સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/નવમા દાયકાની વિવેચના: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|ચુનીલાલ મડિયાનું વિવેચન (એક નોંધ)|મણિલાલ હ. પટેલ}}
{{Heading|(૫) નવમા દાયકાની વિવેચના}}
 
{{Poem2Open}}(૫) નવમા દાયકાની વિવેચના

{{Poem2Open}}
‘સૂક્ષ્મ પર્યેષક બુદ્ધિથી અને મૌલિક દૃષ્ટિથી સાહિત્યવિચારનાં નૂતન પરિમાણો પ્રગટ કરે તે વિવેચક. આવો વિવેચક આપણે ત્યાં ક્યાં છે? આપણી સાહિત્યવિચારણા બહુધા પરોપજીવી છે અને આપણે સૌ વિવેચકો અવલોકનકારો કે સમીક્ષકો છીએ એવું જાણે લાગે છે.’ – જયંત કોઠારી (સાહિત્યિક તથ્યોની માવજત, ૧ )

ગુજરાતી વિવેચન વિશે આવો નિરાશાજનક સૂર અને ૧૯૮૧થી ૧૯૯૦ના દાયકા દરમિયાન આશરે અઢીસો જેટલા વિવેચનસંગ્રહોનું પ્રકાશન – આ બેનો મેળ પાડવો સામાન્ય વાચકને મુશ્કેલ લાગે પણ જે વાસ્તવિકતા છે એને સ્વીકારવી જોઈએ. દાયકાની વિવેચનપ્રવૃત્તિનો આલેખ આપવાનું કામ અશક્ય નહીં તોય અઘરું તો છે. વિવેચનપ્રવૃત્તિ સાથે સંશોધન, સમ્પાદન વગેરેને પણ સાંકળી લઈએ તો કાર્ય વધુ વિકટ પુરવાર થાય. આગલા દાયકાની વિવેચનપ્રવૃત્તિ સાથે આ દાયકાની પ્રવૃત્તિને સરખાવીશું તો એની સમૃદ્ધિ કે દરિદ્રતાનો ખ્યાલ વધારે આવશે. સામ્પ્રત સાહિત્ય સાથે આ દાયકાના વિવેચનનો તાલ બેસે છે કે નહીં એ પ્રશ્નનો ચોક્કસ ઉત્તર  આપી ન શકાય. કારણ કે આ  વિવેચનસંગ્રહોમાં ગ્રંથસ્થ થયેલા લેખો તો ક્યારેક ૧૯૬૧થી ૧૯૭૦ સુધીના દાયકામાં પણ પ્રગટ થયા છે. એટલે આ દાયકાની પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવા માટે તો નવમા દાયકાનાં સામયિકોમાં પ્રગટ થયેલા વિવેચનલેખોને ધ્યાનમાં રાખવા પડે, સામયિકોમાંથી જાય કૃતિઓ-લેખોનું ચયન કરવાની કોઈ સગવડ ન હોવાને કારણે કેટલીક તપાસ અધૂરી જ રહી જાય.

Line 37: Line 36:
૮. સાહિત્યવિવેચનમાં ભાષાવૈજ્ઞાનિકતાનો પુરસ્કાર

૯. અંગત કેફિયતો આપવાનું વલણ
૯. અંગત કેફિયતો આપવાનું વલણ
૧૦. વિશાળ ફલક પર ઝડપી અને ઉતાવળી સમીક્ષાઓ આપવાને બદલે ચોક્કસ ક્ષેત્રમાં બારીક પૃથક્કરણ આપવાનું વલણ.

રમણલાલ જોશીએ સાહિત્યસ્વરૂપ વિશેના સળંગ ગ્રંન્થોના અભાવની ફરિયાદ કરી હતી. પરંતુ સુમન શાહ સમ્પાદિત ગ્રન્થશ્રેણીમાં ટૂંકી વાર્તા, નિબંધ, ખંડકાવ્ય, આત્મકથા, જીવનચરિત્ર, નવલકથા જેવાં સ્વરૂપો વિશે મર્યાદિત ઉદ્દેશો સાથે નાની નાની પુસ્તિકાઓ પ્રગટ થઈ હતી. વળી આ જ દિશામાં ટૂંકી વાર્તા, નિબન્ધ, એકાંકી જેવાં સ્વરૂપોના લેખો વધુ વ્યવસ્થિત ભૂમિકાએ જયંત કોઠારી પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. તેઓ સુધીર દલાલ જેવા કેટલાક ઉપેક્ષિત વાર્તાકારો વિશે યોગ્ય રીતે ધ્યાન પણ દોરી આપે છે. 'સાહિત્યિક તથ્યોની માવજત’ (૧૯૮૯)માં વિવેચનક્ષેત્રે પ્રવર્તતી કટોકટીની વાત કરવામાં આવી છે. આપણી વિવેચનામાં સાહિત્યવિચારનાં નૂતન પરિમાણો પ્રગટાવી શકે એવી મૌલિક દૃષ્ટિનો અભાવ જયંત કોઠારીને વરતાય છે. પશ્ચિમી વિવેચકો સાથે જ્યારે આપણા વિવેચકોને સરખાવીશું ત્યારે તેમની વાત સાચી લાગશે. સાહિત્યિક તથ્યો વિશેનું અજ્ઞાન ઘણા ગૂંચવાડા સર્જે છે એ અનેક દાખલાદલીલો સાથે અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આમ બનવા પાછળનું એક કારણ કૃતિનિષ્ઠ વિવેચન પ્રત્યેનો આપણો ઉત્સાહ હોઈ શકે. આ અભિગમની અપૂર્ણતા ચીંધતા જયંત કોઠારી કહે છે : 'કૃતિલક્ષી આસ્વાદ કે અભ્યાસનો અર્થ એ નથી કે કૃતિને ઇતર જગતથી સંપૂર્ણ રીતે વિચ્છિન્ન કરીને જોવી. એવો વિચ્છેદ શક્ય પણ નથી કેમ કે ઇતર જગત આપણા ચિત્તમાં પડેલું જ હોય છે. કૃતિને નિમિત્તે કૃતિબાહ્ય જગતમાં વિહરવું, કૃતિમાં કૃતિબાહ્ય બાબતોનું આરોપણ કરવું એ જુદી વાત છે પણ કૃતિમાં જે કંઈ પડેલું છે તેને સમજવા માટે કૃતિની બહાર જવું પડે તો એનો સંકોચ આપણે અનુભવવો ન જોઈએ.’(૭)