અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ દેસાઈ/એમ મળવાનું

Revision as of 10:07, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એમ મળવાનું| દિનેશ દેસાઈ}} <poem> એમ મળવાનું હવે ક્યાં થાય છે? યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એમ મળવાનું

દિનેશ દેસાઈ

એમ મળવાનું હવે ક્યાં થાય છે?
યાર, હળવાનું હવે ક્યાં થાય છે?
એક સાંજે એમ કૈં ઝઘડી પડ્યા,
કે ઝઘડવાનું હવે ક્યાં થાય છે?
રાહ જોતો હું કલાકો; યાદ છે,
રાહ જોવાનું હવે ક્યાં થાય છે?
ચાંદની પીધા પછી આ હાલ છે,
રોજ પીવાનું હવે ક્યાં થાય છે?
રાતભર એ ભીંજવી દેતી મને
જો પલળવાનું હવે ક્યાં થાય છે?
તાપ એનો એટલો બાળી મૂકે,
લ્યો, સળગવાનું હવે ક્યાં થાય છે?
આખરે કાફર હતી એ છોકરી,
આંખ લડવાનું હરે ક્યાં થાય છે?
હું જ શોધું છું મને આ શ્હેરમાં,
શોધવાનું મન તને ક્યાં થાય છે?