નારીસંપદા : ટૂંકી વાર્તા/બે વિધવાની વારતા: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 2: Line 2:
{{Heading|બે વિધવાની વારતા|ભારતી દલાલ}}
{{Heading|બે વિધવાની વારતા|ભારતી દલાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ટેલિફોનની ઘંટડી રણકી.
ટેલિફોનની ઘંટડી રણકી.
માયાના મોઢા પર કચવાટ દેખાયો. ફોન ઉપાડશે એટલે ફરી એનું એ શરૂ થશે, એમ હારી જઈએ તો કેમ ચાલે?  સ્ત્રીનો જન્મ લીધો એટલે વેઠયે જ છૂટકો. દુઃખ દિલમાં રાખવું અને મોઢું હસતું રાખવું, વગેરે.

      ઘંટડી વાગ્યે જ ગઈ. માયાને થયું કે સંસારના સુખી લોકો દુ:ખીઓને એમનું દુઃખ ભૂલવા દે એવા નથી. એણે કાને હાથ દઈ દીધા. કાન બંધ કરવા છતાં એના એ શબ્દો જાણે એની ચારેબાજુ ચક્રાકારે ઘૂમવા લાગ્યા. થોડી વાર એ એમ ને એમ શૂન્યમનસ્ક જેવી થઈને બેઠી રહી. પછી એને થયું ‘હું ફોન નથી લેતી તેથી કોઈ એમ તો ન માની લે ને કે ને...’ આવો વિચાર આવતાં એ સફાળી ઊઠી ને એણે રિસીવર હાથમાં લીધું. બોલી, 'હલો…’ એણે પોતાનો અવાજ સાંભળ્યો અને એને પોતાને જ એનો અવાજ પારકો લાગ્યો. એ ધીમન્તને ઉદેશીને બબડી : 'તું ગયો, મને આખીને જ સાથે લઈ ન ગયો, પણ મારું થોડું થોડું તો તું ઉપાડી જ ગયો. જો ને આ અવાજ! આ તો કોઈ બીજીનો અવાજ લાગે છે!”

      આ દરમિયાન સામે છેડે કોઈક કશુંક બોલતું રહ્યું પણ એણે તો ક્યાં કશું સાંભળ્યું જ હતું! એણે ફરીથી ‘હલો’ કહ્યું ને કાન માંડ્યા.

      સામેથી કોઈક કહેતું હતું, 'કેમ, શા વિચારમાં પડી ગઈ હતી? હું તો કેટલું બધું બોલી ગઈ. કાંઈ સાંભળ્યું ખરું?'

      ‘ના’
‘ના’
      ‘તો હવે સાંભળીશ?’
‘તો હવે સાંભળીશ?’
      ‘ઉપદેશ કે આશ્વાસન નહીં હશે તો જ, પણ તમે છો કોણ?’

      ‘મને ઓળખવાની શી જરૂર?'
‘મને ઓળખવાની શી જરૂર?'
      ‘જેને ઓળખીએ નહીં તેની જોડે વાત કેવી રીતે કરીએ?'

      ‘એવાં જોડે જ વાતો કરવાની મજા આવે.' ને એટલું બોલીને સામેની સ્ત્રી હસી પડી.

      માયાએ ધૂંધવાઈને કહ્યું, ‘મજા? તમે જાણો તો છો કે—”

      પેલીએ વચ્ચેથી જ ઉમેર્યું, 'કે મારી આ સ્થિતિમાં મને મજાનું નામ લેવું ગમતું નથી, એમ જ ને?'

      માયાએ વાતને ટૂંકાવવાના હેતુથી કહ્યું, ‘તમારે જે કહેવું હોય તે કહી દો ને, મારી પાસે ઝાઝો વખત નથી.'

