સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ગાંધીયુગના છ વિશિષ્ટ વિવેચકો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|(૨) ગાંધીયુગના છ વિશિષ્ટ વિવેચકો}} {{center|'''(૧) રામપ્રસાદ બક્ષી'''}} {{Poem2Open}} પંડિતયુગ પછીની સાક્ષરપેઢીમાંથી જેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઊંડા અધ્યયનનો અર્વાચીન સાહિત્યવિચારણામાં...")
 
No edit summary
Line 88: Line 88:
વિશ્વનાથ ભટ્ટની આવી વિવિધ સાહિત્યપ્રવૃત્તિના કેન્દ્રમાં તો એમનું વિવેચનકાર્ય જ રહેલું છે. સાહિત્યની 'એકલક્ષી ચિરારાધનાનો આદર્શ’ નજર સામે રાખીને એમણે સાહિત્યનું અવિરત નિદિધ્યાસન કર્યું છે અને સત્યપૂત સમતોલ વિવેચન આપ્યું છે એનું મૂલ્ય, એમના વિવેચનની કેટલીક મર્યાદાઓ છતાં ઓછું ઊતરતું નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}

Line 99: Line 96:
(૫) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
(૫) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના ઊંડા પરિશીલનથી રસાયેલી ભાવનાવાદી સૌંદર્યદ્દષ્ટિનો તત્ત્વવિચારમાં, વિશેષે તો સમકાલીન કૃતિઓની પ્રભાવવાદી સમીક્ષાઓમાં, ઉત્તમ વિનિયોગ કરનાર તેમજ સંસ્કૃત સાહિત્યમીમાંસાના કેટલાક ઘટકોનું નવેસર મૂલ્યાંકન કરનાર 'અભિજાતરુચિ અને વ્યુત્પત્તિમત્તાવાળા અભ્યાસી’" વિવેચક તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની આપણા વિવેચનસાહિત્યમાં એક વિશિષ્ટ મુદ્રા ઊપસે છે.
{{Poem2Open}}
પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના ઊંડા પરિશીલનથી રસાયેલી ભાવનાવાદી સૌંદર્યદ્દષ્ટિનો તત્ત્વવિચારમાં, વિશેષે તો સમકાલીન કૃતિઓની પ્રભાવવાદી સમીક્ષાઓમાં, ઉત્તમ વિનિયોગ કરનાર તેમજ સંસ્કૃત સાહિત્યમીમાંસાના કેટલાક ઘટકોનું નવેસર મૂલ્યાંકન કરનાર 'અભિજાતરુચિ અને વ્યુત્પત્તિમત્તાવાળા અભ્યાસી’<ref>૧. ‘કાવ્યચર્ચા' (સુરેશ જોશી, ૧૯૭૧), પૃ.૧૦૧</ref> વિવેચક તરીકે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની આપણા વિવેચનસાહિત્યમાં એક વિશિષ્ટ મુદ્રા ઊપસે છે.
પ્રથમ વિવેચનસંગ્રહ ‘વિવેચના’ (૧૯૩૯)થી જ એમની તાજગીપૂર્ણ અને સૌંદર્યદર્શી કૃતિસમીક્ષાઓ તથા સર્જકો પરના એમના માર્મિક અભ્યાસો ધ્યાનપાત્ર બનેલાં. એ પછી પરિશીલન' (૧૯૪૯), ‘ઉપાયન’ (૧૯૬૧) અને ‘સાહિત્યસંસ્પર્શ’ (૧૯૭૯)ના વિવેચનલેખોમાં એમનાં પ્રૌઢ સૌંદર્યદ્દષ્ટિ, પરિષ્કૃત રુચિ, તેજસ્વી અને મૌલિક વિચારણા અને ઊંડા તત્ત્વવિચારની પ્રતીતિ કરાવતી વિવેચન—સાધનાનો આહ્લાદક પરિચય મળી રહે છે. ૧૯૪૬માં આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનોના ગ્રંથ 'અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય' (૧૯૫૦)માં સુધારક અને પંડિતયુગની અનેકદેશીય વિચારણાનું સર્વેક્ષણ-મૂલ્યાંકન છે અને ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં વ્યાખ્યાનો ‘ગોવર્ધનરામ—ચિંતક ને સર્જક’ (૧૯૬૩)માં ગોવર્ધનરામના શક્તિવિશેષોની મર્મદર્શી વિચારણા છે. આ બંનેમાં એમની સહૃદયવૃત્તિ તથા પર્યેષક દ્દષ્ટિનાં દર્શન થાય છે.

તત્ત્વવિચાર : વિષ્ણુપ્રસાદની તત્ત્વવિચારણા કવિતાકળાની વિશેષતાને, સર્જકના આંતરિક ભાવવિશ્વના રહસ્યદર્શનને તથા કાવ્યના ભાવન—આસ્વાદનની પ્રક્રિયાને કેન્દ્રમાં રાખીને ચાલી છે. એના સંદર્ભે જ વિવેચનના સ્વરૂપ અને કાર્યપ્રદેશ અંગે, વિવેચકના કર્તવ્ય વિશે, કાવ્યમૂલ્ય અને અનુભાવના વિશે તેમજ સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવો વિશે એમના પ્રતિભાવાત્મક, ક્યારેક ઊહાપોહ જન્માવનારા વિચારો વ્યક્ત થતા રહ્યા છે. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી રુચિ ઘડાયેલી હોય એવી આંતરિક સજ્જતા જ વિવેચક માટે પર્યાપ્ત છે, પછી તો ‘વિવેચકનું અખંડ વ્યક્તિત્વ વિવેચન—વિષયથી સહજ સ્ફુરી આનંદપર્યવસાયી, સત્યપ્રતિપાદક ને સૌષ્ઠવયુક્ત વિવેચનોમાં' પ્રગટ થતું રહે—એવો વિવેચન વિશેનો એમનો ખ્યાલ રહ્યો છે. વિવેચન પાંડિત્યભારથી લદાયેલું નહિ પણ કલાકૃતિના સાક્ષાત્ અનુભવના આનંદથી ધબકતું હોય એ એમને ઈષ્ટ છે. આ આખોય દ્દષ્ટિકોણ કૌતુકરાગી વિવેચનનો છે. એથી, વિશ્વનાથ ભટ્ટની જેમ કોઈ આક્રમક અભિનિવેશથી પ્રેરાઈને વિવેચનને સર્જનથી પણ ચડિયાતું ગણાવવાની હદે એ ગયા નથી, તેમ છતાં વિવેચનને એક સર્જનાત્મક  

આવિષ્કાર લેખવા વિશે એમનો પક્ષપાત રહ્યો જ છે.૨
આવિષ્કાર લેખવા વિશે એમનો પક્ષપાત રહ્યો જ છે.૨<ref>૨. જુઓ : “વિવેચનકૃતિ પણ આનંદ નિષ્પન્ન કરતી હોય તો એ વિવેચનને સર્જનાત્મક સાહિત્યની પ્રતિષ્ઠા આપવામાં દોષ જણાતો નથી....વાણીના ઉપાદાન વડે વ્યક્તિએ કરેલી આનંદનિષ્પાદક વિવેચનકૃતિને લલિત સાહિત્યનું ગૌરવ ઘટે એમ કહેવામાં બાધ નથી. વિવેચન પણ વ્યક્તિત્વના આવિષ્કારનો ઉચિત માર્ગ થઈ શકે છે'—'વિવેચનની પ્રતિષ્ઠા', 'ઉપાયન', પૃ. ૩૫.</ref>

વિવેચનનું મૂલ્ય અને વિવેચકના કર્તવ્યની એમની ચર્ચાઓ કાવ્યનાં સૌંદર્ય અને મૂલ્યવત્તાની તથા સર્જનના ભાવન—આસ્વાદનની ચર્ચાઓને પણ હંમેશાં સાંકળતી રહી છે. એમાંથી કાવ્ય અને વિવેચન અંગેના એમના કેટલાક લાક્ષણિક વિભાવો સ્પષ્ટ થતા રહ્યા છે. ‘ઉપાયન'૩ માંના ‘વિવેચકનો કાર્યપ્રદેશ', 'વિવેચનની પ્રતિષ્ઠા', 'અનુભાવના' જેવા લેખોમાં તથા 'સાહિત્યસંસ્પર્શ'માંનાં કવિતા અને વિવેચન વિશેનાં કેટલાંક સંક્ષિપ્ત લખાણોમાં એમની આવી વિચારણા જોવા મળે છે.
વિવેચનનું મૂલ્ય અને વિવેચકના કર્તવ્યની એમની ચર્ચાઓ કાવ્યનાં સૌંદર્ય અને મૂલ્યવત્તાની તથા સર્જનના ભાવન—આસ્વાદનની ચર્ચાઓને પણ હંમેશાં સાંકળતી રહી છે. એમાંથી કાવ્ય અને વિવેચન અંગેના એમના કેટલાક લાક્ષણિક વિભાવો સ્પષ્ટ થતા રહ્યા છે. ‘ઉપાયન'૩<ref>૩. આ પૈકીના કેટલાક લેખો પરિશીલન'માંથી અહીં પુનર્મુદ્રિત થયેલા છે. પણ ચર્ચાની સગવડખાતર આ લેખમાં બધે જ 'ઉપાયન' ના સંદર્ભો આપ્યા છે.</ref>  માંના ‘વિવેચકનો કાર્યપ્રદેશ', 'વિવેચનની પ્રતિષ્ઠા', 'અનુભાવના' જેવા લેખોમાં તથા 'સાહિત્યસંસ્પર્શ'માંનાં કવિતા અને વિવેચન વિશેનાં કેટલાંક સંક્ષિપ્ત લખાણોમાં એમની આવી વિચારણા જોવા મળે છે.

