મિથ્યાભિમાન/નાટક સમાપ્તિ અને આશીર્વાદ

From Ekatra Foundation
Revision as of 03:20, 29 October 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નાટક સમાપ્તિ અને આશીર્વાદ

અંક ૮મો
નાટક સમાપ્તિ અને આશીર્વાદ
नाटक समाप्ति विषे

સૂત્રધાર-અરે સભાસદો!મિથ્યાભિમાનથી કોઈ વખત કેવું સંકટ આવી પડે છે તે વાત સારી પેઠે આપના ધ્યાનમાં ઉતરી હશે. માટે હવે એ વિષે વધારે કહેવાનું કાંઈ બાકી રહ્યું નથી. હવે જે ગૃહસ્થે પરોપકાર વાસ્તે આ નાટકનું પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની મારફતે, ઈનામ આપીને રચાવેલું છે, તે ગૃહસ્થનું *પવિત્ર નામ આ ઠેકાણે આપણે સંભારવું જોઈએ.

शार्दूलविक्रीडित वृत

भाळ्या भाविक भाटिया जन भला,कोडे बेसे कच्छमां,
त्यां गोविंदजि धर्मशी [1], गुण-निधि,छे मांडवी स्वच्छमां;
जेणे नाटकनी रसीक रचना,रुडी रचावी नवी;
तेनुं तेम सभासदो सकळनुं.कल्याणवांचे कवि. ८३

સમાપન વર્ષ

दोहरो

शास्त्र भूजा ने भक्ति, भू,संवंतनी शरुवात;
पुस्तक आ पूरुं कर्युं, प्रबोधिनी [2]दिन प्रातः ८४

પછી સર્વ સભાસદોએ સાબાશ! સાબાશ કહીને હર્ષની તાળીઓ બજાવી

[ને સભા બરખાસ્ત થઈ.]


  1. નાટક રચનારનું કે રચાવનારનું નામ પ્રસિધ્ધ કરે નહિ તે કૃતઘ્ની કહેવાય. વેદના મંત્રનો પણ વિનિયોગ કરતાં, તે મંત્રના ઋષિ છંદ, અને દેવતા કહેવા પડે.
  2. કાર્તિક સુદિ ૧૧

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.