ભજનરસ/સાંભળ સહિયર: Difference between revisions

+1
No edit summary
(+1)
 
(3 intermediate revisions by one other user not shown)
Line 38: Line 38:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''નેમ જગાવે પ્રેમ કો, પ્રેમ જગાવે જીવ,'''  
'''નેમ જગાવે પ્રેમ કો, પ્રેમ જગાવે જીવ,'''  
'''જીવ જગાવે સુરતિ કો, સુરતિ મિલાવે પીવ.'''
'''જીવ જગાવે સુરતિ કો, સુરતિ મિલાવે પીવ.'''</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલા માટે તો પહેલેથી સુરતાની વાટે નરસિંહની વાણી આગળ વધે છે. નવધાથી ન્યારો' છે એને જોવા જતાં નવધાની સીમા નીરખી લઈએ. ગીતાએ આ ગણતરી કરી બતાવી છે. ભૂમિ, આપ, અનલ, વાયુ, ખં (આકાશ), મન, બુદ્ધિ અને અહંકાર એ અષ્ટધા જડ પ્રકૃતિ છે. તેથી ૫૨ જીવરૂપ ચેતન પ્રકૃતિ મળી નવા પ્રકૃતિ થાય. મનુષ્યમાં આ બંને એવી તો સજ્જડ જોડાયેલી છે કે ચેતન પણ જડને વશ બની વર્તે છે. ‘હું શરીર, હું મન' એ ભાવ મટતો નથી અને ‘સત્ય અનંત'ને પ્રવેશવાની જગ્યા મળતી નથી. ક્ષર અને અક્ષર, અપરા અને પરા, જડ અને ચેતનની આ ગ્રંથિ ભેદાઈ જાય તો ‘નવધાથી ન્યારો' છે તેનો અનુભવ થાય. એ પૂર્ણ પુરુષનું વર્ણન કરતાં મુંડક કહે છે : ‘અપ્રાણો હિ અમનાઃ શસ્રો હિ અક્ષરાત્ પરતઃ' ‘એ અમૂર્ત પુરુષ પ્રાણરહિત, મનરહિત, શુભ્ર અને જીવભાવથી અત્યંત ૫૨ છે.' જીવ એટલે જ કોઈ એક સ્થળ અને કાળનું  
એટલા માટે તો પહેલેથી સુરતાની વાટે નરસિંહની વાણી આગળ વધે છે. નવધાથી ન્યારો' છે એને જોવા જતાં નવધાની સીમા નીરખી લઈએ. ગીતાએ આ ગણતરી કરી બતાવી છે. ભૂમિ, આપ, અનલ, વાયુ, ખં (આકાશ), મન, બુદ્ધિ અને અહંકાર એ અષ્ટધા જડ પ્રકૃતિ છે. તેથી ૫૨ જીવરૂપ ચેતન પ્રકૃતિ મળી નવા પ્રકૃતિ થાય. મનુષ્યમાં આ બંને એવી તો સજ્જડ જોડાયેલી છે કે ચેતન પણ જડને વશ બની વર્તે છે. ‘હું શરીર, હું મન' એ ભાવ મટતો નથી અને ‘સત્ય અનંત'ને પ્રવેશવાની જગ્યા મળતી નથી. ક્ષર અને અક્ષર, અપરા અને પરા, જડ અને ચેતનની આ ગ્રંથિ ભેદાઈ જાય તો ‘નવધાથી ન્યારો' છે તેનો અનુભવ થાય. એ પૂર્ણ પુરુષનું વર્ણન કરતાં મુંડક કહે છે : ‘અપ્રાણો હિ અમનાઃ શસ્રો હિ અક્ષરાત્ પરતઃ' ‘એ અમૂર્ત પુરુષ પ્રાણરહિત, મનરહિત, શુભ્ર અને જીવભાવથી અત્યંત ૫૨ છે.' જીવ એટલે જ કોઈ એક સ્થળ અને કાળનું  
