નારીસંપદા : ટૂંકી વાર્તા/ઊજળો વસ્તાર: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 5: Line 5:
ને બરોબર આઠના ટકોરે ત્રણેય દવાખાનામાં હાજર! આજે તેઓ ખૂબ આનંદમાં હતાં. કેટલાં વરસે આજે તે આમ બહાર ગઈ હતી? તે માંડ સાત—આઠ વરસની હશે ત્યારે પિતાજી એકવાર આખા ઘરને લઈને ગયેલા. પિતા ગયા ને સાથે ઘણું બધું ગયું. ત્રણેય જણ પોતપોતાના કામમાં લાગી ગયાં. રોજના ક્રમ પ્રમાણે દવાઓ અપાઈ ગઈ. બી.પી., ટેમ્પરેચર વગેરે મપાઈ ગયું. ને લગભગ બાર વાગ્યે તો બધું જ બરોબર પતી ગયું. ‘શોભા, આજે તો હવે રાતના કોઈનેય દવા આપવાની નથી. શાંતિથી સૂઈ શકાશે.' રજની બોલી.

શોભા : 'હા. જો કોઈ ના આવે તો.’
શોભા : 'હા. જો કોઈ ના આવે તો.’
‘શોભા, તું ને રમા અંદર સૂઈ જાવ. હું જરા વાંચું છું. થોડીવાર બેઠી છું. પછી અહીં ડ્યૂટીરૂમમાં જ સૂઈ જઈશ.'

શોભા-રમા અંદરના ઓરડામાં સૂઈ ગયાં. ને રજની હોસ્પિટલના જનરલ વોર્ડની બાજુમાંની નાનકડી ડ્યૂટીરૂમમાં ખુરશી પર બેઠી. બધાં જ પેશન્ટો ને એમનાં સગાં ઊંઘી ગયાં હતાં. ડિમ લાઈટનો આછો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. નીરવ શાંતિ હતી.

આજે રજનીનું ચિત્ત શરદપૂનમની શીતળતા અનુભવતું હતું. તે લગભગ સૂવાની તૈયારી કરતી હતી ને હોસ્પિટલના દરવાજા પાસે એક કાર આવીને ઊભી રહી. તે ચમકી, પત્યું, હવે રાતનું જાગરણ...!'

Line 32: Line 32:
રજનીએ બારીના કાચમાંથી જોયું. તોફાન એવું જ ચાલુ હતું. તે પાછી ઊઠી... બેના ટકોરા થયા... હવે માત્ર બે જ કલાક પાસે છે. જે કરવું હોય તે અત્યારે જ કરવું જોઈએ... બસ, એવું ઇન્જેક્શન આપી દઉં કે કાકી સદાય માટે આમ જ ઊંઘતાં રહે... તેણે ખૂબ સાવચેતી રાખી. એક હાથમાં થર્મોમિટર લીધું ને બીજા હાથમાં ઇન્જેક્શન. તે દબાતે પગલે લલિતાબહેન પાસે ગઈ. ધીમે રહી ચોરસો ખસેડ્યો ને હાથ લંબાવ્યો કે લાઇટ ગઈ.

ચારેબાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો. માત્ર ડ્યૂટીરૂમના એક ખૂણામાં નાના ટેબલ પર મૂકેલ માતાજીના ફોટા પાસેનો તેણે કરેલો દીવો ધીમો ધીમો ટમટમી રહ્યો હતો. તે રોજ સાંજે પરવારીને દીવો કરતી. તે સ્તબ્ધ થઈ ગઈ! હળવે હળવે તે દીવાના અણસારે ડ્યુટીરૂમમાં આવી ગઈ. ‘શું આ દ્વારા માતાજી મને કંઈ કહેવા માગે છે? શું મને તે રોકી રહ્યાં છે?... તેનું મન કહી રહ્યું : 'તું શું આ માટે નર્સ બની છે? તું  નર્સ બની ત્યારે તારી માએ શું કહ્યું હતું તે યાદ કર...’ ‘મારી રજની નર્સ થઇ કેટલાયના દુઃખદર્દ દૂર કરશે. બેટા ! નર્સ ને ડૉક્ટર તો આ દુનિયાના માંદા  માણસોના ભગવાન છે ભગવાન! તારા બાપુજીનું જે રીતે મરણ થયું ત્યારે જ મેં નક્કી કરેલું. મારી દીકરી નર્સ થશે. હજારોની સેવા કરશે. તને ડૉક્ટર કરવાનું મારું ગજુ નહોતું. પણ નર્સ તો કરી શકી. બેટા ! જિંદગીમાં સદાય સૌને મદદ કરજે. બસા એમાં જ પ્રભુ રાજી થશે.'

