અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપાશા /બે કાવ્યો, ૧. મને એમ કે...
બે કાવ્યો, ૧. મને એમ કે...
વિપાશા
નોંધઃ આ કાવ્ય ડેડી, લાભશંકર અને કોઝેટને માટે
મને એમ કે
મારી ફાટતી નસો લોહી છલકાવશે ત્યારે
તમે મારી આજુબાજુ પોતાના શરીરનો કિલ્લો બનાવી અડીખમ
મારા લોહીમાં નહાશો મારી આજુબાજુ હાથ ફેલાવી
પણ તમે અદૃશ્ય થઈ મને અદૃશ્ય કરી મૂકી.
નોંધઃ દવા-કવચ બહાર આવી નસો ઘેલી થઈ
દવાની આંગળી વગર ગમે ત્યારે ગમે એ મૂડ પહેરે-ફંગોળે ક્ષણે ક્ષણે
એથી આ લખ્યું
બહાર નીકળો બધા હુંઓ
મારે જીવવું છે.
એતદ્, ઑક્ટો.-ડિસે. ૨૦૧૪