Line 49: Line 48:
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એક બીજી રીતે પણ દશમેં દ્વારે તાળી લાગી' કહી સંતો આ અનુભવને ગાય છે. શરીરને નવ દ્વાર — બે આંખ, બે કાન, બે નાસિકા, એક મુખ, ગુદા અને ઉપસ્થ મળી નવ દ્વારવાળી નગરી કહેવામાં આવે છે. ‘નવ દ્વારે પુરે દેહી' આવી નગરીમાં પુરાયેલો જીવ આનંદ માટે બહિર્મુખ બની ભટકે છે. પણ તે અંતર્મુખ બને તો તેના હાથમાં પરમ આનંદનો ખજાનો આવી જાય. મહામુક્તિનું દ્વાર ખૂલી જાય. એટલે સંતો વારંવાર ાદ પાડે છે : 'બાહિર કે પટ દેય કે, અંદર કે પટ ખોલ.' આ દ્વારને હેવાય છે બ્રહ્મરન્દ્ર. યોગવાણીમાં સુષુમણા અને બ્રહ્મરન્ધનું વર્ણન આવે છે તેની વિગતમાં અહીં નહીં પડીએ. એ જ દશમ દ્વાર છે. ડુંગરપુરીના  
એક બીજી રીતે પણ દશમેં દ્વારે તાળી લાગી' કહી સંતો આ અનુભવને ગાય છે. શરીરને નવ દ્વાર — બે આંખ, બે કાન, બે નાસિકા, એક મુખ, ગુદા અને ઉપસ્થ મળી નવ દ્વારવાળી નગરી કહેવામાં આવે છે. ‘નવ દ્વારે પુરે દેહી' આવી નગરીમાં પુરાયેલો જીવ આનંદ માટે બહિર્મુખ બની ભટકે છે. પણ તે અંતર્મુખ બને તો તેના હાથમાં પરમ આનંદનો ખજાનો આવી જાય. મહામુક્તિનું દ્વાર ખૂલી જાય. એટલે સંતો વારંવાર સાદ પાડે છે : 'બાહિર કે પટ દેય કે, અંદર કે પટ ખોલ.' આ દ્વારને હેવાય છે બ્રહ્મરન્દ્ર. યોગવાણીમાં સુષુમણા અને બ્રહ્મરન્ધનું વર્ણન આવે છે તેની વિગતમાં અહીં નહીં પડીએ. એ જ દશમ દ્વાર છે. ડુંગરપુરીના ભજનમાં આવે છે :
ભજનમાં આવે છે :  
{{Poem2Close}}
{{Block center|<poem>
'''નવ દ્વારા પર દશમી ખડકી,'''
{{right|'''ખડકી મેં એક ખડકી એ જી,'''}}
'''એ ખડકી કોઈ સદ્ગુરુ ખોલે'''
{{right|'''કૂંચી ઉનરા ઘરી રે.'''}}</poem>}}
{{Poem2Open}}
એટલું જાણી લઈએ કે બહારની ઇન્દ્રિયોથી જે કાંઈ જ્ઞાન થાય છે તે ખંડદર્શન છે. તેનાથી પર ઊઠ્યા વિના અખંડ દર્શન થતું નથી. ‘દશધામાં દેખાશે' એને ભગવદ્-અનુભૂતિ, સ્વરૂપ-દર્શન, આત્મપદપ્રાપ્તિ એવાં અનેક નામથી ઓળખીએ પણ વસ્તુ એક જ છે. અખંડ દર્શન, અનંત આનંદ, સંપૂર્ણ વિજય પછી કશી જ કામના રહેતી નથી. ‘બડે ઘર તાળી લાગી રે, હાંરા મનરી ઉણારથ ભાગી.'
