નારીસંપદા : ટૂંકી વાર્તા/જો અને તો: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 52: Line 52:
પરંતુ ના... ધાર્યો હતો એટલો માર્ગ સરળ નહોતો - નથી. મારાં પોતાનાં સ્વજનો જ મારા એ માર્ગને અવરોધતાં આડાં ઊભાં છે, અને મને જ્યાંથી આવી છું ત્યાં જ પાછી જવા કહી રહ્યાં છે.

એમના અને એમના જેવા અનેકના અવાજો મારા કાન સાથે અથડાયા જ કરે છે, અને એ અવાજોથી, એ તીરસમાં ભોંકાતાં વાક્યોથીએ અવગણના, અવહેલના અને તિરસ્કારથી હું ત્રાસી ઊઠું છું, અને હવે મારે શું કરવું, કયો રસ્તો લેવો, તે વિચારવા જ આજની ઘનઘોર, તોફાની રાત્રિએ મારા ઓરડામાં આંટા મારી રહી છું.

જેવું તોફાન બહાર છે, તેવું જ મારા હૈયામાં પણ જાગ્યું છે, શું કરું? કોનું માનું? જુનવાણી સમાજનું? સમાજના ડરથી ડરતાં વડીલોનું કે પ્રગતિકારક માનસ ધરાવતા મારા સ્નેહીઓનું કે મારા હૈયાનું?

વળી પેલા રૂઢિચુસ્ત અવાજો મને જોરજોરથી કહી રહ્યા છે પાછી વળ. તારું સ્થાન તારા પતિનાં ચરણોમાં જ છે. હિંદુ નારીની, આર્ય નારીની ને કુળવાન નારીની પિતાને ઘેરથી પાલખી નીકળે ને પતિને ઘેરથી તો ઠાઠડી નીકળે. પતિ ગમે તેવો તોયે પરમેશ્વર કહેવાય.'

‘આટલી એવી નાની ભૂલ માટે એનું ઘર ત્યજી દેવાય? જીવન બગાડી નખાય? જા પાછી જા... માફી માગી લે અને તારું જ્યાં સ્થાન છે તેમાં જ આશ્રય લઈ લે, અને એ કદી ન ભૂલતી કે એ સંબંધ એમ કંઈ તોડયા તોડાતા નથી- એ સંબંધ કંઈ એક ભવના નથી, ભવોભવના છે — ભવોભવના.'