અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...)

From Ekatra Wiki
Revision as of 06:38, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...)|હરીશ મીનાશ્રુ}} <poem> ::સાધો હરિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પદપ્રાંજલિ ૭૮ (સાધો હરિ સંગે...)

હરીશ મીનાશ્રુ

સાધો હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ

હારી જઈશું તો ઇડરિયો
ગઢ ધરશું હરિચરણે
કામદુઘા દોહી દોહી
હરિરસ ભરશું બોઘરણે...

ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ

અનંતની ચોપાટ પાથરી
હરિએ ફેંક્યા પાસા
અમે જીત્યા તો ઢોલ વજાડો
હરિ જીતે તો ત્રાંસા

છેક છેવટે હાર કબૂલી જાશું સરસ રિસાઈ