ભાવકની—અને એ રીતે આખીય પ્રજાની—રસવૃત્તિના ઘડતરમાં અને સાંસ્કૃતિક મૂલ્યબોધમાં એમણે વિવેચકનું કર્તવ્ય જોયું છે. આથી કૃતિની આસ્વાદમૂલક તેમજ ઐતિહાસિક અને તુલનાત્મક દ્દષ્ટિએ આલોચના કરવા ઉપરાંત એ કૃતિમાંના જીવન રહસ્યને તથા કર્તાના જીવનદર્શનને ચીંધી આપવાનું પણ એમણે વિવેચકને માટે આવશ્યક લેખ્યું છે. આ જ કારણે વિવેચકને એ 'જીવનફિલસૂફ અને કલાફિલસૂફ' પણ કહે છે. આના સંદર્ભમાં, કાવ્યકૃતિમાં સર્જકના અનુભવની વિશિષ્ટતાની તેમજ ઉત્તમ કવિતામાં આવશ્યક દર્શનતત્ત્વની એમણે તરફદારી કરેલી છે—પહેલાં અનુભાવનાના અનુષંગે અને પછી ‘સાધારણીકરણ' અને “દ્વિજોત્તમ કવિતાજાતિ' લેખો દ્વારા કરેલા ઊહાપોહમાં.

રીતિની વિશિષ્ટતાથી કાવ્યનો વિશેષ પ્રતીત થાય છે એવા મતનો અસ્વીકાર કરી એમણે સર્જકના અનુભવ પર ભાર મૂક્યો. એમની દ્દષ્ટિએ, દરેક શુદ્ધ અનુભવ મૂલતઃ વિશિષ્ટ જ હોય છે, સામાન્ય કે સાધારણ એ તો બુદ્ધિએ તારવેલો પદાર્થ છે. એટલે, કવિની અંગતતમ અને મૌલિક લાગણી પણ આસ્વાદનો વિષય બની શકતી હોઈ ‘વિશિષ્ટનો અનુભવ જ મૂલ્યવાન છે’૪ એમ એ કહે છે. કાવ્યનો પ્રાણ આમ કવિના અનુભવવિશેષમાં જોતા વિષ્ણુપ્રસાદ કલાકૃતિની સંઘટના કે સંવિધાનમાં પ્રગટતા કવિકર્મને પણ અત્યંત ગૌણ લેખવાની હદે જાય છે—સંવેદનની આંતરસમૃદ્ધિને જ એ પ્રધાન ગણે છે. આ જ વિચારણાનો તંતુ ઉત્તમ કવિતામાંના દર્શનતત્ત્વની ચર્ચા સુધી લંબાયેલો છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાને ‘દ્વિજોત્તમ' ગણાવેલી. વિષ્ણુપ્રસાદ એની સામે ચિંતનપ્રધાન શબ્દની હિમાયત કરે છે, કારણ કે વિચાર કવિતામાં બહારથી પ્રવેશેલો નહિ પણ ‘સંવેદનના ક્ષેત્રમાં ઊગી આવતો' હોય છે એથી એની કોટિ ચિંતનની છે. આવી ચિંતનપ્રધાન કવિતા ઉત્તમ. પણ 'કવિતાજાતિમાં દ્વિજોત્તમ ગણાવા લાયક’ કૃતિ માટે તો, એક ડગલું આગળ જઈ, સત્યની ઝાંખી કરાવતા દર્શનતત્ત્વને એમણે આવશ્યક ગણ્યું છે. આમ છતાં, કાવ્યના પ્રથમ સાક્ષાત્ અનુભવ તરીકે તો. આનંદાનુભવને જ એ સ્વીકારે છે—એ પછીની ક્ષણે જ ઉત્તમ કૃતિ દર્શનપર્યવસાયી પણ બને. આવી આનુપૂર્વી સ્વીકારવા પાછળ એમની સૌંદર્યદર્શી દ્દષ્ટિ અને રમણીયતા માટેનો એમનો આગ્રહ પડેલાં છે.
રીતિની વિશિષ્ટતાથી કાવ્યનો વિશેષ પ્રતીત થાય છે એવા મતનો અસ્વીકાર કરી એમણે સર્જકના અનુભવ પર ભાર મૂક્યો. એમની દ્દષ્ટિએ, દરેક શુદ્ધ અનુભવ મૂલતઃ વિશિષ્ટ જ હોય છે, સામાન્ય કે સાધારણ એ તો બુદ્ધિએ તારવેલો પદાર્થ છે. એટલે, કવિની અંગતતમ અને મૌલિક લાગણી પણ આસ્વાદનો વિષય બની શકતી હોઈ ‘વિશિષ્ટનો અનુભવ જ મૂલ્યવાન છે’૪<ref>૪. 'અનુભાવન' લેખ, 'ઉપાયન' પૃ. ૫</ref> એમ એ કહે છે. કાવ્યનો પ્રાણ આમ કવિના અનુભવવિશેષમાં જોતા વિષ્ણુપ્રસાદ કલાકૃતિની સંઘટના કે સંવિધાનમાં પ્રગટતા કવિકર્મને પણ અત્યંત ગૌણ લેખવાની હદે જાય છે—સંવેદનની આંતરસમૃદ્ધિને જ એ પ્રધાન ગણે છે. આ જ વિચારણાનો તંતુ ઉત્તમ કવિતામાંના દર્શનતત્ત્વની ચર્ચા સુધી લંબાયેલો છે. ઠાકોરે વિચારપ્રધાન કવિતાને ‘દ્વિજોત્તમ' ગણાવેલી. વિષ્ણુપ્રસાદ એની સામે ચિંતનપ્રધાન શબ્દની હિમાયત કરે છે, કારણ કે વિચાર કવિતામાં બહારથી પ્રવેશેલો નહિ પણ ‘સંવેદનના ક્ષેત્રમાં ઊગી આવતો' હોય છે એથી એની કોટિ ચિંતનની છે. આવી ચિંતનપ્રધાન કવિતા ઉત્તમ. પણ 'કવિતાજાતિમાં દ્વિજોત્તમ ગણાવા લાયક’ કૃતિ માટે તો, એક ડગલું આગળ જઈ, સત્યની ઝાંખી કરાવતા દર્શનતત્ત્વને એમણે આવશ્યક ગણ્યું છે. આમ છતાં, કાવ્યના પ્રથમ સાક્ષાત્ અનુભવ તરીકે તો. આનંદાનુભવને જ એ સ્વીકારે છે—એ પછીની ક્ષણે જ ઉત્તમ કૃતિ દર્શનપર્યવસાયી પણ બને. આવી આનુપૂર્વી સ્વીકારવા પાછળ એમની સૌંદર્યદર્શી દ્દષ્ટિ અને રમણીયતા માટેનો એમનો આગ્રહ પડેલાં છે.
'રમણીયતા' સંજ્ઞા વિષ્ણુપ્રસાદના વિવેચનમાં વારંવાર આવતી. એમની પ્રિય સંજ્ઞા છે. કલાકૃતિના સૌંદર્યાનુભવને તો એ રમણીયતા કહે જ છે પણ એ ઉપરાંત એના મૂલ્યબોધને પણ એ એમાં સમાવિષ્ટ કરે છે. અને કલાકૃતિની આ રમણીયતાને સમજવાનું દ્દષ્ટિબિંદુ નિર્ધારી આપવામાં વિવેચકનું એક મહત્ત્વનું કર્તવ્ય એ જુએ છે. મેથ્યુ આર્નલ્ડ, ક્રોચે, કોલિંગવુડ જેવાની વિચારણાનો એમના પર ઠીકઠીક પ્રભાવ હોવાથી સર્જકના અનુભૂતિવિશેષમાં અને એની દર્શનશક્તિમાં એમણે રમણીયતા જોઈ છે. કૃતિની રૂપરચનાગત રમણીયતા એમને ઝાઝી ઉદ્દિષ્ટ ન રહી હોય એમ સમજાય છે. આ જ કારણે, આ સંજ્ઞાના ઉપયોગમાં કેટલાકે અસ્પષ્ટતા અને અસંગતિ પણ જોયાં છે.

સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની એમની ચર્ચા પણ ઘણી નોંધપાત્ર છે. શરૂઆતમાં તો એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કાલગ્રસ્ત ગણીને—એને ‘પુરાણું કબૂતરખાનું' કહીને એ તરફ ઉદાસીનતા જ દાખવેલી. પછી એને ચર્ચવા પ્રવૃત્ત થયા ત્યારે પણ એમનું દ્દષ્ટિબિંદુ એક ચિકિત્સકનું જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાંની રસસિદ્ધાન્ત અને સાધારણીકરણની આખીય ચર્ચા આજના સાહિત્યને સંદર્ભે એમને અપર્યાપ્ત અને અસંતોષકારક જણાઈ છે. એમને લાગે છે કે, ‘આધુનિક સંવિત્લક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે' કારણ કે 'એ ધોરણે તો આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યોમાં પણ કોઈ ખાસ રસ જડશે નહિ'૫
સંસ્કૃત કાવ્યમીમાંસાના કેટલાક વિભાવોની એમની ચર્ચા પણ ઘણી નોંધપાત્ર છે. શરૂઆતમાં તો એમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કાલગ્રસ્ત ગણીને—એને ‘પુરાણું કબૂતરખાનું' કહીને એ તરફ ઉદાસીનતા જ દાખવેલી. પછી એને ચર્ચવા પ્રવૃત્ત થયા ત્યારે પણ એમનું દ્દષ્ટિબિંદુ એક ચિકિત્સકનું જ રહ્યું છે. સંસ્કૃત કાવ્યમીમાંસામાંની રસસિદ્ધાન્ત અને સાધારણીકરણની આખીય ચર્ચા આજના સાહિત્યને સંદર્ભે એમને અપર્યાપ્ત અને અસંતોષકારક જણાઈ છે. એમને લાગે છે કે, ‘આધુનિક સંવિત્લક્ષી કાવ્યોને રસસિદ્ધાન્તની કસોટીએ ચઢાવવામાં બેહૂદાપણું આવે છે' કારણ કે 'એ ધોરણે તો આપણાં કેટલાંક ઉત્તમ કાવ્યોમાં પણ કોઈ ખાસ રસ જડશે નહિ'૫<ref>૫. 'સાધારણીકરણ' 'ઉપાયન' પૃ. ૭૩</ref>
સાધારણીકરણ કે સર્વગ્રહણક્ષમતાના ખ્યાલમાં એમને સર્જકના વિશિષ્ટ વૈયક્તિક અનુભવની સૂક્ષ્મતા, વિશાળતા અને લોકોત્તરતાનું મૂલ્ય બરાબર ન થતું હોય એમ લાગે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના આવા કેટલાક સંકેતોની ફેરવિચારણા કરી એની મર્યાદાઓ ચીંધી આપવામાં અને પોતાની મૌલિક વિચારણાનો એ સંદર્ભે વિનિયોગ કરવામાં સુરેશ જોશી કહે છે. એમ, 'શાસ્ત્રનિષ્ઠ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે.૬ પ્રવાહદર્શન આદિ : 'અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ'ની એમની તપાસમાં, કલકત્તા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચન ('સાહિત્યસંસ્પર્શ'માં ગ્રંથસ્થ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોનું વિહંગાવલોકન કરવામાં તથા 'અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં—એમ વિભિન્ન નિમિત્તે એમણે સાહિત્યનું પ્રવાહદર્શન કર્યું છે. હેમચંદ્રથી આરંભી એમના સમય સુધીના સમગ્ર વાડ્ડયની ગતિવિધિની એમણે જે રૂપરેખા આંકી આપી છે એને એમના લાક્ષણિક દૃષ્ટિકોણનું એક વિશેષ પરિમાણ પણ સાંપડેલું છે. 'અવચિીન ચિંતનાત્મક ગદ્ય'માં નર્મદ અને દુર્ગારામનું ધર્મચિંતન, પ્રાર્થનાસમાજનો ધર્મશોધક વિચારપ્રવાહ, રમણભાઈની નીતિકેન્દ્રી ધર્મ અને સમાજવિચારણા, કાન્તનું સ્વીડનબૉર્ગીય તત્ત્વચિંતન, મનઃસુખરામ આદિની વેદાન્તી વિચારધારા તથા આનંદશંકરની સમાજમીમાંસા અને તત્ત્વવિચાર ઉપરાંત નવલરામનું વિવેચન અને નર્મદનો સાહિત્યવિચાર—એવી અનેકવિધ વિચારણાનો એમણે આપેલો આલેખ ખૂબ મૂલ્યવાન છે. આ વિચારકોનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો આપી એ અંગે પોતાના પ્રતિભાવો આપવાની પદ્ધતિએ એમણે આ આખીય સમૃદ્ધ વિચારણાનો પરિચય કરાવ્યો છે. જોકે, “વિવેચના'માં ‘ગોવર્ધનરામની શૈલી’ પરના બે લેખોમાં એમણે પૃથક્કરણાત્મક રીતે શૈલીનાં લક્ષણો સ્ફુટ કરી આપ્યાં છે એ પદ્ધતિ અહીં સ્વીકારી હોત તો ગદ્યવિકાસનો પણ એક બહુમૂલ્ય આલેખ મળત એવી અપેક્ષા રહે છે. પરંતુ, આપણે ત્યાં ગદ્યવિચારણા ઝાઝી થઈ નથી એવી સ્થિતિમાં એમનો આ પ્રયાસ, સ્વયં એક માતબર વિવેચન હોવા ઉપરાંત, ઐતિહાસિક દ્દષ્ટિએ પણ ઘણો અગત્યનો ઠરે છે. એમણે ખોલી આપેલી આ દિશામાં પછી આગળ જવા આપણું વિવેચન ઝાઝું પ્રવૃત્ત થયું નથી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર' વિશે એમનું ચિંતન વિવેચન કારકિર્દીના આરંભથી સતત ચાલતું રહ્યું છે. 'ગોવર્ધનરામ-ચિંતક ને સર્જક'માં ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાને તપાસવાની સાથે એમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં 'સ્નેહમુદ્રા' અને 'સરસ્વતીચંદ્ર'માંના સર્જકત્વનું અને ગોવર્ધનરામની ગદ્યશૈલીનું મૂલ્યાંકન એમણે કર્યું છે. ગોવર્ધનરામ વિશેનાં વિવેચનોમાં વિષ્ણુપ્રસાદની તત્ત્વદર્શી તેમ સૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનો ખૂબ જ આહ્લાદક પરિચય મળે છે.
સાધારણીકરણ કે સર્વગ્રહણક્ષમતાના ખ્યાલમાં એમને સર્જકના વિશિષ્ટ વૈયક્તિક અનુભવની સૂક્ષ્મતા, વિશાળતા અને લોકોત્તરતાનું મૂલ્ય બરાબર ન થતું હોય એમ લાગે છે. સંસ્કૃત સાહિત્યમીમાંસાના આવા કેટલાક સંકેતોની ફેરવિચારણા કરી એની મર્યાદાઓ ચીંધી આપવામાં અને પોતાની મૌલિક વિચારણાનો એ સંદર્ભે વિનિયોગ કરવામાં સુરેશ જોશી કહે છે. એમ, 'શાસ્ત્રનિષ્ઠ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે.૬<ref>૬. 'કાવ્યચર્ચા', પૃ. ૯૫</ref> પ્રવાહદર્શન આદિ : 'અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ'ની એમની તપાસમાં, કલકત્તા સાહિત્ય પરિષદના અધ્યક્ષીય પ્રવચન ('સાહિત્યસંસ્પર્શ'માં ગ્રંથસ્થ)માં ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહોનું વિહંગાવલોકન કરવામાં તથા 'અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય'માં—એમ વિભિન્ન નિમિત્તે એમણે સાહિત્યનું પ્રવાહદર્શન કર્યું છે. હેમચંદ્રથી આરંભી એમના સમય સુધીના સમગ્ર વાડ્ડયની ગતિવિધિની એમણે જે રૂપરેખા આંકી આપી છે એને એમના લાક્ષણિક દૃષ્ટિકોણનું એક વિશેષ પરિમાણ પણ સાંપડેલું છે. 'અવચિીન ચિંતનાત્મક ગદ્ય'માં નર્મદ અને દુર્ગારામનું ધર્મચિંતન, પ્રાર્થનાસમાજનો ધર્મશોધક વિચારપ્રવાહ, રમણભાઈની નીતિકેન્દ્રી ધર્મ અને સમાજવિચારણા, કાન્તનું સ્વીડનબૉર્ગીય તત્ત્વચિંતન, મનઃસુખરામ આદિની વેદાન્તી વિચારધારા તથા આનંદશંકરની સમાજમીમાંસા અને તત્ત્વવિચાર ઉપરાંત નવલરામનું વિવેચન અને નર્મદનો સાહિત્યવિચાર—એવી અનેકવિધ વિચારણાનો એમણે આપેલો આલેખ ખૂબ મૂલ્યવાન છે. આ વિચારકોનાં લખાણોમાંથી પુષ્કળ ઉદાહરણો આપી એ અંગે પોતાના પ્રતિભાવો આપવાની પદ્ધતિએ એમણે આ આખીય સમૃદ્ધ વિચારણાનો પરિચય કરાવ્યો છે. જોકે, “વિવેચના'માં ‘ગોવર્ધનરામની શૈલી’ પરના બે લેખોમાં એમણે પૃથક્કરણાત્મક રીતે શૈલીનાં લક્ષણો સ્ફુટ કરી આપ્યાં છે એ પદ્ધતિ અહીં સ્વીકારી હોત તો ગદ્યવિકાસનો પણ એક બહુમૂલ્ય આલેખ મળત એવી અપેક્ષા રહે છે. પરંતુ, આપણે ત્યાં ગદ્યવિચારણા ઝાઝી થઈ નથી એવી સ્થિતિમાં એમનો આ પ્રયાસ, સ્વયં એક માતબર વિવેચન હોવા ઉપરાંત, ઐતિહાસિક દ્દષ્ટિએ પણ ઘણો અગત્યનો ઠરે છે. એમણે ખોલી આપેલી આ દિશામાં પછી આગળ જવા આપણું વિવેચન ઝાઝું પ્રવૃત્ત થયું નથી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર' વિશે એમનું ચિંતન વિવેચન કારકિર્દીના આરંભથી સતત ચાલતું રહ્યું છે. 'ગોવર્ધનરામ-ચિંતક ને સર્જક'માં ગોવર્ધનરામની દાર્શનિક વિચારણા અને સાક્ષરભાવનાને તપાસવાની સાથે એમના જીવનતત્વવિચારના ઉપલક્ષ્યમાં 'સ્નેહમુદ્રા' અને 'સરસ્વતીચંદ્ર'માંના સર્જકત્વનું અને ગોવર્ધનરામની ગદ્યશૈલીનું મૂલ્યાંકન એમણે કર્યું છે. ગોવર્ધનરામ વિશેનાં વિવેચનોમાં વિષ્ણુપ્રસાદની તત્ત્વદર્શી તેમ સૌંદર્યગ્રાહી વિવેચકશક્તિનો ખૂબ જ આહ્લાદક પરિચય મળે છે.
પ્રત્યક્ષ વિવેચન : વિષ્ણુપ્રસાદની વિવેચનાનો ઠીકઠીક મોટો ભાગ ગ્રંથસમીક્ષાઓ રોકે છે. એમની વિવેચનશક્તિના કેટલાક સૌથી વધુ લાક્ષણિક અંશો પણ આ પ્રત્યક્ષ વિવેચનમાં પ્રગટેલા છે. એમણે લગભગ એકધારી રીતે કૃતિસમીક્ષાનું કામ કર્યું છે. પૂર્વ અને પશ્ચિમની અનેક ઉત્તમ પ્રશિષ્ટ કૃતિઓમાં અવગાહન કરીને કેળવાયેલાં એમનાં રુચિ-દષ્ટિના વિનિયોગે ગુજરાતી કૃતિઓની એમની સમીક્ષાઓને ખૂબ માર્મિક બનાવી છે; આથી કેટલીકં ઉત્તમ સમીક્ષાઓમાં તુલનાત્મક દ્દષ્ટિનું પરિમાણ પ્રણ ઉમેરાયું છે. એમનું ચિત્તતંત્ર સૂક્ષ્મસંવેદી અને સહૃદય છે. એટલે સાહિત્યકૃતિની આંતરિક મૂલ્યવત્તાને એ પૂરી અભ્યાસશીલતા અને રસજ્ઞતાથી ગ્રહણ કરે છે. એમનાં કેટલાંક નિરીક્ષણો આથી ખૂબ જ વેધક, મર્માળાં અને કૃતિના રહસ્યપ્રદેશને ઉદ્ઘાટિત કરી આપનારાં બન્યાં છે.

