રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રકીર્ણ સાહિત્યલેખન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
આ પુસ્તકમાં લેખકે માનવીય પ્રકૃતિનો—એના અનન્ય એવા વ્યક્તિત્વનો ખ્યાલ પણ દૃષ્ટિ સામે રાખીને સવિવેક કેટલાંક સીધાં જ આચારસૂચન કર્યાં છે. શરૂઆતમાં ધર્મપૂત આચારનિષ્ઠા પ્રત્યેની સજગતા ને સાંસ્કૃતિક આવશ્યકતા સમજાવી બાળકના ઊઠવાથી તે શૌચ, સ્નાન, ભોજન, પહેરવેશ, સ્વચ્છતા, વ્યવસ્થા, શણગાર આદિને લગતી કામગીરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું છે. એ પછી જાહેરવર્તાવ કેવો હોવો જોઈએ, યજમાનો–મહેમાનો સાથે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ તેનો રામનારાયણે ખ્યાલ આપ્યો છે. રામનારાયણે છેવટે વાતચીતની કળાની પણ છણાવટ કરી છે. તેમણે આ પુસ્તક કિશોરો-યુવાનો પ્રત્યેના ઊંડા સમભાવથી પ્રેરાઈને સરળ ને રોચક શૈલીમાં લખ્યું છે. ઉપદેશકનું મુરબ્બીપણું કે જ્ઞાનીપણું ક્યાંય બાધારૂપ થતું નથી. તેમણે કિશોરો અને યુવાનોને ચમકીલા ઉદાત્ત વિચારોથી આંજવાનો પ્રયત્ન નહીં કરતાં, એ વિચારોને વ્યંજિત કરતા સરળ, વિનમ્ર આચાર-વ્યવહારની જ સ્નેહપૂર્વક હિમાયત કરી છે. એમની આ હિમાયતમાં ઋજુતા, નિખાલસતા, સચ્ચાઈ, સ્પષ્ટતા ને પ્રસન્નતાયે દેખાય છે. કિશોરો ને યુવાનોમાંનો એમનો વિશ્વાસ સુદૃઢ હોઈને, એમના માટે થઈને આવી આચારસંહિતા તૈયાર કરવાનું એમણે પસંદ કર્યું. રામનારાયણના પૂરા વ્યક્તિત્વનો અંદાજ ‘કાવ્યની શક્તિ’ સાથે આવાં પુસ્તકો તૈયાર કરવા પાછળની એમની જે ‘આચારની શક્તિ’ તેનોય ખ્યાલ કરવાથી જ આવી શકશે. તેમણે આ પુસ્તકના અંતમાં વિચારપ્રેરક વાત રજૂ કરતાં લખ્યું છે :

“આપણો જમાનો મહાન ફેરફારોનો છે. જૂના રિવાજો તૂટે છે અને નવા તરત રૂઢ થઈ શકતા નથી. સમાજની જૂની એકતા અને વ્યવસ્થા છિન્નભિન્ન થતી જાય છે, અને નવી એકતા અને વ્યવસ્થા હજી અસ્તિત્વમાં આવી નથી, એવા સમયમાં દરેક વિચારકને માથે શિષ્ટ આચારો કલ્પવા, રચવા અને રૂઢ કરવાની ફરજ આવે છે, અને તે સાથે, વિરુદ્ધ અને અનુચિત આચારો કોઈનામાં હોય તો તેના તરફ તિરસ્કાર કે ટીકાની દૃષ્ટિથી ન જોવાની પણ સાથે સાથે ફરજ આવે છે.”

{{right|(નિત્યનો આચાર, પૃ. ૧૦૨)}}
{{right|(નિત્યનો આચાર, પૃ. ૧૦૨)}}<br>
રામનારાયણ ઉપર્યુક્ત ફરજના ભાનથી પ્રેરાઈને લખેલી આ પુસ્તિકાનું તેમની સમગ્ર કામગીરીમાં મહત્ત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. રામનારાયણે નિત્યના આચારની વાત કરતાં એ આચાર પાછળનું રહસ્ય તો ‘માનવજાતિ માટે ભ્રાતૃભાવ, એકતા, અને સમાજ આખાની સ્વસ્થતા સાચવવી એ જ છે’<ref>૪. નિત્યનો આચાર, પૃ. ૧૦૨.</ref> એ ગ્રથાંતે સ્પષ્ટ કર્યું જ છે.

રામનારાયણે આ ઉપરાંત ઇન્ડિયન નૅશનલ થિયેટરના એક પ્રકાશન ‘રાસ અને ગરબા’(૧૯૫૪)માંયે આરંભના એક લેખ ‘રાસ અને ગરબા’ (પૃ ૭-૧૪) પૂરતું ગોવર્ધન પંચાલ સાથે લેખક તરીકે રહેલ છે. એમાં એમના ‘રાસ અને ગરબા’ વિષયક જે અભિપ્રાયો છે તેનો કંઈક અણસાર આ પૂર્વેની એમની સાહિત્યપ્રકારની ચર્ચામાં આવી જાય છે. તેઓ કાવ્ય, ગાન અને નર્તન — આ ત્રિવિધ રીતે એ સાહિત્યપ્રકારનું અધ્યયન કરી, તેનું સવિવેક ધ્વનિમુદ્રણ કરી લેવામાં આવે એમ ઇચ્છે છે.<ref>૫. રાસ અને ગરબા, ૧૯૫૩, પૃ. ૮.</ref> જોકે ‘રાસ અને ગરબા’ ગ્રંથમાં મુખ્ય કર્તૃત્વ ગોવર્ધન પંચાલનું લાગે તો નવાઈ નથી.

17,546

edits