ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાવ્યલક્ષણ : તુલનાત્મક ચર્ચા :|}} {{Poem2Open}} ‘क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः ।’ એ ન્યાયે કવિતાનું સ્વરૂપ જ એવું છે કે કવિએ કવિએ, કૃતિએ કૃતિએ એ નવાં રૂપ ધારણ કરે. કવિ...")
 
No edit summary
 
Line 8: Line 8:
છતાં કાવ્યનું આ બાહ્ય ઉપાદાન એટલું સ્વાભાવિક છે કે ઘણા વિવેચકો વ્યાખ્યામાં એનો ઉલ્લેખ પણ કરતા નથી. દૃષ્ટિભેદ કે મતભેદ જોવા મળે છે તે તો કાવ્યના આંતરિક ઉપાદાન પરત્વે.

સામાન્ય રીતે કાવ્યના ઉપાદાન તરીકે સમગ્ર ચરાચર વિશ્વ, માનવ, માનવની વિવિધ ભાવનાઓ, ઊર્મિઓ, વિચારો, તરંગો, વગેરેને ગણાવી. શકાય. માનવજીવનના કેવળ પ્રત્યક્ષ નહિ, પણ અચાક્ષુષ—અરે, અતીન્દ્રિય અનુભવોમાં પણ જે કંઈ આવી શકે તે કાવ્યનું ઉપાદાન થવાને પાત્ર છે. એરિસ્ટોટલે કવિતાને ચરિત્ર, ભાવ અને ક્રિયાનું અનુકરણ કહી, એ જીવનતત્ત્વોને કાવ્યની આંતરિક સામગ્રી તરીકેનું સ્થાન આપ્યું. કોલરિજની વ્યાખ્યા પણ માનવજીવનનાં ભિન્ન ભિન્ન પાસાંઓનો કાવ્યના ઉપાદાન તરીકે સ્વીકાર કરે છે :  ‘Poetry is the blossom and fragrance of all human knowledge, human thoughts, human passions, emotions, language.’ વર્ડ્ઝવર્થે પણ કવિતાને ‘the breath and finer spirit of all knowledge’ કહી જ્ઞાનસમસ્તને કાવ્યવિષય માન્યું, તો મૅથ્યુ આર્નોલ્ડ જેવાએ ‘Poetry is at bottom a criticism of life.’ એવી વ્યાખ્યા આપી કાવ્યના મહત્ત્વના ઉપાદાન તરીકે જીવનની પ્રતિષ્ઠા કરી.

પણ કેટલીક વાર કાવ્યના ઉપાદાનના ક્ષેત્રને સંકુચિત કરવાનું વલણ પણ જોવા મળે છે. વર્ડ્ઝવર્થે જ એક વાર કવિતાને ‘spontaneous overflow of powerful feelings’ રૂપે વર્ણવી, કવિતામાં જાણે ઊર્મિઓનું જ નિરૂપણ થવું જોઈએ એવો ભ્રમ ઊભો કર્યો. અને આપણે ત્યાં સર રમણભાઈ નીલકંઠ જેવા એ પ્રવાહમાં તણાયા. તો ‘Poetry is musical thought’ એમ કહીને કાર્લાઈલે કાવ્યનું ક્ષેત્ર વિચાર- અલબત્ત, સંગીતમય વિચાર—પૂરતું મર્યાદિત કર્યું. આપણે ત્યાં પ્રો. બ.ક. ઠાકોરે વિચારપ્રધાન કવિતાનો વાદ પ્રચલિત કર્યો, પણ એમનેય ઊર્મિમત્ વિચાર જ અભિપ્રેત હતો. શ્રી. રામનારાયણ પાઠક આ બંને મતોનો સમન્વય કરે છે અને કાવ્યના ઉપાદાન તરીકે લાગણીમય વિચાર અથવા વિચારનિષ્ટ લાગણીને ગણાવે છે.૧
પણ કેટલીક વાર કાવ્યના ઉપાદાનના ક્ષેત્રને સંકુચિત કરવાનું વલણ પણ જોવા મળે છે. વર્ડ્ઝવર્થે જ એક વાર કવિતાને ‘spontaneous overflow of powerful feelings’ રૂપે વર્ણવી, કવિતામાં જાણે ઊર્મિઓનું જ નિરૂપણ થવું જોઈએ એવો ભ્રમ ઊભો કર્યો. અને આપણે ત્યાં સર રમણભાઈ નીલકંઠ જેવા એ પ્રવાહમાં તણાયા. તો ‘Poetry is musical thought’ એમ કહીને કાર્લાઈલે કાવ્યનું ક્ષેત્ર વિચાર- અલબત્ત, સંગીતમય વિચાર—પૂરતું મર્યાદિત કર્યું. આપણે ત્યાં પ્રો. બ.ક. ઠાકોરે વિચારપ્રધાન કવિતાનો વાદ પ્રચલિત કર્યો, પણ એમનેય ઊર્મિમત્ વિચાર જ અભિપ્રેત હતો. શ્રી. રામનારાયણ પાઠક આ બંને મતોનો સમન્વય કરે છે અને કાવ્યના ઉપાદાન તરીકે લાગણીમય વિચાર અથવા વિચારનિષ્ટ લાગણીને ગણાવે છે.૧<ref>૧. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે’ : પૃ. ૧૧૦</ref>
<ref>૧. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણે’ : પૃ. ૧૧૦</ref>
આમ તો લાગણી અને વિચાર બંને માનવજીવનના એટલા વ્યાપક અંશા છે કે એને કાવ્યનાં ઉપાદાન ગણવાથી કાવ્યનું ક્ષેત્ર સંકુચિત થતું નથી. લાગણી એ માનવનો પ્રાણી તરીકેનો ધર્મ છે, તો વિચાર એને બીજાં પ્રાણીઓ કરતાં ઉચ્ચતર ઠરાવતો વિશિષ્ટ ધર્મ છે. માનવની કોઈ પણ વૃત્તિ કે પ્રવૃત્તિ લાગણી કે વિચારથી મુક્ત ન હોઈ શકે. માનવેતર જગત પણ જ્યારે કાવ્યનું વાસ્તવિક ઉપાદાન હોય, ત્યારેય માનવલાગણી કે વિચારથી એ કેવળ અસ્પૃષ્ટ નથી હોતું.

ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના ઉપાદાનનો સીધો વિચાર કર્યો નથી, પણ એમણે કવિને માટે જીવનનો અને માનવવ્યવહારનો અનુભવ એટલો બધો જરૂરી ગણ્યો છે કે એમને મન જગત અને જીવન કાવ્યનાં ઉપાદાન હશે એમ માનવામાં કશી હરકત નથી. છતાં માનવભાવોનાં નિરીક્ષણ, વિશ્લેષણ અને નિરૂપણમાં એમને વધારે રસ હશે એમ ‘રસ’ને એમણે આપેલા મહત્ત્વ પરથી સમજાય છે. પણ ભારતીય રસદૃષ્ટિ વ્યાપક છે. તે પ્રકૃતિવર્ણનમાં પણ રસ જોઈ શકે છે, તે એ રીતે કે એમાં ‘ભાવ’ ન હોવા છતાં એ ‘ભાવ’ જાગ્રત કરે છે.

Line 29: Line 28:
પણ આ બધી આળપંપાળ કે વાદાવાદની ભાંજગડમાં પડ્યા વિના કાવ્યસ્વરૂપ ન સમજી શકાય? કાવ્યનું ઉપાદાન ગમે તે હો, એમાં કવિવ્યાપાર ગમે તે પ્રવૃત્ત થતો હો; જે પરિણામ નીપજ્યું તે કેવું છે, એ જ કાવ્યરસિકને માટે મહત્ત્વની વસ્તુ છે. કાવ્યશાસ્ત્રનો અભ્યાસી એ હોય કે ન હોય, પણ કાવ્ય નામે કશુંક સૌંદર્યમય, રમણીય, તલ્લીનતા પ્રેરે એવું સર્જાયું છે કે નહિ એ જ કસોટીએ ઘણી વાર તો કાવ્યને એ કસતો હોય છે. ‘वाक्यं रसात्मकं काव्यम्’  એવી વ્યાખ્યામાં શાસ્ત્રીય રૂપે કાવ્યની આ જ કસોટી મુકાયેલી કહી શકાય, અને જગન્નાથની કાવ્યની વ્યાખ્યા — ‘रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ તો કાવ્યના આ ગુણ ઉપર જ ભાર મૂકે છે.

કોલરિજ જ્યારે કવિતાના પરિણામ તરીકે ‘the excitement of emotion for the purpose of immediate pleasure through the medium of beauty’ ને ગણે છે, ત્યારે કવિતાના સૌંદર્યમયતાના અને આનંદપ્રદતાના ગુણને જ અનુલક્ષે છે. ‘Nothing is poetry unless it transports’  એમ કહેનારે તો એ ગુણને જ કાવ્યના અવિનાભાવી તત્ત્વ તરીકે પ્રતિષ્ઠા આપી છે.  

કવિતાસામાન્યને માપવા માટે આનંદપ્રદતાનું આ ધોરણ વધારે ઉચિત છે. તેથી આ બધી ચર્ચાને અંતે એમ કહેવાનું મન થાય છે કે બધી કવિતા ‘रमणीयार्थप्रतिपादकः शब्दः’થી માંડીને ‘આત્માની અમર કલા’ સુધીની કોઈ કક્ષામાં હોય છે. (૨૩)
કવિતાસામાન્યને માપવા માટે આનંદપ્રદતાનું આ ધોરણ વધારે ઉચિત છે. તેથી આ બધી ચર્ચાને અંતે એમ કહેવાનું મન થાય છે કે બધી કવિતા ‘रमणीयार्थप्रतिपादकः शब्दः’થી માંડીને ‘આત્માની અમર કલા’ સુધીની કોઈ કક્ષામાં હોય છે. (૨૩){{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
{{Reflist}}
{{Reflist}}
17,546

edits