ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/મારી ચંપાનો વર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 123: Line 123:
‘તો હું ક્યાં તને કહુંયે છું? તેં પૂછ્યું એટલે તને કહ્યું, બાકી હું તો તને રાજી રાખવા તો જીવું છું… ને એમ તો પાછી યાદ રાખજે કે હું તો મારો જન્મારો તારી આબરૂ માટે જ જીવી છું.’ લક્ષ્મી ગળગળા જેવી થઈ ગઈ.

ચંપાએ લાડથી માને કહ્યું, ‘ત્યારે કહી દે ને?’
ચંપાએ લાડથી માને કહ્યું, ‘ત્યારે કહી દેને?’

‘મારી પાસે કહેવરાવે છે, તો ભલે. પણ હું તો નાના નાના અણઘડ જવાનિયાઓથી ત્રાસું છું. પેલી ગૌરીનો વર હમણાં રાંડ્યો, એ ઠરેલ છે, આબરૂદાર છે. દુનિયા ભમેલો માણસ છે, ને પૈસાપાત્ર પણ છે.’
‘મારી પાસે કહેવરાવે છે, તો ભલે. પણ હું તો નાના નાના અણઘડ જવાનિયાઓથી ત્રાસું છું. પેલી ગૌરીનો વર હમણાં રાંડ્યો, એ ઠરેલ છે, આબરૂદાર છે. દુનિયા ભમેલો માણસ છે, ને પૈસાપાત્ર પણ છે.’
Line 131: Line 131:
‘જો, હવે બોલું તો કહેજે!… તે નાનો જોઈતો હોય તો સુંદરમાશીના દિયરને ત્યાં હજી કાલે જ છોકરો અવતર્યો છે. દોડ!’
‘જો, હવે બોલું તો કહેજે!… તે નાનો જોઈતો હોય તો સુંદરમાશીના દિયરને ત્યાં હજી કાલે જ છોકરો અવતર્યો છે. દોડ!’

અને હસવા જેવો પ્રસંગ ન હતો, છતાં ભોળાં માદીકરી બન્ને ખડ ખડ હસી પડ્યાં.
અને હસવા જેવો પ્રસંગ ન હતો, છતાં ભોળાં માદીકરી બન્ને ખડખડ હસી પડ્યાં.

ગામનાં સૌ લોકોએ વાહવાહ પોકારીઃ
ગામનાં સૌ લોકોએ વાહવાહ પોકારી :

‘મા તે આનું નામ. ને દીકરી તે આનું નામ.’
‘મા તે આનું નામ. ને દીકરી તે આનું નામ.’
Line 141: Line 141:
‘બીજવરને પરણી મહાસુખ પામશે.’
‘બીજવરને પરણી મહાસુખ પામશે.’

‘બિચારી લક્ષ્મી હવે એકલી પડી? જીવશે?’
‘બિચારી લક્ષ્મી હવે એકલી પડી? શે જીવશે?’

પણ લક્ષ્મી કાંઈ એકલી નહોતી પડી. એને હવે પૈસો કમાઈને એકઠો કરવાની જરૂર ન હતી. એ દૂધ સવારસાંજ રોજ માઈલેક છેટે જમાઈને ઘેર પહોંચતું કરતી. ઘીમાખણ પણ અવારનવાર મોકલતી કે જાતે આપી આવતી. જમાઈ પણ કોક કોક વાર આવે તો લઈ જાય.

જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા. મળતાવડા પણ બહુ જ. અને લક્ષ્મીને તો બે રીતની ઓળખાણ. પોતે સાસુ તો ખરી જ, પણ ગૌરીય એના બાળપણાની નાનામાં નાની ગોઠણ હતી. એટલે ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી એક પુલ સમી હતી. જમાઈસાસુએ શરૂઆતમાં ચંપા વિશે તો ઝાઝી વાત કરી નહિ એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણી વાર કલાકો સુધી વાતો કરતાં. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા લક્ષ્મી ઊલટભેર કહેતી અને પૂનમલાલ ને એ બન્ને ગૌરીના એ દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતાં.
જમાઈ પૂનમલાલ મજાના માણસ હતા. મળતાવડા પણ બહુ જ. અને લક્ષ્મીને તો બે રીતની ઓળખાણ. પોતે સાસુ તો ખરી જ, પણ ગૌરીય એની બાળપણાની નાનામાં નાની ગોઠણ હતી. એટલે ગૌરી અને ચંપા વચ્ચે લક્ષ્મી એક પુલસમી હતી. જમાઈસાસુએ શરૂઆતમાં ચંપા વિશે તો ઝાઝી વાત કરી નહિ એટલે ગુજરી ગયેલી ગૌરી વિશે ઘણી વાર કલાકો સુધી વાતો કરતાં. ગૌરીના નાનપણના ઘણા રમૂજી કિસ્સા લક્ષ્મી ઊલટભેર કહેતી અને પૂનમલાલ ને એ બન્ને ગૌરીના એ દૂર દૂરના ભૂતકાળમાં લીન થઈ જતાં.

કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું, ‘શેના તડાકા ચાલે છે?… લક્ષ્મી, કોણ આવ્યું છે?’
કોઈ શેરીએ પસાર થતું બૂમ પાડતું, ‘શેના તડાકા ચાલે છે?… લક્ષ્મી, કોણ આવ્યું છે?’

