મિથ્યાભિમાન/ગંગા ને જીવરામભટ્ટ

Revision as of 02:39, 29 October 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગંગા ને જીવરામભટ્ટ

અંક ૪ થો/પ્રવેશ ૨
ગંગા ને જીવરામભટ્ટ
પ્રવેશ ૨ જો (જમનાની બહેનપણી ગંગા આવે છે.)

ગંગા૰— જીવરામભટ્ટ આવ્યા છે કે શું? રંગલો૰— (લટકું કરીને) હા!! જીવરામભટ્ટ આવ્યા છે. જીવ૰— આવો. કોણા એ? ગંગા૰— એ તો હું ગંગા. જીવ૰— હા. ખરાં, ખરાં. આવે, સુખશાતામાં છો? ગંગા૰—તમે મને ઓળખી કે? જીવ૰—તમને ના ઓળખીએ એવું હોય? અમને પળિયેલ, ને ટળિયેલ કહ્યા હતા, એજ તમે કે નહિ? ગંગા૰— (ખડખડાટા હશીને) અહો! તે દહાડાની વાત હજી સાંભરે છે કે? જીવ૰— એ તે વેળી ભુલી જવાય કે? દેવબા૰— ગંગા શી વાત હતી? કહે તો ખરી. ગંગા૰—એ તો જ્યારે આપણી જમાનાનામ લગ્ન થયાં હતાં, ત્યારે અને સાત આઠ જાણીઓ મળીને આવતી જાને વાર જોવા ગામને પાદરા ગયાં હતાં. રંગલો૰—બાજીગરનું માંકડું જોવા સારૂ એટલાં બધાં છોકરાં અને બાઈડીઓ ટોળે મળે છે, તો આવા રૂપાળા વરને જોવા કેટલાં બધાં મળ્યાં હશે? ગંગા૰— પછી જીવરામભટ્ટની મુછમાં પાળિયાં આવેલાં હતાં, તે જોઈને એક જણીએ કહ્યું કે વર તો પાળિયેલ દેખાય છે. એટલે વરે જાણ્યું કે મને ઘરડો કહ્યા, તેથી જુવાની જણાવવા સારૂ કાછડો વાળીને નાનાં ઝાડ કૂદી જવા માંડ્યા. ત્યારે મેએમ કહ્યું કે પળિયેલ તો પળિયેલ, ફણા વળી ટળિયેલ [1] દેખાય છે. તે વાત હજી સુધી જીવરામભટ્ટે સંભારી રાખી છે. રંગલો૰—

उपजाति वृत्त

कुढंगने ढांकण ढांकवाने,
करे कदापी कपटी कळाने;
विशेष विख्यात कुढंग थाशे,
वन्हि न ढंकाय घणेक घासे. ५२
समातणी वात समेज सारी,
समा विना सौ कशशे नठारी;
थतां अवस्था शिरश्वेत श्रेष्ठा,
कदी न शोभे कृत बालचेष्टा. ५३

દેવબા૰ – તે અસલથીજ મિથ્યાભિમાની છે.
જીવ૰ – તે દહાડે તો અમારી ઉમર કાચી હતી, તે માટે છોકરાવાદથી અમે ઝાડ કૂદવા માંડયા હતાં. કહ્યું છે કે,

उपजाति वृत्त

न बोलवाना बहु बोल बोले,
न खोलवाना पण भेद खोले;
स्वतंत्रता इश्वरदत्त सारी,
बाळापणुं तो बहु सुखकारी. ५४

દેવબા૰ – શું તમે તે દહાડે નાના હતા કે?
જીવ૰ — નાના નહિ ત્યારે શું આજા છીએ એવડા હતા?
દેવબા૰ – આજ તમારી ઉંમર પંચાવન વર્ષની થઈ કે નહિ?
જીવ૰— હા, હવે પંચાવન વર્ષ થયાં, પણ તે દહાડે ક્યાં પંચાવન થયાં હતાં? તે દહાડે તો છોકરવાદની અવસ્થા હતી.
દેવબા૰ – તમને પરણ્યાને સાત વર્ષ થયાં, ત્યારે તે દહાડે અડતાળીશ વર્ષના હતા, તે છોકરવાદ કહેવાય?
જીવ૰— પણ તે દહાડે અમારા બાપ જીવતા હતા, એટલે તેમના આગળ તો અમે નશીબદારા છોકરૂં કહેવાઈએ. કહ્યું છે કે —

जो पुत्र पंचावन वर्ष मोटो,
पिता गणे बालक छेक छोटो;
सदैव शीखामण दे रूपाळी,
ते पुत्र तो पूरण पुण्यशाळी. ५५

દેવબા૰ – તે ઝાડાવાં કૂદે દેવું છોકરૂં કહેવાય કે?
રંગલો૰— કાચો કુંવારા હોય, તે તો ઝાડવાં તો શું પણ વાડો કૂદે, અને વખતે છાપરાં પણ કૂદે. જેટલા પરણેલા નથી તે પચાશ વર્ષના હોય તો પણ નાનાં છોકરાં જેવાજ જાણવા
જીવ૰— જુઓને, તે દહાડે : જાનરડીઓ પણ ગાતી હતીઓ કે નહિ કે — (લટકું કરીને) “બાળો વર તોરણ ચડ્યા” પણ એમાં ગાતીઓ નહોતી કે “બુઢો વર તોરણ ચડ્યા.” ત્યારે શું તે ગાનારીઓ બધી જૂઠી અને તમે જ સાચાં કે?
દેવબા૰— અભિમાની માણસા પોતાનો મમત મુકે નહિ. કોણ તેની સાથે માથાકૂટ કરે.
રંગલો૰—

दोहरो

अभिमानीने उचरतां, छे सर्वे मग छूट;
अंते आपण थाकिये, करतां माथाकूट ५६
मनमां समजे मूर्ख जे, वृथा वंदु छुं वाद;
मूर्ख ममत मुके नहीं, अभिमानी उस्ताद ५७

(પડદો પડ્યો.)

ગાનારા ગાય છે. ઉપલા પાત્રોનું કામ પૂરું થયું નથી, પણ અંક બહુ લાંબો થઈ ગયો, તેથી સભાસદો અકળાય, માટે વચમાં એક ફારસ કરી બતાવવાની જરૂર પડી. નોંધઃ


  1. જીવ ટાળેલ

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.