ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિઠ્ઠલ પંડ્યા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|સામાન્યજનના પ્રિય વાર્તાકાર :<br>વિઠ્ઠલ પંડ્યા<br><small><small>(૨૧-૦૧-૧૯૨૩ – ૩-૭-૨૦૦૮)</small></small>|માવજી મહેશ્વરી }}

[[File:Manubhai_Pandhi.jpg|right|200px]]
[[File:Viththal Pandya.jpg|right|200px]]

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 20: Line 20:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
'''વિઠ્ઠલ પંડ્યાના વાર્તાસંગ્રહોનો પરિચય :'''

[[File:Rasik Priya by Viththal Pandya - Book Cover.jpg|200px|left]]

[[File:Falguni by Viththal Pandya - Book Cover.jpg|200px|left]]
[[File:Rohini by Viththal Pandya - Book Cover.jpg |200px|left]]
[[File:Lajamani by Viththal Pandya - Book Cover.jpg |200px|left]]
[[File:Nahi Sandho by Viththal Pandya - Book Cover.jpg|200px|left]]
[[File:Angutha jevadi Vahu by Viththal Pandya - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
વિઠ્ઠલ પંડ્યાએ કુલ ૧૦ વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમનો પહેલો અને બીજો સંગ્રહ એક જ વર્ષના છેલ્લા બે મહિનામાં આવ્યા છે. ‘રસિકપ્રિયા’ નવેમ્બર ૧૯૬૦ આવ્યો જેમાં માત્ર ૧૩ વાર્તાઓ છે. અને ‘ફાલ્ગુની’ ડિસેમ્બર ૧૯૬૦માં આવ્યો જેમાં ૨૩ વાર્તાઓ છે. તેમનો છેલ્લો અને દસમો વાર્તાસંગ્રહ ‘લજામણી’ ૧૯૯૮માં આવ્યો. કદાચ તેમણે તે પછી વાર્તાઓ લખી નથી અથવા તેમની અગ્રંથસ્થ વાર્તાઓનું કોઈ પુસ્તક બહાર પડ્યું નથી. વિઠ્ઠલ પંડ્યાની વાર્તાઓ એટલે રોચક વાર્તાઓ, વાંચવી ગમે તેવી વાર્તાઓ. સમાજમાં બનતા સામાન્ય બનાવોનું આબેહૂબ વર્ણન. ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખકો અને કેટલાક વિવેચકો પણ એમની વાર્તાના રસિયા હતા. તે વખતના દીવાળીના અંકો તેમની વાર્તાઓ વગર અધૂરા લાગતા. એવા સમયના આ લેખકે દસ વાર્તાસંગ્રહો આપ્યા છે. તો એ સંગ્રહોમાં શું છે તે જોઈએ. એમનો પહેલો વાર્તાસંગ્રહ ૧૯૬૦માં ‘રસિકપ્રિયા’ નામે આવ્યો. સંગ્રહનું જેવું નામ છે એવી જ વાર્તાઓ છે. એક વાર્તા બહુ રોચક છે. તેની ભાષા અને વર્ણનો વાર્તાકારના ભાષા સામર્થ્યનો પુરાવો છે. વાર્તાનું નામ છે ‘રસિકપ્રિયા’ ભવાઈ રમતા લોકો એક ગામમાં ભવાઈ રમવા આવે છે. એમાંના યુવાન મુરલીનો અંગવળોટ જોઈને કનક નામની  એક યુવતી મોહિત થઈ જાય છે. તે મુરલીને પોતાના મનની વાત લખીને આપે છે. છેલ્લે લખે છે ‘ચિઠ્ઠી ફાડી નાખજે હોં’ આ એ વખતનું વાતાવરણ છે જ્યારે ફોન નહોતા. મુરલી એ ચિઠ્ઠી ફાડતો નથી પણ રાખી લે છે. એ ચિઠ્ઠી કોઈના હાથમાં આવી જાય છે ને બધા જ ભવાયા સામે