રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘સ્વૈરવિહારી’નું નિબંધસર્જન: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 8: Line 8:

“સ્વૈરવિહાર અમુકથી ઓછો ન જોઈએ એવી જે કોઈની માન્યતા હોય તો તે ખોટી છે, સ્વૈરવિહારને તો લઘિમા અને ગરિમા, અણિમા અને મહિમા, બધી સિદ્ધિઓ છે; તે યથાકામ હળેવો અને ભારે થઈ શકે છે. તેને કેઈ light literature (હળવું સાહિત્ય) કહે છે ત્યારે મને ખોટું લાગે છે. તે બંને છે તેમ જ તે યથાકામ લાંબો અને ટૂંકો થઈ શકે છે. બીજી રીતે કહીએ તો, તે ટૂંકો જ હોય તો તેને લાંબો કરી શકાતો નથી; લાંબો હોય તો તે ટૂંકો કરી શકાતો નથી; માટે જ તે સ્વૈરવિહાર છે.”

(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૨)
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૨૨)}}<br>
રામનારાયણ સ્વૈરવિહારને ‘વસ્તુપ્રધાન’ નહીં, પણ ‘વિહારપ્રધાન’ હોવાનું જણાવે છે.<ref>૪૯. સ્વૈરવિહાર-૨, પૃ. ૧૮૯.</ref> પણ આ વિહારપ્રધાન એવો જે સ્વૈરવિહાર તે જ સત્યદર્શન કરાવનાર બની રહે છે. તેઓ કહે છે : ‘... મને તો હું સ્વૈરવિહારી હોઉં ત્યારે જ સત્ય દેખાય છે.’<ref>૫૦. એજન, પૃ. ૧૦૩.</ref> આ ‘સ્વૈરવિહારી’ કોઈનાયે દ્વેષથી દૂર રહેવાનું પસંદ કરે છે અને એ રીતે અહિંસક વલણના હિમાયતી છે તે પણ યાદ રાખવું ઘટે.

Line 84: Line 84:
“દુનિયામાં સૂર્ય એક છે. ચંદ્ર એક છે, તેમ દરિયો એક છે. તેમ જ સાચું કહું છું – હું પણ એક છું.”