‘અરે…’ લક્ષ્મી ભર્યા ભર્યા અવાજે જવાબ આપતી, ‘મારી ચંપાનો વર…’
‘અરે…’ લક્ષ્મી ભર્યાભર્યા અવાજે જવાબ આપતી, ‘મારી ચંપાનો વર.’

વહેલી રાતે શેરીનાં બેચાર જણાં મળ્યાં ત્યારે કોઈએ કહ્યું પણ ખરું, ‘હવે કેવી લક્ષ્મી ખુશ રહે છે. દીકરી પરણાવી દીધી એટલે?’
વહેલી રાતે શેરીનાં બેચાર જણાં મળ્યાં ત્યારે કોઈએ કહ્યું પણ ખરું, ‘હવે કેવી લક્ષ્મી ખુશ રહે છે, દીકરી પરણાવી દીધી એટલે?’

‘ખરું સ્તો, કેવડી મોટી ચિંતામાંથી છૂટી?’ બીજીએ ટાપસી પૂરી.
‘ખરું સ્તો, કેવડી મોટી ચિંતામાંથી છૂટી?’ બીજીએ ટાપસી પૂરી.

ટોળામાં કોઈ નવું આવીને બેઠું બોલ્યું, ‘લક્ષ્મી, દીવા વખતે કોણ હતું એ, હું વાસીદું નાખવા જતી હતી એ વેળા!’
ટોળામાં કોઈ નવું આવીને બેઠું ને બોલ્યું, ‘લક્ષ્મી, દીવા વખતે કોણ હતું એ, હું વાસીદું નાખવા જતી હતી એ વેળા!’

‘મારી ચંપાનો વર.’ લક્ષ્મી બોલી.
‘મારી ચંપાનો વર.’ લક્ષ્મી બોલી.
Line 169: Line 169:
‘કેમ સસરાને ઘેર રહેવાની વળી નવાઈ હોતી હશે?’ કહીને આવનાર બાઈ છીંકણી લેવાના વધુ મહત્ત્વના કામમાં ગૂંથાઈ.
‘કેમ સસરાને ઘેર રહેવાની વળી નવાઈ હોતી હશે?’ કહીને આવનાર બાઈ છીંકણી લેવાના વધુ મહત્ત્વના કામમાં ગૂંથાઈ.

ઘરનું કંઈ નાનુંમોટું કામકાજ હોય તો અવારનવાર આવીને પૂનમલાલ સંભાળી જતા. ને હમણાં નવરી પડેલી લક્ષ્મીને કંઈનું કંઈ નવું જ કામ સૂઝી પણ આવતું. માંવટીનો છેડો ફસકી ગયો હતો તે બરોબર કરાવ્યો, બારણું બરોબર વસાતું ન હતું તે ઠીક કરાવ્યું. ગાંધી વધારેપડતા પૈસા માગતો હતો તેનો બરોબર હિસાબ કરાવી લીધો. ત્રણ વેતરની એક ગાય હતી તે ઠીક પૈસા ઠરાવીને સારે ઠેકાણે વેચી દીધી.
ઘરનું કંઈ નાનુંમોટું કામકાજ હોય તો અવારનવાર આવીને પૂનમલાલ સંભાળી જતા. ને હમણાં નવરી પડેલી લક્ષ્મીને કંઈનું કંઈ નવું જ કામ સૂઝી પણ આવતું. માંવટીનો છેડો ફસકી ગયો હતો તે બરોબર કરાવ્યો, બારણું બરોબર વસાતું ન હતું તે ઠીક કરાવ્યું, ગાંધી વધારેપડતા પૈસા માગતો હતો તેનો બરોબર હિસાબ કરાવી લીધો. ત્રણ વેતરની એક ગાય હતી તે ઠીક પૈસા ઠરાવીને સારે ઠેકાણે વેચી દીધી.

‘આ અભરાઈ ક્યારે મૂકી, લક્ષ્મી?’
‘આ અભરાઈ ક્યારે મૂકી, લક્ષ્મી?’
Line 179: Line 179:
‘નસીબદાર છો, બાઈ, નહિ તો કાંઈ બધા જમાઈ આવા નથી હોતા.’
‘નસીબદાર છો, બાઈ, નહિ તો કાંઈ બધા જમાઈ આવા નથી હોતા.’

કોક વાર બંને જણાં વાતો કરતાં હોય, ને કોઈ બારણે ડોકાય ને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાંસીમાં કોઈ હસતું હશે, એની તે એને કલ્પના પણ ન આવતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે પણ છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબવ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે, ને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં આ પંદર વરસ કોઈનીય સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે, એની જોડે તો એ બોલવાની, બોલવાની ને બોલવાની.
કોક વાર બંને જણાં વાતો કરતાં હોય, ને કોઈ બારણે ડોકાય ને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે. હાસીમાં કોઈ હસતું હશે, એની તે એને કલ્પના પણ ન આવતી. શા માટે આવે? પોતાના જમાઈ સાથે પણ છૂટથી વાતો કરવાનો એને શું હક નહોતો? સંસારે કશા પણ ધારાધોરણ ઘડ્યા વિના એવા કેટલાય હકો કુટુંબવ્યવસ્થામાં સ્થાપી રાખ્યા છે, ને કોઈને પણ એની સામે બબડવાનો હક નથી. અને લક્ષ્મી ક્યાં આ પંદર વરસ કોઈનીય સાથે બોલવા ગઈ હતી? પૂનમલાલ તો એનો જમાઈ છે, એની જોડે તો એ બોલવાની, બોલવાની ને બોલવાની.

