ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/શબ્દકોષ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ દાયકે પારિભાષિક શબ્દોના અને સાથે જોડણીના કોશોનાં કેટલાક મહત્ત્વનાં પુસ્તકો પ્રગટ થયા છે. જો કે હજી પારિભાષિક શબ્દોની રચનામાં છેવટનો નિર્ણય તદ્વિદો તરફથી મળ્યો નથી તેમજ વહેતા મુકાએલા શબ્દો સર્વમાન્ય કે ચલણી બનશે જ એવું કહી શકાય તેમ પણ નથી, તેમ છતાં લગભગ તમામ શબ્દપ્રયોગ પાછળ તેના યોજકની કોઈ ને કોઈ સૈદ્ધાંતિક વિચારશ્રેણિ તો કામ કરતી થઈ ગઈ છે.

'ભગવદ્ ગોમંડળ': ગોંડલનરેશ શ્રી. ભગવતસિંહની અવિરત શ્રમસાધનાના અને વિદ્વત્તાના ફળરૂપ આ બૃહત્ શબ્દકોશ અત્યાર સુધીમાં લગભગ દોઢેક હજાર પાનાંના પ્રત્યેક એવા પાંચ ગ્રંથોમાં 'અ' થી 'નિ' સુધીના વર્ણોથી શરૂ થતા શબ્દોને સમાવે છે. એમાં બધા મળીને લગભગ દોઢેક લાખ શબ્દોનો અને દસેક હજાર રૂઢિપ્રયોગોનો સમાવેશ થયેલો છે. શબ્દોનાં મૂળ અને તેમના શક્ય તેટલા બધા જ અર્થો તેમાં ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન થયો છે. એકંદરે આજ સુધીમાં શબ્દકોશ યોજવાના થયેલા અખતરાઓમાં આને ભગીરથ પ્રયત્ન કહી શકાય. એમાં તદ્વિદોને કદાચ અર્થશુદ્ધિ, શાસ્ત્રીયતા કે ચોક્કસતાની ખામી કાઢવી હશે તો નીકળશે, પણ એમાંનું સમૃદ્ધ શબ્દભંડોળ ભાવી કોશકારને વિપુલ કાચા માલ તરીકે તો સારી પેઠે ખપ લાગશે, એમાં સંશય નથી.
‘ભગવદ્ ગોમંડળ': ગોંડલનરેશ શ્રી. ભગવતસિંહની અવિરત શ્રમસાધનાના અને વિદ્વત્તાના ફળરૂપ આ બૃહત્ શબ્દકોશ અત્યાર સુધીમાં લગભગ દોઢેક હજાર પાનાંના પ્રત્યેક એવા પાંચ ગ્રંથોમાં 'અ' થી 'નિ' સુધીના વર્ણોથી શરૂ થતા શબ્દોને સમાવે છે. એમાં બધા મળીને લગભગ દોઢેક લાખ શબ્દોનો અને દસેક હજાર રૂઢિપ્રયોગોનો સમાવેશ થયેલો છે. શબ્દોનાં મૂળ અને તેમના શક્ય તેટલા બધા જ અર્થો તેમાં ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન થયો છે. એકંદરે આજ સુધીમાં શબ્દકોશ યોજવાના થયેલા અખતરાઓમાં આને ભગીરથ પ્રયત્ન કહી શકાય. એમાં તદ્વિદોને કદાચ અર્થશુદ્ધિ, શાસ્ત્રીયતા કે ચોક્કસતાની ખામી કાઢવી હશે તો નીકળશે, પણ એમાંનું સમૃદ્ધ શબ્દભંડોળ ભાવી કોશકારને વિપુલ કાચા માલ તરીકે તો સારી પેઠે ખપ લાગશે, એમાં સંશય નથી.
'સાર્થ જોડણીકોશ': ગાંધીજીની પ્રેરણાથી વિદ્યાપીઠે તૈયાર કરેલા આ ગ્રંથની આ ચોથી સુધારેલી વધારેલી આવૃત્તિ છે. અગાઉની આવૃત્તિઓમાં શબ્દોની કેવળ જોડણી, તેના અર્થ, તેના ઉચ્ચાર અને કુલ શબ્દસંખ્યાના બેતાળીસ ટકા જેટલા તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ મુકાઈ હતી. પ્રસ્તુત નવીન સંસ્કરણમાં શબ્દભંડોળ આશરે પોણો લાખની સંખ્યાએ પહોંચ્યું છે; એમાં લગભગ તમામ શબ્દોની વ્યુત્પત્તિ ઉપરાંત શબ્દપ્રયોગો અને વિવૃત્ત એ-ઓ, હ-કાર તથા ય-કાર શ્રુતિ, બે અનુસ્વાર ને અલ્પપ્રયત્ન ય-કારનાં વિશિષ્ટ ઉચ્ચારણો પણ બતાવ્યાં છે. બાહ્ય કદ તેમજ અંતરંગની દૃષ્ટિએ આ આવૃત્તિમાં ગુજરાતી શબ્દકોશને શકય તેટલો સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન થયો છે.

જોડણીની શુદ્ધ અને શાસ્ત્રીય વ્યવસ્થા કરવામાં, અર્થની બાબતમાં, ઉચ્ચારણની વિશિષ્ટતા તથા શબ્દપ્રયોગોના નિદર્શનમાં આ કોશ આજ લગી પ્રગટ થયેલા કોશોમાં સૌથી વિશેષ શુદ્ધ અને પ્રમાણભૂત છે, પણ વ્યુત્પત્તિમાં કોશને છાજે તેવી શાસ્ત્રીયતા તેમાં સચવાઈ નથી. એમાં અનેક શબ્દોની વ્યુત્પત્તિ કેવળ તર્ક અને અનુમાનથી દોરાઈને આપવામાં આવી છે ને ઘણે સ્થળે શંકાસૂચક પ્રશ્નચિહ્ન મૂકીને ચલાવી લેવું પડ્યું છે. પરિણામે, કોશનું આ મહત્ત્વનું અંગ વિકૃત બની ગયું હોઈ જુદી જુદી દિશામાંથી તેની આ આવૃત્તિ ટીકાપાત્ર બની છે.