વિવેચનમાં વિવેચકની .વ્યક્તિમત્તાની મુદ્રા અંકાવી જોઈએ એવો વિષ્ણુપ્રસાદનો ખ્યાલ રહ્યો છે. કૃતિના આસ્વાદથી સહજ સ્ફુરણ રૂપે પ્રગટેલા વિવેચનની એમણે તરફદારી કરેલી છે, બલકે એમાં જ વિવેચકની ધન્યતા અને વિવેચનની ‘ગરવી પ્રતિષ્ઠા' એમણે જોયાં છે. એમની ગ્રંથસમીક્ષાઓમાં આથી સંસ્કારગ્રાહી અંશો વિશેષ છે. એને કારણે કૃતિના સર્વાશ્લેષી મૂલ્યાંકનને તાકવાને બદલે કૃતિના પોતાને અત્યંત ગમી ગયેલા તત્ત્વ વિશે રસલક્ષી દ્દષ્ટિએ પ્રતિભાવ આપવા એ હંમેશાં ઉદ્યુક્ત થયેલા જણાય છે. તાજગીપૂર્ણ અને મર્મદ્યોતક નિરીક્ષણો આપતા એમના સમીક્ષાલેખો આથી સુશ્લિષ્ટ કે સુગ્રથિત હોતા નથી, ક્યારેક એ અપસિ પણ લાગે છે. ઘણી સમીક્ષાઓ એમણે કૃતિના પુરોવચન રૂપે લખી હોવાથી એ કેવળ પરિચયલક્ષી અને અછડતી પણ બની ગયેલી છે.

Line 116: Line 114:
ઉદાર રુચિ અને સમભાવશીલ પ્રકૃતિએ એમને ઘણી વાર સામાન્ય કોટિની કૃતિઓ વિશે પણ લખવા પ્રેર્યા છે. પ્રશિષ્ટ કૃતિઓનું એમનું પરિશીલન પણ અહીં ઝાઝું લેખે લાગી શક્તું નથી. એમના આવા પ્રયાસો, ભાવનાતત્ત્વના આકર્ષણનું તથા વિવેચકની સામાજિક જવાબદારીના ખ્યાલનું જ પરિણામ લેખાશે. અલબત્ત, લલિતેતર ગ્રંથોની એમની સમીક્ષાઓ પર્યેષણાત્મક અને સૂક્ષ્મ પૃથક્કરણ આપનારી બની છે. નરસિંહરાવના વિવેચન અને ભાષાશાસ્ત્ર અંગેની એમની તપાસ આના ઉજ્જવલ દ્દષ્ટાંતરૂપ છે.

વિષ્ણુપ્રસાદનું સમગ્ર વિવેચન કૌતુકરાગી વિવેચનાની વિશેષતાઓ અને સીમાઓવાળું છે. સુશ્લિષ્ટતાનો અભાવ, વાગ્મિતામાં ક્યારેક ખોવાઈ જતું સાચું મૂલ્યાંકન, કૃતિનું ખંડદર્શન, તત્ત્વચર્ચામાં પણ ક્યાંક પ્રગટી જતો ને એમની વિચારણાને એકપક્ષી બનાવી જતો અભિનિવેશ—એવી મર્યાદાઓ એમાં છે તો અભિજાત રુચિની સ્નિગ્ધતા, ઊંડી સૂઝ અને માર્મિકતા, રસિક સૌંદર્યદ્દષ્ટિ અને નિરૂપણની તાજી ચમક એના વિશેષો છે.

આ વિશેષોએ એમની ગદ્યશૈલીનું પણ એક વિશિષ્ટ પરિમાણ ઉપસાવ્યું છે. વિષ્ણુપ્રસાદમાંના પ્રચ્છન્ન કવિ અને રસજ્ઞ ભાવક કૃતિના પ્રતિભાવોની અભિવ્યક્તિમાં એકસાથે પ્રવૃત્ત થયેલા જણાશે. એમનાં વાક્યોના અન્વયોના વિશિષ્ટ મરોડોમાં, એના લાક્ષણિક કાકુઓમાં, એમના અભિનિવેશોમાં પ્રગટ થતા ભાવોદ્રેકોમાં, 'અનુભાવના'ને અંતે પ્રગટ થઈ છે એવી એમની કલ્પનાપ્રાણિત આકાંક્ષામાં બધે જ રમણીયતાના આ ઉપાસકની ગદ્યશૈલીની વિવિધ રસિક છટાઓ પ્રતીત થાય છે. તો એમની ચિંતનાત્મક અને પર્યેષક પ્રકૃતિને કારણે એ શૈલીની એક ગૌરવપૂર્ણ મુદ્રા પણ પ્રગટે છે. મૂલ્યાંકનને ક્યારેક હલાવી દેતો છતાં સમગ્રભાવે તો એમની વિવેચનાનો એ એક સ્પૃહણીય અંશ છે.  

૧. ‘કાવ્યચર્ચા' (સુરેશ જોશી, ૧૯૭૧), પૃ.૧૦૧
{{Poem2Close}}
૨. જુઓ : “વિવેચનકૃતિ પણ આનંદ નિષ્પન્ન કરતી હોય તો એ વિવેચનને સર્જનાત્મક સાહિત્યની પ્રતિષ્ઠા આપવામાં દોષ જણાતો નથી....વાણીના ઉપાદાન વડે વ્યક્તિએ કરેલી આનંદનિષ્પાદક વિવેચનકૃતિને લલિત સાહિત્યનું ગૌરવ ઘટે એમ કહેવામાં બાધ નથી. વિવેચન પણ વ્યક્તિત્વના આવિષ્કારનો ઉચિત માર્ગ થઈ શકે છે'—'વિવેચનની પ્રતિષ્ઠા', 'ઉપાયન', પૃ. ૩૫.
૩. આ પૈકીના કેટલાક લેખો પરિશીલન'માંથી અહીં પુનર્મુદ્રિત થયેલા છે. પણ ચર્ચાની સગવડખાતર આ લેખમાં બધે જ 'ઉપાયન' ના સંદર્ભો આપ્યા છે.
૪. 'અનુભાવન' લેખ, 'ઉપાયન' પૃ. ૫
૫. 'સાધારણીકરણ' 'ઉપાયન' પૃ. ૭૩
૬. 'કાવ્યચર્ચા', પૃ. ૯૫
 
'''(૬) ડોલરરાય માંકડ'''
(૬) ડોલરરાય માંકડ

સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિદ્વાન, તત્ત્વાન્વેષી વિવેચક, પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી સંશોધક, ચિંતક કવિ, સ્વપ્રશીલ અને દ્દષ્ટિમંત કેળવણીકાર તથા કુશળ સંચાલક તરીકે ડોલરરાય બહુવિધ પ્રતિભા ધરાવતા હતા.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિદ્વાન, તત્ત્વાન્વેષી વિવેચક, પ્રાચ્ય વિદ્યાના અભ્યાસી સંશોધક, ચિંતક કવિ, સ્વપ્રશીલ અને દ્દષ્ટિમંત કેળવણીકાર તથા કુશળ સંચાલક તરીકે ડોલરરાય બહુવિધ પ્રતિભા ધરાવતા હતા.
ડોલરરાયના વિવેચનનું પ્રધાન લક્ષણ એમની તત્ત્વદર્શિતા છે. કોઈ પણ પ્રકારના વિવેચનમાં એમની દ્દષ્ટિ તત્ત્વગ્રહણ માટે પ્રવૃત્ત થઈ કશાક મૌલિક તારણ પર પહોંચતી હોય છે-પછી એ પ્રાચ્ય વિદ્યાનો કોઈ જટિલ મુદ્દો હોય કે કોઈ કૃતિ વિશે વાત થતી હોય. બીજું, પૃથક્કરણ—વર્ગીકરણની પદ્ધતિએ એમનું વિવેચન ચાલતું હોય છે. એમાં પેલા તત્ત્વદ્રષ્ટા ઉપરાંત એમનામાંના શિક્ષકની હાજરી પણ વરતાય છે. આ કારણે એમનાં લખાણો સુરેખ અને વિશદ બની આવ્યાં છે. ત્રીજું, એમનો સાહિત્યવિચાર વિશાળ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં થતો હોય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિચિંતન, કેળવણીમાં એમની રુચિ અને એમની ઊંડી ગતિ સાહિત્યવિચારણા પર પણ પ્રભાવ પાડતાં રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થામાંની એમની શ્રદ્ધાને લીધે એમના સાહિત્યવિચારમાં નીતિલક્ષી દ્દષ્ટિકોણ પણ ઉમેરાયો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને ચાલેલા એમના સિદ્ધાન્તવિચાર, સ્વરૂપમીમાંસા અને પ્રત્યક્ષ વિવેચનમાં તેમજ સંશોધનલક્ષી અભ્યાસોમાં એમનાં આ વિવેચકલક્ષણો હંમેશાં અનુસ્યૂત રહ્યાં છે.

