વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/D

Revision as of 05:47, 30 November 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|D}} {{hi|'''Dark comedy ઘોરનાટ્ય''' Black comedy માટે વપરાતો પર્યાય.}} {{hi|'''Deconstructionist History, Reconstructionist History.'''}} {{hi|'''Deitics સંદર્ભકો''' કવિતામાં એક કસબ તરીકે સંદર્ભકોનું મહત્ત્વ છે. કોણ કોણ કોને ઉદ્દેશીને કહે છે એ કવિતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
D
Dark comedy ઘોરનાટ્ય Black comedy માટે વપરાતો પર્યાય.
Deconstructionist History, Reconstructionist History.
Deitics સંદર્ભકો કવિતામાં એક કસબ તરીકે સંદર્ભકોનું મહત્ત્વ છે. કોણ કોણ કોને ઉદ્દેશીને કહે છે એ કવિતામાં મુખ્યત્વે સંદિગ્ધ રહે છે, ત્યારે આ સંદર્ભકો ઉક્તિની પરિસ્થિતિ સાથે ભાવકને સંયુક્ત કરે છે. અલબત્ત, સંદર્ભકો બાહ્ય સંદર્ભનો નિર્દેશ આપતા નથી. પરંતુ ઉક્તિ અંગે કાલ્પનિક સંદર્ભ રચવા માટે પ્રેરે છે. કવિતાની પરંપરા આવા સ્થલગત, કાલગત વ્યક્તિગત સંદર્ભકોને પ્રયોજતી આવી છે, જેને કારણે ઉક્તિ પ્રયોજનારને કાલ્પનિક રીતે મનમાં ઊપસાવી શકાય છે.
Denigrating image દારુણ કલ્પન ઓતેર્ગાનું માનવું છે કે આધુનિક કલા નિમ્ન વાસ્તવ સાથે તેમ જ પ્રાકૃત અર્ધમાનુષી અને અપકૃષ્ટ સ્તરે પ્રવૃત્ત થતાં દારુણ કલ્પન જન્માવે છે.
Desedimention વિનિક્ષેપ દેરિદાએ વિરચનને પ્રારંભમાં આ સંજ્ઞાથી ઓળખાવેલું. આ ટેક્‌નિક દ્વારા કૃતિના વિસ્મૃત અને સુષુપ્ત અર્થોના કીટાને બહારની સપાટી પર લાવવામાં આવે છે. આ કીટો કે કાંપ સંચિત થઈને કૃતિના તાણાવાણામાં ઠરેલો હોય છે. આથી વિરચનમાં મૃગણાનો માર્ગ નક્કી થઈ શકે છે.
Desertification રણીકરણ ઝાં બોદ્રિલારે પોતાના ‘અમેરિકા’ (૧૯૮૬) પુસ્તકમાં અનુઆધુનિક અસ્તિત્વ માટે રણનું રૂપક આગળ ધર્યું છે. રણ અસ્તિત્વને અનાવૃત્ત કરી એનાં મૂળ પર મૂકી દે છે. આ વિચારણા ઝેન વિચારણાની નજીક છે, જેમાં રણીકરણ આપણને મૂલ્યો પારની સ્થિતિમાં મૂકે છે. આ સ્થિતિમાં આપણે કેવળ નિષ્ક્રિય દૃષ્ટા થઈને રહી જઈએ છીએ.
Diological theory સંવાદકેન્દ્રી સિદ્ધાંત બખ્નિન એમ સૂચવે છે કે પ્રત્યાયન એ મૂળભૂત રીતે સંવાદકેન્દ્રી છે. આ સિદ્ધાંત પ્રમાણે આપણે બોલીએ કે લખીએ છીએ ત્યારે આપણા મનમાં શ્રોતા મોજૂદ હોય છે. વળી આપણી વાણી કે આપણું લેખન ભૂતકાળમાં પ્રભાવિત થયેલા વિચારો કે ખ્યાલો સાથે સંકળાયેલા હોય છે.
Diffusionism પ્રસારવાદ સંસ્કૃતિનો વિકાસ એક સંસ્કૃતિમાંથી બીજી સંસ્કૃતિમાં સાંસ્કૃતિક તત્ત્વો ફેલાય છે, એમાંથી થતો હોય છે. पारस्परિક આદાનપ્રદાનની ક્રિયાથી रीतરિવાજ, પ્રથાઓ, ધર્મ કલા અને ભૌતિકવસ્તુઓ એક સમાજમાંથી બીજા સમાજમાં પ્રસાર पામે છે.
Dime novel સસ્તીનવલ ઘેરી લાગણીથી સनસનાટી ઉપસાવતી કાચા પૂંઠામાં મળતી સસ્તી નવલકથા.
Discours direct impropre જુઓ, FIS
Divisionism વિભેદનવાદ નવપ્રભાવવાદીઓ દ્વારા વિકસિત આ કલાપદ્ધતિમાં ચિત્રફલક પર રંગનાં બિંદુઓને એ રીતે પ્રયોજ્યાં હોય કે દૂર અંતરથી જોતાં એમાંથી આકૃતિ ઊપસે. એક રીતે જોઈએ તો આ બિંદુવાદ (Pointillism)નો સિદ્ધાંત હતો. ગુજરાતી સાહિત્યમાં હરીન્દ્ર દવેની ‘પળનાં પ્રતિબિંબ’ નવલકથા આ પ્રકારના વિભેદનવાદનો પ્રયોગ હતો.
Docu novelist દસ્તાવેજી નવલકથાકાર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા યહૂદી હત્યાકાંડની વિભીષિકાનો પ્રત્યક્ષ અહેવાલ આપતી ડાયરીઓ કે પ્રત્યક્ષ હવાલો આપતાં સંસ્મરણોની જેમ દસ્તાવેજી નવલકથાકારોએ અ-કાલ્પનિક ઘટનાઓને જ આધાર લીધેલો છે. અર્થ વિસ્તારથી કોઈ પણ દસ્તાવેજી સામગ્રી તરફ ખસતા નવલકથાકારોને લાગુ પાડી શકાતી સંજ્ઞા.
Doppleganger યુગ્માકૃતિ કથાવસ્તુ કે નાટ્યવસ્તુના સંવિધાનને ઉપકારક બનવા આવતી વ્યક્તિની પોતાની જ આભાસી કે નકલી આકૃતિ.
Double speack દ્વિવ્યવહાર જ્યોર્જ ઓરવેલના new speakના સાદૃશ્યમાં આ સંજ્ઞા હયાતીમાં આવી છે. માહિતીને પ્રગટ કરવાને બદલે ગોપિત રાખવાનો એમાં આશય હોય છે. રાજકારણ, વાણિજ્ય કે વિચારધારાનો હેતુ ભાષા સાથેની રમત દ્વારા પાર પાડવામાં આવે છે. જેમકે,