મોરચો મંડાય છે. જો કે ચિઠ્ઠી મુરલીએ નહીં પણ કોઈ છોકરીએ લખી હતી. મુરલી અને તેના સાથીદાર મોહનને થોડો માર મારીને ગામ છોડી જવાનું કહેવાય છે. છેલ્લે મુરલી મોહનને કહે છે, ‘તારી બધી વાત સાચી પણ એવી ચિઠ્ઠી હું શેઠના હાથમાં સોંપું તો એમાં મારી શી કિંમત રહે? ચિઠ્ઠી લખનારે કેટલા વિશ્વાસથી અને કેટલી લાગણીથી મારી આગળ મન ખોલ્યું હશે એની તને કંઈ ખબર છે? શું મારે એને દગો દેવો?’ વાર્તા અત્યંત લાઘવથી લખાઈ છે. આ સંગ્રહમાં તે વખતના કેટલાક શબ્દ વપરાયા છે. અવરગંડી, મંદવાડ, વાંગો, અમરોઠ, કડકીને કડુખલે, જેસણી માતાના સોગંદ જેવા શબ્દો નવા લાગે. જો કે અન્ય વાર્તાઓ એક જ પ્રકારની અને સામાન્ય છે. બીજો સંગ્રહ એક મહિના પછી ડિસેમ્બર ૧૯૬૦માં આવ્યો. આ સંગ્રહમાં કુલ ૨૩ વાર્તાઓ છે. આ સંગ્રહનું નામ વાર્તાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાર્તાનું નામ પાત્રના નામ પરથી છે. આ સંગ્રહમાં ‘તલપ’ નામની વાર્તા છે. રણજીત નવી બનતી રેલવે લાઈન માટે જંગલમાં કામ કરે છે. પોતાની પત્ની રમીલાને મળ્યે ત્રણ મહિના થઈ ગયા છે. એક સાંજે તેને જંગલમાંથી ‘બચાવો બચાવો’ની બૂમો સંભળાય છે. તેને નવાઈ લાગે છે કે જંગલમાં સ્ત્રી અવાજ ક્યાંથી? તે હિંમત કરીને અવાજની દિશામાં જાય છે તો કોઈ યુવક એક યુવતીનો હાથ પકડીને ઢસડતો લઈ જતો દેખાયો. રણજીત સાથે બીજા બે જણને જોઈ એ યુવક ભાગી જાય છે. ડરી ગયેલી પેલી નમણી યુવતી મૂંઝાઈને ઊભી રહી જાય છે. રણજીત એને સમજાવીને પોતાના પડાવ પાસે લઈ આવે છે. એ યુવતીની કથની સાંભળે છે. રાતે બધા પુરુષો વચ્ચે એ યુવતી નિર્ભય બનીને સૂઈ જાય છે. પણ રાતે રણજીતને પોતાની વહાલી પત્ની રમીલા સાંભરે છે, એનો લીસ્સો યુવાન દેહ સાંભરે છે. અહીં મનસુખ નામના ત્રીજા પાત્રનો પ્રવેશ થાય છે. મનસુખ દમનો દર્દી છે. એને વારંવાર ખાંસી આવે છે. મનસુખ સૂતો જ નથી. રણજીતને વહેમ, પડે છે કે મનસુખ પેલી યુવતી માટે જાગે છે. સાથે એને એવી પણ ઇચ્છા જાગે છે કે જો મનસુખ સૂઈ જાય તો હું યુવતીની ઓરડીમાં જાઉં. પણ નીચેના માણસ આગળ સાહેબ બની રહેવા માગતા રણજીતને મનસુખનો ખાટલો ખાલી દેખાય છે. રણજીત બેટરી લઈને ગજિયાની ઓરડીના બાકોરામાંથી શેરડો ફેંકે છે તો અંદર સૂતેલી માલી નામની યુવતી જાગી જાય છે. તે સાથે બહારથી મનસુખનો અવાજ આવે છે. ‘સાહેબ ઓરડીમાં શું શોધો છો?’ ભોંઠો પડી ગયેલ રણજીત મનસુખને જ કહે છે, ‘એકાદ બીડી હોય તો આપ ને. ક્યારની સાલી તલબ લાગી છે.’ વાર્તા આમ તો સામાન્ય છે પણ પુરુષની આદિમ ઇચ્છા તક મળતાં જ જાગી ઊઠે છે તેનું સચોટ વર્ણન આ વાર્તામાં છે. ‘જખમ’ની વાર્તા ‘ઘડીક આપણો સંગ’ પણ ‘તલપ’ નામની વાર્તાના કુળની છે. નિર્જન રેલવે સ્ટેશન પર એક યુવક અને યુવતી ટ્રેન ચૂકી જાય છે. યુવતીને ડાભોંડા જવું છે અને યુવકને મુંબઈ. એમનું લાંબુ અને અર્થવગરનું વર્ણન પણ આવે છે. પાછા ગયા વિના છૂટકો નથી. બેય જણ અમદાવાદ જવા માટે એ રેલવે સ્ટેશન પરથી ટાંગો કરીને હાઈવે ઉપર જાય છે. અંધારું છે. યુવતી બીએ છે પણ યુવક નચિંત છે. ત્યાં છાપરી જેવી જગ્યાએ અજાણ્યા દેહાતી લોકો વચ્ચે દંગલ થાય છે. એમનાથી બચવા એ યુવતી ઓટલાની ધાર નીચે સૂઈ જાય છે. પેલો યુવક એને રક્ષણ આપતો હોય તેમ એના ઉપર સૂઈ જાય છે. પેલા લોકો ચાલ્યા જાય છે ત્યારે અચાનક જ પેલી યુવતીને સ્થિતિ સમજાય છે કે દેહાતી અને જંગલી પેલા લોકો હતા કે જેના ઉપર ખરેખર વિશ્વાસ મૂક્યો એ આ ભણેલો યુવક હતો? તે ગુસ્સામાં યુવકને કહે છે, ‘ઘડીક સથવારો કર્યો એમાં તો છેવટે જાત પર આવી જવું હતું ને તમારે?’ યુવક કશો પ્રત્યુતર વાળતો નથી. એ માત્ર પોતાનો બિસ્તરો ઉપાડીને ચાલવા માંડે છે. જોકે વાર્તામાં કશું જ નવું નથી. પણ તત્કાલીન વ્યવસ્થાઓ અને એકબીજા ઉપરનો વિશ્વાસ દેખાય છે. વિઠ્ઠલ પંડ્યાની કેટલીક વાર્તાઓમાં હાસ્ય તત્ત્વ ઊડીને આંખે વળગે તેવું છે. વાર્તાની વાક્યરચનાઓ અને નાના સંવાદોમાં અર્થપૂર્ણ હાસ્ય પ્રગટે છે. એમની કેટલીક વાર્તાઓ વાંચીને એમ થાય કે આ વાર્તાઓ વિનોદ ભટ્ટની તો નથી ને? ‘રોહિણી’ સંગ્રહની એક વાર્તા ‘વિવાહની વરસી’ ઉત્તમ હાસ્યવાર્તાનો નમૂનો છે. આજની વાર્તાઓમાં હાસ્ય દેખાતું જ નથી ત્યારે એમની આ વાર્તા નોંધનીય છે. અમથાલાલ નામનો એક યુવાન ટ્રેન દ્વારા અમદાવાદ આવવા નીકળ્યો છે. ટ્રેનમાં એને એક સહયાત્રી મળે છે. એની સાથે જે ચર્ચાઓ થાય છે જેમાંથી હાસ્યના ફુવારા છૂટે છે. લેખકે અમુક વાક્યપ્રયોગોમાં ખપમાં લીધેલા શબ્દોથી વાક્યરચના નવીન લાગે છે. આ વાર્તાના કેટલાંક વાક્યો ‘હા, બાકી તકદીર જરા અદકપાંસળું ખરું. એટલે જ તો પેલી પાટલાઘો જેવી પ્રેમિલા મારા ભાગ્યમાં પડીને’, ‘અરે એ રૂઢિચુસ્ત હશે તો હું રૂઢિત્રસ્ત છું’, ‘પણ જોજે શંખભારથી, કાંઈ કાચું કાપી ન આવતો’. ‘હજી તો વિવાહ માંડ થયા છે અને ભાવિ પત્ની એવી ડામચિયા જેવી છે કે એને જાગતોય હું નથી સાંભરતો’. ‘મારી નાની સાળી છે ને એ મજાની ચકલી જેવી છે. જાણે ચોળાફળીની સુંવાળી સીંગ જોઈ લ્યો.’ એ અમથાલાલ આવી ડંફાસ મારતા મારતા મુસાફરી કરે છે. આખરે બધું પાધરું થાય છે ત્યારે એને લાગે છે કે આખું અમદાવાદ ચક્કર ચક્કર ફરે છે. અમથાલાલ જેને મળવા જતા હતા એજ તેનો સાળો વૈંકુઠ હતો. જેની સામે તેણે લવારી કરી હતી. ‘અંગૂઠા જેવડી વહુ’ની વાર્તા ‘નાગી જાત’ વાંચવા જેવી છે. બજાણિયા કોમની સ્ત્રીઓ રાતે છાશ માગવા નીકળે છે ત્યારનું આ વર્ણન. ‘એણે પહેરેલાં કાનના લટકણિયાં, ગળામાંનો ચકતાવાળો મણિકા મઢ્યો હાર, માથાના સેંથામાં બાંધેલું ચાંદીનું બોર, હાથમાં એલ્યુમિનિયમનાં બલૈયાં ને પગમાં રૂમઝૂમ કરતાં એવાં જ કાંબિયાં. જાણે કે ભટકતી કોમનું પ્રતિનિધિત્વ ધરાવતી આ બાઈ એક અનોખું વ્યક્તિત્વ લઈને ઊભી હતી.’ ભણીને આવેલો રઘુવીર ત્રણ સ્ત્રીઓમાંની યુવાન અને દેખાવડી સ્ત્રીને તાકી રહે છે. વૃદ્ધ સ્ત્રીઓ વાતવાતમાં યુવાન સ્ત્રી વિશે કહે છે કે છે કે ‘આને એનો વર ગમતો નથી એટલે સાસરે જતી નથી’ એ સાંભળીને રઘુવીર વિચારે છે કે, અણગમતી વસ્તુને પરાણે સ્વીકારી લઈને જિંદગી લગી પરિતાપની ભઠ્ઠીમાં શેકાતી ઉજળિયાત વર્ગની સ્ત્રી ચઢે કે આ અભણ ગમાર યુવતી? એ સ્ત્રીને પણ આ યુવાન રઘુવીર ગમી જાય છે. એવામાં રઘુવીરના બાપા રાતે જેમાંથી પાણી પીતા એ પિત્તળની ગાગર ગુમ થઈ જાય છે. ઘણું શોધવા છતાં મળતી નથી. બે ચાર દિવસ પછી એ યુવતી છાશ માગવાને બહાને આવીને રઘુવીરને કહે છે કે, ગાગર મળી જશે. હું કહું એ જગ્યાએ આવવું પડશે. રઘુવીર જાય છે. પેલી યુવતી એક જગ્યાએ રેતાળ પટમાં ખોદવાનું કહે છે તો ગાગર મળી આવે છે. પેલી યુવતી કહે છે, આ ગાગરના બદલામાં મને તમારું રુદિયું જોઈએ. એમ કહીને તે રઘુવીરને ભીંસી નાખે છે. યુવાન રઘુવીર પણ ભાન ભૂલી તણાઈ જાય છે. આવેશની ક્ષણો પૂરી થાય છે ત્યારે રઘુવીર ગાગર નમાવી રેતી ખંખેરી નાખતાં કહે છે, ‘મારી સાળી નાગી જાત ન જોઈ હોય તો!’ જોકે આ વાર્તા આમ જોઈએ તો એક પ્રસંગકથા કે સંવેદનકથા કહેવાય. પણ વાર્તાના સંવાદો અને ભટકતી જાતિની સ્ત્રીઓ વિશેનું લેખકનું જ્ઞાન અદ્‌ભુત છે. ભણેલા રઘુવીરનું સ્ત્રીઓ વિશેનું મૂલ્યાંકન વાર્તાને વાર્તા બનાવે છે. ‘નિરુત્તર’ નામના સંગ્રહની એક વાર્તા ૧૯૬૨ના ગાળામાં લખાઈ હશે પણ તે વર્તમાનને દૃશ્યમાન કરે છે. એ વાર્તાનું નામ જ ‘ભમકી ગયું’ છે. આમ તો આ હાસ્ય કે વ્યંગ્ય વાર્તા છે પણ એને કટાક્ષકથા પણ કહી શકાય. આ વાર્તા વાંચીને રમણભાઈની ‘ભદ્રંભદ્ર’ યાદ આવી જાય. સુંદરલાલ નામના એક માણસને એક બ્રાહ્મણ કશુંક કહી જાય છે તે પછી એમના ધખારા શરૂ થાય છે. પહેલાં તે જાહેર કરે છે કે મારા મૃત્યુ પછી મારું દરેક હાડકાંની રાખ આ દેશના અમુક ભાગમાં વેરી દેજો. એ પછી લાલબહાદુર શાસ્ત્રીનો સમય આવે છે ને યુદ્ધ ફાટી નીકળે છે. તો સુંદરલાલને રણમેદાનમાં ધસી જવાના ધખારા ઉપડે છે. એમનાં સાત સંતાનોને લેખકે ‘સપ્તર્ષિ’ની ઉપમા આપી છે. એમની પત્ની અને સંતાનો રડે છે. એમની કાયા ભારેખમ છે તો કોઈ ના પાડે છે. કોઈ સલાહ આપે છે કે તમે સભાઓ કરો. ઇંદિરા ગાંધીની જેમ બધાને કહો કે હું કોઈથી ડરતો નથી. બસ સુંદરલાલને ચડી જાય છે અને તેઓ ગામ વચ્ચે નીકળી પડે છે. આખરે પોલીસ એમની ધકપકડ કરે છે અને ગાંડાની હૉસ્પિટલમાં મૂકી આવે છે. આ વાર્તા અસ્સલ વ્યંગકથા છે. આપણા દેશમાં નીકળી પડતા જાતજાતની વાત કરતા લોકો, નારા આપતા નેતાઓને આ વાર્તામાં આડે હાથ લીધા છે.  