{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૯૮)}}<br>
{{right|(સ્વૈરવિહાર-૨, પૃ. ૧૯૮)}}<br>
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
‘મનોવિહારી’ રામનારાયણનું આમ તે ‘સ્વૈરવિહારી’ રામનારાયણમાંયે દર્શન સાહિત્યમર્મજ્ઞોએ કર્યું જ હોય. આમ છતાં ‘મનોવિહાર’માં રામનારાયણનો પ્રધાનપણે ‘પીઢ આકાર’<ref>૬૪. વાઙ્‌મયવિમર્શ, પૃ. ૪૪૩.</ref> જોવા મળે ખરો. ‘મનોવિહાર’માં કુલ ૨૮ લેખો છે. એ લેખોમાં વિવિધ વિષયોની છણાવટ – હીરાબહેન એ ગ્રંથના નિવેદનમાં જણાવે છે તેમ ‘મનનવિહાર’ જોવા મળે છે, ‘મનોવિહાર’માં સમયદૃષ્ટિએ સૌથી પ્રથમ લેખ ૧૯૨૬માં લખાયેલો ‘પ્રેમ’ નિબંધ છે, જે વિદ્યાપીઠમાં અભ્યાસમંડળ આગળ રજૂ થયેલું વ્યાખ્યાન છે. એમાં સૌથી છેલ્લે લેખ છે ‘ઇતિહાસ-સંશોધન-સામગ્રી : પુરાણ અને લોકકથા’, જે ૨૭-૪-૧૯૫૧ના રોજ આકાશવાણી પર રજૂ થયેલ વાર્તાલાપ છે. આમ આ ગ્રંથમાં ૨૫ વર્ષના સમયપટમાં લખાયેલા લેખો છે. આ લેખોમાં વ્યાખ્યાન, પત્ર, વિચારસંક્રમણ, સંસ્મરણ આદિ વિવિધ પ્રકારો સમાવેશ પામે છે. આ લેખોમાં શરૂઆતમાં ‘પ્રેમ’, ‘મૃત્યુ વિશે કંઈક’ જેવા તત્ત્વચિંતનના લેખો તો ઇન્દુલાલ, ગિજુભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મહાદેવભાઈ અને મેઘાણીભાઈ, ગાંધીજી અને કસ્તૂરબા જેવી વ્યક્તિઓ વિશેના લેખો છે. એ લેખોમાં અહેવાલ, સંસ્મરણ, અંજલિ, જેવાં સાહિત્યસ્વરૂપો નજરે ચઢે છે. જેમ અહીં વ્યક્તિવિશેષને લગતા તેમ સ્થળવિશેષને લગતા કેટલાંક લેખો છે, જેમાં ‘ગુજરાતમાં પ્રવાસ’, ‘ધુંવાધાર અને ભેડાઘાટ’ તથા ‘વારાણસીમાં’ લેખોનો સમાવેશ થાય છે. આ લેખોમાં વર્ણનાત્મક શૈલીનો વિનિયોગ કેટલીક રીતે ધ્યાનપાત્ર છે. તેમના ‘બારડોલીનો પત્ર’ શીર્ષક હેઠળના ત્રણ પત્ર-લેખોમાં બારડોલી વિસ્તારના જનજીવનનું એક સર્વગ્રાહી નિરીક્ષણ-ચિત્ર અંકાયેલું આપણને મળે છે. આ પત્રલેખો ઈ. સ. ૧૯૨૮માં અસહકારની ચળવળ દરમ્યાન બારડોલી અંગેના તપાસપંચમાં રામનારાયણે કાર્ય કર્યું તેના ઇષ્ટ ફળરૂપ છે. રામનારાયણનું સમાજનિરીક્ષણ અને સામાજિક સ્થિતિ તથા સમસ્યાઓનું ચિંતન જેમ બારડોલીના પત્રોમાં તેમ ‘પ્રજાકીય જ્ઞાનતંતુની નબળાઈ’ લેખમાં; ‘વિચારચંક્રમણ’ના વિષયોનાં, ગુજરાતમાં સ્ત્રીઓનું સ્થાન તથા અસ્પૃશ્યતાનો પ્રશ્ન – એ વિશેનાં તેમનાં લખાણોમાં જોવા મળે છે. રામનારાયણનું કલાચિંતન ઉપર્યુક્ત સ્થળવિશેષના લેખોમાં, ખાસ કરીને મોઢેરા, અડાલજ જેવાં સ્થળોના શિલ્પસ્થાપત્યના નિરૂપણમાં તથા સંગીત અને ગરબા, કથકલિ આદિ નૃત્યપ્રકારોની સમીક્ષા-વિચારણામાં અનુસ્યૂત જણાય છે. રામનારાયણ આ લેખસંગ્રહમાં પ્રકૃતિ તથા સંસ્કૃતિના સાચા મર્મજ્ઞ તરીકે પ્રગટ થાય છે,

Line 90: Line 92:

“તેઓ (ગાંધીજી) મને મનુષ્યના કરતાં ગૂઢ કુદરતી બળ જેવા લાગે છે. કુદરત એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ, માત્ર સૂક્ષ્મદર્શક યંત્રથી દેખી શકાય તેવા રેસાને કે જંતુને રસથી પોષે છે. અને એ જ કુદરત આ૫ણને અગમ્ય કેાઈ હેતુને માટે દરિયા ઉછાળે છે, પર્વતો તોડે છે. દેશના દેશ ઉદ્‌ધ્વસ્ત કરે છે. કુદરતમાં ગૂઢ રીતે, આપણને અદૃશ્યરૂપે વરાળ ઉપર ચઢે છે, તેમાંથી કડાકા અને વજ્રપાત સાથે વરસાદ વરસે છે, અને વરસાદથી ભીંજેલી પૃથ્વી ઉપર સપ્તરંગી મેઘધનુષ્ય ખેંચાઈ અપૂર્વ લીલા વિસ્તરે છે. ગાંધીજી એવી રીતે એક જંતુની અને પામરમાં પામર મનુષ્યની સેવા માંડે, અને હજારોનો નાશ પણ કરે. કુદરત એક નમૂનો(type) સિદ્ધ કરવા અસંખ્ય વ્યક્તિઓને ક્રૂર રીતે મારે છે, ગાંધીજી એક સત્ય સિદ્ધ કરવા ગમે તેટલો ભોગ આપવા તૈયાર છે. ખુલ્લામાં ખુલ્લા અને નિખાલસ છતાં, તેમના આત્મગહનમાંથી સ્ફુરતાં બળો કુદરત જેવાં ગૂઢ છે, એકલ છે, અમેય છે, અપ્રતિરુદ્ધ છે.”

