રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘સ્વૈરવિહારી’નું નિબંધસર્જન: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 3: Line 3:
રામનારાયણ મૂળભૂત રીતે સાહિત્યવિહારી જીવ છે. એમનું સાહિત્ય-સર્જન હોય કે વિવેચન, એમનો એમાં કોઈક રીતનો રસાત્મક વિહાર હોય જ છે. ‘દ્વિરેફ’વૃત્તિ – મધુકરવૃત્તિ એમના સાહિત્યિક વિકાસનું પ્રેરક અને પ્રોત્સાહક એવું એક મહત્ત્વનું પરિબળ છે. રામનારાયણ શબ્દનો ભાર અનુભવતા હોય એવું નહીં જણાય, તેમ એમનો શબ્દ ભારેખમ થતો હોય એવુંયે નહીં જણાય. રામનારાયણમાં જીવનકળાની સૂઝસમજ એવી બળવાન છે કે તેઓ બેહૂદા વિધિનિષેધોની જાળજંજાળમાં જીવનકળાનું સત્ય-સૌન્દર્ય જરાયે રૂંધાય તે સહી શકતા નથી. તેઓ જીવન-કળાની સાથે શબ્દકળાનું સામંજસ્ય બરોબર જાળવે છે. શબ્દનોયે જીવનોપકારક – કલોપકારક મુક્ત સ્વૈરવિહાર તેઓ ઇચ્છે છે. તેઓ શબ્દથી બંધાવા કે શબ્દને બાંધવામાં નહીં પણ શબ્દને મુક્ત મનોવિહારનું— સ્વૈરવિહારનું નિમિત્ત કે માધ્યમ બનાવવા સતત સક્રિય હોય છે અને તેથી અવારનવાર એમના થકી શબ્દની અવનવી ચમત્કૃતિપ્રેરક છટાઓ પ્રગટ થતી હોય છે. રામનારાયણના સમગ્ર સાહિત્યમાં મનોવિહાર – સ્વૈરવિહારનાં કેટલાંક રમણીય તત્ત્વો રહેલાં છે એમ કહેવામાં કદાચ યથાર્થદર્શન જ જણાશે. રામનારાયણનો શબ્દવિહાર મહદંશે મનોવિહાર ને સ્વૈરવિહારનાં ગંભીર-હળવાં રૂપમાં પ્રગટ થયેલો વરતાય છે. રામનારાયણને કલમ ચલાવવામાં ને કલમની પાછળ પાછળ ચાલવામાં મોજ આવે છે અને તે તેમનાં ‘સ્વૈરવિહાર’ ને ‘મનોવિહાર’નાં લખાણો બરોબર બતાવે છે.

‘સ્વૈરવિહારી’ રામનારાયણ ઓળખાયા ભલે ‘સ્વૈરવિહાર’ના નિબંધસંગ્રહમાં, પરંતુ એ સ્વૈરવિહારી જીવ ટુચકા લખનાર ‘વર્તમાન’; કવિતા લખનાર ‘જાત્રાળુ’, ‘ભૂલારામ’ ને ‘શેષ’; વાર્તા લખનાર ‘દ્વિરેફ’—આ સૌમાં વિહરતો વસ્તાયેલો જ છે. ‘સ્વૈરવિહારી’ – ‘મનોવિહારી’ નામે થતો એમનો પરિચય જ બુનિયાદી પરિચય છે. અને ‘રામનારાયણ પાઠક’ એ નામ તો રસિકલાલ પરીખ સરસ રીતે સૂચવે છે તેમ તેમનું માત્ર તખલ્લુસ છે, જે તખલ્લુસથી તેમણે ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ લખી છે અને લોકોને સમજતાં તકલીફ પડે એવા લેખો લખ્યા છે.’<ref>૪૧. પુરોવચન અને વિવેચન, ૧૯૬૫, પૃ. ૩૧.</ref> રામનારાયણે એમનું સ્વૈરવિહારી તખલ્લુસ આધિભૌતિક કે આધ્યાત્મિક સત્યને ધ્યાનમાં લઈને રાખ્યાનું જણાવ્યું છે તે પણ અત્રે સ્મરણીય ખરું.<ref>૪૨. સ્વૈરવિહાર - ૧, ૧૯૬૫, ઉપોદ્‌ઘાત, પૃ. ૧૦.</ref>

રામનારાયણ તો ઈશ્વરને સ્વૈરવિહાર કરનાર લેખી, જગતનેય સ્વૈરવિહારી માની, સ્વૈરવિહારનો પોતાનો એક સાહજિક અધિકાર રજૂ કરી દે છે. આ સાથે રામનારાયણ ‘સ્વૈરવિહારી’ તરીકેના તેમના કેટલાક વિશેષ અધિકારોયે અત્રતત્ર રજૂ કરે છે. તેમાંનો એક છે નિરંકુશતાનો.૪૩ તેઓ શેક્સપિયર કાવ્યમાં લે એવી છૂટ, પોતે પણ લઈ શકે અને એ રીતે યથેચ્છ તર્કો-કુતર્કો પણ ચલાવી શકે! વળી ‘સ્વૈરવિહારી’ થયા એટલે વિષયનુંયે બંધન નહીં! તેઓ ‘સ્વૈરવિહાર’ને ‘વિષયોના ચંદરવા’૪૪ રૂપેય ઓળખાવે છે. એ રીતે ‘સ્વૈરવિહારને એક દૃષ્ટિએ કશો વિષય નથી તો બીજી દૃષ્ટિએ બધા વિષયો તેના છે.’૪૫ ‘સ્વૈરવિહાર’માં મુખ્ય બાબત મુક્ત વિચરણ-વિહાર છે; ને આવું એનું સ્વરૂપ છતાં એ જ કદાચ ‘કંઈ પણ સમજાવવાને માટે સૌથી ઉત્તમ સાધન’૪૬ રૂપ છે! રામનારાયણ સ્વૈરવિહારને ઊલટી ગંગા જેવો માનતા જણાય છે.૪૭ એના લેખનમાં એમને બુદ્ધિનું વહેણ અવળું ચાલતું અને એ રીતે આનંદ આપતું વરતાય છે. રામનારાયણ સ્વૈરવિહારમાં સ્વચ્છન્દ વિહારને, પ્રયોગશીલતાનેય ભરપૂર અવકાશ હોવાનું માને છે. તેઓ સ્વૈરવિહાર શુદ્ધ કલાનું સ્વરૂપ હોવાનુંયે જણાવે છે૪૮; અને તે સાથે તેની જે કામરૂપતા છે તે પણ વ્યક્ત કરે છે. તેઓ લખે છે :

રામનારાયણ તો ઈશ્વરને સ્વૈરવિહાર કરનાર લેખી, જગતનેય સ્વૈરવિહારી માની, સ્વૈરવિહારનો પોતાનો એક સાહજિક અધિકાર રજૂ કરી દે છે. આ સાથે રામનારાયણ ‘સ્વૈરવિહારી’ તરીકેના તેમના કેટલાક વિશેષ અધિકારોયે અત્રતત્ર રજૂ કરે છે. તેમાંનો એક છે નિરંકુશતાનો.<ref>૪૩. એજન, પૃ. ૧૭૪-૧૭૫.</ref> તેઓ શેક્સપિયર કાવ્યમાં લે એવી છૂટ, પોતે પણ લઈ શકે અને એ રીતે યથેચ્છ તર્કો-કુતર્કો પણ ચલાવી શકે! વળી ‘સ્વૈરવિહારી’ થયા એટલે વિષયનુંયે બંધન નહીં! તેઓ ‘સ્વૈરવિહાર’ને ‘વિષયોના ચંદરવા’<ref name="44-45">
૪૪-૪૫, એજન, ઉપોદ્‌ઘાત, પૃ. ૧૨.</ref> રૂપેય ઓળખાવે છે. એ રીતે ‘સ્વૈરવિહારને એક દૃષ્ટિએ કશો વિષય નથી તો બીજી દૃષ્ટિએ બધા વિષયો તેના છે.’<ref name="44-45"/> ‘સ્વૈરવિહાર’માં મુખ્ય બાબત મુક્ત વિચરણ-વિહાર છે; ને આવું એનું સ્વરૂપ છતાં એ જ કદાચ ‘કંઈ પણ સમજાવવાને માટે સૌથી ઉત્તમ સાધન’<ref>૪૬. એજન, ઉપોદ્‌ઘાત, પૃ. ૧૫.</ref> રૂપ છે! રામનારાયણ સ્વૈરવિહારને ઊલટી ગંગા જેવો માનતા જણાય છે.<ref>૪૭. એજન, પૃ. ૨૦૦.</ref> એના લેખનમાં એમને બુદ્ધિનું વહેણ અવળું ચાલતું અને એ રીતે આનંદ આપતું વરતાય છે. રામનારાયણ સ્વૈરવિહારમાં સ્વચ્છન્દ વિહારને, પ્રયોગશીલતાનેય ભરપૂર અવકાશ હોવાનું માને છે. તેઓ સ્વૈરવિહાર શુદ્ધ કલાનું સ્વરૂપ હોવાનુંયે જણાવે છે<ref>૪૮. સ્વૈરવિહાર-૨, ૧૯૬૬, પૃ. ૩૮. </ref>; અને તે સાથે તેની જે કામરૂપતા છે તે પણ વ્યક્ત કરે છે. તેઓ લખે છે :

<ref>૪૩. એજન, પૃ. ૧૭૪-૧૭૫.</ref>
<ref>૪૪-૪૫, એજન, ઉપોદ્‌ઘાત, પૃ. ૧૨.</ref>
<ref>૪૧. એજન, ઉપોદ્‌ઘાત, પૃ. ૧૫.</ref>
<ref>૪૭. એજન, પૃ. ૨૦૦.</ref>
<ref>૪૮. સ્વૈરવિહાર-૨, ૧૯૬૬, પૃ. ૩૮. </ref>
“સ્વૈરવિહાર અમુકથી ઓછો ન જોઈએ એવી જે કોઈની માન્યતા હોય તો તે ખોટી છે, સ્વૈરવિહારને તો લઘિમા અને ગરિમા, અણિમા અને મહિમા, બધી સિદ્ધિઓ છે; તે યથાકામ હળેવો અને ભારે થઈ શકે છે. તેને કેઈ light literature (હળવું સાહિત્ય) કહે છે ત્યારે મને ખોટું લાગે છે. તે બંને છે તેમ જ તે યથાકામ લાંબો અને ટૂંકો થઈ શકે છે. બીજી રીતે કહીએ તો, તે ટૂંકો જ હોય તો તેને લાંબો કરી શકાતો નથી; લાંબો હોય તો તે ટૂંકો કરી શકાતો નથી; માટે જ તે સ્વૈરવિહાર છે.”

(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૨)
(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૨)
રામનારાયણ સ્વૈરવિહારને ‘વસ્તુપ્રધાન’ નહીં, પણ ‘વિહારપ્રધાન’ હોવાનું જણાવે છે.૪૯ પણ આ વિહારપ્રધાન એવો જે સ્વૈરવિહાર તે જ સત્યદર્શન કરાવનાર બની રહે છે. તેઓ કહે છે : ‘... મને તો હું સ્વૈરવિહારી હોઉં ત્યારે જ સત્ય દેખાય છે.’૫૦ આ ‘સ્વૈરવિહારી’ કોઈનાયે દ્વેષથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એ રીતે અહિંસક વલણના હિમાયતી છે તે પણ યાદ રાખવું ઘટે.
રામનારાયણ સ્વૈરવિહારને ‘વસ્તુપ્રધાન’ નહીં, પણ ‘વિહારપ્રધાન’ હોવાનું જણાવે છે.<ref>૪૯. સ્વૈરવિહાર-૨, પૃ. ૧૮૯.</ref> પણ આ વિહારપ્રધાન એવો જે સ્વૈરવિહાર તે જ સત્યદર્શન કરાવનાર બની રહે છે. તેઓ કહે છે : ‘... મને તો હું સ્વૈરવિહારી હોઉં ત્યારે જ સત્ય દેખાય છે.’<ref>૫૦. એજન, પૃ. ૧૦૩.</ref> આ ‘સ્વૈરવિહારી’ કોઈનાયે દ્વેષથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એ રીતે અહિંસક વલણના હિમાયતી છે તે પણ યાદ રાખવું ઘટે.
 
<ref>૪૯. સ્વૈરવિહાર-૨, પૃ. ૧૮૯.
<ref>૫૦. એજન, પૃ. ૧૦૩.
 
રામનારાયણે આ ‘સ્વૈરવિહાર’ મુખ્યત્વે ‘પ્રસ્થાન’-નિમિત્તે કરેલો છે. ‘સ્વૈરવિહાર’ના પ્રથમ ભાગમાં ‘યુગધર્મ’માં અને તે પછી ‘પ્રસ્થાન’માં ‘વર્તમાન’ની સહીથી મૂકેલા ટુચકાઓ તથા ‘પંચતંત્ર’માંના બે નાના કટાક્ષ-લેખો સમાવિષ્ટ છે. પરંતુ તે સિવાય સં. ૧૯૮૬ના મહા મહિના સુધીના સ્વૈરવિહારી શૈલીના લેખો આમાં લીધેલા છે. ‘સ્વૈરવિહાર’ના પહેલા ભાગ પછીના સં. ૧૯૯૨ના આશ્વિન માસ સુધીના લેખો ‘સ્વૈરવિહાર’ના બીજા ભાગમાં લેવામાં આવ્યા છે. એમાં છેલ્લો લેખ ‘ઉપોદ્‌ઘાત અથવા ઉપસંહાર’ આ ‘લેખસંગ્રહ’ વખતે લખીને મુકાયેલો લેખ છે. એ લેખનું શીર્ષક સ્વૈરવિહારના આનંત્યનું જ જાણે નિર્દેશક છે. સ્વૈરવિહારના આરંભમાં અંત અને અંતમાં આરંભ હોય છે! એ રીતે રામનારાયણે સ્વૈરવિહારનું જે વિલક્ષણ રૂપ આપ્યું તે ગુજરાતી નિબંધસાહિત્યમાં તો કેટલીક રીતે અપૂર્વ જ લેખાય. સુંદરમ્‌ ‘સ્વૈરવિહાર’ને ‘અનોખા સર્જન’-રૂપે ઓળખાવી, ‘આપણા નિબંધવિકાસમાં એક મહત્ત્વના નવા પ્રારંભ’ તરીકે તેનો મહિમા કરે જ છે.૫૧
‘સ્વૈરવિહારી’ ‘સ્વૈરવિહાર’ની અંદર જ દેખાશે. એ રીતે ‘સ્વૈરવિહારી’ રામનારાયણના વ્યક્તિત્વનો ખરેખરો પરિચય કરાવનાર અનન્ય સાહિત્યસ્વરૂપ તરીકે ‘સ્વૈરવિહાર’ની જેટલી પ્રતિષ્ઠા કરીએ તેટલી ઓછી છે. ‘સ્વૈરવિહાર’માં અનેક વિષેયો પર, અનેક રીતે લખવાની તક એમને મળી છે. એ લખતાં એમનાં રોષ, કરુણા, ઉપહાસ, કટાક્ષ, વિડંબના, વેદના, પ્રસન્નતા આદિ વિવિધ ભાવરૂપોનોય યથાર્થ પરિચય થાય છે. રામનારાયણની સ્પષ્ટવક્તૃતા, નિર્ભયતા, મનુષ્ય પ્રત્યેની વ્યાપક સમભાવવૃત્તિ, સત્યપ્રિયતા, કલારસિકતા, તત્ત્વનિષ્ઠા આદિનું મનોરમ ચિત્ર આ ફુટકળ લખાણોમાંથી ઊપસે છે. રામનારાયણનો શબ્દ ‘સ્વૈરવિહાર’માં રમતિયાળ થવા સાથે વધુમાં વધુ નિખાલસતાથી સત્યકથનનો ઉદ્‌વાહકથાય છે. એમનો સ્વદેશ અને વિશ્વ સમસ્ત, પ્રકૃતિ અને સંસ્કૃતિ, વિદ્યા, અને કલાસંસ્કાર, મનુષ્ય અને પરમ તત્ત્વ – આ સર્વ પ્રત્યેનો જાગૃત પ્રીતિભાવ અવનવી રીતે આમાં વ્યક્ત થાય છે. રામનારાયણની ઉત્કૃષ્ટ રસવૃત્તિ, એમની નાગર દર્શનરીતિ, સત્ય અને સૌન્દર્ય માટેની એમની ઊંડી અભીપ્સા આ લખાણોમાં અછતી રહેતી નથી. રામનારાયણ જીવન અને જગત છે એવું જોવાનો રસ જરૂર માણે છે, પરંતુ એ જેવું છે તેવું જ રહે એવી સ્થાવરવૃત્તિથી નિરંતર વેગળા રહેવામાં માને છે. મનુષ્ય છે એથી દશાંગુલ ઉપર ઊઠે, એનું સંસ્કારજીવન સમયની સાથે ઉત્તરોત્તર વિકસે એ માટેની એમની ઝંખના ઉત્કટ છે અને એ ઝંખનામાંથી એમની સુધારકવૃત્તિ વિલક્ષણ રીતે પ્રભવી જણાય છે. મિજાજે જે સ્વૈરવિહારી છે એનામાં જ સુધારક-વૃત્તિ જે રીતે રહી શકી છે એની પાછળનું રહસ્ય આ ઝંખનામાંથી પામી શકાય છે અને આ સંદર્ભમાં જ, “ ‘સ્વૈરવિહારી’ સુધારક છે”૫૨ એવું ઉમાશંકરનું વિધાન ઘટાવવું ઠીક લાગે છે.
 
