પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 350: Line 350:
રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે!
તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે!
</poem>
===૧૨. સંવનન===
:(શિખરિણી)
<poem>
મકાઈનું લીલું-હરિત વરણું ખેતર તમે
બની આવ્યાં મારી ખળખળ વિનાની નજરમાં;
સૂકા શેઢાનું હું તણખલું હતો, ઘાસ-લીલવું
તમારી આંખોના પલક પવને થૈ ઝૂમી ઉઠ્યો!
હવે હું હાંકું છું હળ-બળદ, શો પીત તડકો!
તમે ત્યાં છીંડેથી મખમલ સમી કાય, સ્મિત લઈ
વળો આ બાજુ ત્યાં અમથું અમથું ગાઈ ઉઠતો!
મને બોલાવો છો ટીમણ કરવા, સ્હેજ શરમે
નવાં છો તેથી તો થડકી થડકી સીમ નીરખો–
રખે કોઈ જુવે! પણ અવશ આંખો મરકતાં –
તમારી છાતીમાં ડગુમગુ થતું કૈ અનુભવી
તમારી કંકુ-શી નજર ઢળી જતીઃ પાસ સરકું!
તમે મીંચો આંખો, નસનસ મહીં શોય થડકો
ઝળૂંબી પીતો હું સીમ-ચસચસી રૂપ-તડકો!
</poem>
</poem>
26,604

edits