સંસ્કૃત સાહિત્યમીમાંસા : લેખનપ્રવૃત્તિના આરંભકાળથી જ સંસ્કૃતિ સાહિત્યમીમાંસા અને પ્રાચ્ય વિદ્યાના ઊંડા, તલસ્પર્શી અભ્યાસથી એમની સજ્જતા કેળવાયેલી હતી. ‘પુરાતત્ત્વ’ અને ‘કૌમુદી' જેવાં ગુજરાતી તથા ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વાર્ટલી', 'જર્નલ ઑવ બૉમ્બે એશિયાટિક સોસાયટી', 'જર્નલ ઑવ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' જેવાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એમના લેખો ૧૯૨૭ આસપાસથી પ્રકાશિત થવા માંડેલા. ૧૯૩૩માં ‘અલંકારપ્રવેશિકા' તથા એ પછી ૧૯૩૬માં 'The Types of Sanskrit Drama' લખ્યા પછી છેક ૧૯૪૩માં એમનું પ્રથમ મહત્ત્વનું પુસ્તક 'સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા' પ્રકાશિત થાય છે ત્યારે ‘ગુજરાતી, અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં આ વિષયનું એકે સ્વતંત્ર પુસ્તક હજી સુધી લખાયું નથી, તેથી આ પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં કોઈ જાતની ક્ષમાયાચનાની જરૂર નથી એવી પ્રસ્તાવના—નોંધમાં પેલી પૂર્વસજ્જતાથી સ્થિર થયેલો એમનો આત્મવિશ્વાસ છતો થાય છે. ‘શુદ્ધ ઐતિહાસિક દ્દષ્ટિ'ને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકમાં એમણે ભરતાદિ ગ્રંથકર્તાઓ, એમના મહત્ત્વના ગ્રંથો તથા રૂપકપ્રકારો, ઉપરૂપકો, વસ્તુ, રસ, અભિનય આદિ ઘટકોને નિરૂપતા સિદ્ધાન્તો—એવા વિભાગીકરણથી નાટ્યશાસ્ત્રનો વિવરણાત્મક પણ લાઘવપૂર્ણ પરિચય કરાવ્યો છે. ઉપરૂપકોની વિગતો દર્શાવતું માહિતીપૂર્ણ કોષ્ટક, ગ્રંથપરિચયની સાથે એના પ્રકાશનાદિની આવશ્યક બાબતોની નોંધ અને ગ્રંથસૂચિથી એમણે પુસ્તકની ઉપયોગિતા વધારી છે. આ આખો પ્રયાસ એમની ચોકસાઈ અને તર્કબદ્ધ વિચારણાની તથા એમના પાંડિત્ય અને શિક્ષકત્વની પ્રતીતિ કરાવનારો બન્યો છે. ૧૯૫૬માં વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલાં વ્યાખ્યાનો 'સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮)માં રસાભાસના સ્વરૂપ અને અલંકારની વ્યંગ્યતાની ઝીણી ચર્ચા છે. મમ્મટે કેવળ વ્યંગ્યપ્રધાનત્વને ઉત્તમ કાવ્યના ધોરણ તરીકે સ્વીકાર્યું છે એની સામે પોતાનો મતભેદ નિર્દેશી, ઉત્તમ કાવ્યમાં ઔચિત્યની અનિવાર્યતા દર્શાવી આપીને અનૌચિત્ય એ રસાભાસનું મૂળ છે એવું પ્રતિપાદન એમણે કર્યું છે. ગુજરાતી કવિતામાંથી પણ ઘણાં ઉદાહરણો લઈ કાવ્યના વિભિન્ન ઘટકોને સંદર્ભે ઔચિત્યની ખૂબ વિશદ ચર્ચા કરી છે. અને અનૌચિત્યને લીધે વ્યંગ્ય નહિ * પણ વ્યંગ્યનો આભાસ જ મળતો હોય છે એમ દર્શાવીને 'આપણે વસ્તુને વસ્તુ તરીકે અને આભાસને આભાસ તરીકે જાણી લેવાં જોઈએ? એવું ખૂબ સ્પષ્ટ તારણ આપ્યું છે. એમનો નીતિવાદી દ્દષ્ટિકોણ પણ ઔચિત્ય વિશેના એમના આ ખ્યાલમાં દેખાય છે. અલંકારની વ્યંગ્યતા તપાસતાં અલંકારના વ્યાવર્તક તત્ત્વ તરીકે કલ્પનાવ્યાપારની પ્રતિષ્ઠા કરીને એમણે કલ્પનાના અભાવવાળા અલંકારને અલંકાર જ ન ગણવાની હિમાયત કરી છે.
સંસ્કૃત સાહિત્યમીમાંસા : લેખનપ્રવૃત્તિના આરંભકાળથી જ સંસ્કૃતિ સાહિત્યમીમાંસા અને પ્રાચ્ય વિદ્યાના ઊંડા, તલસ્પર્શી અભ્યાસથી એમની સજ્જતા કેળવાયેલી હતી. ‘પુરાતત્ત્વ’ અને ‘કૌમુદી' જેવાં ગુજરાતી તથા ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વાર્ટલી', 'જર્નલ ઑવ બૉમ્બે એશિયાટિક સોસાયટી', 'જર્નલ ઑવ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' જેવાં પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એમના લેખો ૧૯૨૭ આસપાસથી પ્રકાશિત થવા માંડેલા. ૧૯૩૩માં ‘અલંકારપ્રવેશિકા' તથા એ પછી ૧૯૩૬માં 'The Types of Sanskrit Drama' લખ્યા પછી છેક ૧૯૪૩માં એમનું પ્રથમ મહત્ત્વનું પુસ્તક 'સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા' પ્રકાશિત થાય છે ત્યારે ‘ગુજરાતી, અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં આ વિષયનું એકે સ્વતંત્ર પુસ્તક હજી સુધી લખાયું નથી, તેથી આ પુસ્તક લખવામાં અને પ્રસિદ્ધ કરવામાં કોઈ જાતની ક્ષમાયાચનાની જરૂર નથી એવી પ્રસ્તાવના—નોંધમાં પેલી પૂર્વસજ્જતાથી સ્થિર થયેલો એમનો આત્મવિશ્વાસ છતો થાય છે. ‘શુદ્ધ ઐતિહાસિક દ્દષ્ટિ'ને કેન્દ્રમાં રાખીને આ પુસ્તકમાં એમણે ભરતાદિ ગ્રંથકર્તાઓ, એમના મહત્ત્વના ગ્રંથો તથા રૂપકપ્રકારો, ઉપરૂપકો, વસ્તુ, રસ, અભિનય આદિ ઘટકોને નિરૂપતા સિદ્ધાન્તો—એવા વિભાગીકરણથી નાટ્યશાસ્ત્રનો વિવરણાત્મક પણ લાઘવપૂર્ણ પરિચય કરાવ્યો છે. ઉપરૂપકોની વિગતો દર્શાવતું માહિતીપૂર્ણ કોષ્ટક, ગ્રંથપરિચયની સાથે એના પ્રકાશનાદિની આવશ્યક બાબતોની નોંધ અને ગ્રંથસૂચિથી એમણે પુસ્તકની ઉપયોગિતા વધારી છે. આ આખો પ્રયાસ એમની ચોકસાઈ અને તર્કબદ્ધ વિચારણાની તથા એમના પાંડિત્ય અને શિક્ષકત્વની પ્રતીતિ કરાવનારો બન્યો છે. ૧૯૫૬માં વડોદરા યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આપેલાં વ્યાખ્યાનો 'સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો' (૧૯૫૮)માં રસાભાસના સ્વરૂપ અને અલંકારની વ્યંગ્યતાની ઝીણી ચર્ચા છે.<ref>૧. 'સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો,' પૃ. ૨૦</ref> મમ્મટે કેવળ વ્યંગ્યપ્રધાનત્વને ઉત્તમ કાવ્યના ધોરણ તરીકે સ્વીકાર્યું છે એની સામે પોતાનો મતભેદ નિર્દેશી, ઉત્તમ કાવ્યમાં ઔચિત્યની અનિવાર્યતા દર્શાવી આપીને અનૌચિત્ય એ રસાભાસનું મૂળ છે એવું પ્રતિપાદન એમણે કર્યું છે. ગુજરાતી કવિતામાંથી પણ ઘણાં ઉદાહરણો લઈ કાવ્યના વિભિન્ન ઘટકોને સંદર્ભે ઔચિત્યની ખૂબ વિશદ ચર્ચા કરી છે. અને અનૌચિત્યને લીધે વ્યંગ્ય નહિ * પણ વ્યંગ્યનો આભાસ જ મળતો હોય છે એમ દર્શાવીને 'આપણે વસ્તુને વસ્તુ તરીકે અને આભાસને આભાસ તરીકે જાણી લેવાં જોઈએ? એવું ખૂબ સ્પષ્ટ તારણ આપ્યું છે. એમનો નીતિવાદી દ્દષ્ટિકોણ પણ ઔચિત્ય વિશેના એમના આ ખ્યાલમાં દેખાય છે. અલંકારની વ્યંગ્યતા તપાસતાં અલંકારના વ્યાવર્તક તત્ત્વ તરીકે કલ્પનાવ્યાપારની પ્રતિષ્ઠા કરીને એમણે કલ્પનાના અભાવવાળા અલંકારને અલંકાર જ ન ગણવાની હિમાયત કરી છે.
આ ઉપરાંત 'કાવ્યવિવેચન' (૧૯૪૯)માંના 'કાવ્યસ્વરૂપ' અને 'ધ્વનિના પ્રભેદો' જેવા લેખોમાં પણ એમણે સંસ્કૃત કાવ્યવિચારને વિશદ રીતે મૂકી આપવાની અને એમાંથી મહત્ત્વનાં પ્રતિપાદનો નિપજાવી આપવાની દૃષ્ટિ રાખી છે. આમ, આ બધામાં ભારતીય કાવ્યવિચારણાનો મૂળગામી પરિચય મળવાની સાથે એની દ્યોતક સમાલોચના પણ પ્રાપ્ત થાય છે.