પણ ક્યાં કોઈ ‘ન બોલ!’ એમ કહેવાયે આવે છે? અને કેટલાંય વરસોથી, કેટલાય જનમારાથી કોઈની પણ જોડે કદી બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી, અને સમયનું પણ એને ભાન ન રહેતું.
પણ ક્યાં કોઈ ‘ન બોલ!’ એમ કહેવાયે આવે છે? અને કેટલાંય વરસોથી, કેટલાય જનમારાથી કોઈની પણ જોડે કદી બોલી ન હોય એમ લક્ષ્મી વાતે ચડી જતી, અને સમયનું પણ એને ભાન ન રહેતું.
Line 189: Line 189:
‘રોજ જાઉં છું કે આજ નવાઈનો? ચાલો, ચાલો, વાત પૂરી કરો… હં! તમે ને એ આંબે પહોંચ્યાં, પછી?’
‘રોજ જાઉં છું કે આજ નવાઈનો? ચાલો, ચાલો, વાત પૂરી કરો… હં! તમે ને એ આંબે પહોંચ્યાં, પછી?’

‘હા; રોજ રોજ મોડું થઈ ગયું હોય તોય જવા દઉં છું એમાં સૌ વઢે છે તો મને હોં, તમને નહિ.’
‘હા; રોજરોજ મોડું થઈ ગયું હોય તોય જવા દઉં છું એમાં સૌ વઢે છે તો મને હોં, તમને નહિ.’

પૂનમલાલે બહુ જ ઉતાવળથી તૈયાર થતાં કહ્યું, ‘અંધારું કે અજવાળું, ઘેર ગયા વગર છૂટકો છે?… હં, હં, પેલી વાત?’
પૂનમલાલે બહુ જ ઉતાવળથી તૈયાર થતાં કહ્યું, ‘અંધારું કે અજવાળું, ઘેર ગયા વગર છૂટકો છે?… હં, હં, પેલી વાત?’
Line 195: Line 195:
‘સસરાને ત્યાં તે રહેવાની વળી નવાઈ હોતી હશે?’ પોપટની પેઠે લક્ષ્મી યંત્રવત્ બોલી ગઈ.
‘સસરાને ત્યાં તે રહેવાની વળી નવાઈ હોતી હશે?’ પોપટની પેઠે લક્ષ્મી યંત્રવત્ બોલી ગઈ.

‘તમે કહેતાં’તાં એ વાત કહી દો ને એટલે ઊપડું. ઊલટું વધારે મોડું થાય છે.’
‘તમે કહેતાં’તાં એ વાત કહી દોને એટલે ઊપડું. ઊલટું વધારે મોડું થાય છે.’

‘તો કંઈ નહિ; કાલે. આજ ઉપર કંઈ છાપ છે?’ લક્ષ્મીએ સાવધ થઈને કહ્યું. પૂનમલાલને લાગ્યું કે લક્ષ્મીને ખોટું લાગ્યું છે, એટલે એ નચિંત હોવાનો ડોળ કરીને થોભ્યો. જોકે ખરી વાત તો એ હતી કે લક્ષ્મી પોતાનું નાનપણ સંભારીને ગૌરી વિશેની વાત કહેતી હતી એ પૂરી સાંભળ્યા વગર એનાથી એક ડગલું પણ ખસાય એમ ન હતું.

‘ચાલો, આ ઊભો. હવે તો કહેશો ને?’
‘ચાલો, આ ઊભો. હવે તો કહેશોને?’

હસીને લક્ષ્મીએ કહ્યુંઃ ‘એમાં છે શું? કાલે કહીશ. કહીશ, તમે ફરી આવશો ત્યારે.’
હસીને લક્ષ્મીએ કહ્યું : ‘એમાં છે શું? કાલે કહીશ. કહીશ, તમે ફરી આવશો ત્યારે.’

‘ના, ના; અધૂરી તો રાખો જ નહિ… હં. આંબા નીચે, પછી?’
‘ના, ના; અધૂરી તો રાખો જ નહિ… હં. આંબા નીચે, પછી?’
Line 207: Line 207:
‘પછી, મેં એક પથરો વીંઝીને આંબા ઉપર નાખ્યો. કાંઈ કેરી તો ન પડી, પણ બે બંગડીઓ સામસામી અથડાઈને નંદવાઈ ગઈ…’
‘પછી, મેં એક પથરો વીંઝીને આંબા ઉપર નાખ્યો. કાંઈ કેરી તો ન પડી, પણ બે બંગડીઓ સામસામી અથડાઈને નંદવાઈ ગઈ…’

‘હં!’ જવાની ઉતાવળમાં, વાતમાં કંઈ ખાસ રસ ન પડતો હોવા છતાં પૂનમલાલે હોંકારો ભર્યોઃ ‘પછી?’
‘હં!’ જવાની ઉતાવળમાં, વાતમાં કંઈ ખાસ રસ ન પડતો હોવા છતાં પૂનમલાલે હોંકારો ભર્યો : ‘પછી?’

