નયન હ. દેસાઈની કાવ્યસંપદા/વરસાદમાં મગનભાઈ ! ગઝલ

Revision as of 02:57, 23 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વરસાદમાં મગનભાઈ! ગઝલ

લાગ અચાનક જોઈ ને ઝઈણી ઝરમર વરસે નભથી ઊતરી ઓ રે મગનભાઈ!
ચાર પડે છાંટા કે ઘરની બહાર નીકળતી રઝળું છતરી ઓ રે મગનભાઈ!

થાય ઘણું અચરજ કે આ વરસાદનું પાણી તસતસતો ઉઘાડ પીએ કાં?
થાય પછી કે આંખ નથી પણ ભીના ડીલે ધ્રૂજતી બકરી ઓ રે મગનભાઈ!

આમ તમે વરસોથી ગળતા ઘરના જેવા, લાગ મળે રેલાઈ જનારા,
આમ તમે બારી જેવા ને ઊઘડો ત્યારે આખ્ખી નગરી ઓ રે મગનભાઈ!

થાય ઘટા ઘનઘોર ને પહેલી ઝરમર વરસે, થાય કે ઘરના નળિયાં સાંચીએ;
ત્યાં જ અચાકન યાદ આવે કે, કિંગ વગર ગોઠવવી ક્રૂકરી ઓ રે મગનભાઈ!

ભેજ ભરેલા ઘરમાં ચોમાસાની હરફર; સૌ. ચંપા સ્વર્ગસ્થ છબીમાં,
બહાર પલળતી ગોરમટીની રવરવ ગંધે યાદો નીતરી ઓ રે મગનભાઈ!