<ref>૫૧. નિબંધ અને ગુજરાતી નિબંધ, ૧૯૭૬, પૃ. ૧૩૮.</ref>
<ref>પર. શૈલી અને સ્વરૂપ, ૧૯૬૦, પૃ. ૬૩.</ref>

રામનારાયણે આ ‘સ્વૈરવિહાર’ મુખ્યત્વે ‘પ્રસ્થાન’-નિમિત્તે કરેલો છે. ‘સ્વૈરવિહાર’ના પ્રથમ ભાગમાં ‘યુગધર્મ’માં અને તે પછી ‘પ્રસ્થાન’માં ‘વર્તમાન’ની સહીથી મૂકેલા ટુચકાઓ તથા ‘પંચતંત્ર’માંના બે નાના કટાક્ષ-લેખો સમાવિષ્ટ છે. પરંતુ તે સિવાય સં. ૧૯૮૬ના મહા મહિના સુધીના સ્વૈરવિહારી શૈલીના લેખો આમાં લીધેલા છે. ‘સ્વૈરવિહાર’ના પહેલા ભાગ પછીના સં. ૧૯૯૨ના આશ્વિન માસ સુધીના લેખો ‘સ્વૈરવિહાર’ના બીજા ભાગમાં લેવામાં આવ્યા છે. એમાં છેલ્લો લેખ ‘ઉપોદ્‌ઘાત અથવા ઉપસંહાર’ આ ‘લેખસંગ્રહ’ વખતે લખીને મુકાયેલો લેખ છે. એ લેખનું શીર્ષક સ્વૈરવિહારના આનંત્યનું જ જાણે નિર્દેશક છે. સ્વૈરવિહારના આરંભમાં અંત અને અંતમાં આરંભ હોય છે! એ રીતે રામનારાયણે સ્વૈરવિહારનું જે વિલક્ષણ રૂપ આપ્યું તે ગુજરાતી નિબંધસાહિત્યમાં તો કેટલીક રીતે અપૂર્વ જ લેખાય. સુંદરમ્‌ ‘સ્વૈરવિહાર’ને ‘અનોખા સર્જન’-રૂપે ઓળખાવી, ‘આપણા નિબંધવિકાસમાં એક મહત્ત્વના નવા પ્રારંભ’ તરીકે તેનો મહિમા કરે જ છે.<ref>૫૧. નિબંધ અને ગુજરાતી નિબંધ, ૧૯૭૬, પૃ. ૧૩૮.</ref>
‘સ્વૈરવિહારી’ ‘સ્વૈરવિહાર’ની અંદર જ દેખાશે. એ રીતે ‘સ્વૈરવિહારી’ રામનારાયણના વ્યક્તિત્વનો ખરેખરો પરિચય કરાવનાર અનન્ય સાહિત્યસ્વરૂપ તરીકે ‘સ્વૈરવિહાર’ની જેટલી પ્રતિષ્ઠા કરીએ તેટલી ઓછી છે. ‘સ્વૈરવિહાર’માં અનેક વિષેયો પર, અનેક રીતે લખવાની તક એમને મળી છે. એ લખતાં એમનાં રોષ, કરુણા, ઉપહાસ, કટાક્ષ, વિડંબના, વેદના, પ્રસન્નતા આદિ વિવિધ ભાવરૂપોનોય યથાર્થ પરિચય થાય છે. રામનારાયણની સ્પષ્ટવક્તૃતા, નિર્ભયતા, મનુષ્ય પ્રત્યેની વ્યાપક સમભાવવૃત્તિ, સત્યપ્રિયતા, કલારસિકતા, તત્ત્વનિષ્ઠા આદિનું મનોરમ ચિત્ર આ ફુટકળ લખાણોમાંથી ઊપસે છે. રામનારાયણનો શબ્દ ‘સ્વૈરવિહાર’માં રમતિયાળ થવા સાથે વધુમાં વધુ નિખાલસતાથી સત્યકથનનો ઉદ્‌વાહકથાય છે. એમનો સ્વદેશ અને વિશ્વ સમસ્ત, પ્રકૃતિ અને સંસ્કૃતિ, વિદ્યા, અને કલાસંસ્કાર, મનુષ્ય અને પરમ તત્ત્વ – આ સર્વ પ્રત્યેનો જાગૃત પ્રીતિભાવ અવનવી રીતે આમાં વ્યક્ત થાય છે. રામનારાયણની ઉત્કૃષ્ટ રસવૃત્તિ, એમની નાગર દર્શનરીતિ, સત્ય અને સૌન્દર્ય માટેની એમની ઊંડી અભીપ્સા આ લખાણોમાં અછતી રહેતી નથી. રામનારાયણ જીવન અને જગત છે એવું જોવાનો રસ જરૂર માણે છે, પરંતુ એ જેવું છે તેવું જ રહે એવી સ્થાવરવૃત્તિથી નિરંતર વેગળા રહેવામાં માને છે. મનુષ્ય છે એથી દશાંગુલ ઉપર ઊઠે, એનું સંસ્કારજીવન સમયની સાથે ઉત્તરોત્તર વિકસે એ માટેની એમની ઝંખના ઉત્કટ છે અને એ ઝંખનામાંથી એમની સુધારકવૃત્તિ વિલક્ષણ રીતે પ્રભવી જણાય છે. મિજાજે જે સ્વૈરવિહારી છે એનામાં જ સુધારક-વૃત્તિ જે રીતે રહી શકી છે એની પાછળનું રહસ્ય આ ઝંખનામાંથી પામી શકાય છે અને આ સંદર્ભમાં જ, “ ‘સ્વૈરવિહારી’ સુધારક છે”<ref>૫૨. શૈલી અને સ્વરૂપ, ૧૯૬૦, પૃ. ૬૩.</ref> એવું ઉમાશંકરનું વિધાન ઘટાવવું ઠીક લાગે છે.

રામનારાયણની આ વિલક્ષણ ‘સુધારક’ વૃત્તિ તંત્રોની જડતા, તંત્રવાહકોની દોંગાઈ, દયા અને અભદ્રતા સામેની પ્રકોપવૃત્તિ - કટાક્ષવૃત્તિમાંથીયે સૂચિત થાય છે. રામનારાયણનો મનુષ્યને ભ્રષ્ટ કરનારાં ભય અને લાલચનાં આસુરી તત્ત્વો સામેનો મોરચો બળવાન જણાય છે. ભય અને લાલચમાંથી પ્રગટતાં અનિષ્ટો – અન્યાયો સામે એ અહિંયક રીતે પણ દૃઢતાથી યુયુત્સુ બની રહેતા જણાય છે. એમનું આ સાત્ત્વિક લડાયક બળ ‘સ્વૈરવિહારી’ની વિચારસૃષ્ટિમાં ઓજસનું તત્ત્વ પ્રેરે છે. રામનારાયણનો ‘સ્વૈરવિહાર’નો શબ્દ અવારનવાર રમતિયાળ અને પ્રસન્ન જણાય છે, પણ એ શબ્દ પ્રસંગોપાત્ત તીક્ષ્ણતા અને તીખાશ પણ ધારણ કરી શકે છે – ક્યારેક તણખીયે શકે છે.

Line 32: Line 18:
રામનારાયણની ‘સ્વૈરવિહારી’ તરીકેની શબ્દવિહારલીલા બહુરંગી અને તેથી ‘વૈચિત્ર્ય’પૂર્ણ છે. એની આસ્વાદ્યતા તો નિઃશંક છે જ. એ આસ્વાદ્યતાની માત્રામાં વધ-ઘટ પણ અવારનવાર જણાય, સ્વૈરવિહારીનાં આંખ અને કાન જ નહીં, એનું મન અને એની વાણીયે ખુલ્લાં જણાય છે, પોતાની આસપાસ અને અંદર જે કંઈ ચાલે છે તેની ‘સિસ્મોગ્રાફ’ની જેમ નોંધ લેવામાં એમની જે ત્વરિતતા છે તે એમનો સંવેદનશીલતા – સંવેદનપટુતાની દ્યોતક બની રહે છે. ‘સ્વૈરવિહારી’એ પોતે જે વિષયસૂચિ એમના આ ગ્રંથોમાં આપી છે તે જોતાં પણ એમને કેટકેટલા વિષયો પર કહેવાનું છે તેનો રસપ્રદ અંદાજ બંધાય છે. તેમના ‘સ્વૈરવિહાર’માં અધ્યાત્મ, ધર્મ, નીતિ, સમાજ, અર્થ, રાજ્ય, કાવ્ય, ભાષા, કેળવણી, વૈદક, ગણિત, ખગોળ, ભૂગોળ, જ્યોતિષ, ન્યાય, સાંખ્ય, કામ, કાયદો, ઇતિહાસ, પુરાતત્ત્વ, વનસ્પતિ, પ્રાણી, વિજ્ઞાન અને કલા – એમ અનેક શાસ્ત્રોના વિસ્તારોનું અલપઝલપ દર્શન થતું જોવા મળે છે. તેમાં સરકારની તંત્રગત નીતિ-રીતિ પર બહુધા કટાક્ષ-કટુતા-મિશ્રિત ટીકાટિપ્પણી જોવા મળે છે. સરકારી તંત્ર સામે રામનારાયણની કલમ જે નિર્ભયતા ને તીક્ષ્ણતા ધારણ કરે છે તે ધ્યાનપાત્ર છે. તેઓ સરકારનું સ્વરાજવાદીઓ – સત્યાગ્રહીઓ, દીનદલિતો પ્રત્યેનું જે તુમાખીભર્યું વર્તન છે તેના ઉગ્ર શબ્દ-પ્રહારક છે. તેઓ આપણી પ્રજાકીય નબળાઈઓ અને બેવકૂફીઓના પણ એવા જ ઉગ્ર શબ્દ-પ્રહારક છે. તેમના વ્યંગ્યમાં —કટાક્ષમાં ક્યાંય અપરસવૃત્તિ તો હોતી જ નથી, પણ તેથી એ વ્યંગ્ય કે કટાક્ષબાણ જેમની સામે હોય તે પણ હસી શકે એવી પરિસ્થિતિ હમેશાં હોતી નથી. તેમની વ્યંગ્ય-કટાક્ષની તીક્ષ્ણતાના – વિલક્ષણતાના થોડાક નમૂના આપણે જોઈશું; એમાંથી એમની વાક્‌પટુતાનોયે કંઈક અંદાજ મળશે :

૧. “ગુજરાતી ભાઈઓ! તમારે ઊંચા થવું છે? ઊંચા, એટલે કદમાં ઊંચા નહિ. કદમાં તો ગુજરાતીઓ કોણ જાણે ક્યારેય ઊંચા થશે! પણ નાતજાતમાં ઊંચા! જે અર્થમાં વાણિયા લુહાણા કરતાં ઊંચા છે, જે અર્થમાં બ્રાહ્મણો વાણિયા કરતાં ઊંચા છે, જે અર્થમાં નાગરો બ્રાહ્મણો કરતાં ઊંચા છે, જે અર્થમાં નાગરગૃહસ્થો ભિક્ષુક નાગરો કરતાં ઊંચા છે, એ અર્થમાં બીજા કરતાં ઊંચા થવું છે? બહુ જ સહેલો રસ્તો છે. બધા માણસો તમારાથી નીચા છે એમ આજથી જ વર્તાવા માંડો. કોઈને અડો નહિ, કોઈનું ખાઓ નહિ, કોઈનું ટીપું અમારે ખપે નહિ, કોઈનો પડછાયો ન લેવાય. કોઈને જોવાય નહિ એમ કરો : જેટલાને નહિ અડો તેટલાથી ઊંચા, જેટલાને નીચા ગણશો તેટલાથી ઊંચા થશો. આખા હિન્દુ સમાજમાં એ એક જ સિદ્ધાંત છે.”

(સ્વૈરવિહાર -૧, પૃ. ૩૫-૩૬.)
{{right|(સ્વૈરવિહાર -૧, પૃ. ૩૫-૩૬.)}}<br>
૨. “હિન્દુસ્તાનમાં ભીખ માગવી એ ધંધો છે. તેમાં કશી નામોશી નથી. તો હિન્દની આખી પ્રજા પણ ભિખારી છે, તેને સ્વમાન નથી, તે પોતે કામ કરીને કશું પ્રાપ્ત કરવા માગતી નથી, તેને સ્વરાજ્ય પણ ભીખ માગીને મળે તો લેવું છે.”

(સ્વૈરવિહાર-૧, પૃ. ૫૭)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૫૭)}}<br>
૩. “લાભનું હોય તે લઈ લેવું, વિરુદ્ધનું છોડી દેવું. કેવો હંસ જેવો ક્ષીરનીરવિવેક!”
૩. “લાભનું હોય તે લઈ લેવું, વિરુદ્ધનું છોડી દેવું. કેવો હંસ જેવો ક્ષીરનીરવિવેક!”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૮૬)  
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૮૬) }}<br>
૪. “કોને અડાય અને કોને ન અડાય એ નક્કી થઈ રહે ત્યારે દેશમાં શું કરાય અને શું ન કરાય તે નક્કી કરી શકાય ને!”
૪. “કોને અડાય અને કોને ન અડાય એ નક્કી થઈ રહે ત્યારે દેશમાં શું કરાય અને શું ન કરાય તે નક્કી કરી શકાય ને!”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૯૫)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૯૫)}}<br>
૫. “તું તારા મોંમાં આંગળી નાખ અને હું તારી આંખમાં આંગળી નાખું. સરખેસરખું થઈ રહ્યું ના!”
૫. “તું તારા મોંમાં આંગળી નાખ અને હું તારી આંખમાં આંગળી નાખું. સરખેસરખું થઈ રહ્યું ના!”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૩૩)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૩૩)}}<br>
૬. “સરકાર પણ સમજી શકતી નથી કે હિંદ સ્વરાજને માટે લાયક થયું છે. તમે સ્વરાજ લઈ બતાવશો તોપણ તે સમજવાની નથી.”
૬. “સરકાર પણ સમજી શકતી નથી કે હિંદ સ્વરાજને માટે લાયક થયું છે. તમે સ્વરાજ લઈ બતાવશો તોપણ તે સમજવાની નથી.”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૫૨)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૫૨)}}<br>
૭. “...અત્યારે આપણે એવી કશી પણ ચિંતા છે? આપણે માટે લડે સરકાર, વેપાર કરે સરકાર, ભણે સરકાર, અને ખાય પણ સરકાર. આપણે માત્ર વેદાન્તના આત્માની પેઠે દ્રષ્ટા રહેવું અને પોતાનો ધર્મ પાળીને મોક્ષ મેળવવો!”
૭. “...અત્યારે આપણે એવી કશી પણ ચિંતા છે? આપણે માટે લડે સરકાર, વેપાર કરે સરકાર, ભણે સરકાર, અને ખાય પણ સરકાર. આપણે માત્ર વેદાન્તના આત્માની પેઠે દ્રષ્ટા રહેવું અને પોતાનો ધર્મ પાળીને મોક્ષ મેળવવો!”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૬૨)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૬૨)}}<br>
૮. “...આ સરકાર તે ધર્મની બાબતમાં કેવળ તટસ્થ! તમે અધર્મી થઈ જાઓ તેનુંય એ કાંઈ નહિ. અરે, પોતે અધર્મી થઈ જાય તેનું પણ કાંઈ નહિ ને! ધર્મમાં કેવળ તટસ્થ!”

