18,820
edits
No edit summary |
No edit summary |

Line 474: | Line 474: | ||
==વાર્તા== | ==વાર્તા== | ||
[[File:Sanchayan 64 Image 4.jpg|left| | [[File:Sanchayan 64 Image 4.jpg|left|300px]] | ||
{{right|{{color|#003399|''' એક મેઈલ '''}} }}
| {{right|{{color|#003399|''' એક મેઈલ '''}} }}

{{right|''' પૂજા તત્સત'''}}
| {{right|''' પૂજા તત્સત'''}}

Line 498: | Line 498: | ||
લિ. આસ્થા | લિ. આસ્થા | ||
{{right|(આંતરપ્રિન્યોર)}}
| {{right|(આંતરપ્રિન્યોર)}}

[[File:Sanchayan 64 Image 5.jpg|400px|center|thumb|ચિત્રાંકન :સત્યજિત રાય]] | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
==નિબંધ== | ==નિબંધ== | ||
{{right|{{color|#003399|''' | [[File:Sanchayan 64 Image 6.jpg|left|300px]] | ||
{{right|{{Color|RoyalBlue| | |||
{{right|{{color|#003399|''' ક્યાં ગયા એ શિક્ષકો.. '''}} }}

{{right|{{Color|RoyalBlue|ભાગ્યેશ જ્હા}} }}

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શિક્ષકદિન આવે છે ને મન બાળપણમાં પહોંચી જાય છે. ઉત્તર ગુજરાતનું નાનકડું ગામ, સરઢવ. | |||
ગામના છોગા જેવી ભાગોળ. | |||
ધૂળનું સામ્રાજ્ય ને ભેંસોનો ટ્રાફિક, જાણે આછા ભૂખરા કાગળ પર કાળી શ્યાહીના ધાબા. ભાગોળ એટલે બસસ્ટેન્ડ પણ ખરું. બધા અમેરિકા જનારાઓને અને મુંબઈ જનારાઓને લઈ જનારી બસો અહીંથી ઊપડે, અને અહીં પ્રગતિ પામતા દરેક વિદ્યાર્થીઓને આશિષ આપતા આચાર્યને આજે પણ તમે અનુભવી શકો તેવી અમારી નિર્દોષ ભાગોળ. ભાગોળ આમ બારી પણ ખરી, પણ ખરી બારી તો એક નેળિયું/હવે તો રસ્તો વીંધીને ઊભેલી નિશાળ. વિલાયતી નળિયાં અને આછા પીળા રંગની દીવાલો, આશ્રમની ગંભીરતાવાળો ચહેરો અને ‘મા’ના ખોળા જેનું મેદાન. એક લાકડાનો દરવાજો, લીલા રંગનો, એક નાનકડી પ્રવેશબારી. આમ તો નાનકડી પણ કોઈ લેપટોપના સ્ક્રીન જેવી લીસ્સી. આમ તો દરવાજો લાગે પણ જીવનનું અદૃશ્ય કોતરણીકામ. તમારે થોડાં પગથિયાં ચઢવાં પડે. પછી તમને શાળા દેખાય, દેખાય એટલે પમાય એવું જરૂરી નથી. બે પેઢીની તપસ્વી શિક્ષકપરંપરાની સાક્ષી જેવો નીમકુંજ, એના મંત્ર બોલતાં પાંદડાં. નાનકડા બગીચાની મેંદીની વાડમાંથી આવતા પવનની પાતળી બારખડી લહેરાતી લહેતી નીમકુંજમાં આવે, ત્રિપુન્ડ ભસ્મધારી છાંયડો ઓળખવાનું કાચાપોચાનું