પ્રતિપદા/૧૩. બાબુ સુથાર: Difference between revisions

()
()
Line 457: Line 457:
કાન પર પેન્સિલ ન’તી ખોસી
કાન પર પેન્સિલ ન’તી ખોસી
એટલે તો આવું નહીં થયું હોય ને?
એટલે તો આવું નહીં થયું હોય ને?
</poem>
===૫ ગદ્યકાવ્ય===
<poem>
ક્યારેક મને એકલા એકલા ખૂબ કંટાળો આવે ત્યારે હું મારી બારીમાંથી દેખાતા પર્વતોને મારા ઓરડામાં બોલાવતો હોઉં છું અને પછી એમની સાથે ભાતભાતની રમત રમતો હોઉં છું. ક્યારેક હું એમની સાથે પત્તાં રમતો હોઉં છું તો ક્યારેક કેરમ. જો કે, એમને પત્તાં રમવાનું ગમતું નથી અને કેરમની રમતમાં એ મારા જેટલા હોંશિયાર નથી એટલે બધી જ વખતે હું જ જીતી જતો હોઉં છું. એને કારણે મને ઘણી વાર વધારે કંટાળો આવતો હોય છે. જો કે, ક્યારેક હું એમને કાનપટ્ટી પકડાવીને ઊઠબેસ કરાવતો હોઉં છું. એમને એમ કરવાની ખૂબ મજા પડતી હોય છે. ક્યારેક એ મને કહેતા હોય છેઃ પાવલો પા કરાવ. તમે જ કહોઃ હું કઈ રીતે પર્વતોને પાવલો પા કરાવું? મારાથી એમનું વજન કઈ રીતે ઊંચકી શકાય? તો પણ ક્યારેક હું એમને પાવલો પા પણ કરાવતો હોઉં છું. એ એમની પ્રિય રમત છે. ઘણી વાર હું એમને મારી પથારીમાં ગોઠવી દઈ એમની તળેટીમાં સૂઈ જતો હોઉં છું. મને એમની તળેટીમાં, ખાસ કરીને એમની તળેટીમાં ઊઘેલાં ઘાસની પડખે, સૂઈ જવાનું ખૂબ ગમતું હોય છે.
એક દિવસની વાત છે. મને ખૂબ કંટાળો આવતો હતો. એટલે હું ગયો મારી સુવાની ઓરડીમાં અને ખોલી એની બારીઓ પેલા પર્વતોને બોલાવવા. પણ આ શું? જોઉં છું તો ત્યાં પર્વતો ન હતા. મને આશ્ચર્ય થયું; કોણ લઈ ગયું હશે પર્વતોને? મેં મારી / ખો મસળીને ફરી એક વાર
એ દિશામાં જોયું. જોઉં છું તો પર્વતોની જગ્યાએ બે-ચાર નદીઓ વહેતી હતી. મને થયુંઃ લાવ આ નદીઓને બોલાવવા દે. એટલે મેં એ નદીઓને બોલાવી. પછી મેં એ નદીઓને કહ્યુંઃ ચાલો, પત્તાં રમીએ. પણ, એમને પત્તાં રમતાં આવડતું ન હતું. એમણે કહ્યું કે જો અમે પત્તાં ચીપીએ તો તારાં પત્તાં ભીનાં થઈ જશે. પછી મેં કહ્યુંઃ તો ચાલો કેરમ રમીએ. નદીઓ સમંત થઈ. પણ, એમાંથી એક પણ નદી કેરમ બરાબર રમી ન શકી. કેમ કે સતત વહેતા રહેવાને કારણે એમને ખુરશીમાં બેસવાનું ફાવતું ન હતું. એટલું જ નહીં, એ નદીઓ એક કુકરીને મારીને પછી તરત જ વહેવા માંડતી. એને કારણે એમણે પહેલાં કઈ કુકરીને માર્યું છે એ વાત ભૂલી જતી. દરેક વખતે મારે એમને કહેવું પડતું કે એમની કુકરી કાળી છે. એટલે હું તો થોડીક વારમાં જ કંટાળી ગયો. પછી મેં એ નદીઓને કહ્યુંઃ ચાલો તો કાન પકડીને ઊઠબેસ કરો. પણ નદીઓ તો એકબીજાની સામે જોતી રહી. એમને કાન પણ ન હતા અને સતત વહેતા રહેવાના કારણે એ ઊઠબેસ પણ કરી શકે એમ ન હતી. આખરે કંટાળીને મેં એમને મારી પથારીમાં મૂકી દીધી તો એ ત્યાં ખળખળ વહેવા લાગી. પછી હું એમને કાંઠે જરા આડો પડ્યો.
ત્યાં જ એકાએક બારણું ખખડ્યું. નદીઓને મારી પથારીમાં વહેતી રહેવા દઈને મેં બારણું ખોલ્યુંઃ જોઉં છું તો મારી સામે એક યુવતિ ઊભી હતી. એના ખભા પર મારા પર્વતો હતા. એ બોલીઃ માફ કરજો, આ પર્વતો તમે લઈ લો અને મને મારી નદીઓ પાછી આપો. આ પર્વતોને અડકો-દડકો રમતાં આવડતું નથી. એમને તો પાલવો પા જ ખૂબ ગમે છે.
મેં કંઈ પણ બોલ્યા વિના મારી પથારીમાં વહેતી નદીઓ એને આપી દીધી અને બદલામાં મારા પર્વતો લઈ લીધા.
હવે જ્યારે પણ અમે પણ કંટાળીયે છીએ ત્યારે પેલા પર્વતો કે પેલી નદીઓને અમારી પાસે બોલાવવાને બદલે અમે એમની પાસે જતાં હોઈએ છીએ અને હું પર્વતોને પાવલો પા કરાવતો હોઉં છું અને એ નદીઓ સાથે અડકો દડકો રમતી હોય છે.
</poem>
</poem>
26,604

edits