મન ચંચળ છે, ઇન્દ્રિયો બળવાન છે એટલે આપણે આવો વિજય કોઈ દિવસ ન મેળવી શકીએ એવી હતાશા સામે કેટકેટલી રીતે હિંમત બંધાવવામાં આવી છે! ગીતા તો આવા હતાશ માનવપ્રાણ માટે જ કહેવામાં આવી છે. ચંડીપાઠમાં પણ એ જ કથા. મહિષાસુર જેવો મહાભયંકર અહં નાશ કેવી રીતે પામે? દરેક દેવતાએ પોતાનું તેજ આપ્યું ને તેમાંથી મહિષાસુરનો નાશ કરનારાં નવદુર્ગા પ્રગટ થયાં. આ નવદુર્ગા એ જ તો આપણામાં રહેલી અપરાપરા મળી નવા પ્રકૃતિ છે. મન-પ્રાણ-ઇન્દ્રિયો ત્યારે મનુષ્યનાં દુશ્મન નથી પણ એક પરમ શક્તિનું નિર્માણ કરનારાં સાધનો છે, સાયકો છે. અને એ તમામ સાથે મળી જ્યારે પરમાત્મા ભણી ઊંચે ચડે છે ત્યારે સુરતાનો દોર વણાય છે. પ્રેમના દોરને કોઈ છેદી શકતું નથી. આ પ્રેમના દોરમાં બંધાવા માટે તો સ્વયં હરિ સામેથી દોડ્યો આવે છે. જીવનનું રણક્ષેત્ર તો પછી રંગે રમવાનો ચાચર-ચોક બની જાય. નવદુર્ગા મળી રાસ ખેલે ત્યાં વિજયાદશમીનો ઉત્સવ દૂર ક્યાંથી રહે? પછી સર્વત્ર આનંદ જ આનંદ.
આ દશનો આંકડો અત્યંત વિલક્ષણ છે, ભક્તિનો તો જાણે દશમસ્કંધ જ છે. હીબુ મરમી સાધકો ભક્તિનો માર્ગ નજર સામે રાખવા માટે કબાલાના ‘પવિત્ર વૃક્ષ'નું જે યંત્ર બનાવે છે તે પણ દશ વર્તુલોમાં વ્યક્ત કરવામાં આવે છે. છેક પૃથ્વીથી શરૂ કરી સૌથી ઊંચા વર્તુલ કેથર-મુગટ-માં પહોંચીએ ત્યારે પરમાત્માનું દર્શન થાય, મુક્તિ મળે. અને તે સ્થાનને નથી અસ્તિ કહી શકાતું, નથી નાસ્તિ કહી શકાતું. ત્યાં કશું જ નથી રહેતું છતાં કશું રહે છે. એ ૧ અને ૦ ના અંકથી પારખી શકાય છે. શૂન્ય થયા વિના એકને પામી શકાતું નથી. અને શૂન્ય સાથે મળતાં એકનો વિહાર અનંત બની જાય છે. નરસિંહ કહે છે : અદેત બ્રહ્મ અનોપમ લીલા.’ ત્યારે એક અને અનંતનું મિલનબિંદુ યોજાય છે. ‘નહીં ભર્યો, નહી ઠાલો' કહે છે ત્યારે શૂન્ય થયેલા આત્માની પૂર્ણતા છલકી ઊઠે છે. ‘અદેત બ્રહ્મનાં' દર્શન થાય ત્યારે શૂન્યના ઘરમાં પ્રવેશ મળે. જ્ઞાની નરસિંહને આની પૂરી ખબર છે પણ ભક્ત નરસિંહને તેનાથી સંતોષ નથી. એ બીજી જ પળે ‘અનોપમ લીલામાં પ્રવેશ કરે છે. અને આ લીલામાં દાખલ થયાં શું મળે છે?
