નારીસંપદાઃ નાટક/આજન્મા: Difference between revisions

no edit summary
(+૧)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૭. આજન્મા|પારુલ કંદર્પ દેસાઈ}}

<poem><center>('સર્જનાત્મક લેખન સ્પર્ધા માટે એકાંકી)</center></poem>

{{center|'''પહેલું દૃશ્ય'''}}
{{center|'''પહેલું દૃશ્ય'''}}
Line 38: Line 37:
મારું સપનું તમને કહું તો આજે મને તમે ભલે ગાંડી ગણો પણ બારમા ધોરણમાં ૯૨ ટકાએ પાસ થઈ ત્યારે મારે આર્કિટેક્ટ ડિઝાઈનનું ભણવું હતું. તમે તો સાક્ષી છો ભાભી, મમ્મીએ એમાં એડમિશન ન લેવા દીધું ને મેં મન મારીને સાયન્સમાં એડમિશન લીધું. આજેય મારા મનમાં મારે બાંધવાં છે એવાં અવનવાં સ્થાપત્યના નકશા દોરાય છે ને ભૂંસાય છે. સાવ જુદી જ રીતે ડિઝાઈન કરેલા આલાગ્રાંડ નગરના પ્રવેશદ્વારે સ્થપતિ તરીકે મારું નામ હોય ભાભી, બણગાં નથી ફૂંકતી હોં, મારા સાહેબ કહેતા હતા, નીપામાં એ શક્તિ છે, પણ મારું એ સ્વપ્ન જન્મતાંની સાથે જ મરી ગયું.

રીટા: નીપાબહેન...
રીટા: નીપાબહેન...
 
</poem>
{{center|'''બીજું દૃશ્ય'''}}
{{center|{{center|'''બીજું દૃશ્ય'''}}}}
 
<poem>
(દિલીપ અને રીટા ચાલતાં ચાલતાં વાતો કરે છે.)

દિલીપ: અરે, આજે તો પુનમ લાગે છે, જો, આકાશમાં ચંદ્ર મોટી ચાંદીની થાળી જેવો લાગે છે.

Line 53: Line 52:
રીટા: પાછી બિઝનેસની જ વાત. તમને એ સિવાય બીજું કંઈ સૂઝતું નથી? અને એ દીકરો જ હશે એવું કોણે કહ્યું?  

દિલીપ: જો જે, તું છોકરીના વિચારો નહીં કર્યા કરતી. ગોર મહારાજે કીધું એટલે તો આટલો ખર્ચો કરીનેય પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. આ એનું જ ફળ છે. તું જોજે ને, હવે તો દીકરો જ. (પ્રેમથી એની સામે જોઈ રહે છે.)

{{center|'''ત્રીજું દૃશ્ય'''}}
{{center|'''ત્રીજું દૃશ્ય'''}}
 
<poem>
(નીપા ખુરશી પર બેઠાં બેઠાં વાંચતી હોય છે. રીટા કામ કરતી હોય છે. ત્યાં રમીલાબહેન બહારથી અંદર પ્રવેશે છે)  

રમીલાબહેન : આ મંદિરેય કેટલી બધી ભીડ! મહાપૂજાય શાંતિથી કરવા ન દીધી. મહારાજે ય ઉતાવળથી મંત્ર બોલી દીધા.

Line 76: Line 75:
રમીલાબહેનઃ વર સામે આટલી જીભાજોડી શું કરવાની? એ કહે છે તો જઈ આવને.

રીટાઃ સારું. તૈયાર થઈને આવું છું.
રીટાઃ સારું. તૈયાર થઈને આવું છું.
 
</poem>
{{center|'''ચોથું દૃશ્ય'''}}
{{center|'''ચોથું દૃશ્ય'''}}
 
<poem>
(દિલીપ ટેબલ પર બેસીને કંઈક લખતો હોય છે. હાથમાં કેલ્કયુલેટર પર ગણતરી કરતો હોય છે. ત્યાં રીટા આવે છે. એના સ્વરમાં લાચારી અને અકળામણ છે.)

રીટાઃ (અકળાયેલા સ્વરે) દિલીપ, દિલીપ, મમ્મી આ શું કહે છે?

Line 142: Line 141:
નીપાઃ તો પછી દીકરો જ દી' વાળે, દીકરાથી જ વંશ રહે એવું કેમ મમ્મી? આ તે કેવા નિયમો છે? જેમાં જન્મદાતા સ્ત્રીને કશાયમાં ગણવામાં આવતી નથી? સ્ત્રીએ ગર્ભધારણ કરી એને પોષવાની પીડા વેઠવાની ને પોતાનાથી ઉતરડી નાંખવાનું પાપ પણ? તું ય સ્ત્રી છે મમ્મી, તને આ પીડા, આ વેદનાનો અનુભવ નથી થતો? જો મોટાભાઈને બદલે મારે મોટીબહેન હોત તો બીજી દીકરી તરીકે તેં મનેય આ દુનિયામાં ન આવવા દીધી હોત ને?

રમીલાબહેન: નીપા...
રમીલાબહેન: નીપા...
 
</poem>
{{center|'''દૃશ્ય પાંચમું'''}}
{{center|'''દૃશ્ય પાંચમું'''}}

Line 164: Line 163:
(રીટા: (દૃઢ નિશ્ચયથી) હા, દીકરી હા, તને ય અધિકાર છે જન્મનો. હું તને જન્મ આપીશ. ભલે એ માટે મારે બધું છોડવું પડે. જે ધર્મ, જે પરંપરા, જે સમાજ એક જીવની હત્યા કરવા માટે પ્રેરે એને હું છોડીશ પણ તને નહીં. તારા પિતા ભલે તારી આંગળી ન પકડે. હું તમને બંનેને બેય આંગળી પકડીને ચલાવીશ. તમારાં બધાં જ સપનાં પૂરાં કરીશ.

(બેકગ્રાઉન્ડમાં સંભળાય) દીકરી મારી કાળજાનો કટકો
(બેકગ્રાઉન્ડમાં સંભળાય) દીકરી મારી કાળજાનો કટકો
 
</poem>
{{Block center|<poem>ના રોકો મને, ના રોકો  

હું ભાવિ પેઢીની માતા  
હું ભાવિ પેઢીની માતા  
Line 186: Line 185:
હું બે પરિવારની શાતા
હું બે પરિવારની શાતા
મને જન્મતાં રોકે જન કાં?</poem>}}
મને જન્મતાં રોકે જન કાં?</poem>}}
</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits