નારીસંપદા : ટૂંકી વાર્તા/કીર્તિમંદિર: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 5: Line 5:
‘પૂછ્યું તમારી ઝંડાધારિણીને કંઈ, કે ધણી પાસે કેમ પાછાં જવા નથી માગતાં? ફરી નવું કયું ગતકડું સૂઝયું છે એ સુશ્રીને?  સુધીર મા-દીકરીના એક પણ વિચાર પર કટાક્ષ કરવાનું ચૂકતો નહીં. આટલો હાઈ-ફાઈ માણસ પણ 'પતિ' માટે ધરાર 'ધણી' શબ્દ જ વાપરતો. શરૂશરૂમાં સ્મિતા આ શબ્દ પર ધાણીની જેમ ફૂટતી પણ પછી બંધ કર્યું હતું.

લગ્નના થોડાં મહિના બાદ જ પાછી આવી ગયેલી દીકરી મહીએ આવતાવેંત જાહેર કરી દીધું હતું કે તે કદી સાસરે નહીં જાય. સ્મિતા તો શું બોલવું કે પૂછવું તેની મથામણમાં અવાક્ થઈ ગઈ હતી. પણ સુધીરે રાડ પાડી હતી.

'મતલબ?'
'મતલબ?'
‘મતલબ એ કે હું મારા પતિ જલધિ સાથે રહેવા નથી માંગતી, ધૅટ્સ ઑલ' આટલું કહી મહી તેના બેડરૂમમાં ઘૂસી ગઈ હતી અને સુધીર સ્મિતા પર ઊતરી પડ્યો હતો.

'સમજાયું કંઈ? આવા સંસ્કાર! આખો 'દિ થોથામાં ડાચું નાખીને બેઠાં રહો છો એના કરતાં દીકરીને બે શબ્દ શિખામણના આપવાતાને. જોકે તમે શિખામણ તો આપી જ હશે પણ આવી, ઝંડા ઊંચા કરવાની, ધણીને શિંગડાં ભરાવવાની.' સુધીરને સ્મિતાના વાચન સામે સખત વાંધો હતો. તેને તે બિનઉત્પાદક લાગતું. તે જીવનની દરેક બાબતને ઉત્પાદકતા સાથે જોડતો. સ્મિતા ઘણું ઘણું સમજી ગઈ હતી. તેણે સુધીરથી એવું અંતર બનાવી દીધું હતું મનનું કે, પડઘો પડે જ નહીં! પણ પોતાના વિચારોમાં મક્કમ હતી. પ્રથમ પ્રેગનન્સીમાં જ બંને વચ્ચે મતભેદ થઈ ગયાં હતાં. સુધીરનું કહેવું હતું કે હમણાં બાળક ન જોઈએ. પહેલાં જીવનમાં સેટ થઈ જઈએ. એબોર્શન કરાવી નાખ. સ્મિતા એક જ શબ્દ બોલી હતી, 'ના.' અને મહીનો જન્મ થયો હતો. દીકરી જન્મે સુધીર વધારે અકળાયો હતો. તે બોલી પડ્યો હતો. 'બીજી વખતની હેરાનગતિ ઊભી જ રહીને? મારું માની હોત તો...’  સ્મિતા ફરીવાર એક જ શબ્દ બોલી હતી.  ‘ના’ પછી સુધીરના કંઈ કેટલા નૂસખા પછી પણ સ્મિતા બીજી વાર મા બની જ નહીં.

Line 81: Line 81:
સ્મિતા અને મહીને એ પ્રસંગ પોતપોતાની રીતે યાદ આવી ગયો. મહી-જલધિનાં લગ્ન ડિસેમ્બરમાં નક્કી થયાં હતાં. ડૉક્ટર ફૅમિલી અને વકીલ ફૅમિલી લગ્નગાંઠે બંધાવાનાં હતાં. સમાજનાં પ્રતિષ્ઠિત પરિવારો વચ્ચે લગ્ન ધામધૂમથી થવાનાં હતાં ને તેઓએ સિવિલ મૅરેજ કરી લીધા! સુધીરે બેફામ લવારો કર્યો હતો. ન બોલવાના શબ્દો સ્મિતાને કહ્યા હતા. સ્મિતાએ એકદમ શાંત અને પ્રેમપૂર્વક સુધીરને કહ્યું હતું.

‘તમે દુષ્યંત-શકુન્તલાની વાત તો જાણતા જ હશો.’

'એનું શું છે અત્યારે? પૂજા-પાઠ કરવા નથી ને પુરાણો વાંચીવાંચીને એનાં ઉદાહરણ મને આપ્યાં કરવાં છે. વાહ! સમાજમાં મારું નાક કપાઈ ગયું છે ને તમને દુષ્યંત-શકુન્તલા યાદ આવે છે?!’

'હા, કેમ કે આપણાં દીકરી-જમાઈથી પણ એવી જ. શાકુંતલિક ભૂલ થઈ ગઈ છે. તો કણ્વ બનીને આશીર્વાદ આપી દો.'

'તું શું કહે છે સ્મિતા, તને કંઈ ભાન ખરું? મતલબ, લગ્ન પહેલાં જ.' સુધીર આગળ ન બોલી શક્યો.

Line 99: Line 99:
મહીએ હીંચકો ઊભો રાખી દીધો.
મહીએ હીંચકો ઊભો રાખી દીધો.
‘સમજાવટથી કામ નહીં લીધું હોય? પણ ના હું મારા પર બળજબરી ન થવા દઈ શકું. એ વિચારે મને ઊબકાં આવવા લાગે છે. હું મરી જાઉં પણ...’

સ્મિતાને જોરથી ઊબકો આવ્યો. તે વૉશબસિન તરફ ભાગી. મહી પાછળ દોડી, સ્મિતાને ઊલટી થઈ ગઈ. મહી ચિંતાતુર થઈ ગઈ.

‘શું થયું મા? જમીને તરત હીંચકે બેઠા એટલે? મેં હીંચકો જોસથી ચલાવ્યો એટલે ને?' તેણે સ્મિતાને શેટી પર સુવડાવી. સ્મિતા આછું હસી, આંખ મીંચી; આંખ સામે એ જાણે કીર્તિ મંદિરની ધજાને ફરફરતી જોઈ રહી.

{{Poem2Close}}
{{Poem2Close}}