26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 102: | Line 102: | ||
એ જોયા કરે છે | એ જોયા કરે છે | ||
ક્યાંય તમે સ્કૂટર લઈને નીકળ્યા છો ખરા?! | ક્યાંય તમે સ્કૂટર લઈને નીકળ્યા છો ખરા?! | ||
</poem> | |||
===૨. બધું જ, બધા માટે=== | |||
<poem> | |||
તમે મચ્છી ખાઓ કે ભાત | |||
ચાહે માંસ ખાઓ | |||
ચાહે ધાન્ય | |||
જમીન પર કૂદકે કૂદકે દોડતી | |||
મરઘીની ટાંગ ખાઓ | |||
કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં | |||
લેલૂંબ ફળ | |||
ઈંડાં ખાઓ કે બટાકા | |||
બધું પચી જાય | |||
તમને એવી મજબૂત હોજરી મળી છે. | |||
તમે દિવસે ઊંઘો કે રાતે | |||
ચાહે સપનાં જુઓ | |||
ચાહે ટી.વી. | |||
દીવાલ પર ગોળ ગોળ સરકતી | |||
ગરોળીની જાંઘ જુઓ | |||
કે પછી મલઈકાની છાતી | |||
બધું ગમી જાય | |||
એવી આંખ મળી છે તમને. | |||
તમે ઓજાર રાખો કે હથિયાર | |||
ચાહે રંધો હથોડો ખુરપી રાખો | |||
ચાહે એ.કે.૪૭ | |||
ટેબલ પર કમ્પ્યુટર રાખો | |||
અને કબાટમાં પુસ્તક | |||
સતત છાતી સાથે જડી રાખો મોબાઈલ | |||
પાસે ઊભેલા માણસની વાત સાંભળવા | |||
કાનમાં ઈયરફોન રાખો | |||
બધું રાખી શકાય | |||
એવી સગવડ મળી છે. | |||
તમે ઊભા રહો કે ચાલો | |||
રસ્તો મળી ગયો છે | |||
એમ માની ચાલ્યા કરો | |||
કે રસ્તો જડતો નથી | |||
એમ માની ઊભા રહો | |||
આજુબાજુ વૃક્ષો ઊભા છે | |||
એમ તમે પણ ઊભા રહો. | |||
જરા ખસીને, રસ્તાની ધારે | |||
જેથી ચાલનારાં વાહનોને મુશ્કેલી ન પડે | |||
આટલું તો તમે કરી શકો | |||
એવી સમજણ જરૂર મળી છે તમને. | |||
તમે મૂંગા રહો કે બોલો | |||
બધું સરખું છે | |||
તમે હા પાડો કે ના | |||
કોણ પૂછે છે? | |||
</poem> | </poem> |
edits