‘પછી, ગૌરીએ પણ એક મોટો પથરો નીચેથી ઊંચક્યો ને વીંઝ્યો તો ખરો, પણ હાથમાંથી પથરો ફેંકાયો નહિ, ધબ્બ દઈને નીચે પડ્યો… ‘હાથ ઊતરી ગયો રે,એમ જોસથી વાડ તરફ જોઈને એણે બૂમ પાડી ને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું, પણ એણે સાંભળ્યું નહિ હોય. હું જરી હાથ બરોબર કરવા મથી, પણ અડવા જાઉં કે ગૌરી છળી ઊઠે. સારું થયું તે એટલામાં રઘા ખેડુનો દીકરો એણી ગમ આવી ચડ્યો, એણે બે આંચકામાં હાથ બરાબર કરી દીધો. ચાર કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ છીએ ત્યાં મને ડાબી કોણીએ આવતોકને પથરો વાગ્યો. વાગત તો ગૌરીને, પણ એ સહેજ ચૂકી ગઈ. રઘા ખેડુનો દીકરો તો ખળા ભણી જતો હતો, ને પથરો તો આવ્યો વાડ બાજુથી. હું હોઉં એ કરતાંય ગૌરી એ દિવસે ઝાઝું રોઈ હશે. રુએ ને વાડ ભણી જુએ! નાની પણ કેવી ભલી?’
‘પછી, ગૌરીએ પણ એક મોટો પથરો નીચેથી ઊંચક્યો ને વીંઝ્યો તો ખરો, પણ હાથમાંથી પથરો ફેંકાયો નહિ, ધબ્બ દઈને નીચે પડ્યો… ‘‘હાથ ઊતરી ગયો રે’’, એમ જોસથી વાડ તરફ જોઈને એણે બૂમ પાડી ને નીચે બેસી ગઈ. વાડની પેલી બાજુ કોઈ છોકરા જેવું જતું હતું, પણ એણે સાંભળ્યું નહિ હોય. હું જરી હાથ બરોબર કરવા મથી, પણ અડવા જાઉં કે ગૌરી છળી ઊઠે. સારું થયું તે એટલામાં રઘા ખેડુનો દીકરો એણી ગમ આવી ચડ્યો, એણે બે આંચકામાં હાથ બરાબર કરી દીધો. ચાર કેરીઓ પણ પાડી આપી. લઈને અમે વળીએ છીએ ત્યાં મને ડાબી કોણીએ આવતોકને પથરો વાગ્યો. વાગત તો ગૌરીને, પણ એ સહેજ ચૂકી ગઈ. રઘા ખેડુનો દીકરો તો ખળા ભણી જતો હતો, ને પથરો તો આવ્યો વાડ બાજુથી. હું રોઉં એ કરતાંય ગૌરી એ દિવસે ઝાઝું રોઈ હશે. રુએ ને વાડ ભણી જુએ! નાની પણ કેવી ભલી?’

પૂનમલાલ ડઘાઈને ઊભો જ રહ્યો હતો. એેને મનમાં અપાર વ્યથા થતી હતી. ત્યારે, ગૌરીએ પોતાને ખોટી વાત કહી હતી? એની આંખ આગળ આખો પ્રસંગ ફરી ભજવાયો. પૂનમલાલને વાડવાળી વાટે જતો જોઈને એનું ધ્યાન ખેંચવા ગૌરીએ ખોટી ખોટી બૂમ પાડી હતી. ખોટી જ બૂમ છે એમ સમજીને અને જોડે કોઈક છે એ જોઈ એ ચૂપચાપ ધ્યાન આપ્યા વિના ચાલ્યો પણ જતો હતો. પરંતુ પાછળ જોયા વિના રહેવાયું નહિ; ને જુએ છે તો ટીંબા પર ઘેઘૂર આંબા પછવાડે સૂરજ ડૂબં ડૂબું થાય છે, અને રંગબેરંગી વાદળાંની ભોં આગળ, જેને એ આવતે આંબાગાળે તો પરણવાનો છે એ ગૌરી એક મામૂલી ખેડુના હાથમાં પોતાનો હાથ મૂકીને ઊભી છે. એના ઊછળતા લોહીને એમ જ સૂઝ્યું કે એ હાથને પથરો લગાવી ભાંગી નાખવો. પથરો ફેંકીને એ નાઠો. ગૌરી સાજે હાથે ફરતી, એટલે પોતે ગોતે ચૂક્યો હશે એમ એણે મન મનાવ્યું હતું, ને ચૂક્યો એ બદલ પોતાને અભિનંદન પણ આપ્યાં હતાં. પાછળથી કદીક ગૌરીને આ વિશે પૂછેલું, પણ એ તો પીઠ બતાવીને કહેતી કે, ‘આ અહીં આવતો વાગ્યો હતો, કપાળમાં વાગ્યો હોત તો, હાશ, કેવું સારું થાત! દોડતા દોડતા પરણવા કોને આવત?’