      'અરે બહેન, હવે તો આપણી પાસે વખત જ વખત.'
'અરે બહેન, હવે તો આપણી પાસે વખત જ વખત.'
      આ સાંભળીને માયાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. કંઠ રૂંધાયો. થોડી વાર એ ચૂપ રહી એટલે સામેની સ્ત્રીએ પૂછયું. ‘કેમ, માઠું લાગ્યું? હું પણ તારા જેવી જ સ્થિતિમાં છું એથી જ તો કહી શકું છું.’  

      માયાએ પૂછયું, પણ તમે છો કોણ?'
માયાએ પૂછયું, પણ તમે છો કોણ?'
      પેલી સ્ત્રીએ હસીને કહ્યું, 'જો હું નામ કહીશ તો તું ઓળખી શકવાની નથી. મને ચાળીશમું આજે જ બેસશે. મારો પ્રકાશ હોત તો ખાસ્સી મોટી પાર્ટી - પણ મને એક તુક્કો આવ્યો. આપણે બે મળીને જરા સાથે બેસીએ તો?

        માયા વધુ ને વધુ અકળાતી જતી હતી. કોણ હશે આ? મને ઓળખતી હશે? શી રીતે? આ દરમિયાન પેલી સ્ત્રી અધીરી બનીને કશું પૂછ્યું જ ગઈ. માયા ફરી શૂન્યમનસ્ક થઈ ગઈ. એણે લગભગ બેધ્યાનપણે રિસીવર પાછું ક્રેડલ પર મૂકી દીધું.

      આ પહેલો પ્રસંગ. માયાને થયું કે બલા ટળી, પણ એમ કાંઈ વાત પતે એમ નહોતી. બીજે દિવસે ટપાલમાં સુગંધી ગુલાબી કાગળ પર મરોડદાર અક્ષરે લખેલી એક લીટી -Life is for the living નીચે એણે પોતાનું નામ લખ્યું હતું 'શ્રીલેખા'. સાથે સરનામું પણ હતું. ઘડીભર એને કુતૂહલ થયું. કોણ હશે એ? એના સરનામા પરથી ફોન નંબર શોધવાનું પણ મન થયું. પછી એને નિર્વેદની લાગણી થઈ. મારે શું?

        છતાં હૃદયમાં ક્યાંક આછો સળવળાટ સાંભળ્યાનો એને આભાસ થયો.  

      એ દાંત વડે નીચલો હોઠ દબાવીને ઊભી થઈ ગઈ. એ કશું જ યાદ કરવા નહોતી માગતી. છતાં ફરી પાછો કોણ જાણે કેટલામી વાર એ દૃશ્યપટ એની આંખ સામે ઉખેળાયો. બારણે ઘંટડીનું વાગવું, દોડીને બારણું ખોલવું. ધોળી ચાદર ઢાંકેલો દેહ છે તો ધીમન્ત જ, પણ એક બાજુનું મોઢું છૂંદાઈ ગયું છે. એ જ નીચલા હોઠ પાસેનો મસો. ત્યાંથી એની આંગળી ખસતી જ નહીં... એણે એકઝાટકે એ દૃશ્યપટને હડસેલી દીધો. એ જાણે ફરીથી પોતાના નિશ્ચયને વળ ચઢાવતી દીવાનખાનામાંથી રસોડામાં જતી રહી. એ રોજ-બ-રોજનાં કામમાં ગૂંથાઈ ગઈ. એણે કશું જ બદલ્યું નહોતું. હવે તો એ નાનીસરખી વિગત પણ બદલવા માગતી નહોતી. ફૂલદાનીમાં ફૂલનું હાસ્ય હંમેશની જેમ. બધું જ ઉમળકાપૂર્વક ગોઠવેલું,  ક્યાંય મરણની છાયા નહીં. પણ પોતાના મુખ પર—

