ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮/શ્રી. મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ

From Ekatra Foundation
Revision as of 14:24, 2 February 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મૂળજીભાઈ પિતામ્બરદાસ શાહ

એઓ જ્ઞાતે વીશા વાયડા વણિક, વડોદરાના વતની છે. એમનો જન્મ ઈ. સ. ૧૯૧૦ માં થયો હતેા. એમના પિતાનું નામ પિતામ્બરદાસ મોતીલાલ અને માતુશ્રીનું નામ ઉજમબા છે. એમની પત્નીનું નામ પદ્માવતી છે. એમણે વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં વડોદરામાં સ્ટેશનરી વગેરે સામાનની દુકાન ચલાવે છે.

કવિતા અને નાટક પ્રતિ વિશેષ પ્રીતિ છે. કવિશ્રી ન્હાનાલાલ એમના પ્રિય કવિ અને લેખક છે. હાલમાં વડોદરા સાહિત્યસભાના તે મંત્રી છે.

: : એમની કૃતિઓ : :

રણરસિયાંના રાસ સં. ૧૯૩૧
રાસનિકુંજ સં. ૧૯૩૪
ફૂલવેણી સં. ૧૯૩૬
રાસપદ્મ અપ્રસિદ્ધ