૯. “અત્યારે પણ રાજાઓ... બંદૂકો વિલાયતી રાખે છે (માત્ર શિકાર હિન્દના જાનવરોનો અને માણસોનો કરે છે, તે જાનવરોનું ગમે તે થાય પણ માણસ પૂરતો તો શિકાર દેશી જ રહે એટલું સ્વદેશીઝમ સરકાર રહેવા દેશે એવી આશા છે.)......”

(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૬૪)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૬૪)}}<br>
૧૦. “પણ આ તો જેલ! ફાંસી કેમ દેવાય તે સંબંધી શાસ્ત્રના શાસ્ત્રજ્ઞો! તેમના શાસ્ત્રમાં ક્યાંક આવતું હશે કે ચૂડીથી ફાંસો ખાઈ શકાય છે...”
૧૦. “પણ આ તો જેલ! ફાંસી કેમ દેવાય તે સંબંધી શાસ્ત્રના શાસ્ત્રજ્ઞો! તેમના શાસ્ત્રમાં ક્યાંક આવતું હશે કે ચૂડીથી ફાંસો ખાઈ શકાય છે...”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૪)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૪)}}<br>
૧૧. “મારું જ્ઞાન, કુદરતથી પાકેલા મીઠાની પેઠે, બિનકાયદેસર જણાય.”
૧૧. “મારું જ્ઞાન, કુદરતથી પાકેલા મીઠાની પેઠે, બિનકાયદેસર જણાય.”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૭)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૭)}}<br>
૧૨. “અને ગુજરાતી સાહિત્યકારોને તો તટસ્થતા સેવવાનો લાંબા સમયનો વારસો છે એમ કોઈક કહેતું હતું.”
૧૨. “અને ગુજરાતી સાહિત્યકારોને તો તટસ્થતા સેવવાનો લાંબા સમયનો વારસો છે એમ કોઈક કહેતું હતું.”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૩.)  
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૩.) }}<br>
૧૩. “ડાક્ટરોને એમ ઉપાય વિના દરદી સાજો થાય છે ત્યારે તેવી જ નિરાશા થાય છે.”
૧૩. “ડાક્ટરોને એમ ઉપાય વિના દરદી સાજો થાય છે ત્યારે તેવી જ નિરાશા થાય છે.”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૬)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૬)}}<br>
૧૪. “આપણે પ્રાયશ્ચિત્તની સગવડ એટલી બધી વધારી દીધી છે કે હંમેશ પાપ કરતાં છતાં કોઈને જરા પણ પાપ ઉધાર બાજુમાં ન રહે!”
૧૪. “આપણે પ્રાયશ્ચિત્તની સગવડ એટલી બધી વધારી દીધી છે કે હંમેશ પાપ કરતાં છતાં કોઈને જરા પણ પાપ ઉધાર બાજુમાં ન રહે!”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૩૬)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૩૬)}}<br>
૧૫, “અને મહાન હસ્તરેખાશાસ્ત્રી માણસનું શરીર જોઈને તે જીવતો છે કે મૂએલો છે તે નથી જાણી શકતા, પણ તેના હાથની રેખા જોઈને જ તે નક્કી કરે છે!”
૧૫, “અને મહાન હસ્તરેખાશાસ્ત્રી માણસનું શરીર જોઈને તે જીવતો છે કે મૂએલો છે તે નથી જાણી શકતા, પણ તેના હાથની રેખા જોઈને જ તે નક્કી કરે છે!”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૧૭)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૧૭)}}<br>
૧૬. “જ્યારે મારી સામે ઉકરડો વધતો જોઉં છું ત્યારે લાગે છે, ‘ના ના, છું તો હજી ગુજરાતમાં!”
૧૬. “જ્યારે મારી સામે ઉકરડો વધતો જોઉં છું ત્યારે લાગે છે, ‘ના ના, છું તો હજી ગુજરાતમાં!”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૬૮)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૬૮)}}<br>
આ ઉદાહરણો ‘સ્વૈરવિહારી’ની કટાક્ષકલાના સામર્થ્યનો પણ સુપેરે પરિચય આપી રહે છે. રામનારાયણના ભાથામાં કટાક્ષનાં અવનવાં બાણ હોવાનું જેવા મળે છે. કટાક્ષકારમાં જરૂરી એવી વેધક દૃષ્ટિ અને વાક્‌પટુતા પણ એમનામાં છે. તેઓ કટાક્ષ કરતાં પોતાનું તેમ સામાનું આત્મગૌરવ જાળવવા માટે પણ બરોબર સભાન હોય છે.

‘સ્વૈરવિહારી’નો વિહારરસ કેટલો ઉત્કટ છે તે તેના વિહારક્ષેત્રના વ્યાપ પરથી બરોબર સમજાય છે. જેમ જુદાં જુદાં શાસ્ત્રો તેમ મૂડીવાદ ને સામ્યવાદ જેવા વિવિધ વાદો; સાહિત્યપરિષદ જેવી સંસ્થાઓ; યુવાનો ને પેન્શનરો, અંગ્રેજો ને બ્રાહ્મણો, બાવાઓ ને ભિખારીઓ, નટીઓ ને વિદૂષકો વગેરે લોક-વર્ગો; ગાંધીજી ને સરદાર, ટાગોર ને અરવિંદ ઘોષ જેવી વ્યક્તિઓ; હોળી ને શરદુત્સવ જેવા ઉત્સવો; શહેરો ને ગામડાં, જેલો ને નગરસભાગૃહો જેવાં સ્થળ-કેન્દ્રો; માંદગી ને ઘડપણ, પ્રેમ અને મૃત્યુ, અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા આદિ અવસ્થિતિઓ-પરિસ્થિતિઓ; સ્ત્રી-પુરુષ-સંબંધના પ્રશ્નો; સાહિત્યનાં સ્વરૂપો, શૈલીઓ, ભાષા, જોડણી, લિપિ આદિ વિષયક મુદ્દાઓ – આ સર્વ વિશે તેઓ અવનવી ચર્ચાઓ ઉઠાવે છે. કાગડા ને કૂતરા, ખોરાકની ટેવો અને વાસણોના ઘાટ ઇત્યાદિ વિશેની વિચારણા પણ એમની આ સ્વૈરવિહારી સૃષ્ટિમાં સમાવેશ પામે છે. આ સર્વ ચર્ચા-વિચારણામાં રામનારાયણને નરવો જીવનરસ, એમની માનવતાનાં મૂલ્યોમાંની અવિચલ શ્રદ્ધા, એમનું શાણપણ ને જાણપણ તથા એમની વાગ્વિચારરસિકતા હૃદ્ય રીતે પ્રગટ થાય છે. રામનારાયણની પાસે કાકાસાહેબના શબ્દો વાપરીને કહીએ તો ‘ઉપજાઉં ભેજુ’ છે. તેમણે જાતભાતના તરંગ-તુક્કા અને તિલસ્મી લાગે એવી યોજનાઓ સૂઝે-સ્ફુરે છે. તેમણે કક્કાનાં રમણીય કલ્પનાચિત્રો સ્ફુરે છે. (સ્વૈ.૧, પૃ. ૧૯૮-૧૯૯.) નામ પાડવાના ‘સ્પેશિયાલિસ્ટો’ની જરૂર તેમને વરતાય છે! (સ્વૈ.૧, પૃ. ૪૫.) આભડછેટ તેમને વિદ્યુતથી પણ વિલક્ષણ એવું તત્ત્વ લાગે છે (સ્વૈ.૧, પૃ. ૫૦.) અને તેથી ઢેઢને અડવા માટે ઘીનાં ઓજારોનો તુક્કો સૂઝે છે! (સ્વૈ.૧, પૃ. ૫૧.) (આઝાદી પૂર્વેના) આપણા દેશી રાજામહારાજાઓ એમના સાફામાં યુનિયન જૅક છપાવે તો કેવું? — એમ એમને થાય છે. (સ્વૈ.૧, પૃ. ૬૧.) રામનારાયણને સફેદ, પીળી ને કાળી પ્રજાઓના સંદર્ભે બ્રહ્માજીએ અનુક્રમે કાચો, અર્ધપાકો અને પાકો ઘાણ ઉતાર્યાનો તર્ક સૂઝે છે! (સ્વૈ. ૨, પૃ. ૩૨.) તખલ્લુસની સાથે ઉંમર લખવાનો શિરસ્તો શરૂ કરવાનો તુક્કો પણ તેઓ રજૂ કરે છે. (સ્વૈ.ર, પૃ. ૪૦-૪૧.) તેઓ પારદર્શક ગાદલાં—કાચના ગાદલાંની કલ્પના કરે છે એ એક હવાઈ તુક્કાથી ભાગ્યે જ વિશેષ જણાય. (સ્વૈ.૨, પૃ. ૧૧૦.) માણસની નિદ્રાવસ્થા દરમ્યાનની વિવિધ મુદ્રાઓની તસવીરો લેવાની એમની વાત પણ એમના ફળદ્રુપ દિમાગનો ચમકારો બતાવે છે. (સ્વૈ.૨, પૃ. ૧૫૧-૧૫૩.)

રામનારાયણની તર્કશક્તિનો વધુમાં વધુ સર્જનાત્મક લાભ સંભવતઃ એમની આ નિબંધકળાને-પ્રતિકાવ્યકળાને મળ્યો જણાય છે. કેટલીક વાર એમના તર્કની વિલક્ષણ ગતિ-રીતિ જે તે વસ્તુની જે હાસ્યપાત્રતા તે સચોટ રીતે ઉપસાવી આપે છે. તેઓ કાવ્યનાં પ્રેયોજનો (સ્વૈ.૧, પૃ. ૪૦-૪૧), ‘શાકુંતલ’નું અર્થઘટન (સ્વૈ.૨, પૃ. ૧૩૬-૧૪૦.), પોતાના રાસની લોકરાસની સાથેની તુલના (‘પ્રાસ મારામાં નથી, તો પેલામાં પણ નથી!’, સ્વૈ.ર, પૃ. ૧૪૬), ગાંધીજીની સાથેનું પોતાનું મળતાપણું (સ્વૈ.૨, પૃ. ૧૬૨-૧૬૩), પટરાણી અને ભેંસ માટે એક જ ‘મહિષી’ શબ્દ હોવા પાછળનો ખુલાસો (સ્વૈ.૨, ૫. ૧૭૪) – આ સર્વમાં એમનો વિલક્ષણ ને રસપ્રદ એવો તર્કવ્યાપાર ચાલતો અવલોકી શકાય છે.

કેટલીક વાર ‘સ્વૈરવિહારી’ની પ્રતિભા વિશિષ્ટ હાસ્યોન્મેષો પણ પ્રકટ કરતી જણાય છે. દા. ત., ‘બધી જ્ઞાનેન્દ્રિયો મુખ આસપાસ જ વિકસી’ હોવાનું એમનું નિરીક્ષણ અને તદ્‌નુવર્તી કારણકલાપની એમની ખોજ (સ્વૈ.૧, પૃ. ૧૧૦-૧૧૧.) હિન્દુઓમાં માણસ પરણે ત્યારે સૌથી વધુ બેવકૂફ દેખાતો હોવાનાં એમનાં પ્રમાણોયે ઠીક હાસ્યોત્પાદક છે. (સ્વૈ.૧, પૃ. ૪૭) ‘સ્વૈરવિહારી’ અવાનવાર અવતરણો, કહેવત આદિથી, ઉપમા-દૃષ્ટાંત આદિ અલંકારોથી, વિશિષ્ટ વાક્ય ને શબ્દપ્રયોગોથીયે હાસ્ય-વ્યંગ્ય નિષ્પન્ન કરવાની તરકીબો અજમાવે છે. એક અંગ્રેજ અમલદારની દૂધને ખેતીની પેદાશ ગણવાની દલીલનો ઉપહાસ કરતાં રામનારાયણ ઉપનિષદની ‘અન્નાદ્‌ વીર્યં વીર્યાત્પુરુષઃ’ – એ ઉક્તિનો ‘આ સર્વ હિન્દનો પ્રજા ખેતીની પેદાશ છે’ – એવા તારણમાં વિનિયોગ કરે છે. (સ્વૈ.૧, પૃ. ૧૭૯,) ‘ચોરની માને ભાંડ પરણે’ એ કહેવતનો વિનિયોગ કરતાં ‘સ્વૈરવિહારી’ કહે છે : “...આ રીતે તો કોઈ વાર બોલનારનું પોતાનું હિત પણ ‘ચોરની મા’ થઈ જાય!” (સ્વૈ.૨, પૃ. ૧૩૪) તેઓ ખરાબ તબિયતને ખરાબ અક્ષરની તુલનાથી ‘મોટાઈની નિશાની’રૂપ લેખે છે! (સ્વૈ.૨, પૃ. ૧૯.) ‘એ જોયા વિના ફોટો પડાવવો તે અંધારામાં ભૂસકા મારવા જેવું છે’ – એ આલંકારિક વિધાન પણ વિલક્ષણ રીતે અર્થચમત્કૃતિ સિદ્ધ કરતું વાક્ય બને છે. (સ્વૈ.૨, ૧૫૮.) રામનારાયણના પુસ્તકોના ‘હસ્તિની’, ‘પદ્મિની’ જેવા પ્રકાર (સ્વૈ.૧, પૃ. ૬૫-૬૬), ‘ચંચલ’ અને ‘ચપલ’ને ‘ચંપલ’ શબ્દમાં સંબંધ (સ્વૈ.૨, પૃ. ૮૨), ‘આદર્શ’ શબ્દનો શ્લેષાત્મક વિનિયોગ (સ્વૈ.૧, પૃ. ૧૯૨), ‘ટીકાની નાડે’ (સ્વૈ.૧. ૫. ૨૮) ને ‘નિરાશાની નાડે’ (સ્વૈ.૧, પૃ. ૭૬) જેવા શબ્દપ્રયોગો; તેમ જ ‘વ્યક્તિધિક્કારક’ (સ્વૈ.૧, પૃ. ૩), ‘પ્રશ્નક’ (સ્વૈ.૧, પૃ. ૫૮), ‘ખિસ્સાપ્રલય’ (સ્વૈ.ર, પૃ. ૮૪), ‘વાર્ધક્યસ્મારકશૂન્ય’ (સ્વૈ.૨, ૫. ૯૭), ‘શાસ્ત્રાન્ધ’ (સ્વૈ.ર, પૃ. ૧૧૪) વગેરે નૂતન શબ્દરચનાઓ-સમાસરચનાઓ એમની ‘સ્વૈરવિહારી અર્થ’૫૩વાળી શૈલીનું અનન્ય પોત રચવામાં મહત્ત્વનો ફાળો અર્પે છે. એમની આ વિલક્ષણ શૈલીનો અણસાર આપતા કેટલાક વાક્યપ્રયોગોય જોવા જોઈએ :
કેટલીક વાર ‘સ્વૈરવિહારી’ની પ્રતિભા વિશિષ્ટ હાસ્યોન્મેષો પણ પ્રકટ કરતી જણાય છે. દા. ત., ‘બધી જ્ઞાનેન્દ્રિયો મુખ આસપાસ જ વિકસી’ હોવાનું એમનું નિરીક્ષણ અને તદ્‌નુવર્તી કારણકલાપની એમની ખોજ (સ્વૈ.૧, પૃ. ૧૧૦-૧૧૧.) હિન્દુઓમાં માણસ પરણે ત્યારે સૌથી વધુ બેવકૂફ દેખાતો હોવાનાં એમનાં પ્રમાણોયે ઠીક હાસ્યોત્પાદક છે. (સ્વૈ.૧, પૃ. ૪૭) ‘સ્વૈરવિહારી’ અવાનવાર અવતરણો, કહેવત આદિથી, ઉપમા-દૃષ્ટાંત આદિ અલંકારોથી, વિશિષ્ટ વાક્ય ને શબ્દપ્રયોગોથીયે હાસ્ય-વ્યંગ્ય નિષ્પન્ન કરવાની તરકીબો અજમાવે છે. એક અંગ્રેજ અમલદારની દૂધને ખેતીની પેદાશ ગણવાની દલીલનો ઉપહાસ કરતાં રામનારાયણ ઉપનિષદની ‘અન્નાદ્‌ વીર્યં વીર્યાત્પુરુષઃ’ – એ ઉક્તિનો ‘આ સર્વ હિન્દનો પ્રજા ખેતીની પેદાશ છે’ – એવા તારણમાં વિનિયોગ કરે છે. (સ્વૈ.૧, પૃ. ૧૭૯,) ‘ચોરની માને ભાંડ પરણે’ એ કહેવતનો વિનિયોગ કરતાં ‘સ્વૈરવિહારી’ કહે છે : “...આ રીતે તો કોઈ વાર બોલનારનું પોતાનું હિત પણ ‘ચોરની મા’ થઈ જાય!” (સ્વૈ.૨, પૃ. ૧૩૪) તેઓ ખરાબ તબિયતને ખરાબ અક્ષરની તુલનાથી ‘મોટાઈની નિશાની’રૂપ લેખે છે! (સ્વૈ.૨, પૃ. ૧૯.) ‘એ જોયા વિના ફોટો પડાવવો તે અંધારામાં ભૂસકા મારવા જેવું છે’ – એ આલંકારિક વિધાન પણ વિલક્ષણ રીતે અર્થચમત્કૃતિ સિદ્ધ કરતું વાક્ય બને છે. (સ્વૈ.૨, ૧૫૮.) રામનારાયણના પુસ્તકોના ‘હસ્તિની’, ‘પદ્મિની’ જેવા પ્રકાર (સ્વૈ.૧, પૃ. ૬૫-૬૬), ‘ચંચલ’ અને ‘ચપલ’ને ‘ચંપલ’ શબ્દમાં સંબંધ (સ્વૈ.૨, પૃ. ૮૨), ‘આદર્શ’ શબ્દનો શ્લેષાત્મક વિનિયોગ (સ્વૈ.૧, પૃ. ૧૯૨), ‘ટીકાની નાડે’ (સ્વૈ.૧. ૫. ૨૮) ને ‘નિરાશાની નાડે’ (સ્વૈ.૧, પૃ. ૭૬) જેવા શબ્દપ્રયોગો; તેમ જ ‘વ્યક્તિધિક્કારક’ (સ્વૈ.૧, પૃ. ૩), ‘પ્રશ્નક’ (સ્વૈ.૧, પૃ. ૫૮), ‘ખિસ્સાપ્રલય’ (સ્વૈ.ર, પૃ. ૮૪), ‘વાર્ધક્યસ્મારકશૂન્ય’ (સ્વૈ.૨, ૫. ૯૭), ‘શાસ્ત્રાન્ધ’ (સ્વૈ.ર, પૃ. ૧૧૪) વગેરે નૂતન શબ્દરચનાઓ-સમાસરચનાઓ એમની ‘સ્વૈરવિહારી અર્થ’<ref>૫૩. સ્વૈરવિહાર-૧, પૃ. ૨૧૩.</ref>વાળી શૈલીનું અનન્ય પોત રચવામાં મહત્ત્વનો ફાળો અર્પે છે. એમની આ વિલક્ષણ શૈલીનો અણસાર આપતા કેટલાક વાક્યપ્રયોગોય જોવા જોઈએ :
 
