ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અજય સરવૈયા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:

[‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’, પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૨૦૧૦, મૂલ્ય : રૂ. ૧૭૫, પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર/સાહચર્ય પ્રકાશન.]

{{Poem2Open}}

૧૯૭૫માં મુંબઈમાં જન્મેલ અજય સરવૈયાના એક કવિતાસંગ્રહ ‘આમ હોવું’, વાર્તાસંગ્રહ ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’ અને એક સાહિત્ય વિશેના વિવેચનાત્મક નિબંધનો સંગ્રહ ‘બોર્હેસ અને હું’ – એમ ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. અજય સરવૈયાનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ અને એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં થયો છે. હાલ તેઓ એમ. એસ. યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના પ્રોફેસર છે. આપણે એમના વાર્તાસંગ્રહ ‘ફેક્ટ ઍન્ડ ફિક્શન’ વિશે વાત કરીશું

Line 23: Line 24:
અંતમાં ‘સાંજના તડકાની આરપાર’ વાર્તા વિશે વાત કરીએ. નાયિકા, નાયકને રસ્તાના વળાંક પર કારમાંથી ઉતારીને જતી રહે છે. નાયિકા અનેક ઓરડાવાળા બંગલામાં રહે છે. જ્યારે નાયક પુરાણા શહેરની કોઈ ગલીમાં રહે છે. નાયક અને નાયિકા વચ્ચે સંબંધ છે, એ પણ પુસ્તકો, ચિત્રો અને ચહેરાઓની આસપાસ આકાર લે છે. વાર્તાકાર કોઈ વધારાની વિગતમાં જતાં નથી. જેમ સાંપ્રત જીવન ફ્રેગમેન્ટેડ છે એમ લેખક વાર્તાઓને પણ ખંડ ખંડમાં વહેંચીને માઇક્રોસ્કોપિક લેન્સથી આપણને એ જીવન-અંશ બતાવે છે. નાયક પોતાના મહોલ્લામાં થઈને ઘરે પહોંચે છે. મહોલ્લામાં ઓટલા પર બેઠેલા માણસોના ચહેરાઓ જોયાં કરે છે. કથક એ ચહેરા વિશે કશું સ્પષ્ટતાથી કહી શકતો નથી. એ ચહેરાઓને જોઈને કહે છે કે, ‘આ ચહેરાઓએ એમનાં ઈશ્વર ગુમાવી દીધા છે, આ ચહેરાઓ પાસે મહેક રહી નથી. કદાચ આ ચહેરા ચહેરા નથી રહ્યા.’ અહીં કશી ઘટના નથી કેવળ વિચારોની કલાત્મક ગતિ છે. ચહેરાઓના અદ્‌ભુત એસ્થેટિક્સ વિશે નાયક-નાયિકા સંવાદ કરે છે. જે એડવર્ડ હોપરનાં ચિત્રોમાં કલવાઈને એનું આગવું સૌંદર્ય રચે છે. નાયક જે મહોલ્લામાં નાનપણથી મોટો થયો છે ત્યાંના જ માણસોના ચહેરાઓ, ભાવોને એ કળી શકતો નથી એ એને બિલકુલ અજાણ્યાં અને સ્વપ્ન સમાન લાગે છે. જ્યારે નાયિકાએ નાનપણથી ભાગ્યે જ જીવતા માણસો સાથે સંવાદ કર્યો છે. એ કહે છે કે, ‘મેં મારા માબાપ કરતાં એડવર્ડ હોપર અને બેકન સાથે વધુ સમય ગાળ્યો હશે.’ એની પ્રેમિકા (નાયિકા) નાયકના લેપટોપમાં મહોલ્લાના એ ચહેરાઓ જુએ છે. એને એ ચહેરાઓ સાવ નિકટના પરિચિત લાગે છે. જે એ ચહેરાઓ સાથે રહ્યો છે એ એને ઓળખી નથી શકતો અને જે ચહેરાઓના અભાવમાં જીવી છે એ એની સાથે અનુબંધ અનુભવે છે. આમ, જ્યાં જે છે ત્યાં એ નથી એવું કહી શકાય. આ વિસંગતિ આ વાર્તાઓમાં ઠેર ઠેર પડેલી છે. અંતે બંને જણા મહોલ્લામાં થઈને નાયકના ઘરે જવા માટે નીકળે છે. ઘર બંધ હતું. પાડોશીને ત્યાં ચાવી માંગવાની આળસને કારણે બંને નાયિકાના ઘરે પરત આવી જાય છે. નાયિકા નાહીને, જીન્સ પહેરીને, બ્રા સરખી કરીને, ટીશર્ટ પહેરી અરીસા સામે ઊભી રહી પોતાનો ચહેરો જોઈ રહી. ‘આ એ જ ચહેરો?’ પ્રશ્ન પોતાને પૂછે છે. એ ક્ષણભર થંભી ગઈ. અરીસાના ચહેરાની આંખ ભીંજાઈ. એણે બંને હથેળીથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. એનું ડૂસકું પ્રિન્ટરના અવાજમાં દબાઈ ગયું.’

આ વાર્તાઓ આદિ મધ્ય અને અંત જેવા રૂઢ ઢાંચાને અનુસરતી નથી. અહીં મોટાભાગની વાર્તાઓમાં ઘટના નથી. ઘટના પછીની અસરો છે અથવા ઘટનાના પરિણામે ઉદ્‌ભવતા મનોવ્યાપાર છે. વળી વાર્તાના છેડા છુટ્ટા છે. વાચક પોતાની ભાવયિત્રી પ્રતિભા વડે જે અર્થ કરવો હોય એ કરી શકે છે. અંતે ચોટ કે ચમત્કૃતિ જેવું કશું બનતું નથી. સ્થિતિ યથાતથ રહે છે. અજય સરવૈયાની વાર્તાનાં પાત્રો આ વિશાળ જગતના શીર્ણ-વિશીર્ણ નકશા પર પોતાની પાસે રહેલો એક ટુકડો લઈને એને ક્યાંક ગોઠવવાની એબ્સર્ડ રમત કર્યા કરે છે.

{{Poem2Close}}
{{right|વિજય સોની}}<br>
{{right|વિજય સોની}}<br>
{{right|વાર્તાકાર}}<br>
{{right|વાર્તાકાર}}<br>