          ના, એ દર્પણમાં જોતી જ નહોતી. વૈધવ્ય જેવી સાવ અજાણી એકાએક આવી પડેલી પરિસ્થિતિને શી રીતે સ્વીકારવી? હાસ્તો, સ્વીકારવાની તો ખરી જ ને? કોઈ કુસુમબહેને કહ્યું કે સમાજની સેવા કરો તો કોઈ પુષ્પાબહેને દયા લાવીને કહ્યું કે આ તે કાંઈ દેશસેવા કરવાની ઉંમર છે? તો કોઈ રમાબહેને કહ્યું કે બાલમંદિર ખોલો તો કોઈ લતાબહેને કહ્યું, “ના રે ના, એવાં પારકાં છોકરાંની પંચાત આપણે શા માટે વહોરવી! એના કરતાં માયા, તું તારે લેડીઝ ક્લબમાં આવતીકાલથી આવતી થઈ જા ને.” આ બધું એ ગંભીર બનીને સાંભળતી. એની આંખમાં સહેજ સહેજમાં આંસુ આવી જતાં નહીં. એથીય લોકો જાતજાતની વાતો કરતા. આ બધા વચ્ચે ઘેરાઈને ઊભી રહેતી ત્યારે એનાથી સહેજ હસી પડાતું. એ હસીને ધીમન્તને કહેતી, 'જો ને,  હવે બધી જંજાળ મૂકીને તને તો ચાલ્યા જવાની રમત સૂઝી.' એમ મનમાં બબડીને એ ફરી હસતી. કોઈ વાર કશુંક ગૂંજતી પણ ખરી.

          ત્યાં આ સ્ત્રી શ્રીલેખા કક્યાંથી ટપકી પડી!

        બીજે દિવસે સવારે દસેક  વાગ્યે પોર્ચમાં એક કાર આવીને ઊભી રહી. માયાએ બારણાની આડશે ઊભા રહીને જોયું તો ગોગલ્સ પહેરેલી એક સ્ત્રી કારમાંથી ઊતરીને ઘડીભર પર્સમાં કશુંક ફંફોસતી ઊભી રહી ગઈ હતી. માયાની આંખો એ સ્રીનું જાણે માપ કાઢી રહી હતી. આંખો તો દેખાતી નહોતી. હોઠનો મરોડ, ચિબુક, શરીરની પુષ્ટતા ઊભા રહેવાની છટા—આ બધાંની એની આંખો નોંધ લેતી હતી. એણે અનુમાન કર્યું. આ જ કદાચ હશે. શ્રીલેખા.

        ઘડીભર તો એ કચવાઈ. જે સામેથી ગળે પડીને આવે તેની જોડે... સ્ત્રીએ ગોગલ્સ ઉતાર્યા અને માયાને જોઈને હસી પડી ને એના ગાલ પર ટપલી મારીને કહ્યું. 'ઓહ, હાઉ સ્વીટ યુ આર.' પછી એના આવકારની રાહ જોયા વિના જાણે પોતાના જ ઘરમાં પ્રવેશતી હોય તેમ માયાનો હાથ ખેંચીને અંદર આવી ગઈ. માયાએ જોયું તો એના ડાબા હાથ પર પાટો હતો. એની સાથે કશી વાત કરવાનું સૂઝતું નહોતું. કોણ જાણે શાથી એનો પ્રતિકાર કરવાનું જ વલણ એના મને અપનાવી લીધું હતું.

        આથી થોડીવાર તો એ કશું બોલ્યા વગર આવનાર નારીને જ જોઈ રહી.  

        પછી પોતાની અવાક બનીને જોઈ રહેવાની બાઘાઈ પકડાઈ જશે એ બીકે એ બોલવા ખાતર જ જાણે બોલી પડી, ‘તમે...?'

          'હા, તું ધારે છે તે જ હું શ્રીલેખા. પણ આ 'તમે'ના તૂતને છોડ ને!'  

          માયા ધારી ધારીને ફરીથી એને જોઈ રહી. ચાલીસેકની તો નહીં હોય, લાગતી તો નથી. દાંત જરા મોટા હતા, આંખો એકદમ સમજી શકાતી નહોતી. એ હસતી હતી, છતાં જાણે એની આંખો એમાં ભાગ નહોતી લેતી. એ આંખો જોતાં એમ લાગતું કે જાણે હમણાં જ એ આંસુથી છલકાઈ ઊઠશે કે શું?