કાવ્યપ્રકારોની વિચારણા : અર્વાચીન કાવ્યપ્રકારોના વર્ગીકરણમાં એમની આવી સમાલોચક દ્દષ્ટિનો સૌથી વધુ નોંધપાત્ર વિનિયોગ થયો છે. ૧૯૫૭-૫૮માં આપેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોના ગ્રંથ 'ગુજરાતી કાવ્યપ્રકારો' (૧૯૬૪)માં કાવ્યસ્વરૂપોને વર્ગીકૃત કરવામાં મુખ્યત્વે તો સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણાને જ એમણે ધ્યાનમાં રાખી છે પરંતુ અર્વાચીન કાવ્યપ્રકારોને તથા એ અંગેની ચર્ચાન પણ સમાવી લેતી વર્ગીકરણની પુનર્વ્યવસ્થા એમણે કરી આપી છે. આ મુજબ, કાવ્યપ્રકારોના વર્ગીકરણ અંગેના ભારતીય તેમ જ યુરોપીય સિદ્ધાન્તોની તથા અવિચીન ગુજરાતી વિવેચનની ભૂમિકા ચર્ચીને એમણે કાવ્યપ્રકારોને આ રીતે વર્ગીકૃત કર્યા છે : (૧) માનવજીવન—નિરૂપણની દ્દષ્ટિએ મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય, (૨) વસ્તુના ઉદ્દીપનની/ અંતસ્તત્ત્વની દ્દષ્ટિએ રસધ્વનિ, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા (૩) વસ્તુના આલંબનની દ્દષ્ટિએ આત્મલક્ષી અને પરલક્ષી. પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય વિચારણામાંથી આધારો લઈને તથા સંસ્કૃત-ગુજરાતી કવિતામાંથી ઘણાં દ્દષ્ટાન્તો લઈને એમણે પોતાની ચર્ચાન શાસ્ત્રીય ચોકસાઈવાળી અને સમૃદ્ધ બનાવી છે.

આખ્યાનની પ્રત્યક્ષતાને અને કથાની પરોક્ષતાને શૈલીલક્ષણો તરીકે ઘટાવીને એમણે આખ્યાન અને પદ્યવાતનેિ સ્વતંત્ર કાવ્યપ્રકારો ગણ્યા નથી. તો અર્વાચીન વિચારપ્રધાન, ઊર્મિપ્રધાન અને કલ્પનાપ્રધાન પ્રકારોને અનુક્રમે સંસ્કૃતના વસ્તુધ્વનિ, રસધ્વનિ અને અલંકારધ્વનિ રૂપે ઘટાવ્યા છે. એમાં વર્ગીકરણનું એક વ્યાપક દ્દષ્ટિબિંદુ એમણે સ્વીકાર્યું જણાય છે પરંતુ આવા દ્દષ્ટિબિંદુમાં અને મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્યનાં વ્યાવર્તક લક્ષણો એમણે સંસ્કૃત કાવ્યવિચારને જ મહદંશે લક્ષમાં રાખીને દર્શાવ્યાં છે એમાં સંસ્કૃત વિવેચના તરફનો એમનો સ્પષ્ટ ઝુકાવ તો દેખાય જ છે. આ ઉપરાંત, કાવ્યના વસ્તુગત ભેદો—પ્રભેદોને દર્શાવતા વિશ્લેષણની પદ્ધતિ અખત્યાર કરી હોવાથી એમના આ પ્રયાસમાં વર્ગીકરણના સિદ્ધાન્તોનું વિદ્વત્તાપૂર્ણ અને શાસ્ત્રીય રૂપ ઊપસે છે એટલું કોઈ કાવ્યપ્રકારની રચનાગત વિશેષતાઓનું રૂપ ઊપસતું નથી.

આ ઉપરાંત ‘નૈવેદ્ય' (૧૯૬૨)ના ‘નવલકથા અને નવલિકા' અને ‘એકાંકી નાટકો' એ લેખોમાં પણ તે તે સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓ એમણે ચર્ચી છે. કૃતિઓની સમીક્ષાઓમાં પણ એમણે એના સ્વરૂપ અંગે ચર્ચા ચલાવેલી છે.
આ ઉપરાંત ‘નૈવેદ્ય' (૧૯૬૨)ના ‘નવલકથા અને નવલિકા' અને ‘એકાંકી નાટકો' એ લેખોમાં પણ તે તે સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતાઓ એમણે ચર્ચી છે. કૃતિઓની સમીક્ષાઓમાં પણ એમણે એના સ્વરૂપ અંગે ચર્ચા ચલાવેલી છે.
સિદ્ધાન્તચર્ચા : સૈદ્ધાન્તિક વિવેચના ડોલરરાયે સામાન્યપણે તો અન્ય વિવેચકોની વિચારણામાંથી ઊભા થતા કેટલાક પ્રશ્નોની ચર્ચા રૂપે—વિવેચનના વિવેચન રૂપે કરી છે. 'કાવ્યવિવેચન'માં એમની આવી વિવેચના મળે છે. વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની ચોક્સાઈના એમના દ્દઢ આગ્રહને સંદર્ભે એમણે મુનશીના ‘સાહિત્યમાં સચોટતા' લેખમાં અને ખબરદારના 'ગુજરાતી કવિતાની રચનાકળા' પુસ્તકમાં કઢંગી પરિભાષાને કારણે આવી ગયેલાં અચોક્કસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજને સ્પષ્ટપણે નોંધી આપ્યાં છે અને એ લખાણોની કોઈ અભિનિવેશ વિના કડક આલોચના કરી છે. પરિભાષાની જ ચર્ચા નિમિત્તે વિષ્ણુપ્રસાદના “અનુભાવનાશક્તિ' અંગેના પ્રતિપાદનનો, અને સિદ્ધાન્તચર્ચાના એક લેખમાં સાધારણીકરણની એમની વિચારણાનો પણ ડોલરરાયે પ્રતિવાદ કર્યો છે. મુદ્દેમુદ્દાને બરાબર પકડીને એમણે એનું તર્કશુદ્ધ વિશ્લેષણ કર્યું છે. ડોલરરાય સર્જકના વિશેષીભૂત નહિ પણ સાધારણીકૃત અનુભવને આવશ્યક લેખે છે. ભાવનની ક્રિયામાં ભાવકની સક્રિયતા કે કલ્પનાપ્રવૃત્તિ એમને શક્ય જણાતી નથી કારણ કે એમની દ્દષ્ટિએ, કલાનુભવની ક્ષણે તો ભાવક મોરલીના સંગીતથી નાચતા સાપની જેમ સર્જકની સંમોહનશક્તિથી વશ થઈ મૂચ્છવિસ્થામાં હોય છે. આ ક્ષણ વીતી ગયા પછી વિવેચક એ આખોય કલાનુભવ ફરીથી પ્રત્યક્ષ કરી શક્તો હોય છે. આ પુનરનુભવની શક્તિને ભાવયિત્રી પ્રતિભા કે અનુભાવનાશક્તિ ગણી શકાય એવું એમનું મંતવ્ય રહ્યું છે.૨ પરંતુ, કલાકૃતિના પ્રથમ મુકાબલાની ક્ષણે ભાવક કલ્પનાપ્રવૃત્ત નહિ ને કેવળ નિષ્ક્રિય—ઉદાસીન હોય તો એના પુનરનુભવનું શું અને કેટલું મૂલ્ય—એવો પ્રશ્ન પણ થાય. ડોલરરાયની આ તર્કપૂત વિચારણામાં, આ દ્દષ્ટિએ, કેટલાંક ચિંત્ય સ્થાનો પણ રહી ગયાં છે.
સિદ્ધાન્તચર્ચા : સૈદ્ધાન્તિક વિવેચના ડોલરરાયે સામાન્યપણે તો અન્ય વિવેચકોની વિચારણામાંથી ઊભા થતા કેટલાક પ્રશ્નોની ચર્ચા રૂપે—વિવેચનના વિવેચન રૂપે કરી છે. 'કાવ્યવિવેચન'માં એમની આવી વિવેચના મળે છે. વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની ચોક્સાઈના એમના દ્દઢ આગ્રહને સંદર્ભે એમણે મુનશીના ‘સાહિત્યમાં સચોટતા' લેખમાં અને ખબરદારના 'ગુજરાતી કવિતાની રચનાકળા' પુસ્તકમાં કઢંગી પરિભાષાને કારણે આવી ગયેલાં અચોક્કસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજને સ્પષ્ટપણે નોંધી આપ્યાં છે અને એ લખાણોની કોઈ અભિનિવેશ વિના કડક આલોચના કરી છે. પરિભાષાની જ ચર્ચા નિમિત્તે વિષ્ણુપ્રસાદના “અનુભાવનાશક્તિ' અંગેના પ્રતિપાદનનો, અને સિદ્ધાન્તચર્ચાના એક લેખમાં સાધારણીકરણની એમની વિચારણાનો પણ ડોલરરાયે પ્રતિવાદ કર્યો છે. મુદ્દેમુદ્દાને બરાબર પકડીને એમણે એનું તર્કશુદ્ધ વિશ્લેષણ કર્યું છે. ડોલરરાય સર્જકના વિશેષીભૂત નહિ પણ સાધારણીકૃત અનુભવને આવશ્યક લેખે છે. ભાવનની ક્રિયામાં ભાવકની સક્રિયતા કે કલ્પનાપ્રવૃત્તિ એમને શક્ય જણાતી નથી કારણ કે એમની દ્દષ્ટિએ, કલાનુભવની ક્ષણે તો ભાવક મોરલીના સંગીતથી નાચતા સાપની જેમ સર્જકની સંમોહનશક્તિથી વશ થઈ મૂચ્છવિસ્થામાં હોય છે. આ ક્ષણ વીતી ગયા પછી વિવેચક એ આખોય કલાનુભવ ફરીથી પ્રત્યક્ષ કરી શક્તો હોય છે. આ પુનરનુભવની શક્તિને ભાવયિત્રી પ્રતિભા કે અનુભાવનાશક્તિ ગણી શકાય એવું એમનું મંતવ્ય રહ્યું છે.૨<ref>૨. જુઓ 'અનુભાવનાશક્તિ' લેખ, 'કાવ્યવિવેચન'</ref> પરંતુ, કલાકૃતિના પ્રથમ મુકાબલાની ક્ષણે ભાવક કલ્પનાપ્રવૃત્ત નહિ ને કેવળ નિષ્ક્રિય—ઉદાસીન હોય તો એના પુનરનુભવનું શું અને કેટલું મૂલ્ય—એવો પ્રશ્ન પણ થાય. ડોલરરાયની આ તર્કપૂત વિચારણામાં, આ દ્દષ્ટિએ, કેટલાંક ચિંત્ય સ્થાનો પણ રહી ગયાં છે.
'કાવ્યવિવેચન'માં આ ઉપરાંત ઊર્મિજન્ય ભાવાભાસ, આયુરનીનું તત્ત્વ, મેટાફર અને રૂપક જેવા તત્કાલીન સાહિત્ય-વિવેચનના પ્રશ્નોની સંક્ષિપ્ત ચર્ચાઓ છે. એમાં પણ એમની તત્ત્વગામી, સુરેખ અને વિશદ વિચારણાનો પરિચય મળે છે.