કામ નહીં. કેટલા બધાં વર્ષો થયાં, એ વાતને એક સાંજે બાજુના ગામ નારદીપુરથી એક શિક્ષક આવેલા, ઢીંચણ સુધીનું ધોતિયું, ઊંડી આંખો, ચોખ્ખું પહેરણ, કપાળે તિલક, ચોરસ ચહેરો, પહોળા ખભા અને ચિક્કાર આત્મવિશ્વાસ. એક શિક્ષક, ઉપેક્ષિત શિક્ષક, શિવભક્ત, કંઠમાંથી લહેરાતું સંગીત અને અપ્રતિમ વિદ્યાર્થીપ્રીતિ. નામ વિષ્ણુપ્રસાદ. શિક્ષકના સંકલ્પથી સંસ્થા જન્મી, સંસ્થાના મૂળમાં શિક્ષકનું હોવું તે મોટી ઘટનાના સાક્ષી. ગ્રામવૃક્ષોને સાંભળવા કાન કેળવવા પડે. એવા જ એમના પુત્ર વાસુદેવ. પિતા-પુત્રની આ તપશ્ચર્યા તો ક્રૂર તડકામાં વરસાદની ભીનાશ ઊડી જાય તેમ ઊડી ગઈ, પણ કો’ક લતાના વળાંકાતા વિકાસની લીલીછમ ધમનીમાં ગોઠવાઈ ગઈ એ ભીનાશ. કેટલાયે વિદ્યાર્થીઓએ ઝીલી લીધો એ વર્ષાનો પહેલો અભિષેક, પહેલા વરસાદનો અલૌિકક સ્પર્શ. આજે પણ એમના બે વિદ્યાર્થીઓ મળે અને વાત કરે તો તમને એ ભીનાશ જડે. આજે પણ કો’ક દીવાલનો કાર્ડિયોગ્રામ કઢાવો તો શિક્ષકના ધબકારા સંભળાય તેવું શાળાનું ચિત્તતંત્ર, અસ્થિતંત્ર અને મનોમંત્ર... આચાર્ય વાસુદેવભાઈ એટલે પિતાનું તેજસ્વી સંતાન, ખાદીના ભગવા ઝભ્ભા અને જાકીટની અલાયદી વસ્ત્રસંહિતાઅને ભસ્માંકિત લલાટ પર સતત ચમક્યા કરતો વિદ્યાવ્યાસંગનો તેજ-પુંજ. અપ્રતિમ ડેટાસેન્ટરની અદાથી તેઓ ચારહજાર પરિવારના ત્રણ પેઢીના વિદ્યાર્થીઓના માર્ક્સ યાદ રાખતા. એમના માર્ક્સવાદમાં સમાનતા જેટલો જ મહિમા સ્નેહનો રહેતો. | |||
સવારે સાડાપાંચ વાગ્યે અમારી સાથે દોડવા આવતા, સૂર્યનમસ્કાર કરતા. પછી અમે રમતોમાં ગોઠવાઈએ ત્યારે નીમકુંજમાં કોઈ મંત્રની ગુફામાં ચાલ્યા જતા, ધ્યાનસ્થ. સાડા-છ વાગ્યે ગીતાના કોઈ અધ્યાયનું પારાયણ થતું. કોઈ એકાદ શ્લોકનું નાનકડું ઉપનિષદ પણ રચાઈ જતું... બધા છૂટા પડતા, પોણા અગિયારે ફરી મળવા, કશો ભાર પણ નહીં અને આભાર પણ નહીં... સહજ એક નદીની જેમ સરળતા અને પ્રવાહિતા સિવાય કંઈ જ નહીં. સાડા નવે શાળામાં ફરી ચહલ-પહલ શરૂ થતી, જેમનામાં કશું હતું અથવા જેમને જીવનમાં કશું કરવું છે તે તમામ વિદ્યાર્થીઓ કોઈ ને કોઈ બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરતા, કોઈ સમાચાર લખતા, કોઈ રંગોળી દોરતા, કોઈ બાગમાં માળીને મદદ કરતા, કોઈ વિજ્ઞાન ક્લબમાં ભીંતપત્રના સંપાદનમાં મગ્ન રહેતા. પક્ષીઓના કલરવ જેવો ઝીણો ઝીણો પ્રવૃત્તિરવ લહેરાતો, શિક્ષકો