હરિએ બનાવેલ જનથી ડરી
અહીં કોઈ બોલ્યું, બચાવો હરિ
હતી એક વ્યક્તિ અહીં એકલી
અટૂલી અને કોઈએ આંતરી
ખબર ના પડી ગોળ દુનિયા મહીં
પગથિયું ચડી કે નીચે ઊતરી
છબી થઈ જવાયું છે જે ભીંતની
ઊભી છે તે સામે અરીસો ધરી
એ સારું થયું કે ન સાધુ થયા
ન સંસાર છોડ્યો ન થઈ મશ્કરી
(સહેજ અજવાળું થયું)