17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, | બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, | ||
જેને મળું છું મુજથી સમજદાર હોય છે. | જેને મળું છું મુજથી સમજદાર હોય છે. | ||
ઝંખે મિલનને કોણ જો એની મજા કહું! | ઝંખે મિલનને કોણ જો એની મજા કહું! | ||
તારો જે દૂર દૂરથી સહકાર હોય છે. | તારો જે દૂર દૂરથી સહકાર હોય છે. | ||
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, | ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, | ||
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે! | દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે! | ||
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, | દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, | ||
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. | એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. | ||
કાયમ રહી જો જાય તો પેગંબરી મળે, | કાયમ રહી જો જાય તો પેગંબરી મળે, | ||
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. | દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. | ||
હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી, | હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી, | ||
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે. | આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે. | ||
નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો, | નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો, | ||
તારા ભણી જે મમતા લગાતાર હોય છે. | તારા ભણી જે મમતા લગાતાર હોય છે. | ||
જો એ ખબર પડે તો મજા કેટલી પડે, | જો એ ખબર પડે તો મજા કેટલી પડે, | ||
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. | ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. | ||
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’, | જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’, | ||
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. | ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. |
edits