          માયા આ બધું જોતી હતી એ દરમિયાન શ્રીલેખા પણ એને ધારી ધારીને જોઈ રહી હતી. એનાં આંગળીનાં ટેરવાં માયાના મોઢા પર ફરીને જાણે કશું શોધી રહ્યાં હતાં.

          માયાએ શ્રીલેખાના હાથ પરના પાટાને ચીંધીને પૂછ્યું :

          'આ શું થયું?'
'આ શું થયું?'
          'એક્સિડેન્ટ!'
'એક્સિડેન્ટ!'
          ‘એક્સિડેન્ટ?' બોલીને માયા ચોંકી ઊઠી. પછી જરા સ્વસ્થ થઈને પૂછ્યું, ‘શી રીતે?' ‘

          'અરે બહેન, એ તો લાંબી વાત છે. જે બની ચૂક્યું તેની વાત માંડવાનો શો અર્થ?'

          થોડી વાર બન્ને ચૂપ રહ્યાં.
થોડી વાર બન્ને ચૂપ રહ્યાં.
          પછી શ્રીલેખાએ પૂછ્યું, 'કેમ, મારે વિશે કશું જાણવું નથી?' માયાને શું કહેવું તે સૂઝ્યું નહીં.  

          શ્રીલેખાએ કહ્યું, "વૈધવ્યથી સ્ત્રીને એક નવી ગરિમા પ્રાપ્ત થાય છે - આ વાક્ય મારું નથી, કોઈ બબૂચક વાર્તાકારનું છે. તું તો મને કશું પૂછે એમ લાગતું નથી. કદાચ મારા પર ગુસ્સે છે. પણ આપણી આ સોસાયટીમાં ધ્યાન ખેંચે એવી બે વિધવાઓ આપણે જ છીએ. મારી વાત કહું. ઇતિહાસ બહુ લાંબો નથી. મારો વર પ્રકાશ મૂર્ખામી કરીને મરી ગયો. હું તો કહેતી જ હતી કે તું કોઈ વાર નાદાનીમાં જાન ગુમાવશે. પણ. એ માને તો ને? મને ખબર નથી કે એ રોગથી મર્યો કે અકસ્માતથી - પણ નાહક પોતાને જોખમમાં મૂકવાની એને આદત હતી.

          "એક રાતે ઘરે આવીને એણે કહ્યું, ‘મને કશુંક થાય છે—’ પછી તો એ કશું બોલ્યો નહીં. મેં દોડાદોડ કરીને દાક્તર બોલાવ્યા. દાક્તર આવે તે પહેલાં બધું ખલાસ ! દાક્તરે કહ્યું - The case is hopeless, there is no pulse. ને કોણ જાણે શાથી  હું હસી પડી. પછી દાક્તરની હાજરીમાં જ મેં એના ગાલ પર એક થપ્પડ મારી. દાક્તર તો બિચારા આભા જ બની ગયા..."

          પછી એણે નિઃશ્વાસ નાખ્યો. થોડી વાર ચૂપ રહી. પછી બોલી, પેલા હીરાના વેપારી કાન્તિલાલ ઝવેરીએ કહેવડાવ્યું છે કે એઓ વિધુર થયા પછી મારા જેવી કોઈ વિધવાને જ પરણવાનું વિચારી રહ્યા છે. શેઠ પરમાનંદદાસ આ વખતની વિદેશયાત્રામાં મને કમ્પેનિયન તરીકે લઈ જવા માગે છે. પેલો જુવાનિયો અવિનાશ મુનશી હજી તો નાનો છે ને છતાં મને પરણવાનું કહે છે. માયા તેં શું વિચાર્યું છે?

          એકાએક પુછાયેલા આ પ્રશ્નથી માયા ચોંકી ઊઠી. એ કંઈક બોલવા ગઈ, ‘હું.... હું, ના, કશું નહીં.'

