26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 69: | Line 69: | ||
એકબીજામાં | એકબીજામાં | ||
આરપાર. | આરપાર. | ||
</poem> | |||
'''ઘરઝુરાપો : ઊથલો બીજો /૪''' | |||
<poem> | |||
પુનિયા ટપાલીને | |||
અંગ્રેજી સરનામાં વાંચી આપતો હતો એમ | |||
વાંચવા ગયો એક ખરી પડેલા પાંદડાંને | |||
અને એ સાથે જ | |||
હું તો બની ગયો | |||
પરોણો સપ્તર્ષિનો. | |||
અત્રી અને અનસૂયાએ મને આવકાર્યો, | |||
ભારદ્વાજથી ઊભા થવાતું ન હતું | |||
તો પણ એ ઉંબરા સુધી આવીને | |||
મને ભેટી પડ્યા, | |||
ગૌતમે કહ્યું, ‘મેં તારું ‘અથાતો ઇલિકાજિજ્ઞાસા૧’ વાંચ્યું છે, | |||
જેમ આઈ કૂવાને જળ પૂરું પાડે | |||
એમ કવિતા શબ્દને | |||
શબ્દ મનુષ્યને | |||
અને મનુષ્ય ઈશ્વરને | |||
આવરદા પૂરો પાડતો હોય છે.’ | |||
હું શું બોલું? | |||
જમદાગ્નિ તો તાજું જળ લેવા નદીએ ગયેલા હતા | |||
એટલે ન મળ્યા. | |||
કશ્યપને ત્યાં મહેમાન હતા | |||
એટલે મેં એમને હેરાન ન કર્યાં. | |||
વસિષ્ઠ તો મને જોતાં જ ગળે વળગી પડ્યા અને બોલ્યાઃ | |||
તું જ મારા સાતમા મંડલનો ખરો વારસદાર. | |||
મેં મારા કૂળઋષિની ચરણરજ સાથે ચડાવી કહ્યુંઃ | |||
ભગવન્, મારી ભાષાને સતમાર્ગી બનાવવા | |||
આપની ચરણરજને હું પૃથ્વી પર લઈ જાઉં? | |||
ભગવન્ કંઈ ન બોલ્યા. | |||
વિશ્વામિત્રને તો હું | |||
એક-બે વાર પાવાગઢ પર મળેલો | |||
પણ મને, વસિષ્ઠના વારસદારને, | |||
એ આવકારશે ખરા? | |||
અવગણના ભયે | |||
હું એમના ઉંબરે સાત સોપારી ચડાવી | |||
પાછો આવ્યો. | |||
આ બધું કોના પરતાપે થયું | |||
એક પાંદડાંના | |||
કે | |||
પુનિયા ટપાલીના? | |||
મને હજી કંઈજ સમજાતું નથી | |||
</poem> | </poem> |
edits