ત્યાં તો એક-બે પેશન્ટ પંખો બંધ થવાથી જાગી ગયાં. તેણે ઇમરજન્સી લાઇટ કરી. બારીમાંથી જોયું. પવનનું જોર ઘટ્યું હતું. તોફાનનું જોર શમતું હતું. તેણે એક બારી થોડી ખોલી. હવાની અવરજવર થવાથી ઓરડીમાં સારું લાગ્યું. એક પેશન્ટ તો ઊંઘી પણ ગયું. એક જાગી ગયેલ. રજની તેની પાસે ગઈ. તોફાનની વાતો કરી. ને  શાંતિથી ઊંઘી જવાનું કહી પાછી ખુરશીમાં આવીને બેઠી. તેની આસપાસ જાણે એક ચકડોળ ઘૂમી રહ્યું હતું. એક બાજુ કાકી હતાં. બીજી બાજુ મા... આ કાકીએ મને, મારી બહેનોને કે મારી માને ઉતારી પાડવામાં ક્યારેય પાછું વળીને જોયું નથી...

ત્યાં જ વીજળી આવી ગઈ… તે ઊભી થઈ ને બેઝિન પાસે હાથ-મોં ધોવા લાગી. ‘હું નર્સ! મારે હાથે મરતું માણસ જીવતું થાય ને હું આ શું કરવા બેઠી હતી?... વેર વાળવા? અરે રજની, ધૂળ પડી તારા ભણતરમાં ને માના ઉછેરમાં! રજની, સાંભળ, રજની, તું... તું આખી નર્સ જાતિનું કલંક છે! તારાથી કોઈને જિવાડાય નહીં તો કંઈ નહીં પણ આમ?..…ડોક્ટરે મૂકેલા ભરોસાનું આ પરિણામ?  માએ ઘરેણાં વેચી ભણાવી તે આ માટે? તું કાકીને બચાવી ના શકે તો ફેંકી દે આ સિરિંજ ને છોડી દે આ નોકરી!

તેને ચક્કર આવવા માંડ્યાં… વળી પાછું મોં ધોયું. ઘડિયાળમાં પાંચના ટકોરા થયા. ડ્યૂટીરૂમની લાઇટ કરી… અરીસામાં જોયું…… બહાર એકદમ શાંતિ પથરાયેલી હતી. દૂર દૂર દૂર સૂર્યના આગમનની છડી પોકારતી ઉષા ઊગી રહી હતી. તેણે કાકી તરફ જોયું. તેને કાકીમાં માત્ર એક પેશન્ટ દેખાયું. તેણે સાહેબના કહ્યા પ્રમાણે ઇન્જેક્શન તૈયાર કર્યું... ચકડોળમાં બેઠેલી મા ખુશ છે એમ તેને લાગ્યું. તેય મલકી ઊઠી. તે એકદમ હળવી થઈ ગઈ. કાકી પાસે ગઈ. કાકીને જરાય દુઃખ ના થાય તેમ ઇન્જેક્શન આપ્યું. પછી શોભાને ઉઠાડી… તે અંદરના ઓરડામાં ગઈ ને થોડી જ વારમાં નિરાંતે ઊંઘી ગઈ. ત્યારે દૂર સૂર્ય ઊગી રહ્યો હતો.

Line 44: Line 44:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઊજળો વસ્તાર
|previous = નાયકભેદ
|next =  બબુ ગાંડી
|next =  બાણશૈયા
}}
}}
17,546

edits