વિદ્યાર્થીઓના મદદનીશ તરીકે રહેતા. પ્રાર્થનાનો પોણો કલાક જીવનસંગીતનો સમય રહેતો, ગીતાના બીજા અધ્યાયમાં આવતા સ્થિતપ્રજ્ઞના શ્લોકોનું ગાન થતું, ગાંધીજીના જીવનનો કોઈ પ્રસંગ વંચાતો, ક્યારેક ચર્ચાતો. જ્ઞાન-વિજ્ઞાનના સમાચારોનાં વક્તવ્યો થતાં. બધું સહજ થતું, યંત્રવત્ કશું ના બની જાય એનો ચોકીપહેરો રહેતો. એલિયેટ ને કાલિદાસ ને ઉમાશંકર ને દર્શક ને કનૈયાલાલ મુન્શી ને આઇન્સ્ટાઈન ને વિદેશીનીતિ ને રાજનીતિ ને અર્થતંત્ર ચર્ચાતાં. ભાષાગૌરવ, દેશગૌરવ, ધર્મગૌરવ એવા વિષયો વાતાવરણમાં સ્રવ્યા કરતા, એ ભીનાશ આજે પણ અકબંધ છે. સ્વાર્થ કે પૈસાના વ્યવહારની કોઈ વાત સાંભળવા પણ ના મળે... જે આજે પણ તરબતર કરે છે જીવનને... એમનાં છેલ્લા વર્ષોમાં એમણે જે આંસુ વહાવ્યાં છે, જે આક્રોશ ઠાલવ્યો છે તે તો મોંઘી મૂડી છે. ભીષ્મપિતામહની વ્યથા અને આધુનિક શય્યાના શબ્દવિન્યાસ અને શસ્ત્રવિન્યાસને આલેખતો અશ્રુભીનો ભાવભરોસો અને ભાવઓછપનો તડકો-છાંયડો... | |||
એક જ પ્રશ્ન કાળદેવતાને પૂછવાની ઇચ્છા છે, ક્યાં ગયા એ બધા શિક્ષકો...? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center| | {{right|(‘અને આ વળાંકે’)}} | ||
[[File:Sanchayan 64 Image 7.jpg|300px|thumb|રેખાંકનોઃ સત્યજિત રાય]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
[[File:Sanchayan 64 Image 8.jpg|left|300px]] | |||
{{right|{{color|#003399|'''આકાશની ઓળખ'''}} }}

{{right|{{Color|RoyalBlue|ભાગ્યેશ જ્હા}} }}

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ કાવ્યસંગ્રહ તમને પકડી રાખે અને એને એક જ બેઠકે વાંચવાની તમન્ના થઈ આવે તેનાથી રૂડું શું? કવિ માટે અને વાચક માટે. આ બેય બાજુના આનંદની આજે વાત કરવી છે. કવિ જયદેવ શુક્લ સાથેની ઓળખાણ ખરી પણ ઓળખ બાકી હતી, એ આ કાવ્યસંગ્રહે પૂરી કરી. | |||
એમનો કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે...’ મળ્યો અને વંચાઈ ગયો. એકવાર સિતાંશુભાઈ સાથે કાવ્યચર્ચા કરતા હતા ત્યારે એમને કાવ્યના ન્યુક્લીઅસને પકડવાનું ભાવકે કરવાનું છે, કવિથી જુદા પડીને પણ આ ભાવકૌવત કેળવવા જેવું છે. મને આખા કાવ્યસંગ્રહમાં જે મઝા આવી છે તે તેનાં તાજાં કલ્પનોની તો ખરી જ પણ આપણું અછાંદસ કાવ્ય પણ એક નવી પુખ્તતા પામે છે તેનો આનંદ છે. પે’લા ન્યુક્લીઅસની વાત