“તમે બેરોજગારી માટે શું કરવા ધારો છો?”

“આ એક ગંભીર સમસ્યા છે અને અમારું ધ્યાન એમાં પૂરેપૂરું રોકાયેલું છે.”
Drame a clef સંધાનનાટ્ય પાત્રો અને પ્રસંગો વાસ્તવિકતામાંથી લીધાં હોય એવું નાટક.
Drame a these પક્ષનાટ્ય સિદ્ધાંત કે વિચારધારાને પુરસ્કારતું નાટક.
DWEMS (Dead White European Males) મૃતશ્વેત યુરોપી પુરુષો બહુસંસ્કૃતિવાદના પ્રણેતાઓ અને કેટલાક નારીવાદીઓનું માનવું છે કે પાશ્ચાત્ય ઇતિહાસ, જગતનો ઇતિહાસ કે સાહિત્ય અંગેના ઘણા ખરા અભ્યાસક્રમોમાં આ મૃત શ્વેત યુરોપીય પુરુષોનો જ અભ્યાસ કરવામાં આવે છે અને અશ્વેત લેખકો તેમજ નારીલેખકોના વિચારો અને એમનાં પરિબળોની ઉપેક્ષા કરવામાં આવે છે. આ પ્રકારની જાગૃતિને કારણે ઇતિહાસ અને સાંસ્કૃતિક અભ્યાસના શિક્ષણાભિગમ હવે ખાસ્સા બદલાવામાં છે.
Dyad દ્વિક ટેવવશ સંકળાયેલા શબ્દોના દ્વન્દ્વને માટે વપરાતી સંજ્ઞા. જેમકે, સાજાસમા, ખાટુંમોળું.