<ref>૫૩. સ્વૈરવિહાર-૧, પૃ. ૨૧૩.</ref>

“ ‘રાત’ ન હોય તેને પણ નાત તો હોય છે.” (સ્વૈ. ૧, પૃ. ૩૯)
“ ‘રાત’ ન હોય તેને પણ નાત તો હોય છે.” (સ્વૈ. ૧, પૃ. ૩૯)
Line 75: Line 59:
“...માંદગીમાં તમારું ગુજરાન કશી ચીજના ટુકડા ઉપર નહિ પણ ઘૂંટડા ઉપર હોય છે.” (સ્વૈ. ૨, પૃ. ૧૦૭)
“...માંદગીમાં તમારું ગુજરાન કશી ચીજના ટુકડા ઉપર નહિ પણ ઘૂંટડા ઉપર હોય છે.” (સ્વૈ. ૨, પૃ. ૧૦૭)
“ગયા પત્રમાં જ મેં એકલાએ સર્વાનુમતે ઠરાવેલ કે તું પુરુષ છે.” (સ્વૈ.૨, પૃ. ૧૭૩)
“ગયા પત્રમાં જ મેં એકલાએ સર્વાનુમતે ઠરાવેલ કે તું પુરુષ છે.” (સ્વૈ.૨, પૃ. ૧૭૩)
રામનારાયણે બોલચાલની અનેક લઢણોનો, તળપદા તેમ શિષ્ટ-શાસ્ત્રીય શબ્દપ્રયોગો વગેરેનોય યથાપ્રસંગ વિનિયોગ કર્યો છે. તેમણે ઉદ્‌બોધનાત્મક, ચિંતનાત્મક, સંવાદાત્મક, કથનાત્મક એમ ગદ્યનાં અનેકવિધ શૈલીરૂપો અહીં સિદ્ધ કર્યાં છે. એમની શૈલીમાં વાગ્મિતાની છટાઓનો, પ્રત્યક્ષ વાતચીતિયા ઢબછબનોય અર્થપૂર્ણ વિનિયોગ થયેલો જણાય છે. તેનાં અનેક ઉદાહરણો એમનાં લખાણોમાંથી મળી શકે.૫૪ એમની શબ્દપ્રભુતા — શૈલી-પ્રભુતાનાં ઉત્તમ ઉદાહરણો એમનાં પ્રતિકાવ્યો છે. એ કાવ્યોમાં એમની મધ્યકાલીન, લોકસાહિત્યિક, અર્વાચીન શિષ્ટ અને પ્રયોગનિષ્ઠ—સર્વ શૈલોઓનાં સફળ અવતરણ આપણી સમક્ષ રજૂ કર્યાં છે. તુચ્છ બનાવમાંથી, મનુષ્યસહજ નબળાઈ ને દંભમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની એમની હથોટી ને નિપુણતા એક સાચા હાસ્યરસિક કવિ – સર્જક તરીકે તેમને પ્રતિષ્ઠિત કરે છે.
રામનારાયણે બોલચાલની અનેક લઢણોનો, તળપદા તેમ શિષ્ટ-શાસ્ત્રીય શબ્દપ્રયોગો વગેરેનોય યથાપ્રસંગ વિનિયોગ કર્યો છે. તેમણે ઉદ્‌બોધનાત્મક, ચિંતનાત્મક, સંવાદાત્મક, કથનાત્મક એમ ગદ્યનાં અનેકવિધ શૈલીરૂપો અહીં સિદ્ધ કર્યાં છે. એમની શૈલીમાં વાગ્મિતાની છટાઓનો, પ્રત્યક્ષ વાતચીતિયા ઢબછબનોય અર્થપૂર્ણ વિનિયોગ થયેલો જણાય છે. તેનાં અનેક ઉદાહરણો એમનાં લખાણોમાંથી મળી શકે.<ref>૫૪.  જુઓ સ્વૈરવિહાર-૧, પૃ. ૩૫-૩૯, ૭૪, ૭૯-૮૨, ૮૭, ૯૨-૯૩, ૧૧૩, ૧૬૧-૧૬૨, ૧૮૦, ૧૮૩, ૨૨૧; તથા સ્વૈરવિહાર-ર, પૃ. ૩-૪, ૬, ૩૯-૪૧, ૭૯-૮૦, ૮૪-૮૫, ૮૭, ૧૫૧-૧૫૨, ૧૬૯-૧૭૧, ૧૭૩, ૧૮૯-૧૯૦, ૧૯૨-૧૯૩, ૧૯૮.</ref> એમની શબ્દપ્રભુતા — શૈલી-પ્રભુતાનાં ઉત્તમ ઉદાહરણો એમનાં પ્રતિકાવ્યો છે. એ કાવ્યોમાં એમની મધ્યકાલીન, લોકસાહિત્યિક, અર્વાચીન શિષ્ટ અને પ્રયોગનિષ્ઠ—સર્વ શૈલોઓનાં સફળ અવતરણ આપણી સમક્ષ રજૂ કર્યાં છે. તુચ્છ બનાવમાંથી, મનુષ્યસહજ નબળાઈ ને દંભમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાની એમની હથોટી ને નિપુણતા એક સાચા હાસ્યરસિક કવિ – સર્જક તરીકે તેમને પ્રતિષ્ઠિત કરે છે.
રામનારાયણને આ નિબંધોમાં એમની બહુશ્રુતતા- સાહિત્યરસિકતાયે સહાયક થઈ છે. કેટકેટલા ટુચકા – પ્રસંગો – દૃષ્ટાંતોથી તેઓ હાસ્યનાં ઉદ્‌ઘાટન, નિર્વાહ ને વિકાસ કરતા હોય છે!૫૫ એમણે કેટલાક નાટ્યટુચકાઓ (‘ફતેહમંદ સભા’, ‘કવિની મસ્તી’, ‘કૌંસિલનું ત્રિઅંકી નાટક’) પણ આપ્યા છે અને તેય તેમનો વ્યંગ્ય-કટાક્ષની શક્તિના દ્યોતક છે. તેમણે આ ‘સ્વૈર વિહાર’માં નિબંધનું કોઈ ચોકઠાબંધી રૂપ સ્વીકાર્યું જ નથી. જેમ વસ્તુમાં, રજૂઆતરીતિમાં – શૈલીમાં તેમ તેની સ્વરૂપ-આકૃતિમાંયે સ્વૈરવિહારિતા દૃષ્ટિગોચર થાય છે. તેમના ‘વારાણસીમાં’ લેખમાંના શબ્દો અહીં વાપરીને કહીએ તો ‘અતિ ડહાપણવાળી પદ્ધતિ’૫૬નો લેશ પણ મોહ અહીં જણાતો નથી. ‘સ્વૈરવિહાર’ની મોટા ભાગની કૃતિઓ વિજયરાય વૈદ્યના શબ્દ વાપરીને કહીએ તો ‘નિર્બંધિકા’ઓનું જ રૂપ પ્રગટ કરે છે. ‘સ્વૈરવિહારી’એ સંવાદ, પત્ર જેવી શૈલીઓ પણ આ લખાણોમાં અપનાવી છે. આમ છતાં ‘લેખકના વ્યક્તિત્વનો સ્પર્શ પામીને વસ્તુ અને ગદ્ય મોહક નિબંધરૂપે અવતરતું’૫૭ મોટા ભાગનાં દૃષ્ટાંતોમાં અહીં જોવા મળતું નથી. જોકે ‘સ્વૈરવિહાર’નાં લખાણોની નિબંધરૂપે મુલવણી કરવી સર્વથા યોગ્ય છે ખરી? અલબત્ત, પરંપરાગત સાહિત્યપ્રકારોમાં તો નિબંધના વર્ગમાં જ તેમનો કામચલાઉ ધોરણે સમાવેશ કરવાનો રહે, જે આપણે અહીં કર્યું છે.
રામનારાયણને આ નિબંધોમાં એમની બહુશ્રુતતા- સાહિત્યરસિકતાયે સહાયક થઈ છે. કેટકેટલા ટુચકા – પ્રસંગો – દૃષ્ટાંતોથી તેઓ હાસ્યનાં ઉદ્‌ઘાટન, નિર્વાહ ને વિકાસ કરતા હોય છે!<ref>૫૫. જુઓ સ્વૈરવિહાર-૧, પૃ. ૨૦, ૫૯, ૯૨, ૧૭૨, તથા સ્વૈરવિહાર-૨, પૃ. ૫. ૧૮, ૩૦, ૩૮-૩૯, ૫૪-૫૬, ૧૨૮, ૧૪૧ વગેરે.</ref> એમણે કેટલાક નાટ્યટુચકાઓ (‘ફતેહમંદ સભા’, ‘કવિની મસ્તી’, ‘કૌંસિલનું ત્રિઅંકી નાટક’) પણ આપ્યા છે અને તેય તેમનો વ્યંગ્ય-કટાક્ષની શક્તિના દ્યોતક છે. તેમણે આ ‘સ્વૈર વિહાર’માં નિબંધનું કોઈ ચોકઠાબંધી રૂપ સ્વીકાર્યું જ નથી. જેમ વસ્તુમાં, રજૂઆતરીતિમાં – શૈલીમાં તેમ તેની સ્વરૂપ-આકૃતિમાંયે સ્વૈરવિહારિતા દૃષ્ટિગોચર થાય છે. તેમના ‘વારાણસીમાં’ લેખમાંના શબ્દો અહીં વાપરીને કહીએ તો ‘અતિ ડહાપણવાળી પદ્ધતિ’<ref>૫૬. મનોવિહાર, ૧૯૫૮, પૃ. ૧૦૯.</ref>નો લેશ પણ મોહ અહીં જણાતો નથી. ‘સ્વૈરવિહાર’ની મોટા ભાગની કૃતિઓ વિજયરાય વૈદ્યના શબ્દ વાપરીને કહીએ તો ‘નિર્બંધિકા’ઓનું જ રૂપ પ્રગટ કરે છે. ‘સ્વૈરવિહારી’એ સંવાદ, પત્ર જેવી શૈલીઓ પણ આ લખાણોમાં અપનાવી છે. આમ છતાં ‘લેખકના વ્યક્તિત્વનો સ્પર્શ પામીને વસ્તુ અને ગદ્ય મોહક નિબંધરૂપે અવતરતું’<ref>૫૭. પ્રવીણ દરજી; નિબંધ, સ્વરૂપ અને વિકાસ : ૧૯૭૫, પૃ. ૨૨૪.</ref> મોટા ભાગનાં દૃષ્ટાંતોમાં અહીં જોવા મળતું નથી. જોકે ‘સ્વૈરવિહાર’નાં લખાણોની નિબંધરૂપે મુલવણી કરવી સર્વથા યોગ્ય છે ખરી? અલબત્ત, પરંપરાગત સાહિત્યપ્રકારોમાં તો નિબંધના વર્ગમાં જ તેમનો કામચલાઉ ધોરણે સમાવેશ કરવાનો રહે, જે આપણે અહીં કર્યું છે.
 