એમની ચિંતનલક્ષી અને શાસ્ત્રીય દ્દષ્ટિના નોંધપાત્ર દ્દષ્ટાન્તરૂપ ‘વિચારબળો' અને ‘કે. હ. ધ્રુવની સમગ્ર વાયસેવાની સૂચિ’ એ બે લખાણો (‘નૈવેદ્ય') ખૂબ વિશિષ્ટ છે. પહેલા દીર્ઘ લેખમાં ૨૦મી સદીના પૂર્વાર્ધમાં આપણા સાહિત્યમાં પ્રધાનપણે વિનિયોગ પામેલાં વિચારબળોની સમર્થ વિચારણા છે. સાંસ્કૃતિક સંદર્ભમાં કરાવેલા આ પ્રવાહદર્શનને અંતે એમણે, લબ્ધપ્રતિષ્ઠ લેખકોની વિચારણામાં પશ્ચિમની નવી અસરોની ઉત્કટતા ગળાઈ જઈ પ્રાચીન આર્યભાવના જ પ્રાધાન્ય ભોગવે છે એવું પ્રતિપાદન કર્યું છે. ડોલરરાયને સાંસ્કૃતિક સંદર્ભો ધરાવતી વસ્તુગત વિચારણાની ફાવટ સૌથી વધુ છે એ પણ આવા લેખો સિદ્ધ કરે છે. કે. હ. ધ્રુવની જયંતીને પ્રસંગે એમની વારયસેવાનું સરવૈયું આપવાના અને એમણે પ્રતિપાદિત કરેલા નવા સિદ્ધાન્તોની તારવણી આપવાના આશયથી ડોલરરાયે અત્યંત પરિશ્રમથી અને પૂરી શાસ્ત્રીય પદ્ધતિએ તૈયાર કરેલી આ સૂચિ લેખકના ગ્રંથો અને લેખોની યાદી આગળ અટકવાને બદલે એ પ્રત્યેક લખાણમાંનાં લેખકનાં નિરીક્ષણોના નિર્દેશો પણ આપતી હોવાથી એમની સમગ્ર વિચારણાના દોહનરૂપ અને બહુમૂલ્ય બની છે. કે. હ. ધ્રુવ વિશે સંશોધન કરનારને માટે એ ઘણી તૈયાર સામગ્રીની ગરજ સારે એમ છે. આ સૂચિથી અને એમના વિવેચનકાર્યને તપાસતા ‘પાંડિત્યમંડિત રસિકતા' નામના લેખથી કે. હ. ધ્રુવની સાહિત્યસેવાનો એક વિગતપૂર્ણ અને અધિકૃત આલેખ ડોલરરાયે આપ્યો છે.

એમણે કરેલો ભાષાવિચાર પણ ઠીકઠીક નોંધપાત્ર છે. ‘નૈવેદ્ય'માં આ વિષયના ત્રણચાર લેખો છે એમાં ‘ભાષા' નામનો એક સુદીર્ઘ લેખ તથા મૂર્ધન્ય અને મૂર્ધન્યતર $'ની ચર્ચા વધુ મહત્ત્વનાં લખાણો છે. પહેલા લેખમાં એમણે આ સદીના પહેલા ચાર દાયકાના, શિષ્ટ લેખકોના ભાષાપ્રયોગોમાંથી નમૂના લઈ એનું વિશ્લેષણ કર્યું છે અને ગુજરાતીના શબ્દભંડોળ પર સંસ્કૃતના તથા એના વાક્યઘડતર પર અંગ્રેજીના સંસ્કારો છે એવું તારણ કાઢ્યું છે. એમના આ લેખમાં કેટલાંક સ્થાનો ચર્ચાસ્પદ પણ છે પરંતુ શૈક્ષણિક દ્દષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થયેલું આવું ઝીણવટભર્યું ભાષાવિશ્લેષણ આપણે ત્યાંના ભાષાવિચારમાં ઐતિહાસિક મહત્વ અવશ્ય ધરાવે છે. બીજા લેખમાં, ભાષાવિચારના સમગ્ર સંદર્ભને ધ્યાનમાં રાખીને અને બોલાતી ભાષામાંથી દષ્ટાન્તો આપીને એમણે થડકારાવાળા અને થડકારા વિનાના હું ને પૃથકકૃત કરી આપ્યા છે. ધ્વનિવિચારની દ્દષ્ટિએ આજે એમના આ લેખની સામે કેટલાક પ્રશ્નો ઊભા થાય પરંતુ ઉચ્ચારણ અંગેની આવી શાસ્ત્રીય ચર્ચાનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી જ.