પહેલાં કરીએ, જેમ કાવ્યનું પોત કે વ્યક્તિત્વ હોય છે એમ કાવ્યસંગ્રહનું પણ હોય જ છે. આ ‘કરમ-સંજોગે મળિયાં આપણાં આંગણાં જોડાજોડ રે... (કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું કે..) જેવું નથી, અહીં તો એનો વિશ્વકર્મા સૂક્ષ્મ રીતે આપણી સાથે કાવ્ય વંચતો હોય છે. કાવ્યપડોશ કે કાવ્યવિન્યાસની એક સૌંદર્યાનુભૂતિ હોય છે જ. કવિની ચેતના આખા કાવ્યસંગ્રહમાં કેવી રીતે વિસ્તરી રહી છે તેનો ઝબકાર-અજવાળું પાને પાને પથરાયેલું છે. પણ એનો વિભૂતિતત્ત્વ કે વિશ્વરૂપદર્શન જેવી અદા જેમ ગીતામાં છેક દશ-અગિયારમા અધ્યાયમાં પ્રગટે છે તેવું જ ચમત્કૃતિભર્યું કાવ્ય મને ‘તારો પ્રતિસ્પર્ધી...’માં દેખાય છે. કવિ આ કાવ્યની શરૂઆત ગૌમુખના ‘હાથ’ ગુમાવ્યાની ખૂબ જ અસ્તિત્વવાદની અદાના વિધાનથી કરે છે, કવિ આપણને પાછળ ખેંચી જાય છે. પછી એમના પિતા-પિતામહની પરંપરા અને ઋષિકેશના ગંગાસ્થાનની સપાટીઘટના કહેતાં કહેતાં કવિ જે ડૂબકી મારે છે તે લક્ષણા-વ્યંજનાના પ્રદેશમાં ભાવકને ભીંજવતાં ભીંજવતાં મનુષ્યના સહસ્રકોટિ રન્ધ્રે રન્ધ્રમાં જાગે છે. અહીં એક વિભૂતિદર્શનમાં રત અર્જુનને જાણે વિશ્વરૂપદર્શન કરાવતા કૃષ્ણ જાગ્યા હોય તેમ જળમાં કમરભેર ઊભેલા કવિ સહસ્રબાહુ બને છે, અને દિવ્યદર્શન થાય છે, અને કવિ ઉદ્ઘોષણા કરે છે, “તારો પ્રતિસ્પર્ધી! કવિ...” આ કવિનું દર્શન, સેલ્ફ-રીયલાઈઝેશન મને ખૂબ ગમ્યું છે, પોતાને ક્યા જળમાં ઊભા રાખીને આ આત્મશોધ કરવાની છે એની ભાવમુદ્રા પામવા ભાવકે મથવાનું છે અને એ રીતે કવિતા સાવ ‘કાન્તા-સમ્મિત-સંવાદ’ની વહેવારુ ચેષ્ટાથી ઉમાશંકર-પ્રબોધિત આત્માની કલાકક્ષાથી ઉચ્ચરે છે. અને એટલે એને કાવ્યસંગ્રહનું મધ્યબિંદુ કે નાભિકેન્દ્ર પકડીને હું ફરીથી કવિ જયદેવની સાથે આભયાત્રાએ નીકળું છું. | |||
કવિ બીજા જ સંગ્રહને વ્હાલ કરીને રજૂ કરે છે તે કથન વાંચીને રાજી થવાય છે, કાવ્યની સંખ્યા કરતાં તેના સત્ત્વની પ્રતિષ્ઠા કરવી તેવી તેમની કાવ્યનિષ્ઠાની પણ નોંધ લેવી જોઈએ. માગશરની અમાવાસ્યામાં કવિ કેવું સરસ ચિત્ર આપે છે... | |||
આકાશનાં
લાખ્ખો, કરોડો. | |||
અબ્બજો કાણાં
ચમકતા બરફથી પુરાઈ ગયાં છે. | |||
જનાંતિક માટે લખાયેલા કાવ્યગુચ્છમાં ‘પુત્રની વિદેશી દોસ્તને પ્રથમવાર ફોન પર મળ્યા પછી...’વાળા કાવ્યમાં રોકાઈ જવાની ઇચ્છા થઈ આવે છે, કલ્પન તમને ચમત્કૃતિ સહેજ આગળના પ્રદેશમાં લઈ જાય તે કવિતાની સિદ્ધિ છે, દા.ત. | |||