{[right|(મનોવિહાર, પૃ. ૨૪૭-૨૪૮)}}<br>
{{right|(મનોવિહાર, પૃ. ૨૪૭-૨૪૮)}}<br>
આમ પૂજ્ય ગાંધીજી વિશે ‘પૂજ્ય ગાંધીજી અને કસ્તૂરબા’ લેખમાં રામનારાયણે લખ્યું છે, પરંતુ પૂજ્ય કસ્તૂરબા વિશે તો મૌનથી જ બોલવાનું એમણે રાખ્યું જણાય છે! રામનારાયણને કસ્તૂરબા પ્રત્યે ‘એક આદર્શભૂત હિંદુ આર્ય સ્ત્રી’<ref>૬૭. મનોવિહાર, પૃ ૨૪૯.</ref> તરીકે અત્યંત આદર જણાય છે. રામનારાયણે ઇન્દુલાલનો ‘ગુજરાતની જુવાની અને મરદાની, ઉદારતા અને સરલતા’<ref>૬૮. એજન, પૃ. ૩૮.</ref> એવી સમીકરણાત્મક ઉક્તિથી પરિચય આપ્યો છે. રામનારાયણે ગિજુભાઈનો પરિચય આપતાં એમના વિવેક ને તાટસ્થ્યનો, નિખાલસતા અને સચ્ચાઈનો પણ ખ્યાલ આપણને આપેલો જણાય છે. ગિજુભાઈના વ્યક્તિત્વની સંકુલતાને તેઓ સારી રીતે નિરૂપી શક્યા છે. એમના આ નિરૂપણમાં ગાંધીજીના જીવનકાર્યનું સમતલ મૂલ્યાંકન પણ અનુસ્યૂત હોવાનું પ્રતીત થાય છે. રામનારાયણના આનંદશંકરભાઈ વિશેનાં સંસ્મરણો એ પ્રકારનાં છે કે જેથી આનંદશંકરભાઈના સામાન્યતયા પરિચિત વ્યક્તિત્વમાં સવિશેષ રસ-કૌતુક જાગે. આનંદશંકરભાઈના સ્વચ્છશુચિ ને છતાં રસભરપૂર, ભાગવતપરાયણ જીવનનો અહીં પ્રેરણાદાયી પરિચય થાય છે. ન્હાનાલાલના કવિમિજાજની તાસીર બતાવતાં સંસ્મરણો ‘કવિશ્રી નાનાલાલ’ લેખમાં અંકિત થયાં છે. તેમણે મહાદેવભાઈના સમર્પણભાવને ઉપસાવતાં એમની ડાયરીઓને જગતસાહિત્યમાંના એક અનન્ય પ્રદાન તરીકે<ref>૬૯. એજન, પૃ. ૮૧.</ref> ઓળખાવી છે. રામનારાયણે ઝવેરચંદ મેઘાણી સાથેની પોતાની મૈત્રીનેય ‘સાહિત્યમૈત્રી’<ref>૭૦. એજન, પૃ. ૮૫.</ref> તરીકે વર્ણવી છે. તેમના વિશેનાં સંસ્મરણોમાં જેલનિવાસ અંગેની વીગતો મહત્ત્વની ગણાય.

રામનારાયણે મોઢેરા, અડાલજ આદિની વાત એક વિનમ્ર કલારસિક તરીકે જ કરી છે; પરંતુ એમાંયે આપણાં પુરાણાં શિલ્પસ્થાપત્યોના અભ્યાસ-સરંક્ષણ વગેરે બાબતનો ચિંતાભાવ પણ પ્રગટ થાય છે ખરો. રામનારાયણ ગુજરાતનાં તળાવો<ref>૭૧. એજન, પૃ. ૯૦.</ref> અને વાવોની શોભામાં<ref>૭૨. એજન, પૃ. ૯૮</ref> ગુજરાતની શેભા નિહાળે છે. તેઓ આપણી પરંપરાગત મૂર્તિકલાના બહુ બારીક અભ્યાસની આવશ્યકતા જુએ છે.<ref>૭૩. મનોવિહાર, પૃ. ૨૦૧.</ref> આ રામનારાયણ માનવકૃત કલાસૌન્દર્યનું રસપૂર્વક દર્શન કરતાં, પ્રાકૃતિક કલાસૌન્દર્યનુંયે દર્શન કરવાનું ચૂકતા નથી. એમના પ્રાકૃતિક દર્શનની પ્રગાઢતા નર્મદાના ખડકો વિશેના નીચેના વર્ણનમાંયે પ્રતીત થશે :