<ref>૫૪.  જુઓ સ્વૈરવિહાર-૧, પૃ. ૩૫-૩૯, ૭૪, ૭૯-૮૨, ૮૭, ૯૨-૯૩, ૧૧૩, ૧૬૧-૧૬૨, ૧૮૦, ૧૮૩, ૨૨૧; તથા સ્વૈરવિહાર-ર, પૃ. ૩-૪, ૬, ૩૯-૪૧, ૭૯-૮૦, ૮૪-૮૫, ૮૭, ૧૫૧-૧૫૨, ૧૬૯-૧૭૧, ૧૭૩, ૧૮૯-૧૯૦, ૧૯૨-૧૯૩, ૧૯૮.</ref>
<ref>૫૫. જુઓ સ્વૈરવિહાર-૧, પૃ. ૨૦, ૫૯, ૯૨, ૧૭૨, તથા સ્વૈરવિહાર-૨, પૃ. ૫. ૧૮, ૩૦, ૩૮-૩૯, ૫૪-૫૬, ૧૨૮, ૧૪૧ વગેરે.
<ref>૫૬. મનોવિહાર, ૧૯૫૮, પૃ. ૧૦૯.</ref>
<ref>૫૭. પ્રવીણ દરજી; નિબંધ, સ્વરૂપ અને વિકાસ : ૧૯૭૫, પૃ. ૨૨૪.</ref>
 
‘સ્વૈરવિહારી’ના નિબંધો તત્ત્વજ્ઞના નિબંધોય ખરા જ. તત્ત્વાર્થ એમની અગંભીર શૈલીમાંથીય ન સ્ફુરે તો જ નવાઈ. આ ‘સ્વૈરવિહાર’માં ‘સ્વૈરવિહારી’નું વિચારચંક્રમણ પણ ચાલતું રહેલું જણાય છે. ‘સ્વૈરવિહારી’ હસતાં, હાંસીમજાક કે કટાક્ષ કરતાંય કશીક મહત્ત્વની ગંભીર બાબત તરફ ધ્યાન દોરવાનું ચૂકતા નથી. અહીં ‘સ્વૈરવિહાર’માં ‘મનોવિહાર’ છે એ ખરું,  ‘મનોવિલાસ’ તો નથી જ. આ ‘સ્વૈરવિહાર’માં ‘વિચારવિલાસ’ નહીં, પણ ઉપર કહ્યું તેમ, વિચારચંક્રમણ આવે છે ખરું. એમાંથી જીવનનાં મૂળભૂત સત્યોની સમજ પણ સાહજિક રીતે સ્ફુરતી, સાંપડતી લહાય છે. એમનું હાસ્ય સત્યની ગંભીરતાનું વિરોધી નહીં પણ અનુરોધી ને પરિચાયક છે. તેમની હળવી શૈલીના પુટમાંયે કેટલાંક માર્મિક સત્યો આપણે સાંભળીએ છીએ. દા.ત.,

૧. “માણસની કરુણતાનું ખરું કારણ જ આ છે કે તે પોતે સાન્ત હોવા છતાં તેનામાં ક્યાંક અનંતતા પેસી ગઈ છે.”
૧. “માણસની કરુણતાનું ખરું કારણ જ આ છે કે તે પોતે સાન્ત હોવા છતાં તેનામાં ક્યાંક અનંતતા પેસી ગઈ છે.”
(સ્વૈરવિહાર-૧, ઉપોદ્‌ઘાત, પૃ. ૮)
{{right|(સ્વૈરવિહાર-૧, ઉપોદ્‌ઘાત, પૃ. ૮)}}<br>
૨. “...ગમે તેવી ફિલસૂફી પણ માણસો પોતે હીન બનતાં કશા અર્થની રહેતી નથી.” (સ્વૈરવિહાર-૧, પૃ. ૧)
૨. “...ગમે તેવી ફિલસૂફી પણ માણસો પોતે હીન બનતાં કશા અર્થની રહેતી નથી.” (સ્વૈરવિહાર-૧, પૃ. ૧)
૩. “આપણે ત્યાં જ્ઞાન નહિ વિસ્તરવાનું કારણ આપણું વાડાબંધી જીવન છે.”
૩. “આપણે ત્યાં જ્ઞાન નહિ વિસ્તરવાનું કારણ આપણું વાડાબંધી જીવન છે.”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૮)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૮)}}<br>
૪. “આપણું જીવન કોમી છે.” (સ્વૈરવિહાર-૧, પૃ. ૨૯)
૪. “આપણું જીવન કોમી છે.” (સ્વૈરવિહાર-૧, પૃ. ૨૯)
૫. “હું તો માનું છું કે પૈસા ખરચવા માટે ખરચનાર જવાબદાર છે. તેટલા જ તે પૈસાથી ચકિત થનાર જવાબદાર છે.”
૫. “હું તો માનું છું કે પૈસા ખરચવા માટે ખરચનાર જવાબદાર છે. તેટલા જ તે પૈસાથી ચકિત થનાર જવાબદાર છે.”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૮૫)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૮૫)}}<br>
૬. “માણસમાં એક વિચિત્ર કબજોભોગવટાની ઇચ્છા છે અને તેમાં વિજ્ઞાન તેને ભયંકર રીતે મદદ કરે છે... આ કબજાભોગવટાની લોલુપતા કલાનો શત્રુ છે, તેટલો જ માણસાઈનો શત્રુ છે.”
૬. “માણસમાં એક વિચિત્ર કબજોભોગવટાની ઇચ્છા છે અને તેમાં વિજ્ઞાન તેને ભયંકર રીતે મદદ કરે છે... આ કબજાભોગવટાની લોલુપતા કલાનો શત્રુ છે, તેટલો જ માણસાઈનો શત્રુ છે.”
(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૦૭)
{{right|(સ્વૈરવિહાર-૧, પૃ. ૧૦૭)}}<br>
૭. “... આ દુનિયામાં કરુણમાં કરુણ અનિષ્ટ એ છે કે પોતાની મેળે ચાલવા જેટલું સત દરેક માણસ પોતામાંથી કાઢી શકતો નથી.”
૭. “... આ દુનિયામાં કરુણમાં કરુણ અનિષ્ટ એ છે કે પોતાની મેળે ચાલવા જેટલું સત દરેક માણસ પોતામાંથી કાઢી શકતો નથી.”
(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૦૪)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૦૪)}}<br>
૮. “પણ રસસૃષ્ટિમાં તો દૃષ્ટિ એ જ સર્વસ્વ છે એ મારો સિદ્ધાંત છે.
૮. “પણ રસસૃષ્ટિમાં તો દૃષ્ટિ એ જ સર્વસ્વ છે એ મારો સિદ્ધાંત છે.
(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૦૮)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૦૮)}}<br>
— આ બધાં કથનો ‘સ્વૈરવિહારી’ રામનારાયણની હાસ્ય જેમાંથી પ્રભવે છે તે વિષમતાની ગહન-સંકુલ અનુભૂતિનોયે સંકેત કરે છે.
— આ બધાં કથનો ‘સ્વૈરવિહારી’ રામનારાયણની હાસ્ય જેમાંથી પ્રભવે છે તે વિષમતાની ગહન-સંકુલ અનુભૂતિનોયે સંકેત કરે છે.
રામનારાયણ હાસ્યના મૂળ સુધી ન જવાની સલાહ આપે છે૫૮ પણ એમને એના મૂળની ગમ છે જ. અને એ ગમને કારણે જ એમના લખાણમાં માનવતાની અદબ છે. તેઓ ‘માણસથી દૂર ભાગવાની વૃત્તિને અતિ ભયંકર’ લેખે જ છે.૫૯ “માણસ માણસ સિવાયનું બીજું કાંઈ બનવું છોડી દઈને જ્યારે માણસ બનશે ત્યારે જ તે ખરેખર પૂજ્ય બનશે’૬૦ — એવું તેમનું દૃઢ મંતવ્ય છે. રામનારાયણની આવી મનુષ્ય પ્રત્યેની સમભાવવૃત્તિ એમના સ્વૈરવિહારીપણાને સાર્થકતા સમર્પે છે; ને તેથી કદાચ ‘સ્વૈરવિહારી’ જ્યોતીન્દ્રે કહ્યું છે તેમ, ‘સ્વૈરવિહારી’ રહીને પણ ‘દ્વિરેફ’ બન્યા છે.૬૧
રામનારાયણ હાસ્યના મૂળ સુધી ન જવાની સલાહ આપે છે<ref>૫૮. સ્વૈરવિહાર-૨. પૃ. ૧૨૧.</ref> પણ એમને એના મૂળની ગમ છે જ. અને એ ગમને કારણે જ એમના લખાણમાં માનવતાની અદબ છે. તેઓ ‘માણસથી દૂર ભાગવાની વૃત્તિને અતિ ભયંકર’ લેખે જ છે.<ref>૫૯. સ્વૈરવિહાર-૧, પૃ. ૧૦૮.</ref> “માણસ માણસ સિવાયનું બીજું કાંઈ બનવું છોડી દઈને જ્યારે માણસ બનશે ત્યારે જ તે ખરેખર પૂજ્ય બનશે’<ref>૬૦. એજન, પૃ. ૨૧૯. </ref> — એવું તેમનું દૃઢ મંતવ્ય છે. રામનારાયણની આવી મનુષ્ય પ્રત્યેની સમભાવવૃત્તિ એમના સ્વૈરવિહારીપણાને સાર્થકતા સમર્પે છે; ને તેથી કદાચ ‘સ્વૈરવિહારી’ જ્યોતીન્દ્રે કહ્યું છે તેમ, ‘સ્વૈરવિહારી’ રહીને પણ ‘દ્વિરેફ’ બન્યા છે.<ref>૬૧. સાહિત્યપરામર્શ, ૧૯૪૫, પૃ. ૪૭.</ref>
‘સ્વૈરવિહારી’નાં કેટલાંક લખાણો પ્રાસંગિક છે, અને તે પણ અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે તે જ્યોતીન્દ્ર દવેને ઘટિત લાગ્યું નથી;૬ર રામપ્રસાદ બક્ષીને એમનાં કેટલાંક લખાણ નાની કંડિકાઓની માલારૂપ હોવાનું જણાયું છે;૬૩ આમ છતાં તેઓ બંનેય ‘સ્વૈરવિહારી’ની નિબંધકલાની વિધેયાત્મક રીતે નોંધ લે છે.
‘સ્વૈરવિહારી’નાં કેટલાંક લખાણો પ્રાસંગિક છે, અને તે પણ અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે તે જ્યોતીન્દ્ર દવેને ઘટિત લાગ્યું નથી;<ref>૬૨. એજન, પૃ. ૪૮.</ref> રામપ્રસાદ બક્ષીને એમનાં કેટલાંક લખાણ નાની કંડિકાઓની માલારૂપ હોવાનું જણાયું છે;<ref>૬૩. વાઙ્‌મયવિમર્શ, ૧૯૭૦, પૃ. ૪૪૩</ref> આમ છતાં તેઓ બંનેય ‘સ્વૈરવિહારી’ની નિબંધકલાની વિધેયાત્મક રીતે નોંધ લે છે.
 
<ref>૫૮. સ્વૈરવિહાર-૨. પૃ. ૧૨૧.</ref>
<ref>૫૯. સ્વૈરવિહાર-૧, પૃ. ૧૦૮.</ref>
<ref>૬૦. એજન, પૃ. ૨૧૯. </ref>
<ref>૬૧. સાહિત્યપરામર્શ, ૧૯૪૫, પૃ. ૪૭.</ref>
<ref>૬૨. એજન, પૃ. ૪૮.</ref>
<ref>૬૩. વાઙ્‌મયવિમર્શ, ૧૯૭૦, પૃ. ૪૪૩</ref>

‘સ્વૈરવિહારી’ રામનારાયણમાં રહેલું કોઈ રોમૅન્ટિક મિજાજનું સર્જક રૂપ જણાય છે. ‘મનોવિહાર’માં પ્રગટ થતું એમનું ગંભીર મિજાજનું બીજું રૂપ—કહો કે ‘મનોવિહારી’નું રૂપ પણ સાહિત્યમર્મજ્ઞો માટે તો દર્શનીય જ છે. ‘મનોવિહારી’ રામનારાયણ ‘સ્વૈરવિહારી’ રામનારાયણનું જ જોડિયું રૂપ છે. એ બે મળીને એક રૂપ બને છે—પેલું ‘એક’ રૂપ, જેની ‘સ્વૈરવિહાર’ના ફલસ્વરૂપે એમની સાથે આપણેય કદાચ ઝાંખી કરી છે :