તારા શબ્દોનો
રણકાર
આથમતી જતી
ધૂંધળાશમાં
સોનેરી પતંગિયું બની
કાનના અન્ધારમાં
ઝળહળે છે... | |||
આ પંક્તિઓમાં રણકાર-આથમતી-ધૂંધળાશ અને સોનેરી-અન્ધાર-ઝળહળે એવા ક્રમિક-ઉત્ક્રાંત ભાવહિલોળા જગાવવાની ક્ષમતા ધરાવતી શબ્દસંગતિ આપણા સમયની નવ્યસંવેદનાઓને પ્રગટાવે છે, સ્તનસૂક્ત પહેલાં મુકાયેલું ‘કેવેફી વાંચતાં જાગેલું સ્મરણ’ સૂચક છે, ઉઘાડની પંક્તિએ જ ‘દોડતી ટ્રેનમાં હું રાહ જોતો હતો...’ એમાં એકસાથે બે સ્થળોને કાવ્યસમય-સારણીમાં બતાવીને કવિહૃદયમાં અને નસોમાં અને મસ્તકમાં થતી ધમાલોનો આવેગ અને ઉદ્વેગ સહેજ જુદી રીતે કરી આપે છે. | |||
કવિએ પૃથ્વી કાવ્યો હટકે લખ્યાં છે એમાં છલકતું સાક્ષીતત્ત્વ જ એમને કાવ્યસંગ્રહની અગાશીમાં (પાછળના કવર પર મૂકી આપે છે...). કવિના ‘હાલકડોલક અરીસામાંથી ઉંચકાતું આ પૃથ્વીપુષ્પ’ કવિની આંતરચેતનાં પડેલી યજુર્વેદની સંહિતાનો એક પ્રકારનો શબ્દાવતાર છે કાવ્યપરિણતિ છે. | |||
{{ | આ કાવ્યસંગ્રહ બદલાતા સમયની બે-ધારી સંવેદનાનું આલેખન છે અને એટલે કવિ કહે છે – | ||
{{ | કબૂતરની કપાયેલી પાંખ જેવી
હથેળી
ગુંચાળા પિલ્લા પર ચત્તીપાટ. | ||
પિલ્લું માંડ માંડ થોડું ઊકલ્યું ત્યાં...
‘કાં...ઈ..પો..ચ..’ | |||
આ કઈ ગૂંચ છે જ્યાં કવિએ કાઈપોચ ઉચ્ચારવું પડે છે. | |||
આ કાવ્યસંગ્રહ અનેક રીતે જુદો પડવાનો છે એમાં કવિપ્રતિભા અને પ્રયોગો તો છે જ, પણ અછાંદસ કવિતાના વિષયવૈવિધ્યને કવિએ ગુજરાતી ભાવક પાસે રજૂ કર્યું છે. | |||
છેલ્લે ફરી એકવાપ પે’લું પૃથ્વીકાવ્ય કહેવાની ઇચ્છા થઈ આવે છે, | |||
ગ્રીષ્મના
તોતિંગ તડકામાં
પૃથ્વીનો
આ નાનકડો દાણો
ધાણીની જેમ
ફૂટે તો? | |||
આ પ્રશ્નના અનેક ઉત્તરો હશે, હું તો કહીશ, તો કવિ... થઈ જાય આકાશની ઓળખાણ... જ્યાં બીજરેખા હલેસાં વિના તરતી રહે... | |||
{{right|(‘અને આ વળાંકે’)}}

{{rotate|-15|[[File:Sanchayan 64 Image 9.jpg|200px]]}}

== ॥ વિવેચન ॥ == | == ॥ વિવેચન ॥ == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Ramnarayan V Pathak (Colour).jpg|300px|left]] | |||
{{right|{{color|#003399|''' રામનારાયણ પાઠકનાં કાવ્યવિચાર બિંદુઓ '''}} }}

