નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ક્ષણેક્ષણ થતા આ...

Revision as of 02:56, 2 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ક્ષણેક્ષણ થતા આ

ક્ષણેક્ષણ થતા આ ભડાકા... હવે શું?
નગરની ગલી, પોળ-નાકા... હવે શું?

હણાતો નથી વાર કરવા છતાં પણ
જીવે છે આ પડછાયો આકા... હવે શું?

હતું ઘાસ ઈશ્વરનો છેલ્લો પુરાવો
થયા છે ત્યાં રસ્તાઓ પાકા... હવે શું ?

અચાનક બની દેવની આંખ ભાની
થયું કોઈ અંજનશલાકા.... હવે શું ?

‘નયન’ મનનું ડાણ માપી શક્યો ના

નયન? મનનું ઊંડાણ માપી શક્યો ના
સ્મરણના સતત આ ધબાકા... હવે શું?