આમંત્રિત/૩૩. જૅકિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં હતો. પાનખર ઋતુ બરાબર અધવચ્ચે આવી હોય, અને અમુક જાતનાં વૃક્ષોનાં પાંદડાંએ રીતિસર રંગ બદલી નાખ્યા હોય. જોકે એમાં પણ નસીબદાર થવું પડે. કયા વર્ષે કયા સમયે ઉત્કૃષ્ટ રંગ જોવા મળશે, તે કોઈ કહી નથી શકતું. એ નિર્ણય કુદરત પોતાના હાથમાં જ રાખતી હોય છે. પણ આ વર્ષે ખલિલની ઈચ્છા પૂરી થાય તેવી ઈચ્છા કુદરતની પણ હશે, ને તેથી હડસન નદીના બંને કિનારા પર ઑટમ્નનો રંગોત્સવ ખૂબ સરસ જામ્યો હતો.

બધાંને સંુદર સૂર્યાસ્ત પણ જોવા મળ્યો. આ મહિનામાં ન્યૂયોર્કના એરિયામાં સાડા છ-પોણા સાતમાં સૂર્ય અસ્ત થતો જાય, અને છેલ્લું અજવાળું ધીરે ધીરે વિલાતું જાય. પછી તો બોટ ન્યૂયોર્ક શહેરની નજીક આવતી ગયેલી, એટલે શહેરની ઊંચી ઈમારતોના ઝગારાનું, આંખો અને બુદ્ધિને આંજી દેતું, સૌંદર્ય પણ જોવા મળ્યું. એ જોવા માટે નદીમાં બોટ લઈને ખાસ જવું પડે. ખલિલે બધાં મિત્રોને જાણે એ વિશિષ્ટ દૃશ્યોપહાર આપ્યો હતો.
બધાંને સુંદર સૂર્યાસ્ત પણ જોવા મળ્યો. આ મહિનામાં ન્યૂયોર્કના એરિયામાં સાડા છ-પોણા સાતમાં સૂર્ય અસ્ત થતો જાય, અને છેલ્લું અજવાળું ધીરે ધીરે વિલાતું જાય. પછી તો બોટ ન્યૂયોર્ક શહેરની નજીક આવતી ગયેલી, એટલે શહેરની ઊંચી ઈમારતોના ઝગારાનું, આંખો અને બુદ્ધિને આંજી દેતું, સૌંદર્ય પણ જોવા મળ્યું. એ જોવા માટે નદીમાં બોટ લઈને ખાસ જવું પડે. ખલિલે બધાં મિત્રોને જાણે એ વિશિષ્ટ દૃશ્યોપહાર આપ્યો હતો.
છૂટાં પડવાનું મન હજી ખલિલને થતું નહતું. એ સચિનની સાથે બેસીને હજી ક્ષણે ક્ષણને યાદ કરવા માગતો હતો. સચિનને જૅકિની સાથે એકલાં સમય ગાળવો હતો. સદ્ભાગ્યે રેહાનાએ જ ઘેર જવાનો આગ્રહ રાખ્યો, એટલે સચિનને કાંઈ કહેવું ના પડ્યું. “કાલે મળીશું”, ખલિલે કહ્યું. સચિને હા કહી તો ખરી, પણ એને તો કાલે પણ જૅકિની સાથે એકલાં જ દિવસ પસાર કરવો હતો.  

પાછાં જતાં રૉલ્ફ અને કૅમિલે ખાસ કહ્યું, કે દિવસ બહુ સરસ ગયો, સચિનનું પ્લાનિન્ગ પર્ફેક્ટ હતું, ને “આપણે જલદી પાછાં મળીએ, બરાબર?” જૅકિ સોમવારે રૉલ્ફને તો ઑફીસમાં મળવાની. કૅમિલ કહે, “હું પણ લંચમાં આવી જઈશ.” સચિન મનમાં કહે, ‘હા, પણ અત્યારે તો છોડો જૅકિને!’