કાવ્યકલાની શક્તિ અને તેની મર્યાદા બંને તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કાવ્યનું ઉપાદાન અર્થપ્રતિપાદક શબ્દ છે એમ કહીશું. અંગ્રેજી કવિ શેલી બીજી બધી કલા કરતાં કાવ્યકલાની શક્તિ વિશેષ માને છે, કારણ કે તેનું ઉપાદાન શબ્દ અર્થવ્યંજક છે. ચિત્રકારનો રંગ પોતે અર્થવ્યંજક નથી પણ કવિનો શબ્દ પહેલેથી જ અર્થવ્યંજક છે, પણ તે અર્થવ્યંજકતા સાથે જ એક બીજી મુશ્કેલી ઊભી થાય છે. શબ્દો માત્ર સામાન્ય ધર્મોના બોધક હોય છે. પશ્ચિમના તેમ જ પૂર્વના પ્રમાણશાસ્ત્રીઓ સંમત થાય છે કે માત્ર શબ્દ માત્ર ‘ઉપાધિ’ એટલે સામાન્ય ધર્મનો બોધ કરે છે. હવે કલામાં રસનિષ્પત્તિ વિશિષ્ટ પ્રત્યયમાં રહેલી છે. ‘પ્રદીપ’કાર ગોવિંદ કહે છે, प्रत्यक्षमेव ज्ञानं सचमत्कारम् । પ્રત્યક્ષ જ્ઞાન જ ચમત્કાર છે, કારણ કે તે અત્યંત વિશિષ્ટ છે. કોઈ અનેકરંગી મૂળ ચિત્ર કરતાં માત્ર તેજછાયાનો તેનો ફોટો ઓછો રસપ્રદ લાગશે. હવે બીજી કલાઓમાં કૃતિ જે ઉપાદાન દ્વારા આપણી ઈન્દ્રિયોને ગોચર થાય છે, તે ઉપાદાન, ગોચર થતાં જ, વિશિષ્ટ સંસ્કાર પાડે છે. ઝાડનું ચિત્ર જોતાં ઝાડની વિશિષ્ટ આકૃતિ જ દૃગ્ગોચર થાય છે. સંગીત સાંભળતાં સંગીતના વિશિષ્ટ સૂરો જ શ્રવણગોચર થાય છે. પણ ‘પ્રેમ’ શબ્દ સાંભળતાં પ્રેમનું કોઈ પણ સ્વરૂપ ચિત્તમાં અંકિત થતું નથી, માત્ર સામાન્ય સ્વરૂપનો જ બોધ થાય છે, જે રસોદ્બોધક નથી. આવા ઉપાદાન દ્વારા કાવ્યે વિશિષ્ટ સંસ્કારો પાડવાના છે. | |||
અને કાવ્ય માત્ર ફિલસૂફી નથી, ફિલસૂફીથી વિશેષ છે અને તેની પધ્ધતિ ફિલસૂફીથી વધારે કાર્યકારી છે. ફિલસૂફી માત્ર તર્કપરંપરાથી બહુબહુ તો કોઈ ઉચ્ચ સ્થાનનો અંગુલિનિર્દેશ કરે છે. કાવ્ય તો તે સ્થાને જ આપણને લઈ જઈને મૂકે છે. ફિલસૂફી શુષ્ક રીતે, કદાચ અણગમો થાય એવી રીતે - નીતિ સામેનો ઘણો વિરોધ શુષ્કતાને લીધે આવે છે – કહે છે કે લોભ, કામ, ખાઉધરાપણું વગેરે હીન છે, માણસે તેથી ઉચ્ચતર સ્થિતિએ જવું જોઈએ. કાવ્ય આપણને ખરેખર તે સ્થિતિએ લઈ જઈને બતાવે છે કે વ્યવહારમાં જે લોભ વગેરે વૃત્તિઓમાં તમે હંમેશા રચ્યારચ્યા રહો છો, તે જુઓ, અહીંથી કેવી ઉપહસનીય દેખાય છે! સ્ટિરિયોસ્કોપમાં જોનાર, કેટલે અંતરે લેન્સ રાખવા, તે દર્શનની સુરેખતાથી અને યથાર્થતાની પોતાની મેળે નક્કી કરી લે છે. એ જ અંતર તે જો કાચના લેન્સો, આંખના લેન્સો અને દૃશ્યચિત્ર એ ત્રણેયની ગણતરીથી નક્કી કરવાનો પ્રયત્ન કરે તો ગણતરી ઘણી જ મુશ્કેલ થાય અને