વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/Q
Q
Qualisign ગુણસંકેત પિયર્સે પોતાના સંકેતવિજ્ઞાનમાં લક્ષણો પ્રમાણે સંકેતોના ત્રણ વર્ગ કર્યા છે એમાંનો એક વર્ગ તે ગુણસંકેત. જેમકે ગંધ ઘણીવાર સંકેતની કામગીરી બજાવે છે. સાહિત્યમાં નાદ, રંગ કે પ્રકાશને આ પ્રકારની કામગીરી સોંપાય છે.
Queer Theory વિલક્ષણ સિદ્ધાંત વિલક્ષણ સિદ્ધાંત સજાતીય સ્ત્રીઓ અને પુરુષોની સંસ્કૃતિને આવરી લે છે. આ સિદ્ધાંત સજાતીયતા અંગેના પૂર્વગ્રહ પર પ્રહાર કરી ઉલ્લંઘનકારી ઇચ્છાઓનું અને પુરુષના વર્ગીકરણ પારના વર્ગનું મહત્ત્વ સમજાવે છે. આમ કરવામાં વિલક્ષણ સિદ્ધાંત જાતિનિયમનના સમસ્ત વ્યવસ્થાતંત્રને વિસ્થાપિત કરવા અનેકાનેક અનુઆધુનિકતાવાદી સિદ્ધાંતોને ખપમાં લે છે અને સ્ત્રીપુરુષની માત્ર દ્વિવિધ વર્ગીકરણ વ્યવસ્થાને ખોટી ઠેરવે છે. આ સિદ્ધાંતને સ્થાપિત કરવામાં જૂડિથ બટલર ઈવ કોસોફસ્કી સેજવિક ડી.એ. મિલર વગેરેનું મહત્ત્વનું પ્રદાન છે.