અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/મુખી સત્તરવાર

From Ekatra Wiki
Revision as of 09:19, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મુખી સત્તરવાર|મનોહર ત્રિવેદી}} <poem> મુખી સત્તરવાર, તે કાળુભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુખી સત્તરવાર

મનોહર ત્રિવેદી

મુખી સત્તરવાર, તે કાળુભારને ઘૂને
ધોમબપોરે જઈને શું ધૂબકા લગાવાય નંઈ?
રાતના ભેરુબંધની હાર્યે હીરપરાની વાડ્યને છાંડે
ગરકી પછી મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચોરાય નંઈ?

ગામને સાડી સાત વખત ખપ હોય તો રાખે,
આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા’તા?
ગામઉતારે જઈને ક્યાં સરપંચ, તળાટી અથવા તો
કોઈ માનતા માની દેવ મનાવ્યા’તા?

વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર
ઠામુકાં ગીત—સળુકા કાંઈ રે ગવાય નંઈ?

છોકરા હાર્યે રમીએ જો નવકૂકરી ત્યાં તો
લોક કે’તું કે જોઈ લ્યો, મુખીસાબ્યની છોકરમત!
મૂંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
માથું મારવું – એને જીત કહું કે ગત?

ઘોડા મારે શિંગડાં, એવી ભોઈની આ પટલાઈ મળી કે
ડેલીએ ઊભા રહી નિરાંતે રેવડી ખવાય નંઈ!