો. મને ફાવે છે સચિનને ત્યાં, એ જાણીને ખુશ થયેલો. એ સિવાય, સચિને પણ રોબર્ટને ફોન કરેલો, અને ખૂબ આભાર માનેલો. “અંકલ, તમે અને વામા આન્ટી પાપાને મળવા આવજો”, એટલો વિવેક એ ચૂક્યો નહતો. | |||
મારી એ નાનકડી નોકરી માટે રાજીનામું આપી દીધેલું. ખરેખર, હવે મારાથી બહુ મહેનત થાય તેમ નહતું. “જરૂર પણ નથી, પાપા”, સચિને તરત કહેલું. | |||
હાર્લેમમાં ભોંયતળિયાની કોટડીનું ભાડું પણ, બાકી હતું તેનાથી વધારે, એણે આપી દીધેલું. ત્યાં જવાની પણ મારે કોઈ જરૂર નહતી. પણ મને મન હતું એક વાર ફરી જવાનું; ત્યાં મને મિત્ર ગણીને સાચવ્યો હતો તે લિરૉય અને ફ્રાન્કોને મળવાનું. | |||
સચિન મને એકલો તો જવા જ ના દેત. એણે કહી જ દીધેલું કે એ સાથે આવશે. પણ દિવાને વાત સાંભળી એટલે એ કહેવા લાગ્યા, “હું જ આવું છું તમારી સાથે. હાર્લેમમાં હું તો કદિ ગયો જ નથી.” | |||
સચિનની ધમકી હતી એટલે અમે ટૅક્સી કરી ખરી, પણ જવાનું હતું એ ગલીથી થોડે દૂર ઊતરી જવાનું રાખ્યું. મારા એ મિત્રોને એમ ના લાગવું જોઈએ, કે હું હવે પૈસાદાર હોવાનો દંભ કરું છું. | |||
ચાલીને અમે, નિસ્તેજ થઈને બેઠેલા કોઈ વૃદ્ધ જેવા, એ મકાન પાસે પહોંચ્યા ત્યારે રોજની જેમ લિરૉય અને ફ્રાન્કો ત્યાં ફૂટપાથ પર ઊભા જ હતા. મને જોઈને “ઓહ હલો હલો, માય મૅન” કહીને તરત બંને મને ભેટ્યા. “યુ લૂક ગૂડ, મૅન. યૉર બૉય ગૂડ ટૂ યૂ, મૅન. યુ આર લકિ તો હેવ સચ અ સન”, લિરૉય બોલ્યો. | |||
બે ઊંચા અને કદાવર બ્લૅક અને બ્રાઉન પુરુષોને જોઈને, દિવાન જરા ગભરાયેલે ચહેરે પૂતળું બનીને ઊભા રહેલા. મારા નવા મિત્ર તરીકે મેં એમની ઓળખાણ કરાવી, શેકહૅન્ડ થયા. હું બધાને બાજુની કાફેમાં કૉફી ને નાસ્તા માટે લઈ ગયો. “યૂ રિયલ ગૂડ ટૂ અસ, મૅન”, લિરૉય બોલ્યો. | |||
એમની જિંદગી અભાવની હતી, ને આવી જ રહેવાની હતી. એમને કુટુંબ હશે કે નહીં, ને હોય તો એમાં કોઈ હૂંફ આપી શકે તેવું હતું કે નહીં, તે મેં કદિ પૂછ્યું નહતું. જે દેખાતું હતું તે પરથી, અને આવો દીકરો હતો તેથી મને લકિ કહ્યો તે પરથી, ઘણું સમજી શકાયું હતું. | |||
પણ હું ખાસ મળવા ગયો, તેનાથી એમને જરા તો હૂંફ મળી જ હતી. ફરી હું બંનેને ભેટ્યો, “સી યુ અગેઇન, મૅન”, એમણે કહ્યું; “હા, ફરી આવીશ”, કહીને હું અને દિવાન, અમારી સુખની જિંદગીમાં પાછા જવા, ચાલવા માંડ્યા. | |||
મારી નજીકમાંથી કશું બળવાની વાસ આવતી હતી. એ મારો જીવ હતો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits