આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Act theory

From Ekatra Foundation
Revision as of 12:42, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (=1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
Act theory

Act theory કાર્યસિદ્ધાંત

કાર્યસિદ્ધાન્ત અને વસ્તુસિદ્ધાંત (object theory) વચ્ચે સૂચક ભેદ છે. સાહિત્યને આશયલક્ષી વર્તનના ભાગ રૂપે જોનારો સિદ્ધાન્ત કાર્યસિદ્ધાન્ત છે. આ સિદ્ધાન્ત આશયલક્ષી વર્તનના પ્રકારરૂપે સાહિત્યને જોતો હોવાથી સર્જક અને ભાવકની અભિવૃત્તિને આવશ્યક રીતે સાંકળે છે, જ્યારે સાહિત્યનો વસ્તુસિદ્ધાન્ત સાહિત્યને આશયલક્ષી ક્રિયાના ભાગરૂપે નહિ પણ માનવહેતુઓ અને આશયોથી અતિરિક્ત એક વસ્તુ રૂપે સાહિત્યને જુએ છે. આથી વસ્તુસિદ્ધાન્ત સાહિત્યકૃતિને એક સ્વતંત્ર અસ્તિત્વ રૂપે સ્વીકારે છે.