અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/માધવ રામાનુજ/અમે ઇચ્છયું એવું… (એક એવું ઘર)

From Ekatra Wiki
Revision as of 11:05, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમે ઇચ્છયું એવું… (એક એવું ઘર)|માધવ રામાનુજ}} <poem> એક એવું ઘર મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અમે ઇચ્છયું એવું… (એક એવું ઘર)

માધવ રામાનુજ

એક એવું ઘર મળે આ વિશ્વમાં —
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!
એક એવું આંગણું કે જ્યાં મને —
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક, બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું!
`કેમ છો?' એવુંય ના કહેવું પડે —
સાથ એવો પંથમાં ભવ ભવ મળે!

એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહીં ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનને રવ મળે!

તોય તે ના રંજ કૈં મનમાં રહે :
— અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
(અક્ષરનું એકાંત, ૧૯૯૭, પૃ. ૧૩)