નયન હ. દેસાઈની કાવ્યસંપદા/પાથરે છે * ગઝલ (મનહર છંદ)

Revision as of 03:04, 23 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પાથરે છે * ગઝલ (મનહર છંદ)

ધીમે ધીમે રાત હવે એની જાળ પાથરે છે,
જાણે કોઈ રૂપપરી છુટ્ટા વાળ પાથરે છે.
મારી આંખના કિનારે તારું પ્રતિબિંબ જો,
મારા જળ પર સૂર્ય સંધ્યાકળ પાથરે છે.
તું મને બોલાવે ત્યારે કેમ મને એવું લાગે -
પારિજાત ફૂલ ભરી એની ડાળ પાથરે છે.
હોય તારી સન્નિધિ તો બાગમાં બેઠાનો ભાસ;
ક્ષણો હળુ હળુ મ્હેક અંતરાળ પાથરે છે.
આવ, મારી ભરતીમાં નખશિખ ભીજવી દઉં,
કેમ દૂર ઊભી ઊભી તું જુવાળ પાથરે છે?