ભરત વિંઝુડાની ગઝલસંપદા/જાગતા રહો
Jump to navigation
Jump to search
૩૪
જાગતા રહો
જાગતા રહો
સૂની થઈ ગઈ છે સડક જાગતા રહો,
મૃત્યુની આવી રહી છે મહક જાગતા રહો!
મારી તમારી પીઠની પછવાડે શું હશે,
પાછળ કીડીનાં હોય કટક જાગતા રહો!
ઝખ્મો બધાય સાવ પડ્યા હોય છે ખૂલા,
નાખી ન જાય કોઈ નમક જાગતા રહો!
પોતાની જાતમાં જ ડૂબી ના જતા તમે,
જળમાં જ જળ થયું છે ગરક જાગતા રહો!
ઘરમાં જ હોઈએ તો બહુ ડર રહે નહીં,
છીએ બહાર ને છે ફલક જાગતા રહો!
સૂતાં નિહાળી કરશે સ્વયમને સજા બહુ,
છે આપણા ગુરુજી કડક જાગતા રહો!
(લાલ લીલી જાંબલી)