26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. નીરવ પટેલ}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}બહિષ્કૃત ફૂલો અને ગુ...") |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 37: | Line 37: | ||
અરે, મને તો દહેશત છે – | અરે, મને તો દહેશત છે – | ||
મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ? | મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ? | ||
</poem> | |||
===૨. ફૂલવાડો=== | |||
<poem> | |||
ફરમાન હોય તો માથાભેર, | |||
ફૂલોને કાંઈ બીજું કહીશું | |||
મહેક થોડી મરી જવાની છે? | |||
અને આમને ફૂલ કહીશું | |||
ગંધ કાંઈ થોડી જવાની છે? | |||
ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય. | |||
આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં. | |||
કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં, | |||
કદીક રાતરાણીની જેમ છૂપાછૂપા સુવાસ રેલાવતાં, | |||
કદીક લજામણીની જેમ મૂગામૂગા રડતાં. | |||
પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી | |||
કે માંડ્યાં ટપોટપ ખીલવા. | |||
રંગ તો એવા કાઢે કે પતંગિયાનેય પ્રેમમાં પાડે, | |||
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે, | |||
બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમઃ | |||
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કૉલેજોમાં. | |||
જાણે એમના ઉચ્છ્વાસથી જ છે | |||
પ્રદૂષિત પર્યાવરણ બધું. | |||
ગામ હોય ત્યાં ફૂલવાડો હોય | |||
એ તો સમજ્યા, | |||
પણ હવે ઝાઝો નહિ જીરવાય આ ફૂલફજેતો. | |||
રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો | |||
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ, | |||
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને. | |||
કચડી કાઢો, મસળી કાઢો | |||
આ અસ્પૃશ્ય ફૂલોને. | |||
પણ ફૂલો વગર પૂજા કેમ કરશું? | |||
મનોરથના હિંડોળા કેમ ભરશું? | |||
ભદ્ર પેટદેવને કેમ રીઝવશું? | |||
આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે | |||
આપણાં પાયખાનાં જેવાં જીવન. | |||
આ તો પારિજાત છે પૃથ્વીનાં, | |||
રેશમના કીડાની જેમ | |||
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો | |||
ગામેગામ ને શહેરેશહેર. | |||
એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર – | |||
ફૂલોને કાંઈ બીજું કહીશુું, | |||
મહેક થોડી મરી જવાની છે? | |||
અમે આમને ફૂલો કહીશું, | |||
ગંધ કાંઈ થોડી જવાની છે? | |||
ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય. | |||
</poem> | </poem> |
edits