Line 112: Line 114:
રામનારાયણે ‘સત્યમેવ જયતે’ લેખમાં ‘જ્યતે’ ક્રિયાપદની સાર્થકતા ચીંધી ‘માણસને પોતાનો ઉત્કર્ષ સત્યમાં જ છે’<ref>૮૪. મનોવિહાર, પૃ. ૧૮. </ref> એ દર્શાવી સત્યનો માણસના અનુભવ સાથેનો સંબંધ તેમણે ઉપસાવી આપ્યો છે. તેમણે અન્યત્ર ‘પણ સત્યદર્શન પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે’ એ દર્શાવી આપ્યું જ છે.<ref>૮૫. એજન, પૃ. ૨૪૨.</ref> રામનારાયણે ‘માનવની વિશેષતા’ લેખમાં મનુષ્યની વિશેષતા એની ‘કાલબુદ્ધિ’ (‘સેન્સ ઑફ ટાઇમ’)માં હોવાનું જણાવ્યું છે અને એ મનુષ્યબુદ્ધિ હજુ દિક્‌ના પરિમાણમાં વિચારવા માટે જેટલી પુખ્ત થયેલી છે તેટલી કાલના પરિમાણમાં વિચારવા માટે થઈ નથી એમ તેમનું કહેવાનું છે.<ref>૮૬. એજન, પૃ. ૨૨.</ref> રામનારાયણે મૃત્યુ વિશે વિચાર કરતાં, મૃત્યુના અનુષંગે જીવનનો વિચાર કરતાં ‘જીવનનું સાર્થક્ય જીવનના ત્યાગમાં રહેલું છે’ – એવો જે વિલક્ષણ વિરોધાભાસ, તે તરફ અંગુલિનિર્દેશ કર્યો છે અને એ રીતે મૃત્યુની અંતર્ગત જે અ-મૃત રહસ્ય, તેની વ્યંજના કરી છે. રામનારાયણનાં જેમ મૃત્યુ અને જીવનનાં, પ્રેમ અને સત્યનાં તેમ કાળનાં – ઇતિહાસ ને પુરાણનાં રહસ્યોમાંયે તીવ્ર રસ જણાય છે, અને તેઓ ઇતિહાસ-પુરાણના વસ્તુગત ને કાલગત રહસ્યોની ચૈતન્યગર્ભ જે શૃંખલા, તેના અંકોડા મેળવવા—એને જિંદાદિલીને ઇષ્ટ એવી પ્રવૃત્તિ લેખે છે. રામનારાયણ એ રીતે ઇતિહાસ-પુરાણ-લોકકથાનાં સંશોધનોમાંયે કાલદેવતાની સાક્ષાત્કૃતિ – સત્યદેવતાની જ વ્યાપકતર સંદર્ભમાં ઉપાસના પ્રતીત કરતા જણાય છે.