છતાં યથાર્થ દર્શન થાય કે નહિ તે વહેમ પડતું જ રહે. તે જ પ્રમાણે ફિલસૂફી, અનેક તર્કોથી જીવનનું દૃષ્ટિબિંદુ આપવા પ્રત્યન કરે અને છતાં તે આપી ન શકે. કાવ્યમાં ભાવક યથાર્થ દર્શન મેળવવા પોતાની મેળે યોગ્ય દૃષ્ટિબિંદુએ જાય છે. દરેક કવિ, પોતે જે દર્શન કર્યું હોય છે તે ભાવકને સિદ્ધ સ્વરૂપે આપે છે. | |||
માનવ લાગણી કે ભાવ વિશે આગળ વિચાર કરીએ તે પહેલાં અહીં એટલું નોંધવું જોઈએ કે કાવ્યને પોતાને પોતાનું આકારસૌષ્ઠવ છે. તે પદ્યરચનાથી અને શબ્દોના વર્ણોચ્ચારથી થાય છે. આમાંથી એ પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કાવ્યને પદ્યરચના આવશ્યક છે કે કેમ? આજના વિષયમાં મેં સર્વ રાર્જનાત્મક સાહિત્યનો સમાવેશ કયો છે, એટલે એમાં નવલકથા પણ આવી જાય. નવલકથાઓ પણ છંદોબદ્ધ જોઈએ એમ કોઈ કહેતું નથી. પણ કાવ્ય શબ્દ પરંપરાથી માત્ર પદબંધને માટે વપરાતો આવ્યો છે. અને એ પણ ખરું કે વાડ્મય ઉપાદાનની વધારેમાં વધારે શક્તિ આપણે છંદોબદ્ધ કાવ્યમાં જ જોઈએ છીએ. જનતાએ તેની ઉન્નત્માં ઉન્નત લાગણીઓ ઘણે ભાગે પદ્યોમાં જ સંઘરી છે. પદ્યરચના આખા કાવ્યને કોઈ ગૂઢ રીતે એકત્વ અર્પે છે, આંતર અર્થથી એકત્વ પામેલ કૃતિને બાહ્યધ્વનિથી - અવાજથી એકત્વ આપે છે અને કાવ્યના એક ભાગમાં આખાની આકાંક્ષા જાગ્રત કરે છે, તીવ્રતર કરે છે. એટલે પદ્યરચના કાવ્યને અનેક રીતે ઉપકારક થાય છે તેમાં મતભેદ નથી. પ્રશ્ન એટલો જ છે કે તે વિનાની કૃતિને ટૂંકા અર્થમાં કાવ્યસંજ્ઞા આપી શકાય કે નહિ? મારો વિષય વિશાળ અર્થમાં સમસ્ત સર્જનસાહિત્યનો છે અને આની ચર્ચાનો અહીં પૂરતો અવકાશ નથી. માત્ર એટલું કહીશ કે શબ્દમાં જે શક્તિ, તેનો પૂરેપૂરો ઉપયોગ જો કવિ જાણી જોઈને ન કરે તો તેને માટે પૂરતું કારણ હોવું જોઈએ. નવલકથામાં આપણે પદની અપેક્ષા નથી રાખતા કારણ કે ત્યાં ભાવ એટલી ઘનતાએ નથી પહોંચતો. ઇબ્સને કહ્યું હતું કે મારાં સામાજિક નાટકોમાં હું પદ્ય નથી વાપરતો કારણ કે દુનિયાનું સાધારણ વ્યાવહારિક વાતાવરણ હું તખ્તા ઉપર બતાવવા માગું છું. સંસ્કૃત નાટકોમાં પણ રસ અને ભાવથી ઘનતાના સૂક્ષ્મ નિયમ પ્રમાણે ગદ્ય અને પદ્ય આવે છે. આવું કારણ ન હોય, ભાવ પદ્યને અનુકૂળ હોય, છતાં કવિ જો પદ્ય ન વાપરે તો તેટલે અંશે સંસ્કારી વાચકની અપેક્ષાને કંઈક અધૂરી રાખે છે એટલું તો કહેવું જોઈએ. આ દૃષ્ટિને અનુકૂલ રહીને પ્રાચીનોનો મત गद्यं कवीनां निकपं वदन्ति એ મને માન્ય છે. આપણા સાહિત્યનો આ એક રસિક પ્રશ્ન છે. તેની ચર્ચા બંધ પડી છે પણ તે પ્રશ્ન બંધ પડ્યો નથી. કોઈ વિવેચક આ ઉપરથી ગદ્યનો લય (rhythm) અને તેના નિયમો શોધવાને પ્રેરાય તો તેથી વિવેચનસાહિત્ય ઉપર નવો પ્રકાશ પડે. | |||