          શ્રીલેખા હસી પડી. હજી જાણે એની આંખો હમણાં જ ભીની ભીની થઈ જશે એવું લાગ્યા કરતું હતું.

          શ્રીલેખાએ કહ્યું, 'હું તને તારે વિશે કશું પૂછવા નથી માગતી. હું તને આમ તો ઓળખતી પણ નથી, પણ છાપામાં જે મૃત્યુનોંધ આવેલી તે વાંચીને મને થયું કે...'

          આટલું બોલીને એણે માયા સામે જોયું. જડવત્ એમને એમ બેસી રહી હતી. એ જોઈને શ્રીલેખ! ઘડીભર તો જાણે ઊઠીને ઊભી થવા જતી હોય એવું લાગ્યું. પછી એ ઊઠીને એ ઘર પોતાનું જ હોય તેમ બધે ફરવા લાગી. માયાને શું કરવું તે સમજાયું નહીં. એના મનમાં શ્રીલેખા વિશે ઘણા બધા વિચારો આવી ગયા. એ કોઈ ખરાબ દાનતથી તો નહીં આવી હોય ને? એ કેમ આટલી બધી નિકટતા બતાવે છે? મને આનંદમાં જોવાની એને કેમ આટલી બધી અધીરાઈ છે? આ પ્રશ્નો એને ઘેરી વળ્યા.

        ફરી શ્રીલેખા એની પાસે આવીને ઊભી રહી અને બોલી, ‘આપણે બન્નેએ પતિનો સહવાસ તો અનુભવ્યો, હવે આપણે બે...'

        માયાને કોણ જાણે શાથી એકાએક આ નારી પર અણગમો થઈ આવ્યો. એ સહેજ રોષે ભરાઈને બોલી, 'જુઓ, બહેન, હું તમને ઓળખતી નથી. મારા એકાન્તની મારે મન કિંમત છે. એમાં વિક્ષેપ પાડવાનો તમને—'

        શ્રીલેખાએ એને વચ્ચેથી જ અટકાવી દીધી ને કહ્યું, 'એકાન્ત? એકાન્તને અંતે ગાઢ મિલન હોય તો જ એકાન્તનો કશો અર્થ. પણ હું એવી તેવી ગંભીર વાતો કરવા નથી આવી. ચાલ ઊઠ, આપણે જરા બહાર જઈએ. આપણી સોસાયટીના લોકો છો ને બળી મરતાં— કહેશે, બે વિધવાઓ કેવી સહેલ કરવા નીકળી છે!'

        માયાએ કહ્યું, 'ના, ખરેખર હું એવા મૂડમાં નથી. તમે—

        શ્રીલેખાએ કહ્યું, 'આપણે માટે એક જ મૂડ, હવે એ બધું આપણને ન પરવડે.'  

        શ્રીલેખાએ લગભગ બાવડાં ઝાલીને માયાને ઊભી કરી. અને પોતાને હાથે જ સાજ સજાવ્યા. એ દરમિયાન બધો વખત એનું હાસ્ય તો છલકાયા જ કરે. માયા તો જાણે પૂતળું જ બની ગઈ.

        માયા ઘરને તાળું મારતી હતી તે જોઈને શ્રીલેખા બોલી, 'હાશ, તાળું મારીને ઘર બંધ કરીને નીકળી જવાની કેવી હળવાશ હોય છે! આનું શું થશે, સાંજે શું કરીશું, આ કરવાનો વખત મળશે કે નહીં—હવે આવા પ્રશ્નો જ નહીં. પાછા વળતાં મોડું થાય તોય ચિંતા નહીં. આપણો પોતાનો જ દર્પણમાં દેખાતો ચહેરો આપણને ઠપકો આપે—'