Line 114: Line 85:
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૯૮)}}<br>
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૯૮)}}<br>
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
‘મનોવિહારી’ રામનારાયણનું આમ તે ‘સ્વૈરવિહારી’ રામનારાયણમાંયે દર્શન સાહિત્યમર્મજ્ઞોએ કર્યું જ હોય. આમ છતાં ‘મનોવિહાર’માં રામનારાયણનો પ્રધાનપણે ‘પીઢ આકાર’૬૪ જોવા મળે ખરો. ‘મનોવિહાર’માં કુલ ૨૮ લેખો છે. એ લેખોમાં વિવિધ વિષયોની છણાવટ – હીરાબહેન એ ગ્રંથના નિવેદનમાં જણાવે છે તેમ ‘મનનવિહાર’ જોવા મળે છે, ‘મનોવિહાર’માં સમયદૃષ્ટિએ સૌથી પ્રથમ લેખ ૧૯૨૬માં લખાયેલો ‘પ્રેમ’ નિબંધ છે, જે વિદ્યાપીઠમાં અભ્યાસમંડળ આગળ રજૂ થયેલું વ્યાખ્યાન છે. એમાં સૌથી છેલ્લે લેખ છે ‘ઇતિહાસ-સંશોધન-સામગ્રી : પુરાણ અને લોકકથા’, જે ૨૭-૪-૧૯૫૧ના રોજ આકાશવાણી પર રજૂ થયેલ વાર્તાલાપ છે. આમ આ ગ્રંથમાં ૨૫ વર્ષના સમયપટમાં લખાયેલા લેખો છે. આ લેખોમાં વ્યાખ્યાન, પત્ર, વિચારસંક્રમણ, સંસ્મરણ આદિ વિવિધ પ્રકારો સમાવેશ પામે છે. આ લેખોમાં શરૂઆતમાં ‘પ્રેમ’, ‘મૃત્યુ વિશે કંઈક’ જેવા તત્ત્વચિંતનના લેખો તો ઇન્દુલાલ, ગિજુભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મહાદેવભાઈ અને મેઘાણીભાઈ, ગાંધીજી અને કસ્તૂરબા જેવી વ્યક્તિઓ વિશેના લેખો છે. એ લેખોમાં અહેવાલ, સંસ્મરણ, અંજલિ, જેવાં સાહિત્યસ્વરૂપો નજરે ચઢે છે. જેમ અહીં વ્યક્તિવિશેષને લગતા તેમ સ્થળવિશેષને લગતા કેટલાંક લેખો છે, જેમાં ‘ગુજરાતમાં પ્રવાસ’, ‘ધુંવાધાર અને ભેડાઘાટ’ તથા ‘વારાણસીમાં’ લેખોનો સમાવેશ થાય છે. આ લેખોમાં વર્ણનાત્મક શૈલીનો વિનિયોગ કેટલીક રીતે ધ્યાનપાત્ર છે. તેમના ‘બારડોલીનો પત્ર’ શીર્ષક હેઠળના ત્રણ પત્ર-લેખોમાં બારડોલી વિસ્તારના જનજીવનનું એક સર્વગ્રાહી નિરીક્ષણ-ચિત્ર અંકાયેલું આપણને મળે છે. આ પત્રલેખો ઈ. સ. ૧૯૨૮માં અસહકારની ચળવળ દરમ્યાન બારડોલી અંગેના તપાસપંચમાં રામનારાયણે કાર્ય કર્યું તેના ઇષ્ટ ફળરૂપ છે. રામનારાયણનું સમાજનિરીક્ષણ અને સામાજિક સ્થિતિ તથા સમસ્યાઓનું ચિંતન જેમ બારડોલીના પત્રોમાં તેમ ‘પ્રજાકીય જ્ઞાનતંતુની નબળાઈ’ લેખમાં; ‘વિચારચંક્રમણ’ના વિષયોનાં, ગુજરાતમાં સ્ત્રીઓનું સ્થાન તથા અસ્પૃશ્યતાનો પ્રશ્ન – એ વિશેનાં તેમનાં લખાણોમાં જોવા મળે છે. રામનારાયણનું કલાચિંતન ઉપર્યુક્ત સ્થળવિશેષના લેખોમાં, ખાસ કરીને મોઢેરા, અડાલજ જેવાં સ્થળોના શિલ્પસ્થાપત્યના નિરૂપણમાં તથા સંગીત અને ગરબા, કથકલિ આદિ નૃત્યપ્રકારોની સમીક્ષા-વિચારણામાં અનુસ્યૂત જણાય છે. રામનારાયણ આ લેખસંગ્રહમાં પ્રકૃતિ તથા સંસ્કૃતિના સાચા મર્મજ્ઞ તરીકે પ્રગટ થાય છે,
‘મનોવિહારી’ રામનારાયણનું આમ તે ‘સ્વૈરવિહારી’ રામનારાયણમાંયે દર્શન સાહિત્યમર્મજ્ઞોએ કર્યું જ હોય. આમ છતાં ‘મનોવિહાર’માં રામનારાયણનો પ્રધાનપણે ‘પીઢ આકાર’<ref>૬૪. વાઙ્‌મયવિમર્શ, પૃ. ૪૪૩.</ref> જોવા મળે ખરો. ‘મનોવિહાર’માં કુલ ૨૮ લેખો છે. એ લેખોમાં વિવિધ વિષયોની છણાવટ – હીરાબહેન એ ગ્રંથના નિવેદનમાં જણાવે છે તેમ ‘મનનવિહાર’ જોવા મળે છે, ‘મનોવિહાર’માં સમયદૃષ્ટિએ સૌથી પ્રથમ લેખ ૧૯૨૬માં લખાયેલો ‘પ્રેમ’ નિબંધ છે, જે વિદ્યાપીઠમાં અભ્યાસમંડળ આગળ રજૂ થયેલું વ્યાખ્યાન છે. એમાં સૌથી છેલ્લે લેખ છે ‘ઇતિહાસ-સંશોધન-સામગ્રી : પુરાણ અને લોકકથા’, જે ૨૭-૪-૧૯૫૧ના રોજ આકાશવાણી પર રજૂ થયેલ વાર્તાલાપ છે. આમ આ ગ્રંથમાં ૨૫ વર્ષના સમયપટમાં લખાયેલા લેખો છે. આ લેખોમાં વ્યાખ્યાન, પત્ર, વિચારસંક્રમણ, સંસ્મરણ આદિ વિવિધ પ્રકારો સમાવેશ પામે છે. આ લેખોમાં શરૂઆતમાં ‘પ્રેમ’, ‘મૃત્યુ વિશે કંઈક’ જેવા તત્ત્વચિંતનના લેખો તો ઇન્દુલાલ, ગિજુભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મહાદેવભાઈ અને મેઘાણીભાઈ, ગાંધીજી અને કસ્તૂરબા જેવી વ્યક્તિઓ વિશેના લેખો છે. એ લેખોમાં અહેવાલ, સંસ્મરણ, અંજલિ, જેવાં સાહિત્યસ્વરૂપો નજરે ચઢે છે. જેમ અહીં વ્યક્તિવિશેષને લગતા તેમ સ્થળવિશેષને લગતા કેટલાંક લેખો છે, જેમાં ‘ગુજરાતમાં પ્રવાસ’, ‘ધુંવાધાર અને ભેડાઘાટ’ તથા ‘વારાણસીમાં’ લેખોનો સમાવેશ થાય છે. આ લેખોમાં વર્ણનાત્મક શૈલીનો વિનિયોગ કેટલીક રીતે ધ્યાનપાત્ર છે. તેમના ‘બારડોલીનો પત્ર’ શીર્ષક હેઠળના ત્રણ પત્ર-લેખોમાં બારડોલી વિસ્તારના જનજીવનનું એક સર્વગ્રાહી નિરીક્ષણ-ચિત્ર અંકાયેલું આપણને મળે છે. આ પત્રલેખો ઈ. સ. ૧૯૨૮માં અસહકારની ચળવળ દરમ્યાન બારડોલી અંગેના તપાસપંચમાં રામનારાયણે કાર્ય કર્યું તેના ઇષ્ટ ફળરૂપ છે. રામનારાયણનું સમાજનિરીક્ષણ અને સામાજિક સ્થિતિ તથા સમસ્યાઓનું ચિંતન જેમ બારડોલીના પત્રોમાં તેમ ‘પ્રજાકીય જ્ઞાનતંતુની નબળાઈ’ લેખમાં; ‘વિચારચંક્રમણ’ના વિષયોનાં, ગુજરાતમાં સ્ત્રીઓનું સ્થાન તથા અસ્પૃશ્યતાનો પ્રશ્ન – એ વિશેનાં તેમનાં લખાણોમાં જોવા મળે છે. રામનારાયણનું કલાચિંતન ઉપર્યુક્ત સ્થળવિશેષના લેખોમાં, ખાસ કરીને મોઢેરા, અડાલજ જેવાં સ્થળોના શિલ્પસ્થાપત્યના નિરૂપણમાં તથા સંગીત અને ગરબા, કથકલિ આદિ નૃત્યપ્રકારોની સમીક્ષા-વિચારણામાં અનુસ્યૂત જણાય છે. રામનારાયણ આ લેખસંગ્રહમાં પ્રકૃતિ તથા સંસ્કૃતિના સાચા મર્મજ્ઞ તરીકે પ્રગટ થાય છે,

<ref>૬૪. વાઙ્‌મયવિમર્શ, પૃ. ૪૪૩.</ref>
રામનારાયણ ‘તેજસ્વી ગાંધીયુગના તેજોભાગી’<ref>૬૫. હીરાબહેન પાઠક, મનોવિહાર, ૧૯૫૮, નિવેદન, પૃ. ૧૩.</ref> થયેલ લેખક છે. ગાંધી-સંસ્કારના રંગે રંગાયેલ કાકાસાહેબ, સ્વામી આનંદ, મહાદેવભાઈ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાલા, પંડિત સુખલાલજી વગેરેની સાથે રામનારાયણે પણ શબ્દ દ્વારા ગાંધીજીને અભિમત એવા જીવનદર્શનનો જ મહિમા કર્યો જણાય છે. રામનારાયણે ગાંધીજીના સમકાલીન હોવામાં જીવનની ધન્યતા પણ અનુભવી છે.<ref>૬૬. મનોવિહાર, પૃ. ૨૨૯.</ref> તેમણે ગાંધીજીની કાર્યપદ્ધતિ ‘ધર્મ પ્રવર્તક’ની પદ્ધતિ હોવાનું જણાવ્યું છે. તેમણે ગાંધીજીના વ્યક્તિત્વ તથા કર્મજીવનની જે વિશેષતાઓ છે તેનું સમુચિત મર્મદર્શન ‘પૂજ્ય ગાંધીજી અને કસ્તૂરબા’ લેખમાં કરાવ્યું છે તેમણે ગાંધીજીનું તેજસ્વી ચિત્ર સુંદર શબ્દોમાં રજૂ કરતાં લખ્યું છે :  
 
રામનારાયણ ‘તેજસ્વી ગાંધીયુગના તેજોભાગી’૬૫ થયેલ લેખક છે. ગાંધી-સંસ્કારના રંગે રંગાયેલ કાકાસાહેબ, સ્વામી આનંદ, મહાદેવભાઈ, નરહરિ પરીખ, કિશોરલાલ મશરૂવાલા, પંડિત સુખલાલજી વગેરેની સાથે રામનારાયણે પણ શબ્દ દ્વારા ગાંધીજીને અભિમત એવા જીવનદર્શનનો જ મહિમા કર્યો જણાય છે. રામનારાયણે ગાંધીજીના સમકાલીન હોવામાં જીવનની ધન્યતા પણ અનુભવી છે.૬૬ તેમણે ગાંધીજીની કાર્યપદ્ધતિ ‘ધર્મ પ્રવર્તક’ની પદ્ધતિ હોવાનું જણાવ્યું છે. તેમણે ગાંધીજીના વ્યક્તિત્વ તથા કર્મજીવનની જે વિશેષતાઓ છે તેનું સમુચિત મર્મદર્શન ‘પૂજ્ય ગાંધીજી અને કસ્તૂરબા’ લેખમાં કરાવ્યું છે તેમણે ગાંધીજીનું તેજસ્વી ચિત્ર સુંદર શબ્દોમાં રજૂ કરતાં લખ્યું છે :  
 
<ref>૬૫. હીરાબહેન પાઠક, મનોવિહાર, ૧૯૫૮, નિવેદન, પૃ. ૧૩.</ref>
<ref>૬૬. મનોવિહાર, પૃ. ૨૨૯.</ref>

“તેઓ (ગાંધીજી) મને મનુષ્યના કરતાં ગૂઢ કુદરતી બળ જેવા લાગે છે. કુદરત એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ, માત્ર સૂક્ષ્મદર્શક યંત્રથી દેખી શકાય તેવા રેસાને કે જંતુને રસથી પોષે છે. અને એ જ કુદરત આ૫ણને અગમ્ય કેાઈ હેતુને માટે દરિયા ઉછાળે છે, પર્વતો તોડે છે. દેશના દેશ ઉદ્‌ધ્વસ્ત કરે છે. કુદરતમાં ગૂઢ રીતે, આપણને અદૃશ્યરૂપે વરાળ ઉપર ચઢે છે, તેમાંથી કડાકા અને વજ્રપાત સાથે વરસાદ વરસે છે, અને વરસાદથી ભીંજેલી પૃથ્વી ઉપર સપ્તરંગી મેઘધનુષ્ય ખેંચાઈ અપૂર્વ લીલા વિસ્તરે છે. ગાંધીજી એવી રીતે એક જંતુની અને પામરમાં પામર મનુષ્યની સેવા માંડે, અને હજારોનો નાશ પણ કરે. કુદરત એક નમૂનો(type) સિદ્ધ કરવા અસંખ્ય વ્યક્તિઓને ક્રૂર રીતે મારે છે, ગાંધીજી એક સત્ય સિદ્ધ કરવા ગમે તેટલો ભોગ આપવા તૈયાર છે. ખુલ્લામાં ખુલ્લા અને નિખાલસ છતાં, તેમના આત્મગહનમાંથી સ્ફુરતાં બળો કુદરત જેવાં ગૂઢ છે, એકલ છે, અમેય છે, અપ્રતિરુદ્ધ છે.”

(મનોવિહાર, પૃ. ૨૪૭-૨૪૮)
{[right|(મનોવિહાર, પૃ. ૨૪૭-૨૪૮)}}<br>
આમ પૂજ્ય ગાંધીજી વિશે ‘પૂજ્ય ગાંધીજી અને કસ્તૂરબા’ લેખમાં રામનારાયણે લખ્યું છે, પરંતુ પૂજ્ય કસ્તૂરબા વિશે તો મૌનથી જ બોલવાનું એમણે રાખ્યું જણાય છે! રામનારાયણને કસ્તૂરબા પ્રત્યે ‘એક આદર્શભૂત હિંદુ આર્ય સ્ત્રી’૬૭ તરીકે અત્યંત આદર જણાય છે. રામનારાયણે ઇન્દુલાલનો ‘ગુજરાતની જુવાની અને મરદાની, ઉદારતા અને સરલતા’૬૮ એવી સમીકરણાત્મક ઉક્તિથી પરિચય આપ્યો છે. રામનારાયણે ગિજુભાઈનો પરિચય આપતાં એમના વિવેક ને તાટસ્થ્યનો, નિખાલસતા અને સચ્ચાઈનો પણ ખ્યાલ આપણને આપેલો જણાય છે. ગિજુભાઈના વ્યક્તિત્વની સંકુલતાને તેઓ સારી રીતે નિરૂપી શક્યા છે. એમના આ નિરૂપણમાં ગાંધીજીના જીવનકાર્યનું સમતલ મૂલ્યાંકન પણ અનુસ્યૂત હોવાનું પ્રતીત થાય છે. રામનારાયણના આનંદશંકરભાઈ વિશેનાં સંસ્મરણો એ પ્રકારનાં છે કે જેથી આનંદશંકરભાઈના સામાન્યતયા પરિચિત વ્યક્તિત્વમાં સવિશેષ રસ-કૌતુક જાગે. આનંદશંકરભાઈના સ્વચ્છશુચિ ને છતાં રસભરપૂર, ભાગવતપરાયણ જીવનનો અહીં પ્રેરણાદાયી પરિચય થાય છે. ન્હાનાલાલના કવિમિજાજની તાસીર બતાવતાં સંસ્મરણો ‘કવિશ્રી નાનાલાલ’ લેખમાં અંકિત થયાં છે. તેમણે મહાદેવભાઈના સમર્પણભાવને ઉપસાવતાં એમની ડાયરીઓને જગતસાહિત્યમાંના એક અનન્ય પ્રદાન તરીકે૬૯ ઓળખાવી છે. રામનારાયણે ઝવેરચંદ મેઘાણી સાથેની પોતાની મૈત્રીનેય ‘સાહિત્યમૈત્રી’૭૦ તરીકે વર્ણવી છે. તેમના વિશેનાં સંસ્મરણોમાં જેલનિવાસ અંગેની વીગતો મહત્ત્વની ગણાય.
આમ પૂજ્ય ગાંધીજી વિશે ‘પૂજ્ય ગાંધીજી અને કસ્તૂરબા’ લેખમાં રામનારાયણે લખ્યું છે, પરંતુ પૂજ્ય કસ્તૂરબા વિશે તો મૌનથી જ બોલવાનું એમણે રાખ્યું જણાય છે! રામનારાયણને કસ્તૂરબા પ્રત્યે ‘એક આદર્શભૂત હિંદુ આર્ય સ્ત્રી’<ref>૬૭. મનોવિહાર, પૃ ૨૪૯.</ref> તરીકે અત્યંત આદર જણાય છે. રામનારાયણે ઇન્દુલાલનો ‘ગુજરાતની જુવાની અને મરદાની, ઉદારતા અને સરલતા’<ref>૬૮. એજન, પૃ. ૩૮.</ref> એવી સમીકરણાત્મક ઉક્તિથી પરિચય આપ્યો છે. રામનારાયણે ગિજુભાઈનો પરિચય આપતાં એમના વિવેક ને તાટસ્થ્યનો, નિખાલસતા અને સચ્ચાઈનો પણ ખ્યાલ આપણને આપેલો જણાય છે. ગિજુભાઈના વ્યક્તિત્વની સંકુલતાને તેઓ સારી રીતે નિરૂપી શક્યા છે. એમના આ નિરૂપણમાં ગાંધીજીના જીવનકાર્યનું સમતલ મૂલ્યાંકન પણ અનુસ્યૂત હોવાનું પ્રતીત થાય છે. રામનારાયણના આનંદશંકરભાઈ વિશેનાં સંસ્મરણો એ પ્રકારનાં છે કે જેથી આનંદશંકરભાઈના સામાન્યતયા પરિચિત વ્યક્તિત્વમાં સવિશેષ રસ-કૌતુક જાગે. આનંદશંકરભાઈના સ્વચ્છશુચિ ને છતાં રસભરપૂર, ભાગવતપરાયણ જીવનનો અહીં પ્રેરણાદાયી પરિચય થાય છે. ન્હાનાલાલના કવિમિજાજની તાસીર બતાવતાં સંસ્મરણો ‘કવિશ્રી નાનાલાલ’ લેખમાં અંકિત થયાં છે. તેમણે મહાદેવભાઈના સમર્પણભાવને ઉપસાવતાં એમની ડાયરીઓને જગતસાહિત્યમાંના એક અનન્ય પ્રદાન તરીકે<ref>૬૯. એજન, પૃ. ૮૧.</ref> ઓળખાવી છે. રામનારાયણે ઝવેરચંદ મેઘાણી સાથેની પોતાની મૈત્રીનેય ‘સાહિત્યમૈત્રી’<ref>૭૦. એજન, પૃ. ૮૫.</ref> તરીકે વર્ણવી છે. તેમના વિશેનાં સંસ્મરણોમાં જેલનિવાસ અંગેની વીગતો મહત્ત્વની ગણાય.
રામનારાયણે મોઢેરા, અડાલજ આદિની વાત એક વિનમ્ર કલારસિક તરીકે જ કરી છે; પરંતુ એમાંયે આપણાં પુરાણાં શિલ્પસ્થાપત્યોના અભ્યાસ-સરંક્ષણ વગેરે બાબતનો ચિંતાભાવ પણ પ્રગટ થાય છે ખરો. રામનારાયણ ગુજરાતનાં તળાવો૭૧ અને વાવોની શોભામાં૭ર ગુજરાતની શેભા નિહાળે છે. તેઓ આપણી પરંપરાગત મૂર્તિકલાના બહુ બારીક અભ્યાસની આવશ્યકતા જુએ છે.૭૩ આ રામનારાયણ માનવકૃત કલાસૌન્દર્યનું રસપૂર્વક દર્શન કરતાં, પ્રાકૃતિક કલાસૌન્દર્યનુંયે દર્શન કરવાનું ચૂકતા નથી. એમના પ્રાકૃતિક દર્શનની પ્રગાઢતા નર્મદાના ખડકો વિશેના નીચેના વર્ણનમાંયે પ્રતીત થશે :
રામનારાયણે મોઢેરા, અડાલજ આદિની વાત એક વિનમ્ર કલારસિક તરીકે જ કરી છે; પરંતુ એમાંયે આપણાં પુરાણાં શિલ્પસ્થાપત્યોના અભ્યાસ-સરંક્ષણ વગેરે બાબતનો ચિંતાભાવ પણ પ્રગટ થાય છે ખરો. રામનારાયણ ગુજરાતનાં તળાવો<ref>૭૧. એજન, પૃ. ૯૦.</ref> અને વાવોની શોભામાં<ref>૭૨. એજન, પૃ. ૯૮</ref> ગુજરાતની શેભા નિહાળે છે. તેઓ આપણી પરંપરાગત મૂર્તિકલાના બહુ બારીક અભ્યાસની આવશ્યકતા જુએ છે.<ref>૭૩. મનોવિહાર, પૃ. ૨૦૧.</ref> આ રામનારાયણ માનવકૃત કલાસૌન્દર્યનું રસપૂર્વક દર્શન કરતાં, પ્રાકૃતિક કલાસૌન્દર્યનુંયે દર્શન કરવાનું ચૂકતા નથી. એમના પ્રાકૃતિક દર્શનની પ્રગાઢતા નર્મદાના ખડકો વિશેના નીચેના વર્ણનમાંયે પ્રતીત થશે :
 