વિવેચનમાં એ પણ જોવાનું છે કે કવિ જે ભાવનિરૂપણનો પ્રયત્ન કરે છે તે જ ભાવ તે બરાબર નિરૂપી શક્યો છે કે નહિ. ભાવનિરૂપણની શક્તિ એ કવિની વાક્શક્તિ, વાક્પ્રભૃત્વ, વાગ્વૈભવની ખરી કસોટી છે. વાણી ઉપરના પ્રભુત્વના અભાવે ભાવ ક્યાંક અસ્ફુટ રહી જાય, ક્યાંક સંદિગ્ધ રહી જાય, ક્યાંક અન્ય ભાવનો ભ્રામક નીવડે, ત્યાં વિવેચકે એ બતાવવું જોઈએ. વિવેચકે સ્પષ્ટ કરવું જોઈએ કે કવિનો વિવક્ષિત ભાવ આ છે, પણ અમુક અમુક સ્થાનની નિર્બળતાને લીધે એ ભાવ બરાબર ઊઠતો નથી, અથવા ત્યાં અમુક બીજા ભાવની ભ્રાંતિ થાય છે. વિવેચક પોતાના વાસ્તવિક જગતના અને અનેક કાવ્યોના અનુભવથી આ બતાવી શકે છે. | |||
અને છેલ્લે વિવેચકે એ બતાવવાનું છે કે કવિ ભાવ નિરૂપે છે તે ઉચિત છે કે નહિ. ચિત્તતંત્ર સમગ્રતયા જાગ્રત હોય, તો. એ. વસ્તુ તરફ એ જ ભાવ સ્વાભાવિક રીતે થાય કે નહિ? કવિએ ધારણ કરેલો અથવા કહો કે કાવ્યમાં નિષ્પન્ન કરેલો ભાવ, કવિની પોતાની બાલિશતા કે અપૂર્ણતા, અનુદારતા, હૃદયસંકોચ, અંગત લોલુપતા કે હૃદયની શક્તિની મર્યાદા - હૃદયદૌર્બલ્ય કે એવા કોઈ કારણથી એ સમગ્ર ચિત્તના ભાવને બદલે, કોઈ એકદેશીય જ, કોઈ હલકી કક્ષાનો જ ભાવ તો નથી આવી ગયો? | |||
કાવ્યનું મૂલ્યાંકન તે આ જ. સમગ્ર જીવનની દૃષ્ટિએ એ ભાવનું સ્થાન આંકવું તે. અને આંકવું એટલે? જેમ ખુરશીની કિંમત રૂપિયા-આના-પાઈમાં આંકી શકીએ છીએ તેમ ભાવની કિંમત કશામાં આંકી શકાતી, નથી. એટલા માટે મને આ મૂલ્ય અને મૂલ્યાંકન શબ્દો પસંદ નથી. અંગ્રેજીમાં વૅલ્યૂ-(value)નો જે વિસ્તૃત અર્થ છે તે ‘મૂલ્ય’માં આવતો નથી. ભાવનું મૂલ્યાંકન એટલે ભાવની સમગ્રજીવનદૃષ્ટિથી કરેલી એ ચર્ચા દાર્શનિક - philosophic છે. વિવેચન આ દૃષ્ટિએ દાર્શનિક બને છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right| | {{right|(શ્રેષ્ઠ રા. વિ. પાઠક)}} | ||
[[File:Sanchayan 64 Image 10.png|thumb|300px|center|વિનોદ બિહારી મુખરજીનું રેખાંકનઃ સત્યજિત રાય]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} |