આ બધું યાદ કરતાં પૂનમલાલનું મગજ ગૌરી કરતાં લક્ષ્મીથી જ ભરાઈ રહ્યું હતું, અને ગૌરી વિશે થતું હતું તો તે એટલું જ કે મેં અજાણપણે લક્ષ્મીને લગાડેલું એ મારાથી એણે શા માટે છુપાવી રાખ્યું. એ વખતની લક્ષ્મી એને યાદ આવી. એની સામું પણ જોવાની પોતાની હિંમત ન થતી એ પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણ્યામાં આવ્યું હોત તો એ માનિની છોકરી પોતાનું શું કરત એય એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂર દૂર ખસી ગઈ. અરે મારાથી એવી એવી લક્ષ્મીને પથરો મરાઈ ગયેલો… અને માઈલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફુરી પણ નહિ. એના દીવાને અજવાળે તો એ ગમે તેટલું મોડું થયું હોય તોય ઘેર ચાલ્યો જતો… અત્યારે તો એને એ જ થતું હતું કે પોતે પથરો મારનાર હતો એ કહેવું શી રીતે? વાત નહિ જેવી હતી. પણ, એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે? જે છે તે તો પ્રસંગમાં જ છે. પ્રસંગ ન જેવો ન હતો, અને સમય પણ.
આ બધું યાદ કરતાં કરતાં પૂનમલાલનું મગજ ગૌરી કરતાં લક્ષ્મીથી જ ભરાઈ રહ્યું હતું, અને ગૌરી વિશે થતું હતું તો તે એટલું જ કે મેં અજાણપણે લક્ષ્મીને લગાડેલું એ મારાથી એણે શા માટે છુપાવી રાખ્યું. એ વખતની લક્ષ્મી એને યાદ આવી. એની સામું પણ જોવાની પોતાની હિંમત ન થતી એ પણ એને યાદ આવ્યું. લક્ષ્મીના જાણ્યામાં આવ્યું હોત તો એ માનિની છોકરી પોતાનું શું કરત એય એણે કલ્પ્યું. ગૌરી તો એના મગજમાંથી દૂરદૂર ખસી ગઈ. અરે મારાથી એવી એવી લક્ષ્મીને પથરો મરાઈ ગયેલો… અને માઈલ છેટે ઘરમાં દીવો કરતી ચંપા તો અત્યારે મગજમાં સ્ફુરી પણ નહિ. એના દીવાને અજવાળે તો એ ગમે તેટલું મોડું થયું હોય તોય ઘેર ચાલ્યો જતો… અત્યારે તો એને એ જ થતું હતું કે પોતે પથરો મારનાર હતો એ કહેવું શી રીતે? વાત નહિ જેવી હતી. પણ, એમ તો કઈ વાત એવી મોટી ભારે હોય છે? જે છે તે તો પ્રસંગમાં જ છે. પ્રસંગ ન જેવો ન હતો, અને સમય પણ.

‘ખોટું બોલો છો. પથરો એને વાગ્યો હશે એટલે એ રોઈ હશે.’ કંઈ નહિ સૂઝતાં, એણે ભળતું જ બોલી નાખ્યું.
‘ખોટું બોલો છો. પથરો એને વાગ્યો હશે એટલે એ રોઈ હશે.’ કંઈ નહિ સૂઝતાં, એણે ભળતું જ બોલી નાખ્યું.
Line 221: Line 221:
‘કંઈ ચોંટેલું હશે. ઘા જેવું નથી લાગતું.’ સમજ્યા વિના જ પૂનમલાલે બોલી દીધું.
‘કંઈ ચોંટેલું હશે. ઘા જેવું નથી લાગતું.’ સમજ્યા વિના જ પૂનમલાલે બોલી દીધું.

અંધારું વધતું જતું હતું. પણ વાતોમાં હજી દીવો કરવાનું લક્ષ્મીથી બન્યું જ ન હતું. બારણા તરફ પૂનમલાલ ઊભો હતો એની તરફ ખસી બોલી, ‘જુઓને, જૂઠું શા માટે બોલું?’ ત્યાં પૂનમલાલે જ એની તરફ ખસીને આંખ તીણી કરી હાથ તરફ જોઈને કહ્યું, ‘શું છે, શેના ઘા ને શેનું કંઈ?’ લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા માટે હાથ આમળીને ઊભી હતી, બીજે હાથે કમખો ઊંચો રાખી રહી હતી; તે જાણે શરીર બહારની કોઈ પારકી વસ્તુને પકડીને ઊભી હોય એમ લાગતું હતું, પણ ‘ના, ના; લાગેલું જ છે’ એમ ઘાને લૂછવા આંગળીઓ વડે પ્રયત્ન કરીને પૂનમલાલે કહ્યું, ત્યારે લક્ષ્મીના આખાય શરીરના અણુઅણુએ એ સાંભળ્યું.
અંધારું વધતું જતું હતું. પણ વાતોમાં હજી દીવો કરવાનું લક્ષ્મીથી બન્યું જ ન હતું. બારણા તરફ પૂનમલાલ ઊભો હતો એની તરફ ખસી બોલી, ‘જુઓને, જૂઠું શા માટે બોલું?’ ત્યાં પૂનમલાલે જ એની તરફ ખસીને આંખ તીણી કરી હાથ તરફ જોઈને કહ્યું, ‘શું છે, શેના ઘા ને શેનું કંઈ?’ લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા માટે હાથ આમળીને ઊભી હતી, બીજે હાથે કમખો ઊંચો રાખી રહી હતી; તે જાણે શરીર બહારની કોઈ પારકી વસ્તુને પકડીને ઊભી હોય એમ લાગતું હતું. પણ ‘ના, ના; લાગેલું જ છે’ એમ ઘાને લૂછવા આંગળીઓ વડે પ્રયત્ન કરીને પૂનમલાલે કહ્યું, ત્યારે લક્ષ્મીના આખાય શરીરના અણુઅણુએ એ સાંભળ્યું.