રામનારાયણ આ લેખોમાં એમની ધીરગંભીર વિચારશક્તિના ઠીક ઠીક નવોન્મેષો દાખવે છે. આ લેખોની લખાવટમાં કટાક્ષ, વિનોદથી માંડીને તલસ્પર્શી ગહનતા, સૂક્ષ્મતા અને સ્પષ્ટતા આવ્યાં હોવાથી તેની જે હૃદય- સ્પર્શિતા હસિત બૂચ પ્રતીત કરે છે તે સમજી શકાય એમ છે.<ref>૮૭. અન્વય, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૭૬.</ref>
રામનારાયણ આ લેખોમાં એમની ધીરગંભીર વિચારશક્તિના ઠીક ઠીક નવોન્મેષો દાખવે છે. આ લેખોની લખાવટમાં કટાક્ષ, વિનોદથી માંડીને તલસ્પર્શી ગહનતા, સૂક્ષ્મતા અને સ્પષ્ટતા આવ્યાં હોવાથી તેની જે હૃદય- સ્પર્શિતા હસિત બૂચ પ્રતીત કરે છે તે સમજી શકાય એમ છે.<ref>૮૭. અન્વય, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૭૬.</ref>
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
જેમ ‘સ્વૈરવિહાર’ના પહેલા અને બીજા ભાગમાંના ‘ગુજરાતી ભાઈઓ’, ‘હિન્દુઓનું ખાસ સાયન્સ’, ‘ખરાબ કરવાની કળા’, ‘બારડોલી અને સરકાર’, ‘સરદાર વલ્લભભાઈ’, ‘મૃત્યુ’, ‘તખલ્લુસ-મીમાંસા’, ‘સ્વૈરવિહાર વિશે કંઈક’, ‘લોર્ડ રસલનું ભાષણ’, ‘જેલવિહાર’, ‘સ્વૈરવિહાર’, ‘અંગ્રેજો અને બ્રાહ્મણો’, ‘માંદગી વિશે’, ‘શાકુન્તલનો ગૂઢાર્થ”, ‘રાસયુગના રાસો’, ‘ફોટોગ્રાફ પાડવા વિષે’, ‘મુંબઈ વિશે’, ‘ઉપોદ્‌ઘાત અથવા ઉપસંહાર’ — જેવા લેખો તેમ ‘મનોવિહાર’ના ‘પ્રેમ’, ‘ગિજુભાઈનાં સંસ્મરણો’, ‘સદ્‌ગત આનંદશંકરભાઈ’, ‘ધુવાંધાર અને ભેડાઘાટ’, ‘બારડોલીનો પત્ર(ર)’, ‘પ્રજાની જ્ઞાનતંતુની નબળાઈ’, ‘અસ્પૃશ્યતાનો પ્રશ્ન’ તથા ‘પૂજ્ય ગાંધીજી અને કસ્તૂરબા’ જેવા લેખો નિબંધકાર ‘સ્વૈરવિહારી’— ‘મનોવિહારી’ની સર્જનપ્રતિભાના અનેક હૃદ્ય ઉન્મેષોના પરિચાયક છે.

ગુજરાતી નિબંધસાહિત્યમાં રામનારાયણ કેટલાંક મહત્ત્વનાં નૂતન પ્રસ્થાનો સર્જનાર નિબંધકાર તરીકે હમેશાં યાદ રહેશે. ટુચકા જેવા લેખોથી માંડીને ગંભીર નિબંધો સુધીના; સંવાદ, વર્ણન, કથન, મનન, ચિંતન આદિને યથાપ્રસંગ અવકાશ આપતા અવનવી શૈલીના; કટાક્ષ ઉપહાસ, કરુણા, પુણ્યપ્રકોપ આદિ વિવિધ ભાવછટાઓ દાખવતા; તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિ પ્રયોગોને નિરૂપતા; સંયમપૂત નિર્બંધ સર્જકતાના સ્ફૂર્તિપૂર્ણ સંચારોને પ્રગટ કરતા; તીક્ષ્ણ બૌદ્ધિકતા, સૂક્ષ્મ સંવેદનશીલતા અને રમતિયાળ કલ્પકતાના ચમકારા વેરતા અને ‘સંસ્કારી આનંદ’<ref>૮૮. ગ્રંથસ્થ વાઙ્‌મય, ૧૯૬૭, પૃ. ૬૭.</ref> અર્પતા એમના લેખો – નિબંધો ગુજરાતના અલ્પધન નિબંધસાહિત્યમાં તો ઐતિહાસિક તેમ જ કલાકીય દૃષ્ટિએ એક મૂલ્યવાન અર્પણ છે, અને તે કારણે કાકાસાહેબ, વિજયરાય, ધૂમકેતુ વગેરે નિબંધકારોની પરંપરામાં તેમનું ગૌરવભર્યું સ્થાન પણ છે જ.

Line 119: Line 123:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘સ્વૈરવિહારી’નું નિબંધસર્જન
|previous = ‘દ્વિરેફ’નું નાટ્યસર્જન
|next = પ્રકીર્ણ સાહિત્યલેખન
|next = પ્રકીર્ણ સાહિત્યલેખન
}}
}}
17,546

edits