        માયાની આંખમાં આંસુ છલકાઈ ઊઠ્યાં. શ્રીલેખાએ વહાલથી લૂછી નાખ્યાં ને કહ્યું, 'હજી કેટલાં આંસુ સંઘરી રાખ્યાં છે? આંસુ હંમેશાં નારીનું ભૂષણ નથી. હવે તો આંસુ અભિમાનપૂર્વક નહીં જ પાડવાનાં. કોઈ શા માટે આપણી આંખમાં આંસુ જુએ? આમ બોલીને એ એવું તો હસી પડી કે માયાને લાગ્યું કે આ કશો ઉન્માદ તો નથી ને! આમ છતાં, માયાને લાગ્યું કે એની આ અવસ્થામાં આ સ્ત્રીની હૂંફ નકારી કાઢવા જેવી તો નથી. જે શોક પહેલે દિવસે એને મૂઢ બનાવી ગયો હતો તેનો ભાર હવે એવો વર્તાતો નહોતો. એની યૌવનસહજ ચંચળતાનો અંકુર તો આ શોકના ભારથી કચડાઈ ગયો નહોતો.

        આવું બધું વિચારતાં માયા સહેજ ગંભીર અને મૂંગી થઈ ગઈ એટલે શ્રીલેખાએ કહ્યું, ‘જો માયા, આપણે મૂંગા તો થઈ જવાનું જ નહીં. એ મૌન દરમિયાન જ આપણું મન ભારે થવા માંડે છે. એટલે જ તો, જેને જે કહેવું હોય તે કહે, હું તો બોલ્યા જ કરું છું, હસ્યા જ કરું છું.'

        માયા અને શ્રીલેખા કારમાં જઈને બેસતાં હતાં ત્યાં શ્રીલેખાએ કહ્યું, ‘માયા, તું જ ડ્રાઈવ કર. એથી તને બધું વધારે નોર્મલ લાગશે.'

          માયા થોડીવાર તો અવિશ્વાસ અને ગભરાટથી સંકોચવશ રહી. કારનું બારણું ખોલતાં જ કેટલાંય સ્મરણોનું દ્વાર ખૂલી ગયું. પણ તે એણે એક ઝાટકે પાછું વાસી દીધું. શ્રીલેખા એની પાસે આવીને બેસી ગઈ. માયાએ કાર સ્ટાર્ટ કરી, એક્સિલેટર દબાવ્યું. ક્યાં જવું હતું તે તો એણે પૂછ્યું જ નહોતું. હવે એને પૂછવાનું મન પણ નહોતું. શહેરની બહાર દૂર દૂર જાણે એ ભાગી જવા ઇચ્છતી હતી. શ્રીલેખા કશુંક અસ્પષ્ટ બોલતી હતી કે ગૂંજતી જતી હતી પણ એ તરફ માયાનું ધ્યાન નહોતું. એને લાગ્યું કે એ સમયની બહારના કોઈ અવકાશમાં ચાલી આવી હતી જ્યાં નથી કશું આગળ કે નથી કશું પાછળ.

        ત્યાં શ્રીલેખાની સાડીનો છેડો ફરફરતો આવીને એકાએક એની આંખ આડે છવાઈ ગયો. સ્ટિઅરિંગ વ્હીલ પરના એના હાથ અનિશ્ચિત બની ગયા. એણે એકાએક ગભરાઈને બ્રેક મારી. એની છાતી ધકધક થવા લાગી. એણે જોયું તો શ્રીલેખા ધોળી ફક પડી ગઈ હતી. એની આંખો પથ્થર જેવી જડ થઈ ગઈ હતી.

        માયાને ક્રોધ ચઢ્યો પણ શ્રીલેખાની આ દશા જોઈને એ પણ ચૂપ જ રહી ગઈ.

        ત્યાં શ્રીલેખા જાણે સ્વપ્નમાં બોલતી હોય એમ બોલી, 'આવી જ રીતે તે દિવસે..' પછીનું માયાને બરાબર સંભળાયું નહીં. શ્રીલેખા ચીસ પાડી ઊઠી, ‘એ છૂંદાયેલું મોઢું મારી નજર આગળથી દૂર ખસેડી લો.’ માયા એકાએક બધું સમજી ગઈ.

{{Poem2Close}}
{{Poem2Close}}

17,611

edits