બહાર શેરીએ થઈને ચાલી જતી બુઢ્ઢી રામીએ અમસ્તો ટહુકો કર્યો, ‘લક્ષ્મી!’ અને ઉતાવળ હશે તેથી ડોકાયા વિના જ ચાલી ગઈ. ‘હાશ!’
બહાર શેરીએ થઈને ચાલી જતી બુઢ્ઢી રામીએ અમસ્તો ટહુકો કર્યો, ‘લક્ષ્મી!’ અને ઉતાવળ હશે તેથી ડોકાયા વિના જ ચાલી ગઈ. ‘હાશ!’

વરસો સુધી લક્ષ્મીએ ચંપાથી પોતાનું જીવન ભરી દીધું હતું, છેલ્લાં વરસો ચંપાના વરથી ભર્યાં હતાં. ગૌરીની વાતોથી પણ એણે પોતાનો ઠીક ઠીક વખત પસાર કર્યો હતો, અને એનું આલંબન લઈ હવે વધારે વખત કાઢી શકાય એમ ન હતું. ચંપાનું અવલંબન સાચું અને મજબૂત હતું. ચંપાના નામથી, એને લગતા ખ્યાલથી એ પોતાનું આખું જીવન ભર્યું ભર્યું રાખતી હતી. હવે એ પોતાના નામથી, પોતા વિશેના વિચારોથી જ જીવનને ભરી દેતી થઈ ગઈ. સમાજના પ્રવાહમાં તણાતાં તણાતાં જે રીતે રહેવું પડે તેમ રહેવા એના મનને એણે કેળવી દીધું હતું. કંઈ ધ્યેય નહિ. આડાઅવળા જવાની અધીરાઈ નહિ. સમાજની માઝામાં રહીને ચાલવું, બસ, સમાજની એવી ઇચ્છા હતી, અથવા તો કહો એવી ટેવ હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છૂંદી નાખવી ને નાની બાળકીને ઉછેરવામાં પરોવાઈ જવું. ભલે. એ જે સમાજે એને ચંપાનો વર આપ્યો. ભલે.
વરસો સુધી લક્ષ્મીએ ચંપાથી પોતાનું જીવન ભરી દીધું હતું. છેલ્લાં વરસો ચંપાના વરથી ભર્યાં હતાં. ગૌરીની વાતોથી પણ એણે પોતાનો ઠીકઠીક વખત પસાર કર્યો હતો, અને એનું આલંબન લઈ હવે વધારે વખત કાઢી શકાય એમ ન હતું. ચંપાનું અવલંબન સાચું અને મજબૂત હતું. ચંપાના નામથી, એને લગતા ખ્યાલથી એ પોતાનું આખું જીવન ભર્યુંભર્યું રાખતી હતી. હવે એ પોતાના નામથી, પોતા વિશેના વિચારોથી જ જીવનને ભરી દેતી થઈ ગઈ. સમાજના પ્રવાહમાં તણાતાં તણાતાં જે રીતે રહેવું પડે તેમ રહેવા એના મનને એણે કેળવી દીધું હતું. કંઈ ધ્યેય નહિ, આડાઅવળા જવાની અધીરાઈ નહિ. સમાજની માઝામાં રહીને ચાલવું. બસ. સમાજની એવી ઇચ્છા હતી, અથવા તો કહો એવી ટેવ હતી કે લક્ષ્મીએ પોતાની જાતને છૂંદી નાખવી ને નાની બાળકીને ઉછેરવામાં પરોવાઈ જવું. ભલે. એ સમાજે એને ચંપાનો વર આપ્યો. ભલે.

કીકીઓની નવી ચમકથી પોપચાં થોડાં અધ્ધર રહેતાં થઈ ગયાં. હોઠ, કોઈ અદીઠ પવનલહરીથી હાલતાં પાંદડાં પેઠે, અંદર-અંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા. મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓની નીકોમાં નવું જ પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલાછલપણું વરતાવા માંડ્યું.
કીકીઓની નવી ચમકથી પોપચાં થોડાં અધ્ધર રહેતાં થઈ ગયાં. હોઠ, કોઈ અદીઠ પવનલહરીથી હાલતાં પાંદડાં પેઠે, અંદરઅંદર તકરાર થઈ હોય એમ બબડવા લાગ્યા. મોઢાની પાકી થઈ ગયેલી કરચલીઓની નીકોમાં નવું જ પૂર આવ્યું હોય એમ સર્વત્ર છલાછલપણું વરતાવા માંડ્યું.

કોઈ કહેનારે કહ્યું પણ ખરુંઃ
કોઈ કહેનારે કહ્યું પણ ખરું :

‘દીકરીને સુખે સુખી રહેનારી ઓછી માઓ હશે. લક્ષ્મી પોતે પરણી ત્યારે પણ આવડી હોંસીલી તો નહોતી.’
‘દીકરીને સુખે સુખી રહેનારી ઓછી માઓ હશે. લક્ષ્મી પોતે પરણી ત્યારે પણ આવડી હોંસીલી તો નહોતી.’
Line 235: Line 235:
જોકે એમ કહેવું એ કંઈક વધારે પડતું તો ખરું જ. ‘કંઈક’ એટલા માટે કે કોઈ વાર તો એ કથન અલ્પોક્તિ જેવું પણ હોઈ શકે. કેમ કે હોંસની જ જો વાત કરતા હો તો પોતાના પતિને હોંસભેર મળવાની એક નવવધૂને સમાજે તકો આપી છે તે કરતાં જમાઈને મળવાની એક સાસુને ઓછા સંકોચપૂર્વક આપી છે.