<ref>૬૭. મનોવિહાર, પૃ ૨૪૯.</ref>
<ref>૬૮. એજન, પૃ. ૩૮.</ref>
<ref>૬૯. એજન, પૃ. ૮૧.</ref>
<ref>૭૦. એજન, પૃ. ૮૫.</ref>
<ref>૭૧. એજન, પૃ. ૯૦.</ref>
<ref>૭૨. એજન, પૃ. ૯૮</ref>
<ref>૭૩. મનોવિહાર, પૃ. ૨૦૧.</ref>

“આખું દૃશ્ય જાણે કાલના આદિથી નદી અને ખડકો વચ્ચે ચાલતા યુદ્ધની પ્રતીતિ કરાવે છે. ખડકો, પોતાને ચીરીને જતી નદી ઉપર લાચાર છતાં ભયંકર, નદીના વેગથી ઢળીને ધસી પડેલા છતાં અડગ, અને કાલના અને પાણીના જખમો અને ઉઝરડા સંભારી રાખતા અને ખુલ્લી રીતે દેખાડતા, હજી પણ જાણે નદી સાથે સમાધાન ન થયું હોય અને તેનું વહન ન ખમાતું હોય તેમ, હાર્યા છતાં પોતાની દૃઢતા અને ઉચ્ચતાનું ભાન જરા પણ કમી ન થયું હોય તેમ, નર્મદા ઉપર વિકરાળ મોં ફાડી, અતડા ઊર્ધ્વ ઝઝૂમી રહ્યા છે. અને નદી પણ જાણે પોતાની ભયંકર પરિસ્થિતિ સમજતી હોય તેમ, જરા પણ અવાજ કર્યા વિના એ ખડકોમાંથી છાનીમાની આડોઅવળો પોતાનો રસ્તો શોધતી, નાની વયમાં મોટા શત્રુ સામે થવાનું આવી પડ્યું હોય તેમ, નાજુક પણ ગંભીર ચાલી જાય છે.”

(મનોવિહાર, પૃ. ૧૦૬)
{{right|(મનોવિહાર, પૃ. ૧૦૬)}}<br>
‘વારાણસીમાં’ – એ લેખમાં રામનારાયણે વારાણસી જેનું પ્રતિનિધિત્વ કરે છે તે ત્યાંની કલા-સંસ્કૃતિનું યત્કિંચિત્‌ મર્મદર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. એમના વારાણસી-દર્શનમાં એમની સ્વદેશપ્રકૃતિ, વિદ્યાકલાપ્રીતિ ને શિક્ષણપ્રીતિ – આ સર્વની મહેક સ્ફૂરે છે. બારડોલીના પત્રમાં એ વિસ્તારના ગ્રામજીવનની– આદિવાસી જીવનની એમની નિરીક્ષા પ્રગટ થાય છે. એમાં રામનારાયણ એક સમાજશાસ્ત્રી-અર્થશાસ્ત્રઓની સમજ ને શિસ્તથી ત્યાંના જનજીવનનું નિરીક્ષણ કરીને વ્યવસ્થિત અહેવાલ રજૂ કરે છે. આ રજૂઆત રામનારાયણનું જીવનદર્શન એકાંગી કે સંકુચિત નહિ હોવાની ગવાહી આપે છે. ખરેખર તો બારડોલીના અનુભવો જેવા જે અનુભવો, એ એમના સર્જકજીવનનો – સાક્ષરજીવનનોયે પરિપોષ કરનારાં અને સમૃદ્ધ કરનારાં પરિબળોરૂપ હોય એમ સહેજેય જણાય, રામનારાયણે બારડોલીના પત્રોમાં ગ્રામજીવનનું નિરીક્ષણ કરતાં એક વાત સચોટ રીતે કહી છે :  

“ગામડાનું જીવન તંદુરસ્તીમાં, સાદાઈમાં, સરલતામાં નીતિમાં વધારે સારું હોય એ તો માત્ર કવિઓની કલ્પનામાં જ રહ્યું છે. આપણો જ્ઞાનવાળો અને સંસ્કારી વર્ગ ગામડાને સુધારવાની પોતાની ફરજ નહિ સમજે તો ગામડાં અને તેને લીધે આખો દેશ ઊતરતાં જશે.”

(મનોવિહાર, પૃ. ૧૬૧)
{{right|(મનોવિહાર, પૃ. ૧૬૧)}}<br>
રામનારાયણે ‘પ્રજાની જ્ઞાનતંતુની નબળાઈ’ લેખમાં પ્રજાનાં રૂઢિગત વલણો પાછળની કારણ-ભૂમિકા સમજવા-સમજાવવાનો મૌલિક પ્રયત્ન કર્યો છે. ‘રૂઢિઓ તૂટવાના, જીવન આદર્શ બદલાવાના, નવી વિચારપદ્ધતિઓ-કાર્ય-પદ્ધતિઓ શોધવાના જમાનામાં તેઓ પ્રજાની ‘આંતરસ્વસ્થતા’ માટેની કેળવણી પર ખાસ ભાર મૂકે છે.૭૪ તેઓ આ માટે આકાશદર્શનનો જે મહિમા કરે છે તે ઉલ્લેખનીય છે.૭૫ રામનારાયણ આપણા પ્રજાકીય હ્રાસ પાછળ આપણી જડતા ને નિંદાપ્રિયતા કારણભૂત હોવાનું જણાવે છે અને તે કારણે જ આપણી પ્રજાની નવસર્જનની શક્તિને સહન કરવું પડતું હોવાનું તેમનું મંતવ્ય છે.૭૬ તેઓ આપણું લગ્નસંસ્થામાંયે સમયાનુરૂપ ફેરફારો ઇચ્છે છે.૭૭ રામનારાયણે ગુજરાતમાં સ્ત્રીઓના પ્રમાણમાં માનભર્યા સ્થાન વિશે વિચાર કરતાં તેમાં ગાંધીજીના કાર્યની મદદનોયે અણસાર આપ્યો છે. તેમણે અસ્પૃશ્યતાના પાલનમાં દંભનું ભયંકર પ્રમાણ જોયું છે.૭૮ અને તેથી જ તેઓ તેને મિથ્યાચારરૂપ - અધર્મરૂપ લેખે છે. રામનારાયણે મૂર્તિપૂજાની હિન્દુધર્મને વર્તમાન કે ભવિષ્યમાં ઉપકારકતા હોવા વિશે નકાર ભણ્યો છે.૭૯ પણ તે પ્રશ્ન વધુ ઊંડી ચર્ચા માગી લે એવો અનેક પરિમાણોયુક્ત, સંકુલ છે.
રામનારાયણે ‘પ્રજાની જ્ઞાનતંતુની નબળાઈ’ લેખમાં પ્રજાનાં રૂઢિગત વલણો પાછળની કારણ-ભૂમિકા સમજવા-સમજાવવાનો મૌલિક પ્રયત્ન કર્યો છે. ‘રૂઢિઓ તૂટવાના, જીવન આદર્શ બદલાવાના, નવી વિચારપદ્ધતિઓ-કાર્ય-પદ્ધતિઓ શોધવાના જમાનામાં તેઓ પ્રજાની ‘આંતરસ્વસ્થતા’ માટેની કેળવણી પર ખાસ ભાર મૂકે છે.<ref>૭૪. મનોવિહાર, પૃ. ૨૦૧.</ref> તેઓ આ માટે આકાશદર્શનનો જે મહિમા કરે છે તે ઉલ્લેખનીય છે.<ref>૭૫. એજન, પૃ. ૨૦૧-૨૦૨.</ref> રામનારાયણ આપણા પ્રજાકીય હ્રાસ પાછળ આપણી જડતા ને નિંદાપ્રિયતા કારણભૂત હોવાનું જણાવે છે અને તે કારણે જ આપણી પ્રજાની નવસર્જનની શક્તિને સહન કરવું પડતું હોવાનું તેમનું મંતવ્ય છે.<ref>૭૬. એજન, પૃ. ૨૦૪-૨૦૫.</ref> તેઓ આપણું લગ્નસંસ્થામાંયે સમયાનુરૂપ ફેરફારો ઇચ્છે છે.<ref>૭૭. એજન, પૃ. ૨૦૭.</ref> રામનારાયણે ગુજરાતમાં સ્ત્રીઓના પ્રમાણમાં માનભર્યા સ્થાન વિશે વિચાર કરતાં તેમાં ગાંધીજીના કાર્યની મદદનોયે અણસાર આપ્યો છે. તેમણે અસ્પૃશ્યતાના પાલનમાં દંભનું ભયંકર પ્રમાણ જોયું છે.<ref>૭૮. એજન, પૃ. ૨૨૫.</ref> અને તેથી જ તેઓ તેને મિથ્યાચારરૂપ - અધર્મરૂપ લેખે છે. રામનારાયણે મૂર્તિપૂજાની હિન્દુધર્મને વર્તમાન કે ભવિષ્યમાં ઉપકારકતા હોવા વિશે નકાર ભણ્યો છે.<ref>૭૯. એજન, પૃ. ૨૨૮.</ref> પણ તે પ્રશ્ન વધુ ઊંડી ચર્ચા માગી લે એવો અનેક પરિમાણોયુક્ત, સંકુલ છે.
રામનારાયણે નાટક, ગરબા, રાસ, નૃત્ય, ભવાઈ ઇત્યાદિને લગતું જે વિચારચંક્રમણ કર્યું છે તેમાં એમની કલાતત્ત્વની સૂક્ષ્મ સૂઝબૂઝ ડોકાયા વિના રહેતી નથી. મુંબઈના નવરાતના ઉત્સવમાં થતા રાસગરબાઓનાં વાંધાભરેલાં તત્ત્વોની સમીક્ષા કરતાં તેઓ એક ખૂબ જ અગત્યની વાત કહે છે કે ‘સમાજને કેળવવાને બદલે આપણે તેની ખુશામત કરીએ છીએ.’૮૦ રામનારાયણ એવી ખુશામતના કટ્ટર વિરોધી છે. હીંચના પ્રસંગે ગાગરને બદલે લોટો લઈને તેનેય બે હાથે ઝાલવાની ચેષ્ટાની એમની ટીકા કલાગત સૂક્ષ્મ સત્યના દૃષ્ટિકોણથી થયેલી જણાય છે.૮૧ તેઓ હિંદી સંગીતમાં વીણા જેવા ભારતીય વાદ્યનું સ્થાન હોવું ઘટે એમ માનનારા છે અને એનું સ્થાન વાયોલીનને અપાય તે તેમને ઠીક લાગતું નથી.૮૨ રામનારાયણ કથકલિની કડીબદ્ધ માહિતી આપતાં એ નૃત્ય-પ્રકારની વિશેષતાઓને જાણવા-સમજવા માટેના વિધેયાત્મક અભિગમની જિકર કરે છે. તેઓ આપણાં લોકપ્રચલિત કલારૂપોના સંનિષ્ઠ અભ્યાસની આવશ્યકતા પણ ભારપૂર્વક નિર્દેશે છે.
રામનારાયણે નાટક, ગરબા, રાસ, નૃત્ય, ભવાઈ ઇત્યાદિને લગતું જે વિચારચંક્રમણ કર્યું છે તેમાં એમની કલાતત્ત્વની સૂક્ષ્મ સૂઝબૂઝ ડોકાયા વિના રહેતી નથી. મુંબઈના નવરાતના ઉત્સવમાં થતા રાસગરબાઓનાં વાંધાભરેલાં તત્ત્વોની સમીક્ષા કરતાં તેઓ એક ખૂબ જ અગત્યની વાત કહે છે કે ‘સમાજને કેળવવાને બદલે આપણે તેની ખુશામત કરીએ છીએ.’<ref>૮૦. એજન, પૃ. ૧૮૧.</ref> રામનારાયણ એવી ખુશામતના કટ્ટર વિરોધી છે. હીંચના પ્રસંગે ગાગરને બદલે લોટો લઈને તેનેય બે હાથે ઝાલવાની ચેષ્ટાની એમની ટીકા કલાગત સૂક્ષ્મ સત્યના દૃષ્ટિકોણથી થયેલી જણાય છે.<ref>૮૧. મનોવિહાર, પૃ. ૧૮૧–૧૮૨.</ref> તેઓ હિંદી સંગીતમાં વીણા જેવા ભારતીય વાદ્યનું સ્થાન હોવું ઘટે એમ માનનારા છે અને એનું સ્થાન વાયોલીનને અપાય તે તેમને ઠીક લાગતું નથી.<ref>૮૨. એજન, પૃ. ૧૮૫.</ref> રામનારાયણ કથકલિની કડીબદ્ધ માહિતી આપતાં એ નૃત્ય-પ્રકારની વિશેષતાઓને જાણવા-સમજવા માટેના વિધેયાત્મક અભિગમની જિકર કરે છે. તેઓ આપણાં લોકપ્રચલિત કલારૂપોના સંનિષ્ઠ અભ્યાસની આવશ્યકતા પણ ભારપૂર્વક નિર્દેશે છે.
 
