17,546
edits
(+1) |
(+1) |
||
Line 33: | Line 33: | ||
ભૂલથી ઘરમાં પ્રવેશી ગયેલા પારેવા જેવા ફફડતા અવાજો એના મનની આંધળી ભીંતો સાથે ક્યાંય સુધી અફળાતા રહ્યા, ને પછી પંખી ચક્કરચક્કર ફરતા પંખા સાથે ભટકાઈને એક ખૂણામાં ફસડાઈ પડે, તેમ ઢળી પડયા. | ભૂલથી ઘરમાં પ્રવેશી ગયેલા પારેવા જેવા ફફડતા અવાજો એના મનની આંધળી ભીંતો સાથે ક્યાંય સુધી અફળાતા રહ્યા, ને પછી પંખી ચક્કરચક્કર ફરતા પંખા સાથે ભટકાઈને એક ખૂણામાં ફસડાઈ પડે, તેમ ઢળી પડયા. | ||
જરી ભરેલા અચકન અને સાફામાં એ આજેય વરરાજા જેવો લાગતો હતો. ઘરચોળા જેવી લાલચટ્ટાક સાડીમાં નિયતિ પણ કાંઈ કમ નહોતી લાગતી. જુગતે જોડી લાગે, તેવાં એ બંનેએ આજનો દિવસ પળપળ, પગલેપગલે સાથે ને સાથે ચાલવાનું હતું. જાનનું સ્વાગત કરવા, વરને પોંખવા, કન્યાદાન કરવા, ને પછી કન્યાવિદાય સુધી.. | જરી ભરેલા અચકન અને સાફામાં એ આજેય વરરાજા જેવો લાગતો હતો. ઘરચોળા જેવી લાલચટ્ટાક સાડીમાં નિયતિ પણ કાંઈ કમ નહોતી લાગતી. જુગતે જોડી લાગે, તેવાં એ બંનેએ આજનો દિવસ પળપળ, પગલેપગલે સાથે ને સાથે ચાલવાનું હતું. જાનનું સ્વાગત કરવા, વરને પોંખવા, કન્યાદાન કરવા, ને પછી કન્યાવિદાય સુધી.. | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>'તદેવ લગ્નમ્ સૂદિનં તદેવ | |||
તારા બલમ ચન્દ્ર બલં તદેવ | |||
વિદ્યા બલં દેવ બલં તદેવ | |||
લક્ષ્મીપતે તે દ્વિયુગમ સ્મરામિ...'</poem>}} | |||
{{Poem2Open}} | |||
વેદીની અગનઝાળ સાથે હવામાં ઊઠતા અવાજોનાં વાદળાં બંધાઈને પછી જાણે નિયતિની આંખોમાં ખરી પડતાં હતાં. આખી વિધિ દરમિયાન એ યંત્રવત ગોરમહારાજની આજ્ઞાનું પાલન કરતી રહી. સ્ત્રીઓ ઊલટભેર ગાઈ રહી હતી: ‘નાણાવટી રે સાજન બેઠું માંડવે.. જેવા ભરીસભાના રાજા, એવા કુહૂબહેનના દાદા.. જેવી ફૂલડિયાની વાડી, એવી કુહૂબહેનની માડી.." | વેદીની અગનઝાળ સાથે હવામાં ઊઠતા અવાજોનાં વાદળાં બંધાઈને પછી જાણે નિયતિની આંખોમાં ખરી પડતાં હતાં. આખી વિધિ દરમિયાન એ યંત્રવત ગોરમહારાજની આજ્ઞાનું પાલન કરતી રહી. સ્ત્રીઓ ઊલટભેર ગાઈ રહી હતી: ‘નાણાવટી રે સાજન બેઠું માંડવે.. જેવા ભરીસભાના રાજા, એવા કુહૂબહેનના દાદા.. જેવી ફૂલડિયાની વાડી, એવી કુહૂબહેનની માડી.." | ||
એને લાગ્યું કે, લગ્નવિધિ જાણે એક મોટો કરોળિયો છે, ને એનાં જાળાંમાં સાત જન્મના સાથનું જીવડું તરફડી રહ્યું છે. | એને લાગ્યું કે, લગ્નવિધિ જાણે એક મોટો કરોળિયો છે, ને એનાં જાળાંમાં સાત જન્મના સાથનું જીવડું તરફડી રહ્યું છે. |
edits