ગ્રંથસમીક્ષા : નૈવેદ્ય' અને 'કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણ મળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓનો ઘાટ ડોલરરાયમાં અવલોકનોને બદલે અભ્યાસલેખો જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એમાંથી ઉબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દ્દષ્ટિએ, 'સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, ‘શર્વિલક'ની ચર્ચામાં લોકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના ઉપલક્ષ્યમાં ચર્ચે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન, રહસ્ય આદિ ઘટકોના મુદ્દાસર વિવરણની રહે છે. ‘પ્રાચીના', 'પારિજાત' આદિ કૃતિઓની ચર્ચાઓ આ દ્દષ્ટિએ જેવા જેવી છે. જોકે કૃતિના વિચારદ્રવ્યને તપાસવા—વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એના રચનાકળાગત વિશેષોની ચર્ચા કરવાનું રહી જાય છે. 'અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલો તે, ‘સર્જકની ઈન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછીનો વિવેચકનો પુનરનુભવ' એ 'ઈન્દ્રજાળ'ની કોઈ આહ્લાદકતાને તો નોંધી આપતો જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ આપ કૃતિયા અંતસ્તત્ત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્યમૂલ્યને એ ચીંધી આપતા હોય છે ત્યાં. એમની રસશતા વરતી શકાતી હોય છે. દેવયાનીતી કલકતી ચર્ચામાં આવો પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કાવ્યસમીક્ષાઓ કાવ્યના ગુણ, રીતિ, અલંકાર એવા વિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણીના 'આજ મારો અપરાધ છે' કાવ્યનો રસદર્શી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે. સંશોધનાત્મક લખાણો : પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્ય વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કરેલો ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam (१८५१), 'Puranic Chronology' (१८५२), 'Date of Rgveda' (१८५३) જેવા અંગ્રેજી ગ્રંથો મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે. ‘નૈવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમના તલસ્પર્શી જ્ઞાનનો કંઈક પરિચય મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય'માં અનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રદ્ધેય ગણીને એની અવગણના કરવાના વલણનો એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીકતોને પ્રજામાનસે આપેલા વિલક્ષણ રૂપ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તથ્યો શોધવાની હિમાયત એમણે કરી છે. તો ઋગ્વેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ણનોને આધારે આર્યોના ઉત્તર ધ્રુવના નિવાસનો પક્ષ એમણે 'ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' નામના લેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. ‘હોળીનું મૂળ’ લેખમાં, પ્રહ્લાદની આખ્યાયિકા તો પાછળથી ઉમેરાયેલી, મૂળે તો એ પરિણીતાના કલ્યાણકારી વ્રતના યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિક આધારોથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત 'કલ્કિ અવતાર', 'દાશરાજ્ઞ સંગ્રામ' ૩ 'સુરાષ્ટ્ર અને આનત' ૪ જેવા લેખોમાં પણ પ્રાચ્ય વિદ્યા અંગેની એમની મૂળગામી અને દ્યોતક ચર્ચા મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય' અને ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખોમાં ક્યાંક ચર્ચાસ્પદ સ્થાનો રહી ગયાં છે; ૫ એ સિવાય એમની ચર્ચા સાધાર અને સંતુલિત રહી છે. મૌલિક વિચારણાનો મતાગ્રહ એમનામાં ક્યારેક દેખાય પણ અસહિષ્ણુતા કે આભિનિવેશ ક્યાંય જણાશે નહિ. સ્વસ્થ અને તત્ત્વદર્શી પરીક્ષકવૃત્તિનું પ્રવર્તન એમનાં વિવેચનોની તેમ એમનાં આ સંશોધનોની પણ પ્રધાન લાક્ષણિકતા છે.  
ગ્રંથસમીક્ષા : નૈવેદ્ય' અને 'કાવ્યવિવેચન'માં એમની ગ્રંથસમીક્ષાઓ પણ મળે છે. કૃતિઓ વિશેની સમીક્ષાઓનો ઘાટ ડોલરરાયમાં અવલોકનોને બદલે અભ્યાસલેખો જેવો બંધાતો હોય છે. આવા અભ્યાસો માટે એમણે સામાન્યપણે શિષ્ટ કૃતિઓ જ પસંદ કરી છે અને એથી સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એમાંથી ઉબુદ્ધ થતા જીવનદર્શનને તપાસવામાં એમનું ઝાઝું લક્ષ રહ્યું છે. આ દ્દષ્ટિએ, 'સરસ્વતીચંદ્ર' એમને સમસ્ત સમાજને નિરૂપતી સકલકથા લાગે છે, ‘શર્વિલક'ની ચર્ચામાં લોકાયતમત વિશે તે વિસ્તારથી વિવરણ આપે છે અને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'માંના પાત્રઘટનાવિકાસને મૈત્રી, કરુણા, ઉપેક્ષા અને મુદિતાના ઉપલક્ષ્યમાં ચર્ચે છે. એમની પદ્ધતિ પણ કૃતિના વસ્તુવિચાર, પાત્રાલેખન, રહસ્ય આદિ ઘટકોના મુદ્દાસર વિવરણની રહે છે. ‘પ્રાચીના', 'પારિજાત' આદિ કૃતિઓની ચર્ચાઓ આ દ્દષ્ટિએ જેવા જેવી છે. જોકે કૃતિના વિચારદ્રવ્યને તપાસવા—વિશ્લેષવા તરફના ઝુકાવને લીધે કલાકૃતિ તરીકેના એના પ્રભાવની કે એના રચનાકળાગત વિશેષોની ચર્ચા કરવાનું રહી જાય છે. 'અનુભાવનાશક્તિ'ની ચર્ચામાં એમણે કહેલો તે, ‘સર્જકની ઈન્દ્રજાળના પાશમાંથી છૂટ્યા પછીનો વિવેચકનો પુનરનુભવ' એ 'ઈન્દ્રજાળ'ની કોઈ આહ્લાદકતાને તો નોંધી આપતો જ નથી, એવો પ્રશ્ન આથી જાગે છે. આમ આપ કૃતિયા અંતસ્તત્ત્વના પરીક્ષણમાં જ્યાં એના સૌંદર્યમૂલ્યને એ ચીંધી આપતા હોય છે ત્યાં. એમની રસશતા વરતી શકાતી હોય છે. દેવયાનીતી કલકતી ચર્ચામાં આવો પ્રસન્નકર અનુભવ થાય છે. એમણે કરેલી કાવ્યસમીક્ષાઓ કાવ્યના ગુણ, રીતિ, અલંકાર એવા વિભાગાનુસાર વિવરણથી વિલક્ષણ બને છે. એમાં, અલબત્ત, શ્રીધરાણીના 'આજ મારો અપરાધ છે' કાવ્યનો રસદર્શી પરિચય અન્ય સૌ વિવરણોથી જુદું પડી જતું આસ્વાદ્ય વિવેચન છે. સંશોધનાત્મક લખાણો : પ્રાચીન ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિમાંની વિશેષ રુચિને કારણે ડોલરરાયે પ્રાચ્ય વિદ્યાનો પણ ઊંડો અભ્યાસ કરેલો ને એના ફળ રૂપે એમની પાસેથી The Yugapuranam (१८५१), 'Puranic Chronology' (१८५२), 'Date of Rgveda' (१८५३) જેવા અંગ્રેજી ગ્રંથો મળ્યા છે જેણે એમને ભારતભરમાં પ્રતિષ્ઠા અપાવી છે. ‘નૈવેદ્ય'માંના કેટલાક ગુજરાતી લેખોમાં પણ આ અધ્યયનક્ષેત્રના એમના તલસ્પર્શી જ્ઞાનનો કંઈક પરિચય મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય'માં અનુશ્રુતિને અનૈતિહાસિક અને અશ્રદ્ધેય ગણીને એની અવગણના કરવાના વલણનો એમણે વિરોધ કર્યો છે અને સત્ય હકીકતોને પ્રજામાનસે આપેલા વિલક્ષણ રૂપ તરીકે અનુશ્રુતિને સ્વીકારી એમાંથી તથ્યો શોધવાની હિમાયત એમણે કરી છે. તો ઋગ્વેદમાંનાં ઉત્તર ધ્રુવનાં વર્ણનોને આધારે આર્યોના ઉત્તર ધ્રુવના નિવાસનો પક્ષ એમણે 'ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' નામના લેખમાં ખૂબ તાર્કિક રીતે રજૂ કર્યો છે. ‘હોળીનું મૂળ’ લેખમાં, પ્રહ્લાદની આખ્યાયિકા તો પાછળથી ઉમેરાયેલી, મૂળે તો એ પરિણીતાના કલ્યાણકારી વ્રતના યજ્ઞ રૂપે ઊજવાતો ઉત્સવ છે એ, અનેક અનુશ્રુતિઓ અને પૌરાણિક આધારોથી એમણે દર્શાવી આપ્યું છે. આ ઉપરાંત 'કલ્કિ અવતાર', 'દાશરાજ્ઞ સંગ્રામ' ૩<ref>૩. 'સ્વાધ્યાય' પુ. ૨, અંક ૩ (મે ૧૯૬૫).</ref>  'સુરાષ્ટ્ર અને આનત' ૪<ref>૪. 'સ્વાધ્યાય', પુ. ૬, અંક ૩ (એપ્રિલ ૧૯૬૯)</ref>  જેવા લેખોમાં પણ પ્રાચ્ય વિદ્યા અંગેની એમની મૂળગામી અને દ્યોતક ચર્ચા મળે છે. 'અનુશ્રુતિનું યાથાતથ્ય' અને ‘ઋગ્વેદમાં ઉત્તર ધ્રુવ' જેવા, પ્રતિવાદો રૂપે લખાયેલા લેખોમાં ક્યાંક ચર્ચાસ્પદ સ્થાનો રહી ગયાં છે; ૫<ref>૫. એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણનો લેખ શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સર્જન' (સં. અનંતરાય રાવળ વગેરે, ૧૯૭૬)</ref> એ સિવાય એમની ચર્ચા સાધાર અને સંતુલિત રહી છે. મૌલિક વિચારણાનો મતાગ્રહ એમનામાં ક્યારેક દેખાય પણ અસહિષ્ણુતા કે આભિનિવેશ ક્યાંય જણાશે નહિ. સ્વસ્થ અને તત્ત્વદર્શી પરીક્ષકવૃત્તિનું પ્રવર્તન એમનાં વિવેચનોની તેમ એમનાં આ સંશોધનોની પણ પ્રધાન લાક્ષણિકતા છે.  
૧. 'સાહિત્યમીમાંસાના બે પ્રશ્નો,' પૃ. ૨૦
{{Poem2Close}}
૨. જુઓ 'અનુભાવનાશક્તિ' લેખ, 'કાવ્યવિવેચન'
૩. 'સ્વાધ્યાય' પુ. ૨, અંક ૩ (મે ૧૯૬૫).
૪. 'સ્વાધ્યાય', પુ. ૬, અંક ૩ (એપ્રિલ ૧૯૬૯)
૫. એની ચર્ચા માટે જુઓ નરોત્તમ પલાણનો લેખ શ્રી ડોલરરાય માંકડ : જીવન અને સર્જન' (સં. અનંતરાય રાવળ વગેરે, ૧૯૭૬)
* પરિષદ-પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ : ૪ (સં. ઉમાશંકર જોશી વ., ૧૯૮૧ના પ્રકરણ ૧૧ : લે. રમણ સોની) માંથી, ટુંકાવી—સુધારીને.
* પરિષદ-પ્રકાશિત 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ : ૪ (સં. ઉમાશંકર જોશી વ., ૧૯૮૧ના પ્રકરણ ૧૧ : લે. રમણ સોની) માંથી, ટુંકાવી—સુધારીને.
‘વિવેચનસંદર્ભ’ પૃ. ૩૧ થી ૬૩
{{right|‘વિવેચનસંદર્ભ’ પૃ. ૩૧ થી ૬૩}}<br>
 
<hr>
{{Poem2Close}}
{{reflist}}
{{right|--પ્રવીણ કુકડિયા}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી
|previous = ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન
|next = આ સંપાદન વિશે–
|next = મુનશી અને ગુજરાતી નવલકથા–
}}
}}