ચંપાને થતું કે માએ મને પરણાવી દઈને માયા ઉતારી. ચંપાને ત્યાં લક્ષ્મી મળવા ઝાઝું જતી નહિ. જેને મળવું હોય તે પોતાને બારણે આવે અને સમાજની માઝા અને હકની નીતિમાં રહીને મળી શકાતું હોય તો પોતે તેને મળે. ચંપાને નવાઈ થતી કે પોતાની પાછળ મરી જનારી લક્ષ્મી એને આમ સાવ ભુલામણે નાખે છે!
ચંપાને થતું કે માએ મને પરણાવી દઈને માયા ઉતારી. ચંપાને ત્યાં લક્ષ્મી મળવા ઝાઝું જતી નહિ. જેને મળવું હોય તે પોતાને બારણે આવે અને સમાજની માઝા અને હકની નીતિમાં રહીને મળી શકાતું હોય તો પોતે તેને મળે. ચંપાને નવાઈ થતી કે પોતાની પાછળ મરી જનારી લક્ષ્મી એને કેમ આમ સાવ ભુલામણે નાખે છે!

ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ ત્યારે ફિક્કી માંદલી આંખોથી ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની ભભક સામે જોઈ રહી.
ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ ત્યારે ફિક્કી માંદલી આંખોથી ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની ભભક સામે જોઈ રહી.
Line 241: Line 241:
આજ તો નહિ, પણ આવતે સોમવારે ચંપા પિયર જાય એમ નક્કી થયું. પણ વચમાં શનિવારે જ અચાનક લક્ષ્મીને કોઈએ આવીને અધ્ધરશ્વાસે સમાચાર આપ્યા કે પૂનમલાલને એકાએક બીમારી થઈ આવી છે. લક્ષ્મી એક ક્ષણ પણ ગુમાવ્યા વિના દીકરીને ત્યાં જઈ પહોંચી ને તરત જ જમાઈની સારવારમાં રોકાઈ ગઈ.

‘ચંપા, રોઈશ મા. ઝાઝી માંદગી નથી. હમણાં ફેર પડી જશે.’ અને એને દવા દઈ આવવાનું કહી પોતે ઓશીકા પાસે બેસી પૂનમલાલનું માથું દબાવવા લાગી.
‘ચંપા, રોઈશ મા, ઝાઝી માંદગી નથી. હમણાં ફેર પડી જશે’, અને એને દવા દઈ આવવાનું કહી પોતે ઓશીકા પાસે બેસી પૂનમલાલનું માથું દબાવવા લાગી.

પણ માંદગીમાં ફેર ન પડ્યો. સૌ આખો વખત મટકું પણ માર્યા વગર ખાટલા પાસે બેસી રહેતાં.
પણ માંદગીમાં ફેર ન પડ્યો. સૌ આખો વખત મટકું પણ માર્યા વગર ખાટલા પાસે બેસી રહેતાં.
Line 249: Line 249:
‘માકોરભાઈ, તમે તે ક્યાં સાસરિયાં છો…? પણ, ચંપા, ઘરડાં માણસના દેખતાં જરી લાજમરજાદ રાખીએ. ખાટલા પર ન બેસીએ તો શું? લાવ, ખસ, નહિ તો હું પગ દબાવું.’
‘માકોરભાઈ, તમે તે ક્યાં સાસરિયાં છો…? પણ, ચંપા, ઘરડાં માણસના દેખતાં જરી લાજમરજાદ રાખીએ. ખાટલા પર ન બેસીએ તો શું? લાવ, ખસ, નહિ તો હું પગ દબાવું.’

માકોરબાઈ સગડી આગળ ઝોકાં ખાતાં હતાં તે ઝબકી ઊઠીને ચિંતાથી જોવા લાગ્યાં કે માંદગી એકદમ વધી તો નથી ગઈ. ચંપાએ માકોર ને લક્ષ્મી બંને કરોડ કરોડ વરસ નરકમાં રહે એમ મૂંગે મૂંગે શાપ આપીને નિઃશ્વાસ નાખ્યો.
માકોરબાઈ સગડી આગળ ઝોકાં ખાતાં હતાં તે ઝબકી ઊઠીને ચિંતાથી જોવા લાગ્યાં કે માંદગી એકદમ વધી તો નથી ગઈ. ચંપાએ માકોર ને લક્ષ્મી બંને કરોડ કરોડ વરસ નરકમાં રહે એમ મૂંગેમૂંગે શાપ આપીને નિઃશ્વાસ નાખ્યો.

દિવસ ને રાત એક આસને લક્ષ્મી ઓશીકે બેસી રહેતી ને એકાગ્રપણે સારવાર કરતી. કોક કોક વાર પૂનમલાલ આંખ ખોલતો ને જુદાં જુદાં મટકાંમાં એક જ ચહેરામાં લક્ષ્મીને અને ચંપાને જોઈ એના મોઢા પર પ્રસન્નતા છવરાતી. કોઈ વાર ચંપા આવીને પતિનું ધ્યાન ખેંચવા ધીરેથી બોલાવે કે કંઈ કરે તો લક્ષ્મી પોતાના દરદીને સાચવવાની ફરજ કુશળપણે બજાવતી અને ‘જરી જંપ્યા છે ત્યાં…’ કહી ચંપાને છણકાવી કાઢતી.

