અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/તણખલું

From Ekatra Wiki
Revision as of 10:53, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તણખલું| યોગેશ જોષી}} <poem> ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તણખલું

યોગેશ જોષી

ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું
આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈને!