રાતના કંઈ વિચાર આવે છે જાતના કંઈ વિચાર આવે છે તેં કહી’તી મને અધૂરી તે વાતના કંઈ વિચાર આવે છે આજને મેં અનુભવી જ નથી કાલના કંઈ વિચાર આવે છે એક પથ્થરને જોઉં છું ત્યારે કાચના કંઈ વિચાર આવે છે માત્ર તારા અને પછી તારા નામના કંઈ વિચાર આવે છે (પ્રેમપત્રોની વાત પૂરી થઈ)