બાના આ હદબહાર વધી પડેલા વહાલથી ચંપા અકળાઈ ગઈ હતી. પાંચમી રાત ભયંકર હતી. બહારનાં અંધારાંમાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવરતો હતો. ‘ચંપા, ગંગાજળ લાવ જો!’ ‘ઝટ કરને, ચંપા, પેલી સોનાની કરચ લાવ ને!’ ‘અરે નઘરી, તુલસી ક્યાં મૂક્યાં?’
બાના આ હદબહાર વધી પડેલા વહાલથી ચંપા અકળાઈ ગઈ હતી. પાંચમી રાત ભયંકર હતી. બહારનાં અંધારાંમાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત સૌની નજર આગળ તરવરતો હતો. ‘ચંપા, ગંગાજળ લાવ જો!’ ‘ઝટ કરને, ચંપા, પેલી સોનાની કરચ લાવને!’ ‘અરે, નઘરી, તુલસી ક્યાં મૂક્યાં?’

હવે શોધો કે ન શોધો, લક્ષ્મીનું બહાવરાપણું પણ થીજી ગયું; એના પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલ્યો ગયો હોય એમ ભારેખમ થઈને એ નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર જ શો હતો!
હવે શોધો કે ન શોધો, લક્ષ્મીનું બહાવરાપણું પણ થીજી ગયું; એના પોતાના શરીરમાંથી પણ પ્રાણ ચાલ્યો ગયો હોય એમ ભારેખમ થઈને એ નીચે ફસડાઈ પડી. એના પ્રાણને હવે ઊભા રહેવાનો આધાર જ શો હતો!
Line 263: Line 263:
‘તું રો મા, ચંપા. હું ક્યાં રોનારી બેઠી નથી!’
‘તું રો મા, ચંપા. હું ક્યાં રોનારી બેઠી નથી!’

‘હા, હા; લક્ષ્મી સાચું કહે છે. એ તો ગયા, પણ હવે તારે ઘર ઉઘાડું રાખવું હોય તો તારું નસીબ છે તે સાચવી રાખ.’ બીજી કોઈ બાઈ બોલી.
‘હા, હા; લક્ષ્મી સાચું કહે છે. એ તો ગયા, પણ હવે તારે ઘર ઉઘાડું રાખવું હોય તો તારું નસીબ છે તે સાચવી રાખ’, બીજી કોઈ બાઈ બોલી.

‘હા; દીકરો અવતરશે તો કશી ખોટ નહિ રહે. ભલી હો તો ઊગતા જીવને ટૂંપી ખા માં!’ ત્રીજીએ ટાપસી પૂરી.
‘હા; દીકરો અવતરશે તો કશી ખોટ નહિ રહે. ભલી હો તો ઊગતા જીવને ટૂંપી ખા મા!’ ત્રીજીએ ટાપસી પૂરી.

અને રોજ એમ સૌ ચંપાને સમજાવતાં ને એને રોવા દેતાં નહિ. લક્ષ્મી ભલે રુએ. પણ સમાજ એને હકપૂર્વક રોવા દે કે ન દે, લક્ષ્મીને નસીબે રોવા સિવાય હવે કશું રહ્યું જ ન હતું. હવે ફરી પાછું દુઃખી દીકરીથી પોતાના જીવનને ભરી દેવું એ ખોટે છેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું. એણે રોયા જ કર્યું. ન ખાધું, ન પીધું, ન આરામ લીધો.

Line 285: Line 285:
‘લક્ષ્મી ગઈ. પણ એવી બીજી થવી મુશ્કેલ છે.’
‘લક્ષ્મી ગઈ. પણ એવી બીજી થવી મુશ્કેલ છે.’

કોઈની જીભ લક્ષ્મીનાં વખાણ બોલતાં થાકતી નહિ. ચંપા મૂંગી મૂંગી આ બધું સાંભળતી અને પોતાના દુઃખથી સમસમી રહેતી. લક્ષ્મીએ પોતાની જાતને ને પોતાનાંને દૂભવીને પણ સમાજને ક્યાંય દૂભવ્યો ન હતો એ ચંપા જોતી અને ભોળી બાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થતી.
કોઈની જીભ લક્ષ્મીનાં વખાણ બોલતાં થાકતી નહિ, ચંપા મૂંગીમૂંગી આ બધું સાંભળતી અને પોતાના દુઃખથી સમસમી રહેતી. લક્ષ્મીએ પોતાની જાતને ને પોતાનાંને દૂભવીને પણ સમાજને ક્યાંય દૂભવ્યો ન હતો એ ચંપા જોતી અને ભોળી બાની સરળ ચાલાકીથી આશ્ચર્યચકિત પણ થતી.

બે મહિના પછી એને દીકરી અવતરી, ત્યારે આડોશીપાડોશીએ આવકારી તો નહિ પણ પછી સૌએ મન મનાવ્યું. ‘દીકરી તો દીકરી, બાઈ, દીકરીએ દીવો રહેશે.’
બે મહિના પછી એને દીકરી અવતરી, ત્યારે આડોશીપાડોશીએ આવકારી તો નહિ પણ પછી સૌએ મન મનાવ્યું. ‘દીકરી તો દીકરી, બાઈ, દીકરીએ દીવો રહેશે.’