26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(8 intermediate revisions by the same user not shown) | |||
Line 212: | Line 212: | ||
::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | ::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | ||
</poem> | </poem> | ||
===૮. ઝીલણ ઝીલવાને!=== | |||
<poem> | |||
સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ | |||
::ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને! | |||
વેણુ વાગે ને સૂતી નગરી જાગે, | |||
::મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને! | |||
લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન, | |||
::મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને! | |||
ના’વા ઊતરીએ તો નખની મરજાદ, | |||
::અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને! | |||
આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં, | |||
::પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને! | |||
ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન, | |||
::અમે નીર જેવાં નીરે ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને! | |||
ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન, | |||
::અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને! | |||
વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને, | |||
::કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને! | |||
</poem> | |||
===૯. દીવડો=== | |||
<poem> | |||
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો | |||
:::કે ઘર મારું ઝળહળતું! | |||
પછી અંધારો ઓરડો ઠેલ્યો, | |||
:::ભીતર મારું ઝળહળતું... | |||
મેં તો મેડીએ દીવડો મેલ્યો | |||
:::કે મન મારું ઝળહળતું; | |||
પછી ડમરો રેલમછેલ રેલ્યો | |||
:::કે વન મારું ઝળહળતું... | |||
મેં તો કૂવા પર દીવડો મેલ્યો | |||
:::કે જળ મારું ઝળહળતું; | |||
પછી છાંયામાં છાંયો સંકેલ્યો | |||
:::સકલ મારું ઝળહળતું... | |||
મેં તો ખેતર પર દીવડો મેલ્યો, | |||
:::પાદર મારું ઝળહળતું; | |||
પછી અવસર અજવાળાનો ખેલ્યો, | |||
:::અંતર મારું ઝળહળતું... | |||
મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, | |||
:::ગગન મારું ઝળહળતું; | |||
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, | |||
:::ભવન મારું ઝળહળતું... | |||
</poem> | |||
===૧૦. હોંચી રે હોંચી=== | |||
<poem> | |||
એક ગર્દભડી જે ગાજરની લાંચી... | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
કુશકા ખાતાં એને કાંકરી ખૂંચી, | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી... | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
લાવો પેટાળાં ને લાવો લ્યા પાં’ચી! | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
મારે લીધે આખી અરવલ્લી ઊંચી... | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી! | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી...! | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી... | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી... | |||
:::::::::હોંચી રે હોંચી! | |||
</poem> | |||
===૧૧. પુણ્ય સ્મરણ=== | |||
<poem> | |||
અમને કોની રે સગાયું આજ સાંભરે. | |||
::ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે | |||
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટેઘોડા દોડાવો, | |||
::આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે. | |||
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ, | |||
:ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ; | |||
::અમને દાદા દેખાય પેલી ડેલીએ... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે. | |||
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે, | |||
:ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે; | |||
::ઊંચે મોભને મારગ કોણ ઊતરે... | |||
:::કોની રે સગાયું આજ સાંભરે | |||
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો, | |||
:આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો; | |||
::આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ... | |||
:::અમને સાચી રે સગાયું પાછી સાંભરે. | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ|૫. મણિલાલ હ. પટેલ]] | |||
|next = [[પ્રતિપદા/૭. ભરત નાયક|૭. ભરત નાયક]] | |||
}} |
edits