ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/વાસણ — રવીન્દ્ર પારેખ: Difference between revisions

સુધારા
No edit summary
(સુધારા)
 
Line 86: Line 86:
આ તે સંસાર કે કંસારાબજાર? પત્ની નથી ઇચ્છતી કે પોતાની માનું નામ સાસરિયાંમાં બગડે, એટલે એમના નામવાળા પવાલામાં પાણી પીવા દેતી નથી. પતિ પણ આખરે પતિ છે. પત્નીને પૂછી પૂછીને પાણી પીએ છે.

પિયરના પવાલા પર એકાધિકાર જમાવતી પત્ની, કૂકર સારુ કંકાસ કરતી બહેન... ઘેર ઘેર માટીના ચૂલા.

નદીમાં ડૂબી ગયેલા ચિંતનના નામ આગળ ‘ચિ.’ લખાઈ ગયું. ચિંતને તરવામાં ભૂલ કરી અને કંસારાએ કોતરવામાં. કેટલાક શબ્દો અતિવપરાશથી અર્થ ગુમાવી બેસે. કંકોતરીને અંતે છપાય, ‘દર્શનાભિલાષી, સ્વર્ગસ્થ...' સ્વર્ગે જવું કોને ન ગમે? પણ સદેહે? ‘ચિ. ચિંતનના સ્મરણાર્થે કોતરી મારેલું. મરેલા ચિંતનના સંદર્ભમાં ‘મારેલું' શબ્દ સુસંગત લાગે છે.
નદીમાં ડૂબી ગયેલા ચિંતનના નામ આગળ ‘ચિ.’ લખાઈ ગયું. ચિંતને તરવામાં ભૂલ કરી અને કંસારાએ કોતરવામાં. કેટલાક શબ્દો અતિવપરાશથી અર્થ ગુમાવી બેસે. કંકોતરીને અંતે છપાય, ‘દર્શનાભિલાષી, સ્વર્ગસ્થ...' સ્વર્ગે જવું કોને ન ગમે? પણ સદેહે? ‘ચિ. ચિંતનના સ્મરણાર્થે કોતરી મારેલું.મરેલા ચિંતનના સંદર્ભમાં ‘મારેલું' શબ્દ સુસંગત લાગે છે.
વાસણો પર મરાઠી નામો કોતરાયાં હોવાનું કારણ એટલું જ કે સુરતમાં સ્થાયી થયેલા રવીન્દ્ર પારેખ જન્મે મહારાષ્ટ્રિયન છે. ‘મારા ઘરમાં એક્કે વાસણ નામ વગરનું નથી.' કવિ જાણે કહેતા ન હોય, ‘સંસારમાં એક્કે માણસ અમર નથી.'

એકાએક કવિને એ વાસણ દેખાય છે જે હજી કંસારાની દુકાને ઝૂલે છે અને જે પોતાના સ્મરણાર્થે ઘેર ઘેર વહેંચાવાનું છે. નામ કોતરતા કંસારાનો હાથ કવિને પોતાની ત્વચા પર ફરતો લાગે છે.

17,546

edits