17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 40: | Line 40: | ||
પાર્ટી દરમ્યાન, બે મિનિટ માટે મ્યુઝીક અટકાવીને, સચિને ખલિલનો ખાસ આભાર માન્યો. “આ વિશિષ્ટ રજુઆત માટે ખલિલે ઘણી મહેનત કરી છે. એના વગર પાર્ટી આ રીતે થઈ જ ના શકી હોત.” બંને મિત્રો ભેટ્યા. ખલિલે સચિનના કાનમાં કહ્યું, “તારા વગર અમારી પાર્ટી ક્યાં થઈ શકી હોત, દોસ્ત?” | પાર્ટી દરમ્યાન, બે મિનિટ માટે મ્યુઝીક અટકાવીને, સચિને ખલિલનો ખાસ આભાર માન્યો. “આ વિશિષ્ટ રજુઆત માટે ખલિલે ઘણી મહેનત કરી છે. એના વગર પાર્ટી આ રીતે થઈ જ ના શકી હોત.” બંને મિત્રો ભેટ્યા. ખલિલે સચિનના કાનમાં કહ્યું, “તારા વગર અમારી પાર્ટી ક્યાં થઈ શકી હોત, દોસ્ત?” | ||
બીજાં કેટલાંકનો આભાર માનવાનું સચિન ભૂલ્યો નહીં. અંજલિ અને માર્શલનો આમંત્રણ-પત્રિકા અને ડૅફોડિલ ફૂલો માટે, અને ક્લિફર્ડનો ડિ..જે. ગૅરિ સાથે સંપર્ક કરાવી આપવા માટે આભાર માન્યો. પાપાની, અને મમા ને ડૅડની ઓળખાણ બધાંની સાથે કરાવી. છેક ફ્રાન્સથી ન્યૂયોર્ક સુધી આવવા માટે એણે એમનો આભાર માન્યો. જૅકિની પાસે ઊભાં રહીને એણે “પ્રિય ન્યૂયોર્ક શહેર અને અમારી આ હડસન નદી”નો હૃદયથી આભાર માન્યો. | બીજાં કેટલાંકનો આભાર માનવાનું સચિન ભૂલ્યો નહીં. અંજલિ અને માર્શલનો આમંત્રણ-પત્રિકા અને ડૅફોડિલ ફૂલો માટે, અને ક્લિફર્ડનો ડિ..જે. ગૅરિ સાથે સંપર્ક કરાવી આપવા માટે આભાર માન્યો. પાપાની, અને મમા ને ડૅડની ઓળખાણ બધાંની સાથે કરાવી. છેક ફ્રાન્સથી ન્યૂયોર્ક સુધી આવવા માટે એણે એમનો આભાર માન્યો. જૅકિની પાસે ઊભાં રહીને એણે “પ્રિય ન્યૂયોર્ક શહેર અને અમારી આ હડસન નદી”નો હૃદયથી આભાર માન્યો. | ||
પછી એના ઈશારા પરથી ડિ.જે. ગૅરિએ એક ગીત મૂક્યું. એ રાજસ્થાની લોકગીત હતું. સચિને ફૂલગુલાબી | પછી એના ઈશારા પરથી ડિ.જે. ગૅરિએ એક ગીત મૂક્યું. એ રાજસ્થાની લોકગીત હતું. સચિને ફૂલગુલાબી ચુંદડી જૅકિને આપી, અને એને નૃત્ય કરવા દોરી. એણે ના-ના કરી, પણ પછી એ ગીતના લય સાથે ફરવા લાગી, અને ઉદેપુરમાં શીખી હતી તેમ હાથનો અભિનય પણ કરવા લાગી. પછી ખલિલે સચિનને પણ જૅકિ તરફ ધકેલ્યો. યુવાન, દેખાવડાં, હસતાં, સ્નેહાળ એ બંનેને સાથે આનંદ કરતાં જોઈને સુજીતને ખૂબ સંતોષ થયો. ‘બધું બરાબર છે. હવે આપણે જઈ શકીએ”, ઊંડો શ્વાસ લઈને એમણે મનોમન પોતાના જીવને કહ્યું. | ||
સમય પ્રમાણે મહેમાનો જવા માંડ્યાં. છેલ્લે ડિ.જે. ગૅરિએ ફરી એ લોકગીત ચાલુ કર્યું. ટીખળ-મજાકના એ શબ્દોના લયમાં હવે બધાં યુગલો જોડાઈ ગયાં. ગીતનો રમતિયાળ સૂર હૉલમાં ગુંજતો રહ્યો – | સમય પ્રમાણે મહેમાનો જવા માંડ્યાં. છેલ્લે ડિ.જે. ગૅરિએ ફરી એ લોકગીત ચાલુ કર્યું. ટીખળ-મજાકના એ શબ્દોના લયમાં હવે બધાં યુગલો જોડાઈ ગયાં. ગીતનો રમતિયાળ સૂર હૉલમાં ગુંજતો રહ્યો – | ||
મારો પલ્લો લટકે રે, મ્હારો પલ્લો લટકે, | મારો પલ્લો લટકે રે, મ્હારો પલ્લો લટકે, |
edits