અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રજનીકાન્ત સથવારા/મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો

From Ekatra Wiki
Revision as of 09:34, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો|રજનીકાન્ત સથવારા}} <poem> :::::::::મી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો

રજનીકાન્ત સથવારા

મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
જરીક પાન ફરક્યાની વારતા કરાય નઈ
આજકાલ્ય મુંથી મારામાં ર્‌હેવાય નઈ

હમણું તો ઠીક ઈ તો મૉઘમ ક્‌હેવાય
દીઠો ઉમ્બરામાં પંછાયો પ્હાડનો
કમ્મરમાં કાં’ક ફરી ટૌક્યું’લી ઇમ્મ
જૉણેં પ્હેર્યો મીં મૈનો અહાડનો

નખમાં રેલમ્મલોલ્ય માવઠું
મીં પાધરુંક જોયું ઝાલ્યું નં તૉય છેટું
’લી કુંણ મારાં ટેરવાંનં કરતું’જ્યું નેટું
મટકુંયે હમ્મ તારા માર્યું મીં વૉય
રાત્ય રસ્તો થઈ જાય ઇમ્મ ધારું
એવું તે કુંણ બર્યું ફરકી જ્યું ઑય
નર્યા નેવાં થઈ જાય પૉણિયારું
વાડામાં એકલી ભીંજાતી તરબોળ્ય
પાળ્ય બાંધો ’લ્યા જાય તાંણી વાયરો
મીં તો પડખામાં પાળ્યો ઉજાગરો
(ઝળઝળિયું, ૧૯૯૧, પૃ. ૨૩)