યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/‘આસ્થા’ વિશે :: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 9: Line 9:
આસ્થા માટે એના કૂળ વિશેના રહસ્યનું ઉદ્ઘાટન થાય છે એની નાની મણિમાના ગામડામાં થયેલા અવસાન વખતે. એ મા સાથે નાનીની મરણોત્તર ક્રિયા કરવા ગામડામાં આવે છે અને એને ત્યાં રોકાવું પડે છે. તે વખતે એને બધી વાતની ખબર પડે છે. એ જે કોમમાં જન્મી હતી તે લોકો પર થયેલા અત્યાચારો, જાતીય શોષણ, આભડછેટની સ્થિતિ – એ બધા વિશે માહિતી મળ્યા પછી આસ્થાનું ચિત્ત ચકડોળે ચડે છે. સવર્ણોની નાતના જમણ પછી શાહુકારી ઉઘરાવી તે છાંડેલું – એઠું ગામના વંચિતોને આપવામાં આવતું તેના વિશે જ્યારે ખબર પડે છે ત્યારે આસ્થાને ‘ઉબકો આવે એવું થઈ' આવે છે. ભૂતકાળના એ અતિ અપમાનજનક દૃશ્યની છાપ એને અકળાવે છે. નાનીમાના મૃત્યુ પછી ગામમાં યોજેલી નાત વખતે આસ્થા ‘સવર્ણો કરતા તેમ શાહુકારી ઉઘરાવી લેવી ને એના નાના નાના લાડવા વાળવા' તેવી સૂચના આપે છે. આસ્થા એવા લાડુનો ડબો શહે૨માં લાવે છે અને ઑફિસમાં લઈ જાય છે. માને લાગે છે, ‘શું આસ્થા ઑફિસમાં બધાને આ શાહુકારીના લાડવા ખવડાવશે?''

એવું થયું હોત તો આ વાર્તા આસ્થાની એવી પ્રતિક્રિયા દલિતો પરના અત્યાચાર સામેનો પ્રતીકાત્મક બદલો બનીને રહી ગઈ હોત. આસ્થાનું માનવીય મૂલ્ય પણ ઘટ્યું હોત. આસ્થા એવું કરતી નથી. એના મન-મગજમાં આક્રોશ તો છે જ. એ લાડુનો ડબો લઈને ચૅમ્બરમાંથી બહાર નીકળે છે ત્યારે એનો ‘ચહેરો તંગ હતો ને કપાળમાં ઘણીબધી કચરલીઓ હતી.' એ અત્યંત ઝડપથી કાર ચલાવતી શહેરની બહાર એક અવાવરુ તળાવ પાસે આવે છે. કારમાંથી બહાર નીકળીને એ સૌ પ્રથમ ‘હાથમાં એક પથ્થર લઈને, તળાવના પાણીમાં જોરથી દૂ...૨ ઘા' કરે છે. આ ક્રિયા એના અંગત આક્રોશને વ્યક્ત કરે છે. ‘પછી પેલા ડબામાંથી એક પછી એક લાડવા લઈને દૂ...૨ દૂ...૨ પાણીમાં ઘા કરતી' રહે છે. આ ક્રિયા દ્વારા એ પોતાના સમગ્ર સમાજ વતી અત્યાચાર અને અપમાનભરી પરિસ્થિતિમાંથી મુક્ત થવાની ઘોષણા કરે છે. આમ આસ્થા વ્યક્તિગત રીતે અને દલિત સમાજના પ્રતિનિધિ તરીકે માનવીય ગરિમા માટેની ખેવનાની પણ પ્રતિષ્ઠા કરે છે. એણે અવાવરુ તળાવમાં ફેંકેલા પથ્થર અને લાડવાથી પાણીમાં વમળો ઊઠતાં રહે છે અને શમતાં રહે છે. ‘અવાવરુ તળાવ’નું રૂપક પણ સ્વયંસ્પષ્ટ છે.

{{right|(‘૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ,' સંપાદક: વીનેશ અંતાણી,
પ્ર. આ. ર૦૦૬'માંથી).}}
{{right|(‘૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ,' સંપાદક: વીનેશ અંતાણી,
પ્ર. આ. ર૦૦૬'માંથી).}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>❏</center>
<center>❏</center>
17,546

edits