{{Poem2Close}}
{{center|'''અચવ્યો રસ છે એની પાસે, તે પ્રેમીજનને પાશે રે'''}}
{{Poem2Open}}
આ જગતનો દરેક રસ, દરેક આનંદ સ્થળ અને કાળની દાઢમાં આવી ગયેલો છે. તે પ્રાપ્ત થયો ત્યારથી જ કાળચક્રનો દાંતો તેના ૫૨ પડી ગયો છે અને તેને ચવાઈને ચૂથ્થો થઈ જતાં વાર લાગતી નથી. ‘અચવ્યો રસ' જે કદી ચવાયેલો નથી થતો, એંઠો નથી થતો એવો નિત્ય નવો, તાજો, મીઠો રસ તો પૂર્ણાનંદ પુરુષોત્તમ પાસે છે. અસંખ્ય જુગ વીતી જાય તો પણ એનું સ્વરૂપ એવું જ શુદ્ધ રહે છે, એની લીલા એવી જ આનંદમય ચાલ્યા કરે છે. જે રસને સ્થળનો આધાર નહીં, કાળનું અવલંબન નહીં એ જ તો રસરાજની પ્રસાદી છે. અને પ્રેમીજનને ભગવાન અત્યંત પ્રેમથી એ રસ પાય છે. એ રસના ઘૂંટડા લેતાં તો-
{{Poem2Close}}
{{Block center|<poem>'''ભયા હરિરસ પી મતવારા.'''
'''આઠ પહર ઝુમત હી બીતેે, ડાર દિયા સબ ભારા.'''</poem>}}
{{Poem2Open}}
આવો ભાવવિભોર કરી મૂકતો રસ કેવી રીતે મળે? આપણે કોઈ સાધનાના બળથી તેને મેળવવા મથીએ તે પહેલાં નરસિંહ ચેતવી દે છે :
{{Poem2Close}}
{{center|'''જપ તપ જોગ જગત મુનિ દુર્લભ''' }}
{{Poem2Open}}
વૃન્દાવનમાં યજ્ઞ કરતા તપસ્વી બ્રાહ્મણોની યાદ નરસિંહના મનમાં ફરકી ગઈ લાગે છે. કૃષ્ણને ભૂખ લાગી હતી. તેમણે થોડું ખાવાનું લઈ આવવા માટે નજીકમાં જ યજ્ઞ કરતા ઋષિમુનિઓ પાસે ગોપમિત્રોને મોકલ્યા. પણ ઋષિમુનિઓએ તો તેમને હડધૂત કરી કાઢી મૂક્યા. પછી કૃષ્ણે પોતાના સાથીઓને ઋષિ-પત્નીઓ પાસે જવાનું કહ્યું અને તેમણે ભરપૂર પ્રેમથી ગોવાળિયાઓનાં પાત્રો ભરી દીધાં. હવે પેલા જરઠ તપસ્વીઓ કરતાં આ કોમળ હૃદયની સ્ત્રીઓ જ પરમાત્માની પ્રસન્નતા જીતી લે ને! યજ્ઞોના ધુમાડાથી આખું આકાશ ભરી દેશો તો કાંઈ કામ નહીં આવે અને આંગણે આવેલાને ચૂલેથી એક ચાનકી ઉતારી આપશો તોપણ ભગવાન રાજી થઈ જશે. એ તો ‘માને તેવો મેવો' છે. આઘે માનો તો આઘે છે, પાસે માનો તો પાસે છે. વળી જેવો સ્વાદ ધારો એવો જ તે આપી શકે છે.
{{Poem2Close}}
{{Block center|<poem>
'''મોં કો કહાં ટુઢે બન્દે મેં તો તેરી પાસ મેં.'''
'''ના મેં કોઈ કિરિયા કરમ મેં, ના મૈં જોગ સંન્યાસ મેં,'''
'''ના મેં પોથી, ના મેં પંડિત, ના કાશી કૈલાસ મેં.'''