<ref>૭૪. મનોવિહાર, પૃ. ૨૦૧.</ref>
<ref>૭૫. એજન, પૃ. ૨૦૧-૨૦૨.</ref>
<ref>૭૬. એજન, પૃ. ૨૦૪-૨૦૫.</ref>
<ref>૭૭. એજન, પૃ. ૨૦૭.</ref>
<ref>૭૮. એજન, પૃ. ૨૨૫.</ref>
<ref>૭૯. એજન, પૃ. ૨૨૮.</ref>
<ref>૮૦. એજન, પૃ. ૧૮૧.</ref>
<ref>૮૧. મનોવિહાર, પૃ. ૧૮૧–૧૮૨.</ref>
<ref>૮૨. એજન, પૃ. ૧૮૫.</ref>

રામનારાયણની તત્ત્વચિંતક પ્રકૃતિનો સઘનતાએ પરિચય થાય છે આ નિબંધગુચ્છમાંના શરૂઆતના ત્રણ-ચાર નિબંધોમાં. ‘પ્રેમ’ એમનો એક બળવાન નિબંધ છે. આ નિબંધમાંની એમની ચર્ચા અને ચર્ચાનું ઉપક્રમ- સ્વરૂપ ઉભય ધ્યાનથી જોવા જેવાં છે. પ્રમાણશાસ્ત્રી-તર્કશાસ્ત્રીની પ્રતિભા વિચારોના ક્રમિક વિકાસનિરૂપણમાં સુઘટિત રીતે સહાયક થાય છે. રામનારાયણ ‘પ્રેમ’-વિષયક પોતાના વક્તવ્યનો ઉપસંહાર કરતાં લખે છે :

“પ્રેમમાંથી ઉત્કૃષ્ટ આનંદ મળે છે એ ખરું પણ તે તેમાંથી નિષ્પન્ન થતું પરિણામ છે; પ્રેમની ઉત્પત્તિ તેમાંથી કે તે ખાતર નથી. પ્રેમમાંથી મળતો આનંદ એ ચેતનના વિજયનો આનંદ છે, વિશાળ પ્રયોજનની સાધનાને કે સિદ્ધિનો આનંદ છે. પ્રયોજન વિનાનું જીવન ખાલી છે. પોકળ છે, તેમાં પ્રેમને સ્થાન નથી, એ મારું વક્તવ્ય છે. અને ખાસ તો મારે એ કહેવાનું છે કે સ્વાર્થવૃત્તિ એ પ્રેમનો જન્મશત્રુ છે.”

(મનોવિહાર, પૃ. ૧૬)
{{right|(મનોવિહાર, પૃ. ૧૬)}}<br>
રામનારાયણ પ્રેમતત્ત્વનો સમષ્ટિહિત અને તે સાથે વૈશ્વિક તત્ત્વબોધ સાથેનો પ્રગાઢ સંબંધ દર્શાવે છે. આ સંદર્ભે ઉપેન્દ્ર પંડ્યાએ કેટલીક મૂળગામી ચર્ચા કરી છે તે પણ ચિંત્ય છે.
રામનારાયણ પ્રેમતત્ત્વનો સમષ્ટિહિત અને તે સાથે વૈશ્વિક તત્ત્વબોધ સાથેનો પ્રગાઢ સંબંધ દર્શાવે છે. આ સંદર્ભે ઉપેન્દ્ર પંડ્યાએ કેટલીક મૂળગામી ચર્ચા કરી છે તે પણ ચિંત્ય છે.
અન્યત્ર રામનારાયણ પ્રેમ અને સત્યને આ રીતે સાંકળે છે.૮૩
અન્યત્ર રામનારાયણ પ્રેમ અને સત્યને આ રીતે સાંકળે છે.<ref>૮૩. ગુજરાત સાહિત્ય સભા કાર્યવહી, સને ૧૯૫૬. પૃ. ૧૧૪-૧૧૫.</ref>
“નિઃસીમ પ્રેમવાળું હૃદય જ સમગ્ર જગતને સ્પર્શી શકે છે, અને એ સ્પર્શમાંથી જગતનાં મહાન સત્યોનો સાક્ષાત્કાર કરે છે.”
“નિઃસીમ પ્રેમવાળું હૃદય જ સમગ્ર જગતને સ્પર્શી શકે છે, અને એ સ્પર્શમાંથી જગતનાં મહાન સત્યોનો સાક્ષાત્કાર કરે છે.”
(મનોવિહાર, પૃ ૨૪૨)
{{right|(મનોવિહાર, પૃ. ૧૬)}}<br>
 
<ref>૮૩. ગુજરાત સાહિત્ય સભા કાર્યવહી, સને ૧૯૫૬. પૃ. ૧૧૪-૧૧૫.</ref>
 
રામનારાયણે ‘સત્યમેવ જયતે’ લેખમાં ‘જ્યતે’ ક્રિયાપદની સાર્થકતા ચીંધી ‘માણસને પોતાનો ઉત્કર્ષ સત્યમાં જ છે’૮૪ એ દર્શાવી સત્યનો માણસના અનુભવ સાથેનો સંબંધ તેમણે ઉપસાવી આપ્યો છે. તેમણે અન્યત્ર ‘પણ સત્યદર્શન પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે’ એ દર્શાવી આપ્યું જ છે.૮૫ રામનારાયણે ‘માનવની વિશેષતા’ લેખમાં મનુષ્યની વિશેષતા એની ‘કાલબુદ્ધિ’ (‘સેન્સ ઑફ ટાઇમ’)માં હોવાનું જણાવ્યું છે અને એ મનુષ્યબુદ્ધિ હજુ દિક્‌ના પરિમાણમાં વિચારવા માટે જેટલી પુખ્ત થયેલી છે તેટલી કાલના પરિમાણમાં વિચારવા માટે થઈ નથી એમ તેમનું કહેવાનું છે.૮૬ રામનારાયણે મૃત્યુ વિશે વિચાર કરતાં, મૃત્યુના અનુષંગે જીવનનો વિચાર કરતાં ‘જીવનનું સાર્થક્ય જીવનના ત્યાગમાં રહેલું છે’ – એવો જે વિલક્ષણ વિરોધાભાસ, તે તરફ અંગુલિનિર્દેશ કર્યો છે અને એ રીતે મૃત્યુની અંતર્ગત જે અ-મૃત રહસ્ય, તેની વ્યંજના કરી છે. રામનારાયણનાં જેમ મૃત્યુ અને જીવનનાં, પ્રેમ અને સત્યનાં તેમ કાળનાં – ઇતિહાસ ને પુરાણનાં રહસ્યોમાંયે તીવ્ર રસ જણાય છે, અને તેઓ ઇતિહાસ-પુરાણના વસ્તુગત ને કાલગત રહસ્યોની ચૈતન્યગર્ભ જે શૃંખલા, તેના અંકોડા મેળવવા—એને જિંદાદિલીને ઇષ્ટ એવી પ્રવૃત્તિ લેખે છે. રામનારાયણ એ રીતે ઇતિહાસ-પુરાણ-લોકકથાનાં સંશોધનોમાંયે કાલદેવતાની સાક્ષાત્કૃતિ – સત્યદેવતાની જ વ્યાપકતર સંદર્ભમાં ઉપાસના પ્રતીત કરતા જણાય છે.
રામનારાયણ આ લેખોમાં એમની ધીરગંભીર વિચારશક્તિના ઠીક ઠીક નવોન્મેષો દાખવે છે. આ લેખોની લખાવટમાં કટાક્ષ, વિનોદથી માંડીને તલસ્પર્શી ગહનતા, સૂક્ષ્મતા અને સ્પષ્ટતા આવ્યાં હોવાથી તેની જે હૃદય- સ્પર્શિતા હસિત બૂચ પ્રતીત કરે છે તે સમજી શકાય એમ છે.૮૭
 
<ref>૮૪. મનોવિહાર, પૃ. ૧૮. </ref>
રામનારાયણે ‘સત્યમેવ જયતે’ લેખમાં ‘જ્યતે’ ક્રિયાપદની સાર્થકતા ચીંધી ‘માણસને પોતાનો ઉત્કર્ષ સત્યમાં જ છે’<ref>૮૪. મનોવિહાર, પૃ. ૧૮. </ref> એ દર્શાવી સત્યનો માણસના અનુભવ સાથેનો સંબંધ તેમણે ઉપસાવી આપ્યો છે. તેમણે અન્યત્ર ‘પણ સત્યદર્શન પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે’ એ દર્શાવી આપ્યું જ છે.<ref>૮૫. એજન, પૃ. ૨૪૨.</ref> રામનારાયણે ‘માનવની વિશેષતા’ લેખમાં મનુષ્યની વિશેષતા એની ‘કાલબુદ્ધિ’ (‘સેન્સ ઑફ ટાઇમ’)માં હોવાનું જણાવ્યું છે અને એ મનુષ્યબુદ્ધિ હજુ દિક્‌ના પરિમાણમાં વિચારવા માટે જેટલી પુખ્ત થયેલી છે તેટલી કાલના પરિમાણમાં વિચારવા માટે થઈ નથી એમ તેમનું કહેવાનું છે.<ref>૮૬. એજન, પૃ. ૨૨.</ref> રામનારાયણે મૃત્યુ વિશે વિચાર કરતાં, મૃત્યુના અનુષંગે જીવનનો વિચાર કરતાં ‘જીવનનું સાર્થક્ય જીવનના ત્યાગમાં રહેલું છે’ – એવો જે વિલક્ષણ વિરોધાભાસ, તે તરફ અંગુલિનિર્દેશ કર્યો છે અને એ રીતે મૃત્યુની અંતર્ગત જે અ-મૃત રહસ્ય, તેની વ્યંજના કરી છે. રામનારાયણનાં જેમ મૃત્યુ અને જીવનનાં, પ્રેમ અને સત્યનાં તેમ કાળનાં – ઇતિહાસ ને પુરાણનાં રહસ્યોમાંયે તીવ્ર રસ જણાય છે, અને તેઓ ઇતિહાસ-પુરાણના વસ્તુગત ને કાલગત રહસ્યોની ચૈતન્યગર્ભ જે શૃંખલા, તેના અંકોડા મેળવવા—એને જિંદાદિલીને ઇષ્ટ એવી પ્રવૃત્તિ લેખે છે. રામનારાયણ એ રીતે ઇતિહાસ-પુરાણ-લોકકથાનાં સંશોધનોમાંયે કાલદેવતાની સાક્ષાત્કૃતિ – સત્યદેવતાની જ વ્યાપકતર સંદર્ભમાં ઉપાસના પ્રતીત કરતા જણાય છે.
<ref>૮૫. એજન, પૃ. ૨૪૨.</ref>
રામનારાયણ આ લેખોમાં એમની ધીરગંભીર વિચારશક્તિના ઠીક ઠીક નવોન્મેષો દાખવે છે. આ લેખોની લખાવટમાં કટાક્ષ, વિનોદથી માંડીને તલસ્પર્શી ગહનતા, સૂક્ષ્મતા અને સ્પષ્ટતા આવ્યાં હોવાથી તેની જે હૃદય- સ્પર્શિતા હસિત બૂચ પ્રતીત કરે છે તે સમજી શકાય એમ છે.<ref>૮૭. અન્વય, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૭૬.</ref>
<ref>૮૬. એજન, પૃ. ૨૨.</ref>
<ref>૮૭. અન્વય, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૭૬.</ref>
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
જેમ ‘સ્વૈરવિહાર’ના પહેલા અને બીજા ભાગમાંના ‘ગુજરાતી ભાઈઓ’, ‘હિન્દુઓનું ખાસ સાયન્સ’, ‘ખરાબ કરવાની કળા’, ‘બારડોલી અને સરકાર’, ‘સરદાર વલ્લભભાઈ’, ‘મૃત્યુ’, ‘તખલ્લુસ-મીમાંસા’, ‘સ્વૈરવિહાર વિશે કંઈક’, ‘લોર્ડ રસલનું ભાષણ’, ‘જેલવિહાર’, ‘સ્વૈરવિહાર’, ‘અંગ્રેજો અને બ્રાહ્મણો’, ‘માંદગી વિશે’, ‘શાકુન્તલનો ગૂઢાર્થ”, ‘રાસયુગના રાસો’, ‘ફોટોગ્રાફ પાડવા વિષે’, ‘મુંબઈ વિશે’, ‘ઉપોદ્‌ઘાત અથવા ઉપસંહાર’ — જેવા લેખો તેમ ‘મનોવિહાર’ના ‘પ્રેમ’, ‘ગિજુભાઈનાં સંસ્મરણો’, ‘સદ્‌ગત આનંદશંકરભાઈ’, ‘ધુવાંધાર અને ભેડાઘાટ’, ‘બારડોલીનો પત્ર(ર)’, ‘પ્રજાની જ્ઞાનતંતુની નબળાઈ’, ‘અસ્પૃશ્યતાનો પ્રશ્ન’ તથા ‘પૂજ્ય ગાંધીજી અને કસ્તૂરબા’ જેવા લેખો નિબંધકાર ‘સ્વૈરવિહારી’— ‘મનોવિહારી’ની સર્જનપ્રતિભાના અનેક હૃદ્ય ઉન્મેષોના પરિચાયક છે.

ગુજરાતી નિબંધસાહિત્યમાં રામનારાયણ કેટલાંક મહત્ત્વનાં નૂતન પ્રસ્થાનો સર્જનાર નિબંધકાર તરીકે હમેશાં યાદ રહેશે. ટુચકા જેવા લેખોથી માંડીને ગંભીર નિબંધો સુધીના; સંવાદ, વર્ણન, કથન, મનન, ચિંતન આદિને યથાપ્રસંગ અવકાશ આપતા અવનવી શૈલીના; કટાક્ષ ઉપહાસ, કરુણા, પુણ્યપ્રકોપ આદિ વિવિધ ભાવછટાઓ દાખવતા; તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિ પ્રયોગોને નિરૂપતા; સંયમપૂત નિર્બંધ સર્જકતાના સ્ફૂર્તિપૂર્ણ સંચારોને પ્રગટ કરતા; તીક્ષ્ણ બૌદ્ધિકતા, સૂક્ષ્મ સંવેદનશીલતા અને રમતિયાળ કલ્પકતાના ચમકારા વેરતા અને ‘સંસ્કારી આનંદ’૮૮ અર્પતા એમના લેખો – નિબંધો ગુજરાતના અલ્પધન નિબંધસાહિત્યમાં તો ઐતિહાસિક તેમ જ કલાકીય દૃષ્ટિએ એક મૂલ્યવાન અર્પણ છે, અને તે કારણે કાકાસાહેબ, વિજયરાય, ધૂમકેતુ વગેરે નિબંધકારોની પરંપરામાં તેમનું ગૌરવભર્યું સ્થાન પણ છે જ.
ગુજરાતી નિબંધસાહિત્યમાં રામનારાયણ કેટલાંક મહત્ત્વનાં નૂતન પ્રસ્થાનો સર્જનાર નિબંધકાર તરીકે હમેશાં યાદ રહેશે. ટુચકા જેવા લેખોથી માંડીને ગંભીર નિબંધો સુધીના; સંવાદ, વર્ણન, કથન, મનન, ચિંતન આદિને યથાપ્રસંગ અવકાશ આપતા અવનવી શૈલીના; કટાક્ષ ઉપહાસ, કરુણા, પુણ્યપ્રકોપ આદિ વિવિધ ભાવછટાઓ દાખવતા; તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિ પ્રયોગોને નિરૂપતા; સંયમપૂત નિર્બંધ સર્જકતાના સ્ફૂર્તિપૂર્ણ સંચારોને પ્રગટ કરતા; તીક્ષ્ણ બૌદ્ધિકતા, સૂક્ષ્મ સંવેદનશીલતા અને રમતિયાળ કલ્પકતાના ચમકારા વેરતા અને ‘સંસ્કારી આનંદ’<ref>૮૮. ગ્રંથસ્થ વાઙ્‌મય, ૧૯૬૭, પૃ. ૬૭.</ref> અર્પતા એમના લેખો – નિબંધો ગુજરાતના અલ્પધન નિબંધસાહિત્યમાં તો ઐતિહાસિક તેમ જ કલાકીય દૃષ્ટિએ એક મૂલ્યવાન અર્પણ છે, અને તે કારણે કાકાસાહેબ, વિજયરાય, ધૂમકેતુ વગેરે નિબંધકારોની પરંપરામાં તેમનું ગૌરવભર્યું સ્થાન પણ છે જ.
 
<ref>૮૮. ગ્રંથસ્થ વાઙ્‌મય, ૧૯૬૭, પૃ. ૬૭.</ref>
 
{{Poem2Close}}<hr>
{{Poem2Close}}<hr>
{{reflist}}
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પિંગળશાસ્ત્રી રામનારાયણ
|previous = ‘સ્વૈરવિહારી’નું નિબંધસર્જન
|next = ‘દ્વિરેફ’નું વાર્તાસર્જન
|next = પ્રકીર્ણ સાહિત્યલેખન
}}
}}
17,546

edits