'''કહત કબીરા સુનો ભાઈ સાધો સબ વિશ્વાસન કી શ્વાસમેં'''
'''ખોજી હોય તો તુરન્ત મિલું મેં પલભરકી તાલાસ મેં.'''</poem>}}
{{Poem2Open}}
શ્વાસ ને ઘડી પલ રોકીએ તો શું થાય! તરફડાટનો પાર ન રહે. તલાસ પણ એવી શ્વાસ સમી હોય તો પ્રિયતમ પાસે જ છે.
{{Poem2Close}}
{{center|'''જ્યાંથી જયમ છે...''' }}
{{Poem2Open}}
નરસિંહ પોતાના પ્રિયતમની ઓળખાણ કરાવવા જાય છે ત્યાં તેનાં પરસ્પર વિરોધી લાગતાં સ્વરૂપો એક પછી એક નજરે ચડે છે. અને એકનો પરિચય આપ્યો ત્યાં તરત જ બીજું સ્વરૂપ છતું થાય છે. એટલે તો ભગવાનને પરસ્પર વિરુદ્ધધર્માશ્રયી' કહ્યા છે. ભાવગ્રાહી જનાર્દન ભક્તિ આધીન બની અનેક રૂપ ધારણ કરે છે પણ એ પોતે તો જ્યાં જેવા છે ત્યાં જ રહે છે. ન તલ ઘટે, ન રજ વધે. એ નથી આવતા, નથી જતા. નથી સભર, નથી શૂન્ય. ટૂંકમાં તેમને આંગળી ચીંધીને ‘આવા છે' એમ બતાવવા બેસીએ ત્યાં તે રહેતા નથી. પ્રેમની નજરમાં રંગેરૂપે રમવા માટે એ ઊતરી આવે છે અને છતાં રૂપની સીમામાં એ સમાતા નથી. કાળના પ્રદેશમાં તેમનું આવન-જાવન છતાં કાળની કોઈ રેખા તેમને સ્પર્શી શકતી નથી. એ સ્વયં પૂર્ણ આનંદમય પુરુષોત્તમ છે. એમની ગતિનો પાર કોણ પામે? તે પર ક્ષર-અક્ષરની ઉપર' ક્ષર--જડ પ્રકૃતિ, અક્ષર—ચેતન પ્રકૃતિ. બંનેની ઉપર તે પરાત્પર બિરાજે છે. ચિતમાં ચેતીને’સદા જાગ્રત બનીને આ સત્ય પારખી લેવા જેવું છે, કારણ કે પરાત્પર હોવા છતાં એ તુલસીદળથી તોળાય એવો અને બે વેંતની દોરીથી બંધાઈ આવે એવો છે. પણ એ તો એના પ્રેમવશ સ્વભાવને અંગે, આપણા કોઈ અધિકારને જોરે નહીં. ક્યાંક આવા અધિકારનું ત્રાજવું લીધું તો હાથમાં કાંઈ નહીં આવે. એને માટે કોઈ તોલ નથી ને કોઈ માપ નથી.
{{Poem2Close}}
{{Block center|<poem>
'''વજન કરે તે હારે રે મનવા,'''
{{gap|4em}}'''ભજન કરે તે જીતે.''' </poem>}}
 
{{center|'''હું તું મટશે...'''}}
{{Poem2Open}}
જ્યારે આવું દર્શન જીવનમાં પ્રગટ થશે ત્યારે ‘હું-તું'ની મારામારી મટી જશે, દ્વન્દ્વોનો ઝઘડો રહેશે નહીં. દુધા-દ્વિધા, સંશય માત્ર ટળી જશે. અને પરમાત્માને સર્વત્ર નિહાળી નિર્ભય બની જશો. નરસિંહ કહે છે, આવા સ્વામીને મેળવી મારું હૈયું તો હરખી ઊઠ્યું છે.
ત્યારે જેને આટલી આત્મીયતાથી, આટલા આનંદથી આ મર્મકથા નરસિંહે સુણાવી તેના હૈયામાં કાંઈ નહીં ઊગે?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = અનંત જુગ વીત્યા
|next = ચંદની રાત કેસરિયા તારા
}}